કાશ.... (ભાગ - 2)
( આગળના ભાગમાં જોયું કે સનમ અને નિમીષા પાર્ટી માં જાય છે પણ સનમ કોઈને ત્યાં જુવે છે અને કોઈને કહ્યા વિના જ પાર્ટી માંથી નીકળી જાય છે.હવે આગળ ...)
સનમ ઘરે આવીને સુવાની કોશિશ કરે છે પણ આજ એને ઊંઘ ક્યાંથી આવાની હતી. જે વસ્તુને તે વર્ષો પાછળ મૂકીને આવીને છે એ જ આજે એની સામે આવીને ઉભી રહી ગઈ છે હજુ પણ એનું મન માનવા તૈયાર નથી. જેમ તેમ કરીને પોતાના મનને મનાવીને સનમ સુઈ જાય છે
બીજા દિવસે ઓફિસે ...
સનમ એની કેબિનમા કામ કરી રહી હતી ત્યાં જ
"વ્હોટ ઘ હેલ ઇસ થિસ ? સનમ" સિંહ જેમ ગર્જના કરે તેમ નીમી મારા પર વર્ષી પડી
"સાંભળ ..!નીમી , મારી વાત સાંભળ " સનમ એને સમજાવતા બોલી
"નો..... કાલ રાતે તું મને કહ્યા વિના મને એકલી મૂકીને પાર્ટી માંથી કેમ જતી રહી ? ડોન્ટ યુ નો તને મેં કેટલા કોલ અને મેસેજ પણ કર્યા ?, પણ નહિ મેડમ ને રિપ્લાય આપવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી ,એટ લિસ્ટ કહીને તો જવામાં તને જોર પડતું હતું." નીમી ત્રાટકતા બોલી
"ચાલ છોડ..! તને ખબર ..! આપણા ટકલુ બોસ નું ટ્રાન્સફર થયું એને એની જગ્યા પાર એક ન્યૂ બોસ અપોઈંટ થયો છે અને આજ એનો ફર્સ્ટ ડે છે કંપનીમાં અને અડધા કલાકમાં મિટિંગ છે આમ તો કાલ પાર્ટીમાં એનો ઈન્ટ્રો આપી દીધો હતો પણ આજ એ પુરા સ્ટાફ ને મળવા માંગે છે."
"મેડમ... સાહેબ તમોને મિટિંગ માં બોલાવે છે હેંડો જલ્દી" સફાઈ વાળા રમેશ કાકાએ આવીને કહીંયુ
" ચાલો બુલાવા આયા હૈ નયે બોસ ને બુલાયા હૈ ?" નિમિષા ગાતા ગાતા બોલી
સનમ અને નીમી જેવા ઓફીસ માં એન્ટર થયા કે સનમના પગ જાણે જમીને જકડી લીધા હોય એવું લાગ્યું એનું હદય જાણે એન્જીન ની જેમ ધક ધક કરી રહિયુ હતું. સામે ઉભેલા એના બોસ ને જોઈને એની આંખો ફાટી ગઈ અન્યાસે એ બોલી ઉઠી " સાહિલ ...."
દોઢ કલાક ની મીટીંગ પછી હું અને નીમી કેન્ટીનમા ગયા. રોજની જેમ મે નીમી માટે કોફી અને મારા માટે એક મસાલા ચા ઓર્ડર કરી. પણ આજ આ ચા પણ બેસ્વાદ લાગતી હતી.
" સનમ, એક વાત પૂછુ ? નીમી વાત કરતા બોલી
" પૂછ.." મે અનુમતિ આપતા કહિયુ
"તને સાહિલ સરનુ નામ કેમ ખબર? અને જોવ છું કે કાલથી તું કઈ ટેન્શનમાં છો ? તું સાહિલ ને ઓળખે છો.? " નીમીએ પ્રશ્નાર્થ ભાવથી પૂછીયું
" નીમી, જૂની કબરોને ખોદવાથી ખાલી માટી જ મળે , તું આ બધું છોડ " અકળાયેલ મનથી મે જવાબ આપ્યો.
" ના , સનમ કંઇક તો છે જે તું છીપાવી રહી છો પ્લીઝ... પ્લીઝ.. સનમ વાત શું છે. " નીમી ના અવાજમાં એક લાગણી હતી
ચા ના કપ સામે જોઈને થોડું વિચારી ને ....
" સાહિલ...મારો સાહિલ ...." ઊંડો શ્વાસ લેતા સનમ બોલી ?
તો સાંભળ નીમી........
કોણ છે સાહિલ ?
કેમ સનમ સાહિલ થી ભાગતી હતી?
વધુ આવતા અંકે.....
( આજનો ભાગ કેવો લાગો અચૂક થી કહેજો. સાહિલ કોણ છે ? શું કામ સનમ સાહિલ થી દુર ભાગે છે? એ વિશે વધુ જાણવા માટે વાચતા રહો)
મારી રચના " રહસ્યમય પુરાણી દેરી " વાંચજો ખૂબ જ રહસ્યમય પૌરાણિક કથા છે. જે ખૂબ જ લાંબી અને તમારા રુંવાટા ઉભા કરી નાખે એવી રચના છે. તમારો પ્રતિભાવ નીચે આપેલ નંબર પર પણ આવકાર્ય છે.
લી. વૈશાલી પૈજા
મદદગાર :- પ્રિત'z...?
૯7૩7૦1૯2૯5