22 Single - 27 in Gujarati Comedy stories by Shah Jay books and stories PDF | ૨૨ સિંગલ - ૨૭

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

૨૨ સિંગલ - ૨૭

૨૨ સિંગલ

ભાગ ૨૭

મિત્રો, હું અક્ષત. હર્ષની સિંગલ સ્ટોરી તો તમે સાંભળી. પણ હવે આ સ્ટોરી થોડીક ફોરવર્ડ થઇ ગઈ છે. હવેની વાત ચાર વર્ષ પછીની છે. હર્ષ ૨૭ વર્ષનો થઇ ગયો છે. પણ પણ, હવે એ સિંગલ નથી. એને કોઈક મળી ગયું છે. કોણ મળ્યું, કેવી રીતે મળ્યું, એ સવાલ ના જવાબમાં માત્ર એક જ શબ્દ – એરેંજ મેરેજ. જો કે હજી લગ્ન થયા નથી પણ ભૂમીપુજન એટલે કે એન્ગેજમેન્ટ થઇ ગયા છે. જ્યોતિષીઓ ની કમિટી એ પસાર કરેલા ઠરાવ અનુસાર હજી એક-દોઢ વર્ષ સુધી હર્ષની કુંડળીમાં લગ્નયોગ નથી. એટલે અત્યારે માત્ર નક્કી કરી રાખ્યું છે. અને અને, મારું એટલે કે અક્ષત ના મેરેજ અનુ સાથે થઇ ગયા છે. અભિમન્યુ ના ૭ પડાવ ની જેમ અમે પણ રીલેશનશીપ ના ૭ વર્ષ પછી લગ્ન જીવનમાં ઠરીઠામ થયા.

હર્ષ અને એની ફીયાન્સે- મારી ભાભી- યાસ્વી આવ્યા પછી ભાઈના તેવર જ બદલાઈ ગયા છે. બદલાઈ જ જાય ને આખરે ૨૭ વર્ષની સાધના આ મેનકા એ જો તોડી છે. એન્ગેજમેન્ટ ના દિવસે જ હર્ષે એક કાંડ કર્યું હતું. વીંટી લઈને આવવાને બદલે ભાઈ આખે આખો જવેલર્સવાળા ને લઇ આવ્યો હતો, યાસ્વી એ ત્યાં જે વીંટી પસંદ કરી એ ભાઈ એ પહેરાવી. આમ તો આને રોમેન્ટિક કહેવાય એટલે યાસ્વી એના ઉપર ફિદા છે. પણ, બધા દિવસો થોડા સરખા હોય. લડાઈ ના થાય એવું બને? બિલકુલ નહિ, તો ચાલો હું તમને લઇ જાવ હર્ષની આ એન્ગેજ લાઈફમાં ડોકિયું કરવા.

અક્ષત અને અનુ સાંજના સમયે ચા પીતા બેઠા હતા ત્યાં ધૂંધવાતો હાથીપગે હર્ષ આવ્યો. આ એની બહુ જ ખરાબ ટેવ હતી. ટેવ કહેવાય કે અજાણતા થઇ જાય એ તો ખબર નહિ પણ જયારે એ અપસેટ હોય ત્યારે માથું નીચે નાખીને બંને પગ કંઇક વધારે જોરથી પછાડતો જાણે ગાંડો હાથી ચાલતો આવતો હોય એમ અક્ષત પાસે જાય. એને દુરથી જ આ રીતે જોઇને આવતા જ અક્ષત સમજી ગયો કે આજની ચા અને સાંજ બંને બગડી છે.

હર્ષ આવીને કશું બોલ્યા વગર બાજુના સોફા ઉપર બેઠો. અક્ષતે તરત બિસ્કીટ નું પેકેટ સંતાડવાનો પ્રયત્ન કર્યો જે અનુ થી છુપો નહોતો. અનુ એ અક્ષત ને તેમ કરતા રોક્યો અને બિસ્કીટ નું પેકેટ હર્ષ તરફ કર્યું. હર્ષે પહેલા ના પાડી પણ પછી તરત જ આખું પેકેટ ઉઠાવી લીધું અને એકસાથે બે-બે બિસ્કીટ ખાઈને બે જ મીનીટમાં પેકેટ ને હતું ના હતું કરી નાખ્યું. અક્ષત અને અનુ હર્ષ કંઇક બોલે એની વેઇટ કરતા હતા. બિસ્કીટ પુરા થતા જ હર્ષ એ ફાટવાનું ચાલુ કર્યું.

