Ruh sathe ishq return - 19 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન 19

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 19

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 19

પોતે જે યુવતીનાં પ્રેમમાં પોતાની બધી સુધબુધ ભૂલી ચુક્યો હતો એ કબીરને જ્યારે ખબર પડી કે પોતે જે રાધા ને પ્રેમ કરતો હતો એ હકીકતમાં એક મૃતાત્મા હતી ત્યારે એની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી.જીવાકાકા એ એને હિદાયત આપી કે એ વુડહાઉસ મૂકીને બીજે રહેવા ચાલ્યો જાય પણ કબીરનું મન એને આમ કરતાં રોકી રહ્યું હતું..એ હજુ ત્યાંથી જાય કે ના જાય એ વિશે વિચારી રહ્યો હતો જેનું કારણ હતું એનો રૂહ સાથેનો ઈશ્ક.

ગાડી વુડહાઉસ આવીને ઉભી રહી અને કબીરની સાથે જીવાકાકા પણ એમાંથી હેઠે ઉતર્યો..નીચે ઉતરતાં ની સાથે જીવાકાકા એ કહ્યું.

"સાહેબ,શું વિચાર્યું અહીં રોકાવા વિશે..?તમે ઇચ્છો તો મારાં ઘરે રહી શકો છો અથવા ઠાકુર સાહેબને કહી એમની કોઠી પર રહેવાની વ્યવસ્થા પણ કરી શકો છો.."

"કાકા,તમે જે મારી ચિંતા કરી રહ્યાં છો એ બદલ આપનો આભાર માનવો ઘટે..પણ હું તમને જણાવવા માંગુ છું કે હું આ વુડહાઉસ મૂકીને ક્યાંય જવા નથી માંગતો."કબીર પોતાની વાત જીવાકાકા આગળ રાખતાં બોલ્યો.

"પણ સાહેબ તમે અહીં રોકાશો તો રાધા તમારો જીવ લઈ લેશે..તમે કેમ મારી વાત સમજતાં નથી.."જીવાકાકા નાં અવાજમાં અરજ હતી.

"જોવો કાકા..એવું કંઈ થવાનું હોત તો બહુ વહેલાં થઈ ગયું હોત.. તમે મારી ફિકર ના કરશો હું મારી રક્ષા જાતે કરી લઈશ..એક બીજી વાત કે અહીં રાધા આવે છે એવું તમે કોઈને જણાવતાં નહીં.."કબીરે કહ્યું.

કબીરની આગળ હવે પોતાની વાત ચાલવાની નથી એમ માની જીવાકાકા એ કહ્યું.

"સારું સાહેબ..હવે તમે હાથે કરીને મોતને નિમંત્રણ આપવાનું નક્કી કરી લીધું જ છે તો હું બીજું કરી પણ શું શકું છું..?"

ત્યારબાદ કબીર પોતાનાં રૂમમાં ચાલ્યો ગયાં.આજનાં દિવસમાં જે કંઈપણ ઘટિત થયું હતું એ બધું કબીરનાં દિલોદિમાગ પર એ હદે હાવી થઈ ગયું હતું કે કબીર એ સિવાય બીજી કોઈ વસ્તુ વિચારી પણ શકે એમ નહોતો.

"શું મેં એક પ્રેતાત્મા સાથે સહવાસ માણ્યો હતો..?શું એ રાધાની આત્મા જ હતી જેને હું પ્રેમ કરવા લાગ્યો હતો..?પણ રાધા ની એ રૂહ મારાં પ્રેમમાં કેમ પડી..?મારો રાધાની જોડે હકીકતમાં શું સંબંધ છે..?"આ બધાં વિચારોમાં કબીરનું માથું ભમવા લાગ્યું હતું.

વિચારોમાં ને વિચારોમાં કબીર કંટાળીને સુઈ ગયો..સાંજે આંખ ખુલી ત્યારે સાત વાગી ચુક્યાં હતાં.. કબીરને વધુ જમવાની ઈચ્છા નહોતી એવું એને જીવાકાકા ને કહી રાખ્યું હતું એટલે એમને કબીર માટે એક આમલેટ બનાવી દીધી..પોતાનું કામ પૂર્ણ કરી જીવાકાકા ત્યાંથી રવાના થતાં પહેલાં કબીરની જોડે આવ્યાં અને બોલ્યાં.

