૧૮-૦૧-૨૦૧૦ ના સુરજ ઊગે એ પહેલાં તો વહેલી સવારે રેલવે સ્ટેશન પર સર - સામન સાથે એનસીસી કેડેટ હાજર હતા ત્યારે અચાનક મેડમ બોલ્યા ફૉલ ઈન અને હાજર બધા કેડેટ લાઈન પર ઊભા રહી ગયા. બધાને જરૂરી સૂચના આપવામાં આવી અને ધ્યાનથી મુસાફરી કરવા કહ્યું. એકબીજાની ઓળખ આપી દેવામાં આવી સાથે જવાબદારી પણ.,
હવે શરુ થઈ સાચી મુસાફરી....
નવા નવા પ્રયોગો અને ભેળ- થેપલાં સાથે બપોર થઈ ગઈ, એકમેકની ઓળખ હવે મજાક મસ્તીમાં પરિણમી ચુકી હતી. આ સફર આ લોકોને નવા પાઠ ભણાવવા જઈ રહી હતી એ વિચાર ત્યારે કોઇને ન હતો.
રાધા ઉપરની બૉગીમાં પુસ્તક વાંચી રહી હતી સાથે સાથે બધાને ધ્યાનથી સાંભળી રહી હતી કેમકે આ ૧૬ કેડેટસ્ ની ટુકડીની જવાબદારી તેને સોંપવામાં આવી હતી. તેની મિત્ર વંદના તેને બધા સાથે નીચે રમવા બોલાવી રહી હતી તેની ના સાંભળ્યા પછી એક અપરિચિત અવાજ સંભળાયો કહ્યું કે આ રમતમાં ન મજા આવે તો પછી નહિ રમતાં. કાનમાં આ અવાજનો જાદુ થયો ને કાનાના એક વાક્ય પછી રાધા એમની સાથે ટ્રુથ ડેર રમી રહી હતી, કોઈક સાચું બોલીને તો કોઈક ડબ્બામાં ચા વેચવા સુધી પહોચ્યા હતા. હવે રાધાને કાનાને કંઈક સજા કરવાની એટલે કે ડેર આપવાની હતી.
સ્વભાવમાં સરળ અને નિખાલસ પહેલી નજરે કોઈપણ વિજાતીય વ્યક્તિ જોવે તો પ્રેમમાં પડી જાય એવું આકર્ષણ ધરાવતી રાધા હજુ મહિલા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. નાના ગામમાં રહેતા ખેડૂત કુટુંબની આ દીકરી બહાદુર પણ એટલી, પહેલી વખત આ રીતે ગુજરાત બહાર જઈ રહી હતી એ પણ જવાબદારીઓ સાથે, પરંતુ સ્વભાવના કારણે એ કાનાને શું સજા કરશે એ બધા વિચારી રહ્યા હતા, પોતે થોડીવાર પહેલા જ પુસ્તકમાં વાંચેલું કે કોઈ વિજાતીય વ્યક્તિની આંખમાં જોવાથી આકર્ષણ થાય. ઉંમર અઢાર હોય એટલે અનુભવ વગર માનવામાં ન આવે સ્વાભાવિક છે એટલે થયું કે ચાલ એક વખત અનુભવી લવ, કાનાને કહેવાયું કે જે પેલા આંખની પાંપણ ઢાળી દે એ હારે ને જે જીતે એનો વિજયી વાવટો. પછી શરૂ થયું એ આંખમાં આંખ પરોવી ને એક મેક માં ખોલાવવાનું. કાનો હાર માનવા તૈયાર નથી અને રાધા એટલે જીત નું બીજું નામ, બધા હવે પરિણામની રાહ જોઈ રહ્યા રાધા જીતશે કે કાનો આ બાજુ બેમાંથી એક પણ રમત અધુરી છોડવા માટે તૈયાર નથી, સરળતા થી જીતી નહી શકાય એ હવે કાનાને ખબર હતી એટલે કાનાએ આંખ મારી પણ રાધાએ રમત ના છોડી અંતે રાધાની આંખ ભીની થઈ અને રમત કાનો જીતી ગયો એ પણ રાધાના દિલ સાથે.
***
દિલ્હીમાં જંક્શન પર ઉતરતી વખતે બધા ઝડપથી પોતાના સામાનને ચકાસી રહ્યા હતા ત્યારે રાધાની નજર કાનાને શોધી રહી હતી. કાનાએ બધાને હજુ એક વખત સામાન ચકાસી લેવા કહ્યું, રાધા હજુ ખોવાયેલી લાગતી હતી એટલે કાનાએ નજીક જઇને પુછ્યું કઈ રહી નથી ગયું ને? ભાનમાં આવી ને રાધા બોલી એ જ નથી ખબર શું - શું... ક્યાં - ક્યાં રહી ગયું... કાનો હજુ કંઈ સમજે એ પહેલાં રાધાએ બધાને ફૉલ ઈન થવા કહ્યું અને હાજરી લઈ બધા છુટા પડ્યા.