હર્ષ : “બે યાર, આવી વાત માટે તો કઈ લડાતું હોય?”

અક્ષત અને અનુ એકબીજા સામે જોઇને ધીમેથી હસ્યા. અનુ બંને મિત્રોને પ્રાઈવસી આપવા ચા ના કપ અને ખાલી બિસ્કીટનું રેપર લઈને કિચનમાં જતી રહી. અક્ષતે ધીમેથી હર્ષને પૂછ્યું.

અક્ષત : “કઈ વાત?”

હર્ષ : “તેલ ની?”

અક્ષત : “અચ્છા, બોલ ત્યારે શું થયું?”

હર્ષ : “યાર જેના ઘર માં જે તેલ યુઝ થતું હોય એ જ કરે ને? મારા ઘર માં વર્ષોથી બધા સિંગતેલ જ ખાય છે?

અક્ષત : “હા તો?”

હર્ષ : “હવે યાસ્વી એવું કહે છે કે એને ગ્રાઉન્ડનટ જ ફાવે છે. હવે એના માટે કઈ અલગ તેલમાં જમવાનું થોડું બનાવાય.”

અક્ષત : “પણ ગ્રાઉન્ડનટ?”

હર્ષ (અક્ષતની વાત ને ના સાંભળતા પોતાનું જ બકે રાખ્યું) : “મે કીધું કે તું સિંગતેલ ખાઈ જો, થોડા દિવસ માં ફાવી જશે. તો એ કહે તમે ગ્રાઉન્ડનટ ખાઈ જુઓ, તમને ફાવી જશે. હવે ભાઈ મારે શું કરવું? ઘરે જો આ તેલ લઈને ગયો ને તો મમ્મી મારું તેલ કાઢી નાખશે.”

અક્ષત (હર્ષની મઝા લેતા) : “ઓહોહો, આ તો મોટો પ્રોબ્લેમ ભાઈ. હવે પત્નીવ્રતા હર્ષ તમે તમારા ભાવી પત્ની અને મમ્મી વચ્ચે ની આ વાતનું સોલ્યુશન શું લાવશો?”

હર્ષ : “મઝા ના લે, મારી મઝા નીકળી ગઈ છે. સાલું, આવી વાત પર પણ એ નારાજ થઇ જશે અને અમારી વચ્ચે લડાઈ થશે એવું મેં કદી વિચાર્યું જ નહોતું. આ તો લડવા માટેનું કોઈ કારણ છે?”

અક્ષત : “બિલકુલ નહિ, આ તો ખાલી ટ્રેઇલર છે. આગે આગે દેખો હોતા હૈ ક્યાં. તારે તો લગ્ન કરીને પત્ની ને ખુશ કેમ રાખવી અને આદર્શ પતિ કેમ બનવું એ દુનિયા ને બતાવવું હતું ને બતાવ ત્યારે હવે? બંને તેલ લઈને મિક્ષ કરીને જમવાનું બનાવજો.”

હર્ષ : “બસ, આ સાલું મને દિમાગ કેમ ના આવ્યું?”

અક્ષત : ”શું?”

હર્ષ : “બંને તેલ મિક્ષ કરી નાખીશ. બંને ખુશ.”

અક્ષત (માથું પકડતા) : “ઓ બૈરી ના મર્દ, બહુ ખુશ ના થા. મને એમ કહે કે પેલી ઇંગ્લીશ મીડીયમ માં ભણી છે?”

હર્ષ : “હા સ્કૂલ થી લઈને કોલેજ સુધી.”

અક્ષત : “એટલે તું ગવાર સાબિત થયો. બોલો ત્યારે રાધે રાધે.”

હર્ષ : “એટલે?”

અક્ષત : “એટલે અભણ, આ સિંગતેલ ને અંગ્રેજી માં ગ્રાઉન્ડનટ જ કહેવાય. તમે બંને જે તેલ વાપરો છે એ બંને એક જ છે.”

હર્ષ (માથું કૂટતા) : “એની હાહરી, આ તો કલર થઇ ગયો.”

અક્ષત : “જા હવે, ગ્રાઉન્ડનટ લઈને ઘરે પહોચ. અને ભાભી ને કહેતો નહિ. બસ ખાલી સોરી કહી દેજે. એ ખુશ થઇ જશે.”

