Preet ni taras - 9 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | પ્રિતની તરસ - ભાગ ૯

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રિતની તરસ - ભાગ ૯

     બીજા દિવસે સમીર રિષભ સાથે વાત કરી રહ્યો હતો. એટલામાં જ શ્યામલી ક્લાસમાં આવે છે. શ્યામલી અને સમીર બંનેની નજર મળે છે. શ્યામલીને જોઈ સમીરને આશ્ચર્ય સાથે આનંદ થાય છે.

સમીર:- "Hey...શ્યામલી તું અહીં...?"

શ્યામલી:- "હા હું તો આ જ ક્લાસમાં છું."

સમીર:- "Sorry...મને ખબર જ નહોતી કે તું આ ક્લાસમાં છે." 

શ્યામલી:- "તું તારા ડાન્સમાં જ ખોવાયેલો હોય છે."

સમીર:- "ઓહ તો તું જાણે છે કે હું ડાન્સર છું."

શ્યામલી:- "હું તો શું આખી કોલેજને ખબર છે. તારું ડાન્સ ગ્રુપ કેટલું ફેમસ છે."

સમીર:- "શું આપણે ફ્રેન્ડસ બની શકીએ..?"

રિયા:- "ઑ હેલો Mr.sameer હજુ તો અત્યારે જ મળ્યા છે. ને તરત જ ફ્રેન્ડશીપ..!!"

શ્યામલી:- "હા..હા..કેમ નહિ..?"

સમીર શ્યામલી સાથે હાથ મિલાવે છે.

સમીર:- "આ મારો ફ્રેન્ડ રિષભ."

શ્યામલી:-"Hi રિષભ... અને આ મારી ફ્રેન્ડ રિયા."

રિષભ અને સમીર રિયાને "Hi" કહે છે. 

રિયા:- "Hii"

થોડી વાતચીત કરી પછી બધા પોતપોતાની જગ્યાએ ક્લાસમાં બેસી જાય છે. કોલેજ છૂટ્યા પછી સમીર ડાન્સની રિહર્સલ કરવા જાય છે.

સમીરનું ગ્રુપ રિહર્સલ હોલમાં પ્રેક્ટીસ કરી રહ્યું હતું. સમીર ખૂણામાં ચૂપચાપ બેઠો હતો.

તાન્યા:- "શું થઈ ગયું છે સેમી તને? પ્રેક્ટીસ નથી કરવી?"

રિષભ:- "શું વિચારે છે?"

સમીર:- "હું વિચારું છું કે આપણા ગ્રુપમાં એક છોકરીને લઈ લઈએ." 

તાન્યા:- "પણ આપણી ટીમમાં કોઈ છોકરીને લેવાની જરૂર નથી. બધાની જોડી તો છે."

સમીર:- "હા પણ મારી જોડી નથી ને..!!"

તાન્યા:- "કારણ કે તું અમારી ટીમનો લીડર છે. તને કોઈ છોકરીની શી જરૂર..? તારે તો સૌથી આગળની હરોળમાં એકલાએ જ ડાન્સ કરવાનો હોય છે ને..!! અને તને કોઈ ડાન્સ પાર્ટનરની જરૂર હોય તો હું તો છું જ..."

સમીર:- "તારો ડાન્સ પાર્ટનર રિષભ છે. તું એની સાથે જ બરાબર છે. મેં સમજી વિચારીને જ બધાની ડાન્સ જોડી બનાવી છે."

તાન્યા:- "પણ સમીર....."

"મે એકવાર કહી દીધુ કે મને ડાન્સ પાર્ટનર જોઈએ છે તો જોઈએ છે. Do you Understand..? હું ડાન્સ પાર્ટનર રાખુ એમાં કોઈને કંઈ પ્રોમ્લેમ છે તો મને જણાવી દો." તાન્યા કંઈ બોલે એ પહેલાં જ સમીર ડાન્સ ટીમ તરફ જોઈ બોલ્યો.

