Bade papa - 8 in Gujarati Fiction Stories by Ramesh Desai books and stories PDF | બડે પાપા - નવલકથા - પ્રકરણ - 8 - રંજનકુમાર દેસાઈ

Featured Books
Categories
Share

બડે પાપા - નવલકથા - પ્રકરણ - 8 - રંજનકુમાર દેસાઈ

દસ બાર દિવસના સહવાસમાં સત્યમ અને સુહાની એકમેકની ખૂબ જ નિકટ આવી ગયાં હતા . પુત્ર જન્મ બાદ બંને વચ્ચેની નિકટતા અત્યંત ગાઢ બની ગઈ હતી . સત્યમ પોતાની સાળી પ્રત્યે એક વિશેષ લગાવ અનુભવી રહ્યો હતો .તેના મનમાં સપનાંનો સૂરજ ઊગ્યો હતો .તેના હૈયે પોતાની સાળી પ્રત્યે લાગણીનો નાયગ્રા વહી રહ્યો હતો ..બંને મોકો મળતાં સાથે બેસી એકમેકની બધી જ વાતો શેર કરતા હતા ! તેનું એક મન તેને મુમ્બઈ ભણી ખેંચી રહ્યું હતું તો બીજું મન સુહાનીનો મળેલો સહવાસ છોડવા તૈયાર નહોતો .

હસમુખના આગમન બાદ જીજુ સાળીનો વિવાદ શમ્યો હતો . કુળ દીપક  માતાની સૂરત પર ગયો હતો ..પોતાનો તર્ક સાચો પડતાં સુહાનીએ ગર્વિષ્ઠ અદામાં પોતાના જીજુને કહ્યું હતું ..


' જોયુંને જીજુ મારી વાત સાચી પડી ને ? ' 


સત્યમે ખુશ થઈ તેની પીઠ થાબડી તેને શાબાશી આપી હતી 


ક્ષિતિજ અને સુહાની લગભગ એક જ સમયે તેની જિંદગીમાં દાખલ થયાં હતા . આ જ કારણે બંને સત્યમને ખૂબ જ  અદકા લાગતા હતા . આ બદલ તેણે ઈશ્વરનો પાડ માન્યો હતો .

શોભા બહેનનું નિજનું કોઈ સંતાન નહોતું . આ હાલતમાં તેમણે દેરાણીની ત્રીજા નંબરની છોકરી ત્રુશાલીને દત્તક લીધી હતી  લલિતા બહેને સમ્પતિની લાલચમાં દીકરીનો રીતસર સોદો કરી લીધો હતો . આટલું જ નહીં પણ તેને મળેલા પૈસા પણ પડાવી લીધી હતી .


શોભા બહેને તેની દેખભાળમાં કોઈ કસર છોડી નહોતી . છતાં માં દીકરી તેમને ખૂબ ટોર્ચર કરતા હતા . સતત રંજાડતા હતા . તેમણે ત્રુશાલીને બધું જ આપી દીધું હતું .છતાં લલિતા બહેનની લાલચને કોઈ થોભ નહોતો . તેઓ કોઈ ના કોઈ બહાને પોતાની દીકરીને મહોરો બનાવી જેઠાનીનું ઘર ખાલી કરવા રહેતા હતા .

બધું હડપ કરી લીધા બાદ પણ લલિતા બહેનના સ્વભાવમાં લવલેશ ફરક પડ્યો નહોતો .તેમણે ભોળી સરળ ત્રુશાલીના દિમાગમાં ગંદકી જમા કરી દીધો હતો  જેને લઈને શોભા બહેનના દામનને કલુષિત કરી દીધો હતો .લલિતા બહેનને કારણે ત્રુશાલી પૂરી રીતે વંઠી ગઈ હતી .છતાં તેઓ દીકરીને ચઢાવવામાં કોઈ જ કસર બાકી છોડી નહોતી .

ત્રુશાલી પૂર્ણ રૂપથી માતાના નક્શે કદમ પર ચાલી રહી હતી .

લલિતા બહેનના જન્મ ટાણે એક જ્યોતિષીએ આગાહી કરી હતી :

' આ છોકરી પોતાની થાળીમાં દસ લાડવા પણ હશે  તો પણ અન્યની થાળીમાં એક લાડવો નિહાળી છળી ઊઠશે . ' 

તેમને જૂઠ બોલવાની બુરી આદત હતી . લગ્ન સમારોહ યા . અન્ય પાર્ટી  ફંક્શનમાં ખાવાની ચીજ તફડાવવાની અને થેલીમાં ઘરે લઈ જવાની આદત હતી . તેમને મફતનું ખાવાની આદત હતી .