હર્ષ : “પણ સોરી કેમ? અને કહેવું તો પડે જ ને, બંને વચ્ચે ગલતફેમી હતી એ તો દુર કરવી પડે ને.”

અક્ષત (હર્ષના ખભા ઉપર હાથ મુકીને) : “જો ભાઈ, તારા હજી નવા નવા એન્ગેજમેન્ટ થયા કહેવાય એટલે તું હજી આ દુનિયામાં નવો જ છે. સિનીયર જે સલાહ આપે ને એનો આંખે પાટા બાંધીને વિશ્વાસ કરી લેવાનો. સોરી બોલી દેવાનું એટલે એનો બધો ગુસ્સો પીગળી જાય, એનું કહ્યું થયું એવો એનો અહં સંતોષાઈ જાય અને ઘરવાળા પણ એમની પસંદગી વહુ સ્વીકારે છે એવું વિચારીને એ પણ ખુશ થાય. બધું જ ક્લીયર ના કરવાનું હોય નહિ તો તું જ ક્લીયર થઇ જશે.”

હર્ષ (મોઢું ચડાવતા) : “સારું, તું કહેવા શું માંગે છે એ તો બહુ ગળે ના ઉતર્યું પણ એને નહિ કહીને મારી ઈજ્જત સાચવી લઈશ.”

અક્ષત (ખુશ થઈને હર્ષને તાળી આપતા) : “દે તાળી. આને કહેવાય ભાઈબંધ. એક જ દુખના સહભાગી. જા હવે, ભાગ ઘરે.”

હર્ષ : “ઓવે, મળીયે પછી.”

હા હા, જોયું ને મિત્રો. મિંગલ બનતા ની સાથે જ હર્ષને સ્ત્રીજાતિ ના લક્ષણો દેખાવા માંડ્યા. આ તો હજી નાની કહેવાય એવી લડાઈ હતી. અમુક વાર તો એવી વાતે લડાઈ થાય કે વિચાર આવે કે આ વાતે પણ લડાઈ થઇ શકે? તો વાંચો હર્ષ અને યાસ્વી ની હટકે વાત ઉપર લડાઈ.

હર્ષ બાથરૂમમાંથી નાહીને બહાર નિકળ્યો. ત્યાં યાસ્વી બાથરૂમ માં ગઈ અને જોરથી હર્ષના નામ ની બુમ પાડી. હર્ષ હજી ટોવેલ માં જ હતો એ તરત યાસ્વી પાસે ગયો. ત્યાં યાસ્વી બરાડી.

યાસ્વી (હાથમાં હર્ષના જીન્સના ના બે પેન્ટ લઈને હર્ષને બતાવતા) : “હર્ષ, આ તો તમારું પેન્ટ છે કે મચ્છરો ને રહેવા નું ઘર?”

હર્ષ (ટોવેલ સરખો કરતા) : “કેમ?”

યાસ્વી (બાથરૂમ તરફ ઈશારો કરતા) : “આ જુઓ અંદર. મચ્છર નું આખું ઝુંડ પેન્ટમાથી નીકળ્યું.”

હર્ષ : “હા તો?”

યાસ્વી : “શું તો? કેટલા ગંદા પેન્ટ છે તમારા? ધોવા નાખી દેતા હોવ તો?”

એટલી વાર માં હર્ષના મમ્મી ત્યાં આવ્યા.

હર્ષના મમ્મી : “બેટા, એવું જ હર્ષનું. જીન્સ ના પેન્ટ બે-બે દિવસ સુધી પહેરી રાખે. ત્યાર પછી પણ અહિયાં લટકાવી રાખે. ધોવાના નહિ.”

હર્ષ : “પણ મમ્મી......”

હર્ષના મમ્મી : “મુઆ, આપણે સ્ત્રીજાત. બસ કપડા ધોયા જ કરો.”

યાસ્વી (છણકો કરતા): “હું કઈ કપડા હાથે નથી ધોવાની.”

હર્ષ : “પણ, વોશિંગ મશીન છે જ ને. તમારે ક્યાં કોઈ એ હાથે ધોવાના જ છે. અને મમ્મી તું પણ ક્યાં હાથે ધોય છે કપડા, વોશિંગ મશીનમાં જ તો નાખે છે.”

યાસ્વી : “એટલે કઈ મમ્મી આળસુ છે એમ? અમને ઘરમાં કેટલા કામ હોય તમને શું ખબર? તમને તો ચા નું માટલું જ ભરીને કાલથી બહાર આપી દઈશ. પીધે રાખજો અને તો પણ સંતોષ ના થાય તો નાહજો એમાં જ.”