બધાએ માથુ હલાવી ના પાડી. પણ માત્ર તાન્યને જ પ્રોમ્લેમ હતો. પણ એ કંઈ વધારે બોલી ન શકી.

બીજા દિવસે સાંજે કોલેજ છૂટ્યા પછી સમીર શ્યામલી સાથે વાત કરે છે.

સમીર:- "શ્યામલી તું મારી ડાન્સ પાર્ટનર બનીશ?"

શ્યામલી:- "actually સમીર સાચું કહું તો મને ડાન્સ કરતા નથી આવડતું."

સમીર:- "really..? ઑ પ્લીઝ આ બધા બહાના બનાવવાની જરૂર નથી."

"તને એમ લાગે છે કે હું જૂઠ્ઠું બોલુ છું. પણ ખરેખર મને ડાન્સ કરતા નથી આવડતું. પ્લીઝ મારો વિશ્વાસ કર." શ્યામલી એકીશ્વાસે બોલી ગઈ. 

સમીરે એની આંખોમાં જોયું. સમીરને અહેસાસ થયો કે એ સાચુ બોલે છે.  

સમીર:- "Ok ok relax...સારુ ચલ મે માની લીધુ...Ok?"

શ્યામલી:- "Ok.."

સમીર:- "ચાલ bye...પછી મળીએ...અત્યારે મારો રિહર્સલનો ટાઈમ છે." 

શ્યામલી:- "Ok bye."

સમીર ત્યાંથી રિહર્સલ હોલમાં ગયો અને શ્યામલી રિયા સાથે ઘરે જવા નીકળી ગઈ.

શ્યામલી તો ખુશ ખુશ થઈ ગઈ કે સમીરે મને ડાન્સ પાર્ટનર બનવા માટે કહ્યું.

સમીરની શ્યામલી જોડે કોલેજમાં વાત થતી રહેતી. શ્યામલી-સમીર અને રિયા-રિષભ થોડા જ સમયમાં ફ્રેન્ડ બની ગયા હતા. શ્યામલી સાથે રહેતા રહેતા સમીરને ખ્યાલ આવ્યો કે શ્યામલીનો Confidence ખૂબ low છે. એટલે જ કદાચ એને એમ લાગતુ હશે કે એને ડાન્સ નહિ આવડે. પણ હું જાણુ છુ કે એ બહુ સારો ડાન્સ કરશે. બસ મારે માત્ર એનામાં વિશ્વાસ જગાડવાનો છે. એણે રિયા સાથે વાત કરવાનું વિચાર્યું.

કેન્ટીનમાં રિયા,રિષભ,શ્યામલી અને સમીર તથા સમીરનું ગ્રુપ નાસ્તો કરી રહ્યા હતા.
નાસ્તો કરી બધા ક્લાસરૂમમાં જતા હતા.
રિયા પાછળ રહી ગઈ. રિયા ક્લાસમાં જ જતી હતી કે સમીરે રિયાને ઉભા રહેવા કહ્યું. 

સમીર:- "તારી સાથે કંઈક વાત કરવી છે."

રિયા:- "હા બોલ શું કહેવું છે."

સમીર:- "શ્યામલી પહેલેથી જ આવી છે."

રિયા:- "પહેલેથી આવી એટલે..? કેવી..? આમ તો હું સમજી જ ગઈ છું તું શું કહેવા માંગે છે. તો પણ તારા મોઢેથી સાંભળવા માંગુ છું. આવી એટલે કેવી..?"

સમીર:- "મને એવું લાગ્યું કે એનો 
Confidence Low છે."

રિયા:- "હા એ પહેલેથી જ એવી છે. લોકોએ બોલી બોલીને એનો Confidence Low કરી નાંખ્યો છે. પહેલા પહેલા એને દુઃખ લાગતુ. પણ હવે એવું લાગે છે કે શ્યામલીને આની આદત થઈ ગઈ છે. જન્મી ત્યારથી જ શ્યામ છે એટલે એનું નામ શ્યામલી પાડી દીધું. શ્યામવર્ણને લીધે સમાજની નિંદાનો ભોગ બની.   એ લઘુતાગ્રંથી અનુભવે છે. એટલે એ થોડી અંતર્મુખી છે."