ઘરમાં જુવાન જોધ દીકરી હોવા છતાં તેમની માતા વાસંતી બહેન નિજના સ્વાર્થ , ફાયદા ખાતર કોઈના પર પણ ભરોસો કરી લેતા હતા .પોતાના ઘરમાં ઘૂસવા દેતા હતા . જેની તેમને ભારે કિંમત ચૂકવવી પડી હતી . છતાં પણ તેમની આંખો ખુલતી નહોતી ..આવી જ જમાતમાં પડોસમાં રહેતો પ્રતાપ આ ઘરનો ખાસ સભ્ય બની ગયો હતો . તે બીજી કોમનો હતો . તેના પિતાની માર્કેટમાં કપડાંની મસમોટી દુકાન હતી .તેનો ફાયદો લેવાની ગણતરીએ જ વાસંતી બહેને તેને ઘરમાં ઘાલ્યો હતો .લલિતા બહેન કલાકો સુધી પ્રતાપ જોડે વ્યસ્ત રહેતા હતા . પ્રતાપ તેમના રૂપનો દિવાનો હતો , આશિક હતો .આમ તો લલિતા બહેન હાથ આવે તેમ નહોતા .આ હાલતમાં તેણે પ્રેમ જાળ પાથરી લલિતા બહેનને વશ કરી લઈ તેમના તનમન પર કબજો કરી લીધો હતો .પોતાની માતાને કોઈ શંકા ના આવે તે માટે તેમણે ભાઈ બહેનનું નાટક જારી કર્યું હ્તું .પણ જૂઠાણું કયાં સુધી છૂપું રહે . તેમનો ભાંડો ફૂટી ગયો . લલિતા બહેનના પેટમાં તેમના પાપનું બીજ આકાર લઈ રહ્યું હતું . આ હાલતમાં વાસંતી બહેને મોટું દહેજ આપી પોતાની દીકરીને ગરીબ ગાય જેવા સુજીતના ગળે બાંધી દીધી હતી .

મહાબળેશ્વરમાં સત્યમનો આખરી દિવસ હતો . તેની આંખો વિદાય લઈ રહેલ દીકરીના બાબુલ જેવી હતી . તેની એક આંખ હસતી હતી અને બીજી રડતી હતી !  


સુહાનીનો સાથ છોડવાનો તેને વસવસો થતો હતો . સાથો સાથ પોતાના સર્જનમે મળવાનો આનંદ પણ ઝળકતો હતો .


તે દિવસે બધા બસમાં પોઇન્ટ્સ જોવા સવારથી જ નીકળી ગયા હતા .ખુશી ઉલ્લાસનું વાતવરણ હતું . હસમુખ પણ તેમની સાથે હતો . તેની પાસે નોન વેજ જોક્સનો ભરપૂર ખજાનો હતો ..બપોર સુધીનો સમય અત્યંત રસપ્રદ તેમજ આનંદમય રહ્યો હતો . સત્યમે થાકી ગયાની ફરિયાદ પણ કરી હતી ત્યારે સુહાની અને ત્રિવિધિ  બંનેએ તેનો હાથ ઝાલી તેને ચાલવામાં મદદ કરી હતી .આ પળ સત્યમ માટે અદભૂત પુરવાર થઈ હતી . તેના હૈયે પારાવાર આનંદ ઉભરાઇ રહ્યો હતો . સત્યમ આવો વ્યવહાર નિહાળી અત્યંત ભાવુક બની ગયો હતો . તેણે સુહાનીના માથે રૂમાલ બાંધી તેની લાગણીનો રુડોજ જવાબ આપતા જાણે મનોમન પ્રતિજ્ઞા કરી હતી .


'  હું જિંદગીના સઘળા પ્રખર તાપ તકલીફ સામે રૂમાલ બની તારું રક્ષણ કરતો રહીશ ! ' 

બપોરના ભોજન બાદ અન્ય પોઇન્ટ્સ  જોવા સહુ બસમાં બેઠા હતા  .. જોગાનુજોગ સુહાની જોડે સત્યમને બેસવાનો મોકો મળ્યો .આ બદલ તેણે ભગવાનનો પાડ માન્યો હતો .


