janam divas ujavvani reet badaliye in Gujarati Magazine by Nayana Bambhaniya books and stories PDF | જન્મદિવસ ઉજવવાની રીત બદલીએ

Featured Books
Categories
Share

જન્મદિવસ ઉજવવાની રીત બદલીએ

      #ચાલો_જન્મદિવસ_ઉજવવાની_રીત_બદલીએ

               લ્યો ફરી આવી ગયો જન્મદિવસ.જીવનના કુલ આયુષ્યમાં થયો, એક વર્ષનો ઘટાડો. વર્ષમાં આવતો આ
જન્મદિવસની લોકો અગાવથી પ્લાન બનાવવાનું શરૂ કરી દેતા હોય છે. આ દિવસ કઇ રીતે વિશેષ બનાવવો અથવા યાદગાર દિવસ કય રીતે બનાવીએ તેની તૈયારી કરતા હોય..! કેકની ખરીદિથી લઈ મોટી મોટી પાર્ટીઓ નું આયોજન થતું હોય છે..હદ તો ત્યારે થાઇ છે જયારે  લોકો કેક ચહેરા પર લગાવે....!! આપને આપણા મિત્રો ચહેરા પર કેક લગાવે તેનાથી સાચે જ ખુશી મળે છે ખરી ??? કદાચ મળતી હસે પણ એ ખુશી માત્ર આપણા પૂરતી સીમિત હોય છે..સાથે આજની યુવા પેઢી એકબીજાને મારવાં,વગેરે રીતે લોકો જન્મદિવસ ઉજવતા હોય છે. આવૂ  કરવાથી જન્મદિવસ વિશેષ યાદગાર બને છે,એવું મારા માન્યમાં નથી આવતું... ! હમણાંથી  આ ટેકનોલોજી ઈન્ટરનેટના જમાનામાં લોકો,  પાર્ટીના,જન્મદિવસના ફોટા ફેસબૂક પર અપલોડ કરે પછી જોવે કે કેટલી લાઈક આવી કેટલી કૉમેન્ટ આવી,  લાઈક અને કોમેન્ટનો હિસાબ રાખે તેને લોકો જન્મદિવસ કહે છે...! દિવસના અંતે કહે આજે તો મારો જન્મદિવસ વિશેષ ગયો,આજે તો યાદગાર બની ગયો.. આવું બોલનારા  મિત્રો ઉપર તો મને હસવું આવે,? કેમ કે પોતે ખાઈ પોતે પાર્ટી કરે અને કહે મારો જન્મદિવસ વિશેષ યાદગાર બની ગયો...!

        મિત્રો આવું કરવાથી આપણો જન્મદિવસ વિષશે નથી બનતો, આપણે ખાઈએ એ આપણો જન્મદિવસ નથી. મિત્રો બીજાને મદદરૂપ  થયે ગરીબોના દુઃખમાં આપણી ભાગીદારી આપીએ,અનાથ આશ્રમ વુધ્ધા આશ્રમ મુલાકાત લઈએ...મિત્રો મારું એવું વિશેષ માનવું છે કે બાળકોને અનાથ આશ્રમથી પરિચિત કરાવો અનાથ આશ્રમમાં અનાથ બાળકોને જોશે,ત્યાંના વાતાવરણ નો અનુભવ કરશે.આવું કરવાથી બાળક ને માતા પિતા શું છે તેનો અહેસાસ થશે,માતા પિતા ની હયાતી માતા પિતાના અસ્તિત્વનું મૂલ્ય સમજાશે.વુધ્ધા આશ્રમમાં થોડો સમય વડીલો સાથે સમય પસાર કરી જોજો મનને શાંતિ મળશે..! જાણે દુનિયાના બધા જ દુઃખોથી દૂર છો તેવો અનુભવ થશે..! માત્ર બાળકને નહિ આપણે યુવા વર્ગ કે વડીલો હોય બધા જ ને  અનાથ આશ્રમ વુદ્ધ આશ્રમની મુલાકાત વર્ષમાં બે ત્રણ વાર લેવી જોઈએ વર્ષમાં બે ત્રણ વાર નો લો તો કંઈ નહિ જન્મદિવસના દિવસે તો લો કદાચ ત્યારે જન્મદિવસ થોડો વિશેષ બન્યો એમ કહેવાશે...!!!

         આપણે મંદિરમાં જઈએ કે દેરાસર,ચર્ચ કે પછી મસ્જિદમાં જઈએ ભગવાન સમક્ષ હમેશા આપણે આપણી ફરિયાદો  આપણી અપેક્ષાઓ ભગવાન પાસે માગવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ, આં ફરિયાદો ભગવાન પાસે માગેલી માગણીઓ, ભગવાને આપણેને શું આપ્યું છે  અને શું નથી આપ્યું. સાચે જ તે જાણવું હોય તો જન્મદિવસે એ હોસ્પિટલમાં જઈને દુઃખથી  પીડાતા લોકોની પાસે જજો ત્યારે સમજાઈ જશે કે ભગવાને આપણા જ્ન્મથી  આજ  દિન સુધી આપણને શું આપ્યું અને  શું નથી આપ્યું..! હોસ્પિટલના એ  પીડાથી દુઃખદ વ્યક્તિઓને ભલે હજારો રૂપિયાની મદદ ના કરીએ, પણ એક ટાઈમના ભોજનની પણ આપણે મદદ કરીએ તો કહેવાય કે જન્મદિવસ વિશેષ યાદગાર ગયો..! મારો આં લેખ વાંચનારા ને કદાચ હસવું આવતું હસે કે જન્મદિવસે આવું તો કંઈ કરાતું હસે...? પણ મારું માનવું એ છે કે કંઇક અલગ કરીએ,બાકી આ પાર્ટીનું આયોજન, કેક કાપવી,ફોટા ફેસબૂક પર અપલોડ કરી લાઈક્સ કોમેન્ટનો હિસાબ રાખવો આ બધું દુનિયા આખી કરે જ છે,  આવૂ કરવાથી લોકો તમારાથી પ્રભાવિત થશે કદાચ ઈશ્વર નહિ..! મારું માનવું એ જ  કે આપણે ખાઈએ એ આપણો જન્મદિવસ નથી ...! બીજાને મદદરૂપ  થઇએ આ દેશ માટે,આ સમાજ માટે,સંસ્કૃતિ,ગરીબ જરૂરિયાતમંદ માટે.એ  જ આપણો જન્મદિવસ છે...!!!

             જન્મદિવસ ઉજવવાની રીત બદલીએ કઈક એ રીતે જન્મદિવસ ઉજવીએ જેના સાક્ષી,આં ફેસબુકની લાઈક કોમેન્ટ,કે અન્ય સોસિયલ મીડિયાનાં મિત્રો નહિ પણ માત્ર તેના સાક્ષી ઈશ્વર જ હોય....!!

         સાથે સાથે વડીલોના વ્હાલ, ગરીબ જરૂરિયાતમંદ લોકોના આશીર્વાદ  અને બાળકો નો અતુટ પ્રેમાળ લાગણી નો આનદ લઈએ... અને જન્મદિવસ ઉજવવાનો રિવાજ બદલીએ...!!!?
✍? #નયના_બાંભણીયા_મીતવા ✍️