એટલામાં જ શ્યામલી ક્લાસમાંથી બહાર આવે છે.

શ્યામલી:- "ચાલો ક્લાસમાં તમે બંને પછી વાત કરજો."

ક્લાસમાં જઈ સમીર,શ્યામલી અને રિયા પોત પોત પોતાની જગ્યાએ જઈ બેસે છે.

શ્યામલી:- "શું વાત કરતા હતા..?"

રિયા:- "કંઈ ખાસ નહિ બસ એમજ."

શ્યામલી વિચારવા લાગી કે રિયા સુંદર છે અને સ્માર્ટ પણ. શું ખબર આ સુંદર અને સ્માર્ટ રિયા સમીરને ગમી ગઈ હોય. એટલે જ તો રિયાએ મારા પૂછવા પર મને કહ્યુ પણ નહિ કે શું વાત કરતા હતા. સમીર સ્માર્ટ,ટોલ અને હેન્ડસમ છે તો બની શકે કે એને રિયા જેવી સ્માર્ટ અને સુંદર છોકરી જ ગમશે. મારા જેવી શ્યામ અને ઘરેલું ટાઈપ છોકરી થોડી ગમવાની..!! 

સાંજે કોલેજ છૂટ્યા પછી સમીરે શ્યામલીને કહ્યું "કાલે સવારે ૧૦:૦૦ વાગે એટલે કોલેજ આવી જજે."

શ્યામલી:- "કેમ..? શું કરવા..? આટલી જલ્દી કોલેજ આવીને હું શું કરીશ?"

સમીર:- cબસ કામ છે તારું. તું બસ આવી જજે."

શ્યામલી:- "સારું આવી જવા."

સમીર:- "સારું bye...હું રિહર્સલ હોલમાં જાઉં છું. તું કાલે પહોંચી જજે...Ok...?"

શ્યામલી:- "Ok...bye..."

ઘરે જઈ શ્યામલી ખાસ્સી વાર સુધી વિચારતી રહી કે સમીરે મને ૧૦:૦૦ વાગ્યે આટલી જલ્દી કેમ બોલાવી છે? જમીને પછી ઊંઘવા ગઈ પણ ઊંઘ ન આવી. સમીર વિશે જ વિચારતી રહી કે સમીરે મને શું કરવા બોલાવી. રિયા વિશે કંઈ કહેવાનો છે કે શુ..? આમ જ વિચાર કરતા કરતા શ્યામલી ઊંઘી ગઈ.

આબાજુ સમીર ઘરે આવ્યો. રિષભ પાસેથી રિયાનો નંબર લીધો. રિયા સાથે ફોન પર વાત કરી શ્યામલીના ઘરનું એડ્રેસ લીધું. સવારે ૯:૩૦ થઈ અને સમીર તો શ્યામલીના ઘરે પહોંચી ગયો. 

શ્યામલી કોલેજ જવા માટે ઘરની બહાર આવી તો સમીર સામે જ બાઈક પર બેસી એની રાહ જોઈ રહ્યો હતો. 

સમીર:- "ઑ હેલો ક્યાં ખોવાઈ ગઈ? ચલ મોડું થાય છે."

સમીર બાઈક વાળી શ્યામલી પાસે આવ્યો.

સમીર:- "ચલ બેસી જા."

શ્યામલી તો આભી બની સમીરને જોઈ જ રહી. 

સમીર:- "ઑ હેલો મેડમ તમને જ કહું છું. બેસી જાઓ."

શ્યામલી સમીરની પાછળ બાઈક પર બેસી ગઈ. શ્યામલી પોતાના સ્વપ્નના રાજકુમાર સાથે આ રીતે બાઈક પર..!! શ્યામલીને તો આ કોઈ સુંદર સ્વપ્ન જ લાગતું હતું.

બંને કોલેજ પહોંચી ગયા.

સમીર શ્યામલીને રિહર્સલ હૉલમાં લઈ ગયો. 