લગભગ 45 મિનિટનો પ્રવાસ હતો . સત્યમે મુકત પણે સુહાની જોડે પોતાના દિલની વાતો કરી .છતાં ઘણી બધી વાતો બાકી હતી . પાછા ફરતી વખતે વાત કરવાની તેની નેમ હતી . પણ હસમુખે તેના ઇરાદા પર પાણી ફેરવી દીધું હતું  .. તે જઈને સુહાનીની પડખે ફેવિકોલની જેમ ચોંટી ગયો .હતો 


'  સત્યમ ભાઈ તમે સુહાની પાસે બેસો .

તે વ્યવસાયે એક શિક્ષક હતો . છતાં તેનામાં વિવેકનો અભાવ નિહાળી સત્યમને અચરજની લાગણી નીપજી હતી ...તે વખતે સત્યમને સાસુમાની વાત યાદ આવી ગઈ .હતી . 

'  હસમુખ લાગુ પ્રસાદ છે . ગ઼મે ત્યારે , ટાણે કટાણે કોઈના પણ ઘરે દોડી જાય છે .! ' 


તેની સ્મ્રુતિ થઈ આવતા સત્યમ અપસેટ થઈ ગયો હતો  હસમુખ ટ્યુશન આપવા લલિતા બહેનના ઘરે આવતો હતો . તે દરમિયાન સત્યમની તેની જોડે ઓળખાણ થઇ હતી .તેનાથી સત્યમ પ્રભાવિત થયો હતો  તેનામાં સત્યમને એક મિત્ર દે


 

 ખાયો હતો . બંને વચ્ચે વાતચીતનો સેતુ બંધાઈ ગયો હતો .સત્યમ એક લેખક હતો તે જાણી હસમુખે  હર્ષ વ્યક્ત કર્યો હતો . બંને ઘણી વાર બહાર  મળતાં હતા . વિધવિધ વિષયોં પર ચર્ચા પણકરતા હતા  ..

સત્યમના હૈયે હસમુખ પ્રત્યે માન સન્માનની લાગણી ઉભરાઇ રહી હતી . જે અદાથી તે સુહાનીની પડખે ગોઠવાઈ ગયો હતો  .તે જોઈ સત્યમને આશ્ચર્ય તેમ જ વિષાદની લાગણી જન્મી હતી . તે શોભા બહેનનો ભત્રીજો હતો છતાં ન જાણે કેમ અનીસની જેમ લલિતા બહેને તેને ખૂબ જ  માથે ચઢાવ્યો હતો . તેમના આવા વર્તાવથી શોભા બહેન સતત નારાજ રહેતા હતા  .તેને મહાબળેશ્વર બોલાવ્યો હતો . આ વાતથી તેઓ નારાજ હતા . પણ તેમની મરજી , નામરજી સાથે લલિતા બહેનને કોઈ જ લેવા દેવા નહોતી .
હસમુખ એક શિક્ષક હતો . તે નાતે સત્યમ માનતો હતો . તેણે સુહાનીની બાજુમાં બેસતા પહેલાં શિષ્ટાચાર કરવો જોઈતો હતો .

' '  સત્યમ ભાઈ તમને વાંધો ના હોયતો હું સુહાનીની બાજુમાં બેસું ?  '


 
પણ તેવું કંઈ ના થયું . તેની બૉડી લેંગ્વેજ કોઈ અન્ય સંકેત દઈ રહી હતી . સત્યમની માફક સુહાની જોડે બેસવાનો જાણે તેનો પઅબાધિત અધિકાર હતો . ખુદ સુહાનીએ પણ તેને રોક્યો નહોતો . તેણે કહ્યું પણ હતું . પાછા ફરતી વખતે આપણે બાકીની વાત પૂરી કરીશું .. તે પણ હસમુખને રોકી શકી હોત .

તે પોતે પણ શિક્ષિત હતી . કૉલેજમાં અભ્યાસ કરતી હતી . પરંતુ અફસોસ તેનામાં પણ આવી કોઈ સમજ કે સૂઝ નહોતી . 

મહાબળેશ્વરથી પાછા ફરતાં સત્યમ સુહાનીસાથે ગાળેલી પળોને યાદ કરી રહ્યો હતો . 

