Love quadrilateral - 7 in Gujarati Love Stories by Ekta Chirag Shah books and stories PDF | પ્રણય ચતુષ્કોણ - 7

Featured Books
Categories
Share

પ્રણય ચતુષ્કોણ - 7

પિયા, પોતાના નિશ્ચય પ્રમાણે સવારમાં જ કોલેજ પહોંચી પહેલા પ્રિન્સીપાલને મળવા જાય છે અને પોતે એક campaign ચાલુ કરવા માંગે છે એ જણાવે છે. પ્રિન્સિપાલ તેની વાત સાંભળી અને ખુશ થાય છે પણ કહે છે, " your idea and initiative is really good but I don't think so the students will support you.. but you may try for the same.  Every saturday assembly is arranged. On this saturday you may announce for the same. "  પિયા thanks કહી અને ખુશ થતી ત્યાંથી નીકળે છે. અવની તેને પ્રિન્સિપાલ કેબિન માંથી બહાર નીકળતા જુએ છે અને આખા ગ્રુપમાં એવી વાત ફેલાવે છે કે નક્કી એ આપણી complain કરવા જ ગઈ હશે ત્યારે  રાજ કહે છે એને બિચારીને શુ ખબર કે આપણા ગ્રુપને પ્રિન્સિપાલ પણ કાઈ ન કહી શકે અને બધા જોર જોરથી હસવા લાગે છે.

પિયા કોલેજથી છૂટીને માહી ના ઘરે જાય છે કેમકે આજે માહી કોલેજ નોતી આવી તો એને મળવા અને આમ પણ એણે સૂરજને thanks કહેવું હતું. એ માહીના ઘરે પહોચે છે ત્યાં ખબર પડે છે કે માહીને આજે માથું દુખતું હોવાથી તે કોલેજ આવી શકી ન હતી. પિયા એને બધી notes આપે છે અને સુરજ વિશે પૂછે છે. માહી કહે છે સુરજ તો ઓફિસ ગયો છે પણ હવે જમવાનો time થયો છે માટે એ આવતો જ હશે. માહિના મમ્મી રમીલા બહેન પિયાને આગ્રહ કરીને જમવા માટે રોકી લે છે. પિયાને પણ એટલા દૂર મુંબઈમાં માહિના ઘરે પોતાના ઘર જેવું જ લાગે છે અને એ પણ વધારે આનાકાની કર્યા વગર જમવાનું માની લે છે. માહિની તબિયત સારી ન હોવાથી પિયા રમીલા બહેનને રોટલી બનાવવામાં મદદ કરે છે. રમીલા બહેન પણ પિયાના સંસ્કાર, સાદગી અને આવડત જોઈને ખુશ થઈ જાય છે.

