Mahi-Sagar (Part-6) in Gujarati Love Stories by PARESH MAKWANA books and stories PDF | માહી-સાગર (ભાગ-૬)

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

માહી-સાગર (ભાગ-૬)

             મંદિરે જાણે બધા માહીની જ રાહ જોઈ રહ્યા હતા. પૂજારીજી એ માહીના હાથમાં થી પૂજાની થાળી લેતા પૂછ્યું - માહી દીકરી આ નવયુવક કોણ છે.. માહી એ મારો પરિચય આપ્યો - પૂજારીકાકા આ સાગર છે.. આપણાં ગામના મહેમાન છે.. મેં પૂજારીકાકા ને નમસ્તે કર્યું.. પૂજારીકાકા બોલ્યા - માહી આરતી શરૂ કરીએ..
                   અને માહીએ આરતી ચાલુ કરી.. વિશ્વમ ભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યા ધરી હદયમાં વસજો વિધાતા..એના અવાજમાં જાણે કાંઈક જાદુ હતો કે.. ગામના એક પછી એક લોકો મંદિરમાં આવવા લાગ્યા..મંદિર લોકો થી ભરાવા લાગ્યું..આરતી પુરી કર્યા બાદ અમે પ્રસાદ લઈ ઘરે પાછા ફર્યા..અને ઘરે આવી ચા નાસ્તો કર્યો.. ત્યાં સુધીમાં તો મોબાઇલ પણ ફૂલ ચાર્જ થઈ ગયો હતો.. હવે સમય આવ્યો મારો વિદાયનો.. પણ લાગ્યું કે હંમેશા ને માટે ગામમાં જ રોકાઈ જાવ..

          માહી ફરી દેવને પડોશમાં થી કાન પકડી ખેંચી આવી.. નિશાળે નથી જવું તારે.. અને પછી ફટાફટ એને તૈયારે કર્યો.. અને કહ્યું - દેવ સાગર ને તારી નિશાળ બતાવવા તો લઈ જા..
               મેં પણ એની વાત માં હામી ભરી- દેવ તે મને તારી નિશાળ તો ના જ બતાવી.. 
               દેવે પૂછ્યું- સાગરભાઈ તમારે મારી નિશાળ જોવી છે..?
               મેં કહ્યું - હા.. 
               દેવે કહ્યું - તો પછી ચાલો..
               અને એ મારી આંગળી પકડી આગળ ચાલવા લાગ્યો.. અને રસ્તામાં એના ભાઈબંધો ને પણ સાથે લીધા.. 
              

                દેવની નિશાળમાં કલાક આટા માર્યા બાદ હું ઘરે આવ્યો.. અને માસી પાસે રજા માંગી.. માસીએ કહ્યું નવરાત્રી છે.. રોકાઈ જા થોડા દિવસ.. માહીએ પણ કહ્યું - હા સાગર રોકાઈ જાવ.. અને અમારી નવરાત્રી માણો તમને લાઈફટાઈમ યાદ રહી જશે.
                માહી મારા દિલમાં વસી ગઈ હતી ગઇકાલની રાત્રે જ જ્યારે મેં એને પહેલી વાર જોઈ હતી.. એટલે એના માટે ગામમાં થોડા દિવસ રોકવાની મારી ઈચ્છા હતી જ.. પણ ઘરે માં ને શુ જવાબ આપીશ..એ વિચારીને મેં કહ્યું - હું વધારે ના રોકાઈ શકું આમ પણ પંદર દિવસ થી ઘરથી દૂર છું મને પણ નથી ગમતું ઘર વિના...
                માહીએ થોડી નારાજગી જતાવતા કહ્યું - તમારે દશેરા સુધી તો રોકાવવું જ પડશે સાગર.. તમને મારા સમ છે..
                 માહીએ મને રોકવા સમ આપી દીધા.. એટલે મારે ના છૂટકે ઘરે માં ને ફોન કર્યો ફોન ગોરી એ ઉપાડ્યો  મેં ગોરી ને કહ્યું - ગોરી માં ને ફોન આપતો..?
                 ગોરીએ માં ને ફોન આપ્યો - હેલ્લો માં મારી ચિંતા ના કરતી હું થોડા દિવસમાં ઘરે આવી જઈશ.. નવરાત્રી છે તો હું અહીંયા રતનપુરમાં દશેરા સુધી રોકાઈ ગયો છું.. એ પછી નારાજ થઈને માં એ ફોન કાપી નાખ્યો..