શ્યામલી:- "હવે તો મને કહે કે મને અહીં કેમ બોલાવી?"

"તું પહેલા આ કપડા પહેરી આવ." સમીરે બેગ આપતા કહ્યું.

શ્યામલી:- "પણ સમીર....."

"પણ બણ કંઈ નહિ. હું કહું છું એમ કર..." શ્યામલીની વાત વચ્ચેથી કાપતા સમીરે કહ્યું.

શ્યામલી બેગ લઈ ચેન્જીંગ રૂમમાં ગઈ. બેગમાંથી કપડા કાઢ્યા તો કેપરી અને થોડી ટૂંકી ટી શર્ટ હતી. શ્યામલીએ તો હજી સુધી જીન્સ કે શર્ટ પહેર્યા જ નહોતા. અને આજે આમ આવી રીતે. શ્યામલીએ ટીશર્ટ અને કેપરી પહેરી લીધી. આમ પણ શ્યામલી કોઈ સુંદર છોકરીને જીન્સ પહેરતા જોતી તો એને ઈચ્છા થઈ આવતી કે હું પણ આવી રીતે જીન્સ ટીશર્ટ પહેરું. પણ એ હંમેશા એવું વિચારતી કે મને થોડું સારું લાગવાનું. હું તો શ્યામ છું તો મને આ બધુ સારું નહિ લાગે. પણ સમીરે કહ્યું એટલે પહેરી લઉં. એમ વિચારી એ કપડાં પહેરી લીધા અને બહાર આવી.

સમીર બહાર જ ઉભો હતો.

સમીર:- "Wow...hey cutiee...superb.."

શ્યામલી કંઈ ન બોલી. સમીર અને શ્યામલી રિહર્સલ હોલમાં આવે છે.

શ્યામલી:- સ"મીર હવે તો કહી દે કે તું મને આટલે શું કામ લાવ્યો?"

સમીર:- "Ok ok...હું તને અહીં ડાન્સ કરવા માટે લાવ્યો છું. Infact તું હવે મારી ટીમમાં છે."

શ્યામલી:- "સમીર મને ડાન્સ કરતા નથી આવડતું."

સમીર:- "શું કરવા જુઠ્ઠું બોલે છે?"

શ્યામલી:- "હું સાચુ કહું છું મને ખરેખર ડાન્સ નથી આવડતો." 

સમીર:- "Really..?"

શ્યામલી:- "હા મને સાચ્ચે ડાન્સ નથી આવડતો."

સમીર:- "મને ડાન્સ કરતા પણ આવડે છે અને કરાવતા પણ આવડે છે. નવરાત્રિમાં આટલા સરસ રાસ અને દોઢિયાના સ્ટેપ્સ લેતી હતી. અને અત્યારે એવું કહે છે કે મને ડાન્સ નથી આવડતું. વાહ..! શ્યામલી તારું પણ કહેવું પડે હો."

શ્યામલી:- "અરે એ તો રાસ રમવાનો શોખ છે એટલે. મને બહુ ગમે રાસ રમવાનું. મને તો શું રાસ રમવાનું તો બધાને જ ગમે."

સમીર:- "રાસ-દોઢિયા એ પણ એક પ્રકારનો ડાન્સ જ છે ને."

શ્યામલીએ તો આવું વિચાર્યું જ નહોતું. સમીરની વાત પણ સાચી જ હતી. 

સમીર:- "જો શ્યામલી કોઈ વ્યક્તિ સામાન્ય હોતી નથી, પરંતુ દરેકને પોતાનામાં રહેલી અસામાન્યતાની ખબર નથી હોતી. અને રહી વાત આત્મવિશ્વાસની તો આત્મવિશ્વાસ એ નથી કે તમને બધાં જ સવાલના જવાબ આવડતા હોય પણ આત્મવિશ્વાસ એ છે કે તમે દરેક સવાલનો સામનો કરવા તૈયાર હોય..!!"

સમીરે Music on કર્યું. 

