The Author Keyur Pansara Follow Current Read કોલેજના કારસ્તાનો ભાગ - 6 By Keyur Pansara Gujarati Comedy stories Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3 નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Keyur Pansara in Gujarati Comedy stories Total Episodes : 9 Share કોલેજના કારસ્તાનો ભાગ - 6 (21) 1.7k 3.6k 1 બધાને ઉત્સાહ હતો કે છેલ્લા લેક્ચરમાં રિંગટોન વગાડીને વહેલા છૂટી જઈશું. છેલ્લો લેકચર પૂરો થવાને હજુ પંદરેક મિનિટની વાર હતી ત્યાં તો કલાસરૂમમાં એકી સાથે ચાર-પાંચ રિંગટોન સાંભળવા મળી. એક કરતાં વધુ વાગેલી રિંગટોનના લીધે ફેકલ્ટીને ખબર પડી ગઈ કે આ અવાજ બેલ નો નહીં પણ મોબાઈલમાંથી વગાડેલ છે. તેથી તેઓએ વિદ્યાર્થીઓને એક સ્માઈલ આપી અને પોતાનો લેકચર ચાલુ રાખેલો અને હજુ પણ મને યાદ છે કે તે દિવસે અમને પુરી 18 મિનિટ મોડી રજા મળેલી. પુરી 18 મિનિટ લેટ છુટ્ટી મળવાને કારણે રિંગટોન વાળો વિચાર અમે લોકોએ લગભગ પડતો જ મૂકી દીધેલો. @@@@@@@@@@@@@ રીસેસ પુરી કરીને કલાસરૂમમાં બધા બેઠા હતા.રીસેસ પછીનો લેકચર ચાલુ થઈ ગયો તેને પણ લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું હતું અને સ્ટેજ પરથી લેકચર આપતા મેડમ ક્યારના કંઈક બોલબોલ કરતા હતા. ત્યાં અચાનક પાછળથી "આ..ઉ..ઉ..ઉ..", "આ..ઉ..ઉ.." એવો અવાજ આવ્યો. મેડમને તો ગુસ્સો આવ્યો અને કહ્યું કે જે પણ કોઈ હોય એ શાંતિથી બેસે. પરંતુ "આ..ઉ..ઉ..ઉ", "આ..ઉ..ઉ..ઉ" નો અવાજ સતત શરૂ જ હતો. અને કલાસરૂમ માં બધા વિદ્યાર્થીઓના ચહેરા પર હાસ્ય હતું.મેડમને પણ જ્યારે હકીકતની જાણ થઈ ત્યારે તેમના ચહેરા પર પણ હાસ્ય હતું. હવે બન્યુ હતું એવું કે રિસેસના સમયમાં અમન ગલુડિયાને રમાડતો હતો ત્યાં એને શુ સુજ્યું કે ગલુડિયાને ક્લાસમાં લઈ આવ્યો બરાબર એજ સમયે રીસેસ પુરી થવાનો બેલ પડ્યો. તેથી તેણે થોડીક મસ્તી કરવાની ઈચ્છા થઈ અને ગલુંડીયાને થોડા બિસ્કિટ આપ્યા જેથી થોડી વાર સુધી કોઈ અવાજ ના થાય. હવે ગલુડિયુ પણ જાણે અમનનો સાથ દેવા માટે જ આવ્યું હોય એમ બિસ્કિટ ખાધા પછી શાંતિથી સુઈ ગયુ. લેકચર ચાલુ થયાની દસેક મિનિટ પછી અમને હળવેકથી ગલુડિયાને લાત મારી.ગલુડિયું તો અવાજ કરતું કરતું ક્લાસમાં આંટા મારવા લાગ્યું. બધા વિદ્યાર્થીઓ મોજમાં આવી ગયા અને કલાસમાં આમ થી તેમ ફરવા લાગ્યા આવી રીતે લગભગ દસેક મિનિટ બાદ ગલુડિયાને કલાસરૂમની બહાર કાઢવામાં આવ્યું. @@@@@@@@@@@@@@ આવી જ રીતે એક વખત જ્યારે બધા વિદ્યાર્થીઓ લેક્ચરમાં મશગુલ(!) હતા. ત્યાં બધાને "ચુઇઈઈ....." જેવો અવાજ સાંભળવા મળ્યો. બધાને એમ હતું કે હશે કંઇક ક્યાંક કોલેજમાં કોઈ કામ ચાલુ હશે.આમ પણ જ્યારથી અમે લોકોએ એડમિશન લીધું ત્યારથી કોલેજમાં કંઇક ને કઇંક બાંધકામનું કામ ચાલુ જ રહેતું.થોડા સમય પછી ફરી એવો અવાજ સાંભળવા મળ્યો. અને અવાજ જાણે કલાસરૂમમાંથી જ આવતો હોય તેવું લાગ્યું.એટલે ક્લાસમાં લેકચર આપતા ફેકલ્ટીએ પાછળ ફરીને જોયું અને બોલ્યા કે જે કોઈ પણ હોય તે શાંતિથી બેસે. કોઈ કાંઈ બોલ્યું નઈ.જેવા ફેકલ્ટી બોર્ડ તરફ ફર્યા કે પાછો અવાજ આવ્યો અને તેઓ ગુસ્સાથી પાછળ તરફ ફર્યા. અને અમે બધાયે ઉપર પંખા તરફ જોયું એટલે ફેકલ્ટીએ પણ પંખા તરફ જોયું. ફરી પાછો "ચુઈઇઈઈઈ ......." એવો અવાજ આવ્યો. એટલે ફેકલ્ટીને ખાત્રી થઈ ગઈ કે અવાજ પંખામાંથી જ આવી રહયો છે.તેથી તેઓએ તે ફેન બંધ કરવાનું કહ્યું એક વિદ્યાર્થી ઉભો થયો અને ફેન બંધ કરી દીધો. તે પંખાની નીચે બેઠેલા વિદ્યાર્થીઓ બિચારા પરસેવે નહાવા લાગ્યા. પંખો બંધ થતાં જ અવાજો આવતા બંધ થઈ ગયો તેથી બધાને એમ લાગ્યું કે અવાજ ફાઇનલ પંખામાંથી જ આવે છે. હવે બંધ પંખા નીચે બેઠેલા વિદ્યાર્થીઓને થયું કે આતો સલવાઈ ગયા રીસેસ પછી જગ્યા બદલાવવી પડશે. એટલે કથિત પરેશાનીઓએ રીસેસ સુધી ગરમીનો આનંદ(!) લીધા બાદ છેલ્લી રીસેસ ને પુરી થવાની થોડી વાર પહેલાજ કલાસમાં આવીને તેઓએ તેમની જગ્યા બદલાવી. (ક્રમશઃ) ‹ Previous Chapterકોલેજના કારસ્તાનો ભાગ- 5 › Next Chapter કોલેજના કારસ્તાનો - ભાગ - 7 Download Our App