ye rishta tera mera 2.27 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા મેરા 2.27

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

યે રિશ્તા તેરા મેરા 2.27

યે રિશ્તા તેરા મેરા 2.27

મહેક;મીત,માસી આવે તો તેને કશુ ન કહેજે.બીજુ માસીને કશી જ ખબર નથી તો તેને કશુ કેહવાનુ પણ નથી.


મીત;હુ ન કહુ.દીદી હુ એમ થોડો કહુ કે હવે આપણે અંશભાઇને નથી ગમતા.


મહેક;બસ,મીત...તુ દુખી ન થા.


મીત;કેમ ન થાઉ દીદી...?અંશભાઇ એ કેવુ કર્યુ?મારા પર કેવો ઇલ્ઝામ નાખ્યો.માત્ર આપણને તેનાથી દૂર કરવા માટે જ.

મહેક;અવશ્ય કોઇ કારણ હશે.

મીત;હા...કારણ હશે પણ જલ્સા કરવાનુ બીજુ નહી.

મહેક;મીત તુ તારુ સ્ટડી કર જા.

મીત;જી દીદી.

***
મીરા;માસી આઓ...બીજા ફ્લોર પર આપણુ ઘર છે.

માસી;હા....

મીરા;માસી,મારા માસા એકલા છે ત્યા?

માસી;ના,મહેકના મમ્મી-પાપા છે ને!!!

મીરા;હા,અંશ કે’તો હતો કે તમે આગળ પાછળ એક જ દિવાલે રહો છો.


માસી;હા....

માસી;અહીં પણ કોઇને કોઇના માટે સમય જ ક્યા છે?

મીરા;હસીને હા માસી બસ બધાને કમાઇને પૈસા ભેગા નથી કરવા જલ્સા જ કરવા છે.

માસી;હા....

***
જયદિપ;અરે!!!!માઇ ગોડ તુ?

લેડી;હા,હુ અવની જ....તને કોલ કરનારી,તનેઅહી બોલાવનારી,....

જયદિપ;તે...મને અહી બોલાવ્યો?

અવની;જી...હા.....મે જ....કાલે તુ મહેકને લઇને ખરીદી કરવા ગયો,પછી તેને ""લવબર્ડ""માથી કપડા અપાવ્યા,પછી તુ અહી સુધી મુકી ગયો એ મે જોયુ.

જયદિપ;મતલબ તે અમારો પીછો કર્યો?

અવની;હસીને,હુ ને કોઇની સીઆઇડી?,નો નેવર....મારો માણસ.

જયદિપ;માણસ.

અવની;હા,ભમરે પેલા તને મહેકને બાઇક પર બેસાડતા જોયો એટલે મને તરત જ કોલ કર્યો.પછી તો એ નીકળી ગયો તમારો પીછો ન કર્યો.પણ બજારમા ભમરે જ તમને બંન્નેને જાતા જોયા...લવબર્ડમા....પછી તુ હોસ્પિટલ મુકવા આવ્યો એ ભમરે નહી મે જોયુ....હવે તુ જ કે તુ મહેકને લવબર્ડમા કપડા અપાવવા લઇ જા તેનો અર્થ તને મહેક પસંદ છે.



જયદિપ;એક મિનિટ એક મિનિટ.....મહેકને હુ ન’તો લઇ ગયો....મહેક ટેક્સીની રાહ જોતી હતી તેને ન મળી એટલે હુ મુકવા ગયો,પછી તેણે જિદ કરી કે મીત જોડે નથી તો તેના કપડા માટે મારી જોડે આવ...અને બિલ મે નહી મહેકે ચુકવ્યુ...


અવની;ઓહકે મતલબ તુ મને ખોટી પાડે છે?

જયદિપ;બિલકુલ

અવની;તો પછી "સ્વર કંપનીના" ફકંશનમા પણ તમે બંન્ને જોડે ઉભા રહી ઘણી વાતો કરી,કમભાગ્યે એ વાતો પણ ભમર ન સાંભળી શક્યો.

જયદિપને એ ફંકશનવાળી વાતો ફટાફટ યાદ આવવા લાગી...

મતલબ તુ મારુ ધ્યાન રાખે છે,મારુ ને મહેકનુ

અવની;ધ્યાન રાખવુ નથી પણ મારી બાજીના પાસા સીધા પડેને મને આપ મેળે જ માહિતી મળે છે.બીજુ આમ આવી રીતનુ વર્તન તો એ જ કહે છે કે તને મહેક પસંદ છે.

જયદિપ;હસ્યો....

અવની;મને લાગે તારી કંપનીમા હતી ત્યા સુધી તે તેને પ્રેમનો ઇકરાર નહી કરયો હોય.

જયદિપ;હસ્યો...

અવની;હવે જયાર થી તારાથી દૂર થય તો તને તેના પર પ્રેમ જાગ્યો.

જયદિપ;પાછો હસ્યો

અવની;તુ કેમ હસે છે?

જયદિપ;તુ જાતે જ બધુ નક્કી કરે તો. હું  હસુ નહી તો રડુ?