હર્ષ : “પણ યાસ્વી એમાં ચા ક્યાં વચ્ચે આવી? તું મચ્છર ની વાત કરતી હતી. અને દવા છાંટવા વાળો બોલાવ્યો છે ને! મચ્છર નીકળી જશે.”

યાસ્વી (આંખ કાઢતા) : “બહુ સારું, ખાલી મચ્છર મારવાનું રેકેટ લાવવાનું કીધું હતું ત્યાં આ દવા છાંટવા વાળા ને બોલાવી લાવ્યા. પૈસા ની કઈ પડી જ નથી. બસ ઝાડ પર જ ઉગે છે પૈસા.”

હર્ષ : “આમાં હવે પૈસા વચ્ચે ક્યાંથી આવ્યા?”

યાસ્વી : “તમને મચ્છર મારવાનું રેકેટ લાવવાનું કીધું હતું એ ક્યાં છે?”

હર્ષ : “પણ એની ક્યાં જરૂર જ છે.”

યાસ્વી (હર્ષ હજી ટોવેલ માં જ ઉભો હતો એ જોઇને) : “જરૂર તો તમને મારી નથી. અત્યારથી જ આવું કર છો તો લગ્ન પછી ખબર નહી શું થશે?”

યાસ્વી આટલું બોલીને રડવા લાગી, હર્ષના મમ્મી પોતાની વહુને રડાવી એટલે ખીજાવા માંડ્યા. હર્ષ ત્યાં જ ઉભો ઉભો પોતે શું કર્યું કર્યું, એનો શું વાંક એ વિચારતો ઉભો રહ્યો ત્યાં યાસ્વીએ ફરી બુમ પાડી.

યાસ્વી (આંશુ લૂછતાં) : “હજી મુહુર્ત કાઢવાનું છે કપડા પહેરવાનું.”

યાસ્વી ના આટલા જ કહેવાથી હર્ષ ટોવેલ પહેરીને અંદર રૂમમાં ભાગ્યો પણ યાસ્વી નો ગુસ્સો હજી ઠંડો નહોતો થયો એણે બોલવાનું ચાલુ જ રાખ્યું.

યાસ્વી : “એક તો મોડા ઉઠે, ઉઠે ત્યારે વોશબેસીન, બાથરૂમ, ટોઇલેટ બધું જ ખાલી જોઈએ. અને તો પણ ઠંડા પથરા ની જેમ કામ કરે. ખબર નહી મારું શું થશે? રાણી બનાવીને રાખીશ એવું કહેતા હતા, પણ આ મચ્છરો ની કોમ ના રાજા લાગે છે. કાન પાસે ખાલી ગુણગુણ કર્યા કરે અને લોહી પીએ.”

ત્યાં હર્ષ કપડા પહેરીને બહાર આવ્યો. યાસ્વી એ સામે જોઇને મોઢું બગાડ્યું. હર્ષ એની પાછળ થી નીકળી ગયો.

હર્ષે જયારે આ વાત અક્ષત ને કીધી ત્યારે અક્ષત બહુ જ હસ્યો. એક મચ્છર સાલે આદમી કો હીજડા બના શકતા હૈ એમ મચ્છર એ હર્ષ અને યાસ્વી વચ્ચે લડાઈ કરાવી.

હજી તોં હર્ષ અને યાસ્વી નું નક્કી થયા ને થોડો જ ટાઇમ થયો છે. અત્યારથી જ યાસ્વી એ હર્ષને બદલવાનું શરુ કરી દીધું છે. જિંદગીમાં એક છોકરી આવી જાય તો જીન્દગી કેટલી બદલાઈ જાય એ હર્ષે માત્ર અક્ષત પાસેથી સાંભળ્યું હતું પણ હવે એ જાત અનુભવ કરે છે.

હર્ષનું મિંગલ થવાનું સપનું સાકાર તો થયું છે પણ એની સાથે કયા કયા સપના તૂટી જાય છે અને જિંદગીમાં કેવા જખમ ઝેલવા પડે છે, સિંગલ લાઈફથી ટેવાયેલો હર્ષ યાસ્વી-એક સ્ત્રીની લાક્ષણીકતા સહન કરી શકશે કે નહિ એ ૨૨ સિંગલ ના આગળના ભાગમાં........