"સાહેબ..હું જાઉં છું ઘરે પણ તમે સાચવજો.."

"સારું કાકા..તમે નીકળો..જય માતાજી.."કબીરે જીવાકાકા ને ઘરે જવાની સહમતી આપતાં કહ્યું.

જીવાકાકાનાં નીકળતાં જ કબીર પોતાનાં રૂમમાં આવ્યો અને લેપટોપ ખોલીને નોવેલ લખવા બેઠો..રાધા જોડેનો સંબંધ આગળ વધ્યા બાદ કબીરની નોવેલ લખવાની ગતિ વધી ચુકી હતી.કબીર અત્યાર સુધીમાં અડધાં જેટલી નોવેલ પૂર્ણ કરી ચુક્યો હતો..પણ આજે કબીર ઘણું બધું મગજને કસવા છતાં નોવેલનું નવું પ્રકરણ લખવામાં સફળ નહોતો થઈ રહ્યો.

કબીર થોડું લખતો અને પાછું એ લખાણ યોગ્ય ના લાગતાં એને ડીલીટ કરી દેતો.આવું કબીર દસેક વખત કરી ચુક્યો હતો અને એમાં ને એમાં રાતનાં બાર વાગી ચુક્યાં હતાં.રાધાનાં વિચારો મગજમાંથી જાય તો આગળ લખાય ને..આ વાત નો આખરે સ્વીકાર કરી કબીરે લેપટોપ બંધ કર્યું અને કંઈક વિચારીને ખુરશીમાંથી ઉભો થયો.

કબીરે અલમારી ખોલી અને અલમારીમાંથી એક તાવીજ કાઢીને પહેલાં તો પોતાનાં હાથ પર બાંધી દીધું..આ તાવીજ કેદારનાથથી શીલા એનાં માટે લાવી હતી..તાવીજ બાંધ્યા પછી પોતાની સાથે લાવેલી રમની બોટલમાંથી કબીરે એક પેગ તૈયાર કર્યો અને રમની દરેક ઘૂંટની સાથે સાથે પોતાનાં વિચારોને ગટકી જવાનો નાકામ પ્રયત્ન કરવા લાગ્યો.

હવે કબીર નાં મગજમાં એક જ વાત હતી કે રાધા ક્યારે આવે અને ક્યારે એ રાધાનાં મોંઢેથી એની સચ્ચાઈ ના જાણી લે..રાધા ભલે એક રૂહ હતી પણ પોતે તો એને સાચો પ્રેમ કરતો હતો એટલે એની જોડેનો સંબંધ આમ અચાનક તોડીને જવું કબીરને યોગ્ય ના લાગ્યું..પણ રાધા જોડેથી એની બધી હકીકત પોતે જાણી લેશે ત્યારબાદ અહીંથી નીકળી જશે એવું કબીર નક્કી કરી ચુક્યો હતો.

આખરે મંદ ગતિમાં ચાલતી ઘડિયાળનો કાંટો અઢી વાગ્યાં પર સ્થિર થયો..આ સમય હતો રાધાનાં ત્યાં આવવાનો.આ દરમિયાન કબીરને એકવાર એવો પણ વિચાર આવ્યો હતો કે પોતે રાધાની સચ્ચાઈ જાણી ગયો હોવાની વાત એક રૂહ હોવાનાં લીધે રાધાને ખબર પડી ગઈ હશે તો એ અહીં આવવાનું જોખમ નહીં જ ખેડે..પણ અઢી વાગ્યાનાં ટકોરાંની સાથે ઝાંઝરનો રણકાર કાને પડતાં કબીરનો એ વિચાર અકાળે અવસાન પામ્યો.

રાધાનાં આગમનની એંધાણી રૂપી ઝાંઝરનાં ખનકવાનો અવાજ સાંભળી કબીર આગળ શું થવાનું છે એ વિચારી ધ્રુજી ઉઠ્યો.

"કબીર..કબીર.."રાધાનો સુરીલો અવાજ કબીરનાં કાને પડઘાયો.