અવની;મને લાગે છે હુ જુઠ પણ નથી....

જયદિપ;એમ?

અવની;હા....ભમરે મને જે રીતે તમારી પોઝીશનની વાત કરી તેના પરથી મને એવુ લાગ્યુ...ખાસ કાલ પરથી જે રીતે તુ ને મહેક વાત કરી રહ્યા હતા...


જયદિપ;મારા મેરેજ થય ગયા છે.


અવની;ઓહ....આજકલ તો મેરેજ બહાર પ્રેમ રાખવાની ફેશન છે ને બીજુ મેરેજ થય ગયા હોય એ પ્રેમ ન કરે એવુ તો મે ક્યાય વાંચ્યુ નથી.

આપણો ઇતિહાસ પણ આવા કિસ્સાથી ભરપુર છે.પછી એ રામનો સમય હોય કે કિષ્નનો.બંન્નેની હાજરી મા પણ આવા સંબંધોનો ઉલ્લેખ છે જ.


જયદિપ;ઓકે,અગર હુ એમ કહુ તો કે મને મહેક પસંદ છે.પણ મહેક આ વિશે કશુ નથી જાણતી.


અવની;તો પેલી વાત તારે મારાથી છુપાવવાની કોઇ જરુર નથી.બીજુ મને વિશ્વાસ છે કે મહેક તો અંશ સિવાય કોઇ ને પ્રેમ તો શુ કોઇ વિશે વિચારી શકે તેમ પણ નથી...બિચારી..

જયદિપ;એમ?


અવની;હા,બેપનાહ મહોબ્બત કરે છે અંશને?

જયદિપ;એ તો હોય જ ને!!!

અવની;હુ તને મહેકની નજીક લઇ જવામા હેલ્પ કરી શકુ છુ.

જાયદિપ;કેવી રીતે?

અવની;એમ જ થોડી હુ તને મહેકની નજીક લઇ જાવ.

જયદિપ;મતલબ,સોદાબાજી.

અવની;બિલકુલ.

જયદિપ;બોલ

અવની;તારે મારુ જ કહ્યુ કરવાનુ.

જયદિપ;પણ એમ કેમ હુ હા પાડુ?

અવની;ચલ અહીથી બીજી જગ્યા એ વાત કરીએ....

જયદિપ અવનીને તેની બાઇક પાછળ બેસાડીને લઇ ગયો...એક વૃક્ષોવાળી સરસ જગા એ.....

તેને નંદનવન કહે છે ત્યા...

અવની;બસ,આ જગા બરાબર છે

જયદિપ;બોલ તુ મારી શુ હેલ્પ કરવા માંગે છે?

અવની;શરત

જયદિપ;મંજુર...

અવની;તારે મારી દરેક તબ્બકે મદદ કરવી પડશે.

જયદિપ;એટલે હુ ન સમજ્યો.

અવની;હુ અંશને મહેકને અલગ કરવા માંગુ છુ.

જયદિપ;(જોરથી)વોટ?

અવની;યસ,....

જયદિપ;બટ વાય?

અવની;બધુ જ કહીશ ઘીરજ રાખ...લિસન પ્લીઝ....પછી તેણે અંશની હોસ્પિટલનુ કામ શરુ થયુ ત્યારથી બધી જ વાત કરી.....અંતે અવની બોલી.. બોલ હવે,,,, કોઇ આવો બદલો આપે?


જયદિપના મનમા મહેકને મેળવવાના લડ્ડુ ફુટવા લાગ્યા તેને નિરવાના વર્ડઝ યાદ આવવા લાગ્યા....અગર તને મહેક મળે તો હુ તને પણ છોડી દઇશ તારી ખુશી માટે જયદિપ નિરવા તને પ્રોમિઝ કરે છે...

અવની;જયદિપ બોલ?

જયદિપ;હહહા....સાચી વાત,,,આવુ તો ન કરાયને તારે બદલો લેવો જ જોયે...

અવની;બસ હુ તારા જેવી વ્યક્તિની જ શોધમા હતી કે તુ મળી ગયો કે કોઇ મહેકને પ્રેમ કરતુ હોયને મહેકને મેળવવા માંગતુ હોય...


જયદિપ;આઇ પ્રોમિઝ યુ,હુ તને દરેક તબ્બકે મદદ કરીશ.....અંશને બરબાદ કરવામા બસ સરવાળે ,મને મહેક મળવી જોઇએ.

અવની;જી....પાક્કુ...ડન..

જયદિપ;તો બસ કામે લાગી જા હુ તારી સાથે જ છુ.

***

મીરા;હુ હમણા જ હોસ્પિટલ જઇને પાછી આવુ છુ.

માસી;હુ પણ આવુ છુ.

મીરા;ના..ના..

માસી;કેમ?

મીરા;અંશે કહ્યુ એ આજ તમારા જ હાથની રસોઇ

માસી;ઓકે....મને ખબર જ હતી કે મારા આવતા નખરા શરુ થશે.પણ તુ મહેકને મીતને પણ મોકલજે અંશ જોડે...

મીરા;જી

****
અંશ;અરે...આ અવની ક્યા?