                 એ પછી હું ગામમાં ગયો અને ત્યાં હરિ અને કાનજી સાથે મુલાકાત થઈ એમની સાથે સારી એવી ભાઈબંધી થઈ.. એ લોકો સાથે મળીને ગરબીનું ડેકોરેશન કર્યું..સારું એવું લાઇટિંગ કર્યું 
                બસ હવે ઈતઝાર હતો તો બસ આજની રાતનો આજે રાત્રે આ કૃષ્ણ એની રાધા સાથે મન મૂકીને રાસ રમવા માંગતો હતો..
                સાંજે હરિએ આપેલા ગ્રામીણ પરિવેશને લગતા આભલા જડિત કેડિયું પહેરી હું માહી પાસે આવ્યો.. માહી અંદર ગરબી માટે તૈયાર થઈ રહી હતી એટલે હું અંદર ના ગયો બસ બહાર ખાટલે બેઠો.. થોડીવારમાં દેવ પણ ત્યાં આવી પોહચ્યો હું ને દેવ વાતો કરતા હતા.. 
                 ત્યાં માહી એ બુમ મારી- માં.. જરા અહીંયા આવો તો.. 
                 દેવે કહ્યું- દીદી માં તો ગામમાં ગયા છે.. હું બોલાવી લાવું..
                 અંદર થી એણે કહ્યું - હા જલ્દી જા..
                 દેવ દોડ્યો માસીને બોલાવવા
                 મેં પૂછ્યું - માહી શુ થયું તમે ઠીક છો ને..
                 એણે કહ્યું - હા.. હું ઠીક છું...
                 ઘણીવાર લાગી પણ દેવ માસીને બોલવા ગયો હતો કે પાછો ના આવ્યો.. એટલે માહી એ મને બોલાવ્યો 
                 સાગર થોડીવાર અંદર આવશો..?
                 હું સહેજ ખચકાયો.. મારુ અત્યારે શુ કામ હશે..?
                 હું અંદર ગયો તો એ પીઠ પાછળ દોરી પકડી ચોલીની દોરી બાંધવા મથી રહી હતી.. મને જોઈને એ સહેજ શરમાઈ પછી મારી પાસે મદદ માંગી મેં હળવે થી ચોલીની દોરીઓ પકડી ધીમે થી ગાંઠ મારી આ દરમ્યાન મારા આંગળા એની કોમળ પીઠ પર અચાનક જ સ્પર્શ થતા જ જાણે મારા રોમરોમમાં જાણે વીજળીનો ઝટકો લાગ્યો.. અને એ ઝટકાનો જાણે એણે પોતે પણ અનુભવ કર્યો હોય એમ એણે એની આંખો મીંચી દીધી.. થોડીવારમાં જ બધી જ દોરીની ગાંઠ મારી હું સહજ પાછળ ખસ્યો.. એ માત્ર એટલું બોલી થેન્ક્સ..

               થોડીવારમાં જ દાંડિયા લઈને હું દેવ અને માહી પોહચી ગયા ગામના ચોકમાં સૌથી પહેલા તો પ્રથમ નોરતા હતા એટલે માહી ના કંઠે માં શક્તિની આરાધના થઈ એ પછી ગામના યુવાનો તથા યુવતીઓ દાંડિયા લઈને રાસ રમવાનું શરૂ કર્યું.. ગામનો એક છોકરો જેને સરસ ફોટોગ્રાફી આવડતી હતી એને મેં મારો કેમેરો આપી દીધો અને એ એની રીતે આ યાદગાર પળોને કચકડે કેદ કરવા લાગ્યો. (ક્રમશ)