આગલી રાતે તેણે સુહાની સમક્ષ ખૂબ થાકી ગયાંની ફરિયાદ કરી હતી ત્યારે તેણે ઉમળકાભેર પોતાના જીજુના પગ દબાવી આપ્યા હતા . આ બદલ સત્યમે અહોભાવની લાગણી અનુભવી હતી . તેણે સુહાનીનો  પાડ માન્યો હતો 

મહાબળેશ્વરમાં પહાડ ચઢતી વખતે તેની બે સાળીઓએ હાથ પકડી તેને ચઢવામાં મદદ કરી હતી . એ દ્રશ્ય સતત ફિલ્મની પટ્ટીની માફક તેની આંખો સામે નર્તન કરી રહ્યું હતું . સુહાનીના આવા વ્યવહારમાં સત્યમને સાચુકલી લાગણીનો એહસાસ થયો હતો . 
બીજું દ્રશ્ય પણ તે વિસરી શકતો નહોતો . તેણે ભાવુક થઈ સુહાનીના માથે રૂમાલ બાંધ્યો હતો . આ વાત પણ તેને આનંદ આપતી હતી 


મુંમ્બઈ પહોંચીને સર્વં પ્રથમ તેના સર્જનનો ચેહરો નિહાળ્યો હતો . તેને ખોળામાં લઈ રમાડયો હતો . તેને ચુમ્બનોથી નવડાવી દીધો હતો .



થોડા દિવસ બાદ સુહાની હસમુખ સાથે મુંમ્બઈ પાછી ફરી હતી 
તે જોઈ સત્યમે અચરજની લાગણી અનુભવી હતી સુહાનીને મળવાનો આનંદ તે હસમુખ સાથે આવી હતી તે વાતે ઝૂંટવી લીધો હતો .
એવી તે શી ઉતાવળ આવી ગઈ જેને લઈને તે હસમુખ સાથે આવી હતી ..હસમુખ એક પરિણીત વ્યક્તિ હતો .આ હાલતમાં એક જુવાન જોધ છોકરી તેની સાથે આવે આ વાત તેના ગળે ઊતરી નહોતી . પોતાના સાસુબાએ કઈ .રીતે તેને  પરવાનગી આપી ?

 હસમુખની પત્ની દેશમાં રહેતી હતી .આજ કારણે સત્યમને તેના ઇરાદા વિશે સંદેહ જાગતો હતો . તેને વિશે લલિતા બહેને કહેલી વાતમાં  તથ્ય હતું .  .તે એક મૌકા પરસ્ત ઇન્સાન હતો આ વાતનો ખુદ તેણે એકરાર કર્યો હતો .

ન જાણે કેમ સત્યમ સતત સુહાનીના વિચારોમાં ખોવાયેલ રહેતો હતો તેની સાથેના સમ્બન્ધને  અદભૂત બનાવવા માંગતો હતતો . પણ તે હસમુખની પાછળ દોટ લગાવી રહી હતી . તેણે  મા દીકરી  અને ઘરના સભ્યો પર અનેરુ કામણ  કર્યું હતું . તે રોજ રાતના તેના સાસરે આવીને ગોઠવાઈ 
 જતો હતો . અને સમગ્ર પરિવાર તેની હાજરીમાં ગાંડું ઘેલું બની જતું હતું . તેઓની વાતચીત હરરોજ બહાર આરામ ખુરશીમાં બેઠેલ સત્યમને કાને અથડાતી હતી . તે એક જમાઈ હતો . આ નાતે તે ઘડી ઘડી તેના સાસરે જઈ શકતો નહોતો .છતાં પણ  સુહાનીને કારણે તે વારમવાર પોતાના સાસરે જતો હતો . આ બદલ લલિતા બહેને ટકોર કરી હતી અને સત્યમે સાસરે જવાનું ઓછું કરી નાખ્યું હતું ...આ હાલતમાં સત્યમ ચાહતો હતો . સુહાની તેની પાસે આવે . તેની જોડે વાત કરે . સત્યમ તેને  બોલાવતો ત્યારે પાંચ દસ મિનિટ પોતાના જીજુ
સાથે વાત કરતી હતી  . પણ તેની વાતોમાં પહેલાં જેવી મીઠાશ તેમજ આત્મીયતાનો અભાવ સત્યમને ખટકી રહ્યો હતો ..સુહાનીની વાતોમાં વ્યવહારમાં  કોઈ સ્થિરતા કે ગમ્ભીરતા દીસતી નહોતી  .તેની વાતોમાં કોઈ ઉંડાણ નહોતું . તે બિલકુલ બિન વ્યવહારુ તેમજ દીસતી હતી . 