સમીરે શ્યામલીની કમર પર સિફ્તથી હાથ મૂક્યો. શ્યામલીએ એક હાથ સમીરના ખભા પર અને બીજો હાથ સમીરની હાથેળી પર મૂક્યો. 

ट्रिपी हैं आँखें तेरी
घुंघराले बाल हैं
चलता जैसे सब उसके बापू का माल है
चलता जैसे सब उसके बापू का माल है

ओये जब कमर पकड़ के खीचे
हाय दैया पैरों के नीचे
ओये जब कमर पकड़ के खीचे
हाय दैया पैरों के नीचे
मेरे रहने तू ज़मीने ना दे
मीने ना दे

   સમીર શ્યામલીની કમર પકડી હળવેથી પોતાની તરફ ખેંચતો તો ક્યારેક શ્યામલીને હાથ પકડી ગોળ ગોળ ફેરવતો. શ્યામલીને તો ભાવતુ હતુ ને વૈદે કહ્યું એવો ઘાટ ઘડાય ગયો. પોતાના સ્વપ્નોના રાજકુમાર...અને એની સાથે જ ડાન્સ..!! શ્યામલીને તો જાણે એ પળમાં બધુ જ મળી ગયુ એવુ લાગતુ હતું. 

   દરરોજ સમીરના ડાન્સ ગ્રુપવાળા પહેલા રિહર્સલ હોલમાં જતા. બધા રિહર્સલ હોલમાં પહોંચ્યા તો સમીર અને શ્યામલીને આ રીતે ડાન્સ કરતા જોઈ જ રહ્યા. ડાન્સ પૂરો થતા બધા ફ્રેન્ડસે તાળી પાડી ત્યારે જ સમીર અને શ્યામલીને ખ્યાલ આવ્યો કે બધા અહીં આવી ગયા છે. બધા ફ્રેન્ડસ સમીર અને શ્યામલી પાસે ગયા. અને કહેવા લાગ્યા Wow..!! Superb એવુ કહેવા લાગ્યા. પણ તાન્યા તો ત્યાં જ ઉભી રહી. શ્યામલી સમીર સાથે ડાન્સ કરી રહી હતી તે તાન્યાને બિલકુલ ન ગમ્યું. એને શ્યામલીની ઈર્ષા થઈ આવી. 

સમીર:- "Hey guys...listen...શ્યામલી આજથી આપણી ટીમમાં છે..."

બધાએ ખુશીથી સમીરની વાતને વધાવી લીધી. 

શ્યામલી તો જાણે આજે હવામાં જ ઉડી રહી હતી. ચેન્જીંગ રૂમમાં જઈ યુનિફોર્મ પહેરી ક્લાસમાં આવી. 

પાયલ અને રિયાને પોતાની સાથે રિહર્સલ હોલમાં શું બન્યું તે વિગતવાર કહ્યું.

રિયા:- "ઑહ I see...હવે મને સમજમાં આવ્યું કે સમીરે તારા ઘરનું એડ્રેસ મારી પાસેથી શું કામ લીધુ હતુ તે."

"શું વાત કરે છે? સમીરે મારા ઘરનું સરનામું પૂછવા તને ફોન કર્યો હતો. બીજુ કંઈ મારા વિશે કહેતો હતો કે..? બોલને..?" શ્યામલી એકીશ્વાસે બોલી ગઈ.

રિયા:- "calm down...relax...બહુ ઉતાવળ આવી ગઈ ને..!"

શ્યામલી:- "રહેવા દે. મારે કંઈ જાણવું નથી."

રિયા:- "કંઈ ખાસ નહિ બસ તારા વિશે થોડી માહિતી લીધી."

શ્યામલી:- "મેં કહ્યું ને મારે કંઈ જાણવું નથી."

રિયા:- "સાચ્ચે નથી જાણવું કે પછી ન જાણવાનું નાટક કરે છે. એમ પણ મેં તને સમીરે જેટલું પૂછ્યું એ તને કહી જ દીધુ છે."

શ્યામલી ખુશ થઈ કે સમીરે મારા વિશે જાણવાની કોશિશ કરી. 

ક્રમશઃ