કબીર અવાજ સાંભળવાં છતાં દિશાશુન્ય મુદ્રામાં જડવત પોતાની જગ્યાએ જ ઉભો રહી ગયો..કબીરનાં પ્રતિભાવની રાહ જોઇને બહાર ઉભેલી રાધાને થયું શાયદ કબીર સુઈ ગયો છે એટલે એને ફરીવાર કબીરને અવાજ આપ્યો.

"કબીર..હું આવી ગઈ.."

આ વખતનો રાધાનો અવાજ સાંભળી કબીરની ધ્યાન મુદ્રા ભંગ થઈ અને એ મોટાં સાદે રાધાને સાંભળાય એ રીતે પલંગમાં બેઠાં બેઠાં જ બોલ્યો.

"દરવાજો ખુલ્લો છે..તું આવી જા અંદર.."

કબીરનો અવાજ કાને પડતાંની સાથે રાધા ઉતાવળાં ડગલે ચાલીને રસોડાની જોડે મોજુદ દરવાજે પહોંચી..રાધાએ એક હળવો ધક્કો માર્યો એટલે દરવાજો ખુલી ગયો.રાધા દરવાજાને પુનઃ થોડો આડો કરી દાદરો ચડીને કબીર રહેતો હતો એ રૂમ તરફ ગઈ.રાધાનાં પગરવનો અવાજ સાંભળી કબીરે પોતાની જાતને એની સાથે સવાલાત કરવા માટે સજ્જ કરી લીધી.

કબીરનાં રૂમમાં પ્રવેશતાં જ રાધા દોડીને કબીરને લપાઈ ગઈ..પણ બીજી જ ક્ષણે એક ઝટકા સાથે રાધા કબીરથી અલગ થઈ ગઈ.રાધા આ બધું શું થઈ રહ્યું છે એ વિચારી થોડી શૉક માં જરૂર હતી..પણ એને એ ચહેરા પર કળવા દીધું નહીં. રાધાની નજરોએ એ નોંધી લીધું કે કબીરનાં હાથ પર કોઈ દિવ્ય શક્તિ હતી જે એને કબીરની નજીક આવવાં નહોતી દેતી.

રાધાનાં બદલાયેલાં હાવભાવ કબીર જોઈ કબીર સમજી ગયો કે પોતાની જોડે જે યુવતી ઉભી છે એ રાધાની રૂહ જ છે.કબીર હવે સીધી વાત કરવાનાં મૂડમાં હતો એટલે પોતાની બાહો પ્રસરાવી હાથ ખોલીને બોલ્યો.

"શું થયું રાધા આમ દૂર કેમ ઉભી છો..આવી જા.."

કબીર નાં વર્તન ઉપરથી રાધાને થોડો ઘણો શક જરૂર થઈ ગયો હતો કે કબીર પોતાનાં વિશે કંઈક જાણી ગયો છે..પોતાનો ભેદ એની સામે ઉજાગર થઈ જવાનાં લીધે જ એ પોતાને એની નજીક આવવાં કહે છે.

"કબીર મારી તબિયત ઠીક નથી લાગતી..આજે હું અહીં નહીં રોકાઈ શકું..હું જાઉં છું.."આટલું કહી રાધા ત્યાંથી જવા નીકળતી હતી ત્યાં કબીર એનાં રસ્તા વચ્ચે આવીને ઉભો રહ્યો અને બોલ્યો.

"રાધા..આજે તું મારાં સવાલોનો જવાબ આપ્યાં વગર ક્યાંક નહીં જઈ શકે.."

કબીરનો ભાવવિહીન ચહેરો જોઈને રાધા આગળ વધતી અટકી ગઈ..કબીર શું પુછવા માંગતો હતો એની બેચેની રાધાને જરૂર હતી પણ આજે તો કબીરનાં સવાલો નો સામનો કર્યાં વગર છૂટકો નથી એ વાત સ્વીકાર્યા વગર રાધા જોડે છુટકારો નહોતો એટલે એ ડગલું પાછળ લઈને બોલી.

"હા,કબીર જલ્દી પૂછ તારે જે પૂછવું હોય એ.."