દિન પ્રતિદિન સુહાની પ્રત્યેની લાગણીની માત્રા વધતી જતી હતી તેમ તેમ સુહાની તેનાથી દૂર જઈ રહી હોવાનો અનુભવ  સત્યમને  તકલીફ આપતો હતો .


એક વાર શોભા બહેન તેમના જન્મ દિન નિમિતે એક મિની પિકનિકનું આયોજન કર્યું હતું .તે વખતે લાગુ પ્રસાદ નામને સાર્થક કરતો હસમુખ એકાએક ટપકી પડ્યો હતો . તે જોઈ લલિતા  બહેને તેને આમંત્રણ આપી દીધું હતું .

'  રવિવારે  સવારે   7 વાગે તારી બૈરીને લઈ ચરની રોડ આવી જજે . ' 


લલિતા બહેનનું આ ડહાપણ શોભા બહેનને જ નહીં પણ સત્યમને પણ પણ ખૂંચ્યું હતું . તેને કોઈ અનિષ્ટ  થવાના ભણકારા વાગ્યા હતા .

વિરાર લેક પહોંચતા સુધીમાં  સુહાની હસમુખ દમ્પતિ પાછળ ગાંડી ઘેલી બની ગઈ હતી .તેની પ્રત્યેક હરકત સત્યમને આંચકા આપી રહી હતી .તેના નાજુક , સમ્વેદન હ્રદયને  પીડા આપી રહી હતી . તે બંને બહેનો વચ્ચે લાગણીનો અનોખો સેતુ પ્રસ્થાપિત કરવા માંગતો હતો .સુહાનીના નિવેદનથી  તેના સ્વપ્નાને પાંખ ઊગી નીકળી હતી . .તે પોતાની સાળીને લઈને વધારે ઉત્સાહિત બની ગયો હતો . તેના પ્રત્યેક શબ્દોને તેણે ગમ્ભીરતાથી લીધા હતા . પણ સુહાનીની લાગણીમાં ના તો 
કોઈ ઊંડાણ હતું ના તો કોઈ ઊંડી સમજ ..તેની વાતો કિનારે ઊભા રહીને છબછબિયાં કરવા જેવી પ્રતીત થઈ રહી હતી .

તે બિન્દાસ્ત હસમુખની પત્નીના ખોળામાં માથું રાખીને સૂતી સૂતી મજાક મશ્કરી કરતી હતી . ગપાટા મારતી હતી .હસમુખના નોન વેજ જોક્સ એન્જોય કરી  રહી હતી .

સત્યમ અને પોતાની બહેન નિરાલીની હાજરીની પણ તેણે અવગણના કરી હતી .  આ બધી વાતો સત્યમને ગુસ્સો કરાવી રહી હતી .

સત્યમનું મૂડ ઓફ થઈ ગયું હતું .અને સુહાનીને તેની કોઈ ચિંતા  થતી નહોતી .

દિવસ તો જેમ તેમ પસાર થઈ ગયો  ત્યાં બીજા ગ્રૂપ જોડે પરિચય થયો હતો .તેમની જોડે સત્યમે ફિલ્મ શહીદ નું ગીત '  મેરા રંગ દે બસંતી ચોલા ' ગાવાની કોશિશ કરી હતી  . પણ સુહાનીના લુખ્ખા  વ્યવહારે તેને નિષ્ફળ કર્યો હતો . પાછા ફરતી વખતે સત્યમ અને હસમુખ વચ્ચે ચકમક ઝરી ગઈ હતી ત્યારે સુહાનીએ હસમુખનો પક્ષ લીધો હતો તે વાતે સત્યમની  હાલત દાઝયા  પર ડામ દીધા જેવી થઈ હતી  .

તેનું મૂડ તદ્દન ઓફ થઈ ગયું હતું .તેણે નિરાલી સહિત ઘરમાં કોઈની સાથે વાત કરી નહોતી . આ હાલતમાં તેણે બીજે દિવસે ઑફીસમાં ખાડો પાડ્યો હતો ..સાંજના 6 વાગ્યાની આસપાસ સુહાની તેની પાસે આવી હતી .તેના બંને ગાલોને પોતાની હથેળી  વચ્ચે ભીંસી લઈ લાગણી જતાવતાં સવાલ કર્યો હતો .