બંને રોટલી બનાવી રહે છે ત્યાં જ સુરજ તેના પપ્પા અશોકભાઈ સાથે ઘરે આવે છે. પિયાને જોઈને સુરજ તો મનોમન બહુ ખુશ થઈ જાય છે. અને પૂછે છે અરે વાહ પિયા તે તો આજે surprise આપી. પિયા કહે છે હા તમને thanks પણ કહેવું હતું અને માહીને મળવું પણ હતું. સુરજ પૂછે છે મને કેમ thanks? ત્યાંજ બન્ને ને અટકાવતા માહી કહે છે બધી વાતો અત્યારે જ કરશો ? થોડી વાત જમતા જમતા કરજો.." પિયા અહીંયા જમવાની પણ છે?" સુરાજના મોઢા માંથી સુખદ હર્ષ ઉદગાર સરી પડે છે...માહી કહે છે,  હાસ્તો વળી..મારી ફ્રેન્ડને આમ જમવાના ટાઇમે થોડી એમનેમ જવા દઉ? સુરજ કહે છે હા એ બરાબર છે...અને બધા સાથે જમવા બેસે છે. જમતા જમતા સુરજ પિયાને કહે છે...તું મને કંઇક કહેવાની હતી ને.... પિયા કહે છે હા મારે તમને thanks , હજી પિયા એટલું બોલી ત્યાં જ સૂરજે તેને વચ્ચે અટકાવી અને કહ્યું તમે નહિ તું કહીશ તો જ તારી વાત સાંભળીશ.. પિયા પણ એ વાત સ્વીકારી લે છે અને કહે છે ટેરો idea બહુ સારો હતો. હું એટલા માટે નથી કહેતી કે મને મારુ સન્માન પાછું મળ્યું પણ એટલે કહું છું કે તમારા..સોરી તારા  કારણે એક જરૂરિયાતમંદ વ્યક્તિને હું મદદ કરી શકી અને હવે મારે આ માટે એક campaign ચાલુ કરવું છે અને એ માટેની પ્રેરણા તું છો. " So once again thank you so much". સુરજ જવાબ આપે છે કે મેં તો માત્ર તને રસ્તો બતાવ્યો પણ તે તો એ રસ્તાને જ મંઝિલ બનાવવાનું નક્કી કરી લીધું...very good, keep it up...અને જમતા જમતા એ ત્રાંસી નજરે પિયાને જોતો જ રહે છે અને એમાં જ ભાત માં દાળ ના બદલે છાશ પડી જાય છે....રમીલા બહેન સૂરજને જોઈને સમજી જાય છે કે પિયા સૂરજના દિલમાં વસવા લાગી છે ...પણ બીજા મમ્મીઓની જેમ એ ગુસ્સે નથી થતા એ તો ખુશ થાય છે કેમ કે એ બહુ સારી રીતે જાણતા હતા કે આ જમાનામાં આટલી સુંદર ,smart અને ઘર પણ સાચવી શકે એવી છોકરી મુંબઈમાં તો એમને ક્યાંય મળવાની ન હતી...અને એ વિચારી ખુશ થાય છે કે માહિને પણ પિયા જેવી સારી ફ્રેન્ડ મળી..જમ્યા પછી પિયા રમિલાબહેનને કામમાં મદદ કરતી હતી એ જોઈને સુરજ વિચારે છે, ભગવાને રૂપ અને ગુણનો સંગમ રચ્યો છે......
                            ********
રાજ નીચું માથું રાખીને પ્રિન્સીપલની કેબિનમાં ઉભો છે અને પ્રિન્સિપલ એને કહે છે, see રાજ અત્યાર સુધીની વાત અલગ હતી..તારા કાકા મનોજ શેઠે હવે ટ્રસ્ટી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેનેજમેન્ટ એમનું રાજીનામુ આવતીકાલથી સ્વીકારવાનું છે. You are inough mature to understand that કે હું આ બધું તને શું કામ કહું છું ? તારી અને તારા ફ્રેન્ડ્સની કોઈપણ દાદાગીરી હવેથી ચલાવી લેવામાં નહીં આવે.  આમ પણ મને first year ની સ્ટુડન્ટ પિયા પરીખે જણાવ્યું કે તમે junior સાથે બરાબર વર્તન નથી કરતા. SO હવે એક પણ complain આવશે એટલે હું તને અને તારા ગ્રૂપને સસ્પેન્ડ કરતા નહીં ખચકાવ.. and you may go now.  રાજ બહાર આવે છે અને તેની આખી ગેંગ તેની રાહ જોઇને ત્યાં ઉભી હોય છે...રાજ બધાને કહે છે કે guys sorry પણ હવે જે rules બધા માટે છે એ જ આપણા માટે પણ......shitt..... કરતો રાજ હાથ પછાડે છે અને એની ઊંઘ ઉડે છે, AC માં પણ રાજને ગરમી થઈ જાય છે અને 5 મિનિટ પછી એને realise થાય છે કે આ એક સપનું હતું...પણ આ વાત સાચી પણ થઈ શકે છે કેમકે રાજના favourite મનોજ કાકુ કાલથી ટ્રસ્ટી મંડળ માંથી વિદાય લઈ રહ્યા છે...અને ઉપરથી પિયા પરીખ નામની મુસીબત...અનાયાસે જ રાજને પિયા ઉપર ગુસ્સો આવે છે અને કાલ સવાર પડવાની રાહ જુએ છે.
ક્રમશઃ






શુ થશે કાલે સવારે ? પિયાને મળીને રાજ શુ કહેશે? સુરજ જેવી feeling પિયાને પણ થશે ? જાણવા માટે વાંચતા રહો..પ્રણય ચતુષ્કોણ.