"મારે ફક્ત એટલું પૂછવું છે કે આખરે તું કોણ છે..?"કબીર રુક્ષ સ્વરે બોલ્યો.

"આવું કેમ પૂછે છે કબીર..હું રાધા છું.."રાધા ઘીમાં સુરે બોલી.

"મને ખબર છે કે રાધા તો આજથી સાત વર્ષ પહેલાં ટેકરીનાં કોઈ વૃક્ષની ઉપર લટકીને મરી ગઈ હતી..હું તારી માં ને પણ મળીને આવ્યો છું અને ત્યાં ગયાં બાદ એ વાત તો સ્પષ્ટ છે કે તું જીવિત નહીં પણ એક રૂહ છો..''કબીર પૂરાં વિશ્વાસ સાથે બોલ્યો.

કબીરની વાત સાંભળી રાધા સમજી ગઈ કે આખરે પોતાને જે વાતનો સૌથી મોટો ડર હતો એ કબીરને ખબર પડી ગઈ છે..કબીર ની વાત સાંભળતાં જ રાધા પોતાનાં બધાં હથિયાર હેઠાં મૂકી પોતાની સચ્ચાઈ જણાવતાં બોલી.

"હા હું એક જીવિત વ્યક્તિ નથી પણ એક રૂહ છું..આજથી વર્ષો પહેલાં લોકોને મારી લાશ ટેકરીનાં એક વૃક્ષ પરથી લટકતી મળી હતી એ વાત સાચી છે.."

"જો રાધા તું ભલે એક રૂહ રહી છતાં હું જાણું છું કે તું મારું કોઈ કાળે અહિત કરી શકે એમ નથી..એટલે હું તારાંથી થોડો પણ નથી ડરતો.હું તને હજુપણ પ્રેમ કરું છું પણ હું એ જાણવાં ઈચ્છું છું કે તું મારી તરફ કેમ આકર્ષાઈ અને મારાં પ્રેમમાં કેમ પડી..?એનું સાચું કારણ જણાવીશ તો મને શાંતિ થશે અને હું રાહતનો શ્વાસ લઈ આ ગામ છોડીને જઈ શકીશ."કબીર શાંતિથી બોલ્યો.

"કબીર તું જાણવાં જ માંગે છે કે હું તારાં પ્રેમમાં કેમ પડી તો સાંભળી લે..તું મારી માં ને મળ્યો હશે અને મારાં વિશે જેને પણ તને જણાવ્યું હશે એમને એ પણ જણાવ્યું હશે કે મારાં મોહન નામનાં યુવક સાથે લગ્ન થવાનાં હતાં અને મારાં મૃત્યુ પછી એ ક્યાંક ગાયબ થઈ ગયો..મેં તને કીધું હતું કે હું મોહન ને શોધતી અહીં શોધી આવતી હતી.."કબીરની વાત સાંભળી રાધા બોલી.

"હા તો..એ બધાં નો અને મારી સાથે આ પ્રેમ નો ખેલ રચવાનું કારણ શું..?"કબીર બોલ્યો.

"કબીર આ બધું પ્રેમ નું નાટક નથી પણ આ મારો તારી તરફનો સાચો પ્રેમ છે..કેમકે તું જ મોહન છો..અને લોકોએ વૃક્ષ પર લટકતી મારી લાશ જોઈને અનુમાન લગાવી લીધું કે મેં આત્મહત્યા કરી હતી પણ હકીકત બીજી કંઈક છે.."રાધા ઘટસ્ફોટ કરતાં બોલી.

"હાં..કબીર.તું જ મારો મોહન છે અને મેં આત્મહત્યા નહોતી કરી પણ મારી હત્યા થઈ હતી.."

આટલું કહી રાધા એ પોતાની સાથે બનેલી વિતક કબીરની આગળ કહેવાનું શરૂ કર્યું..!

★★★★★★

વધુ આવતાં અંકમાં.

રાધાની સાથે હકીકતમાં શું બન્યું હતું..?કબીરની જીંદગી આગળ નવો કયો વળાંક લેવાનો હતો..?કબીરે કરેલો એક રૂહ સાથેનાં ઈશ્કનો શું અંજામ આવવાનો હતો..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.