' જીજુ !  બહું ખોટું લાગી ગયું ? !'

અને  તે જ ક્ષણે સત્યમનો ગુસ્સો નાના બાળકની જેમ ઓસરી ગયો .હતો .

સુહાનીના આવા વર્તાવે સત્યમના હૈયે અપેક્ષા ઘર કરી ગઈ હતી .  તે હંમેશા તેનો ખ્યાલ રાખે .  

તેણે એક વાર રાતના બહાર ચાલીમાં બોલાવી અરજ કરી હતી .

'  મને મોટા ભાઈ  કહીને બોલાવીશ ? '


' શા માટે'  તેણે તરતજ સવાલ કર્યો હતો .

' મને આ શબ્દ વિશેષ વ્હાલો લાગે છે .આ શબ્દ સતત મને તારી લાગણીનો એહસાસ કરાવશે ! ' 

અને સુહાનીએ બિન દલીલ તેની ફરમાઈશ સ્વીકારી લઈ '  મોટા ભાઈ શબ્દના શ્રી ગણેશાય કરી દીધા હતા .

પણ માંગવાથી આ જગતમાં લાગણી નથી મળતી લાગણી પહેલાં લાગણી આપવી પડે છે .સામી વ્યક્તિને તેનો એહસાસ કરાવવો પડે છે . 
સુહાનીએ મોટા ભાઈ કહેવાનું શરૂં તો કર્યું પણ તેમાં ના તો કોઈ સ્નેહ ઉષ્માની ઝલક હતી ના તો પ્રતીતિ . સુહાની કેવળ ઔપચારિક ઢબે દિવસમાં ત્રણ વાર તેને મોટા ભાઈ કહીંને બોલાવતી હતી .. 


પરીક્ષાના દિવસમાં સાળી બનેવી રાતના સાથે બેસીને મોડી રાત સુધી વાંચતા હતા !  
વાંચતા હતા . સત્યમે ક્યાંક વાંચ્યું હતું ..'  સગા બાપ દીકરીએ પણ ઝાઝો સમય એકાંતમાં રહેવું ના જોઈએ  !  ' 


તે દિવસોમાં સત્યમને આ વાતનો અનુભવ થયો હતો . 

સુહાનીની ઇમેજ એક ચીપ છોકરીની બની ગઈ હતી . બહું જા નાની વયે ઘણી આગળ નીકળી ગઈ હતી .17 -18 વર્ષ સુધી પહોંચતા તે ત્રણેક છોકરાં સાથે દિલ લગાવી બેઠી હતી .

. સેક્સના ઉન્માદને પ્રેમનું લેબલ લગાડી તે બધું બધું કરી ચૂકી હતી .તે સિવાય પણ તે હર કોઈ છોકરા સાથે છૂટથી વર્તતી હતી . તેમની જોડે બહાર પણ જતી આવતી હતી એવી જ રીતે તે હસમુખ જોડે પણ કરતી હતી . મહાબળેશ્વર થી પાછા ફર્યા બાદ હસમુખ જોડે એક વાર જમવા પણ  ગઈ હતી .


ત્યાર બાદ કોઈને કૉઈ બહાનું કાઢી સાથે જતા આવતા હતા . તેમનું આ રીતનું વારંવાર સાથે જવું  આવવું સત્યમને તો શું હર કોઇને ખૂંચતું હતું .લલિતા બહેન પણ તેને રોકતા હતા .

એક વાર સવારના પહોરમાં હસમુખ ઘરે આવ્યો હતો .તે   બદલ સત્યમે  નારાજગી જાહેર કરી હતી .તેણે સુહાનીને ટોકી પણ હતી . ત્યારે તેણે બચાવ કર્યો હતો . 

' કોઈ મારા કૉલેજ જવાના ટાણે આવીને કહે હું તારી સાથે આવું છું તો હું કૉલેજ ન જઉં  ?'


સત્યમે ત્યારે તો તેનો ખુલાસો માની લીધો હતો .પણ સચ્ચાઈ જાણી તેનું લોહી ઊકળી ગયું હતું .


0000000000 (ક્રમશઃ )