રોહતક જવા માટે બીજી ટ્રેન પકડવાની હતી બધા હવે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા અને રાધા બધાને પોતપોતાની ટિકિટ આપી રહી હતી જોયું તો હવે બધાની જગ્યા અલગ અલગ હતી, કાનો,હિમાંશુ, મગન અને કાર્તિક સાથે હતા તો અહી સતરૂપા, વંદના, રંજન, રાધા.
રાતના સમયે બધા રોહતક માં હતા ત્યારે જમવાનું પતાવી હાજરી પુરાવી પોતાના અલગ અલગ ટેન્ટ તરફ આગળ વધી ગયા. સવારે સાડા ત્રણ વાગ્યે રીપોર્ટીગ સમય આપવામાં આવ્યો હતો, લાંબી મુસાફરી ને કારણે બધાને ઊંઘ આવી ગઈ સવારે યુનિફોર્મમા બધા સરખા દેખાઈ રહ્યાં હતાં.
પ્રેમ પારદર્શક હોય, પ્રિત પાંગળી હોય.... જેને અહેસાસ થાય એ તો આશમાન પર, રાધાને પણ એવી અનુભૂતિ થઈ રહી હતી, કાનાને નિહાળવા આતુર આંખો રાહ જોઈ રહી હતી. આ બાજુ કાનો આ બધા થી અજાણ સ્વભાવ પ્રમાણે મજાક મસ્તીમાં મસ્ત રહે, દિવસો વિતવા લાગ્યા.
કાનાએ દિલ્હી થી આવેલી પ્રગતિ ને જોઇ અને જોતા ગમી ગઈ એટલે રાધા ને કહ્યું કે મને આ પ્રગતિ સારી લાગે છે કંઈક અલગ છે કોઈક આવુ હોય તો મજા આવી જાય... ફેશન નું બીજું નામ એટલે પ્રગતિ, પહેરવેશ થી જ ખબર પડે કે ભારતીય સંસ્કૃતિ કરતાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધુ છે.
રાધાએ સાંભળ્યું કહ્યું સારું નંબર જોઈએ તો આપી દઇશ ગુસ્સો પી ગઇ હતી. હવે એ પોતાની જવાબદારી ને કામ વચ્ચે પોતાને વધુ વ્યસ્ત રાખવા લાગી...
ગરબા રમવાના હોય કે નાટક ભજવવાનું રાધા પહેલાં જ હોય પણ હવે એ નિરશ રહીને ભાગ લેતી... આ બાજુ પર દસ દિવસ વિત્યા બાદ આજે કેમ્પનો છેલ્લો દિવસ હતો બધા નવા નવા મિત્રો બન્યા અને હવે છુટા પડવાનો સમય આવી ગયો હતો... કાનો પ્રગતિને મળીને ફરીથી મળવાના વાયદા આપી રહ્યો હતો આ બાજુ રાધા આ બધું જોઈ રહી... ગુસ્સા પર કાબુ મેળવી શકાય તેમ ન હોવાથી તેણે કાનાના મોબાઈલ ફોન પર થી રાધાનો નંબર ડિલિટ કરી દિધો.એ ફરીથી બુક વાંચવા લાગી બધા સાથે જમવા ન બેસી અને ભૂખ નથી એવું કહ્યું મુસાફરી ઘણી લાંબી હતી હવે ભૂખ ખુલ્લી ત્યારે બધા સુતા હતા. એટલે કંઈક ખાવાનું શોધવા લાગી કાનાએ કહ્યું ખબર હતી કે ભૂખ લાગશે એટલે તારા માટે રાખ્યું હતું હવે જલદી ખાઈને મને પણ જમાડવુ પડશે. રાધા હજુ કંઈ વિચાર કરે એ પહેલાં કાનાએ પોતાના તરફ ખેંચીને કહ્યું એ શબ્દો વગર હું બધું સમજુ છું... એટલે હવે નંબર ડાયલ કરું છું.. યાદ છે મને... ભારતીય સંસ્કૃતિ જ ઘરમાં શોભે.
બધા જુદા થયા અમુક મીઠા સંભારણા અને ફોટા સાથે આ વાતને હવે ત્રણ વર્ષ વીતી ગયા હતા ફરીથી એક વખત કુદરતે રાધા સમક્ષ ભુતકાળ મુકી દીધો. માનવામાં ન આવે એ રીતે કાનો એની સામે ઊભો હતો એ જ કાનો જે ત્રણ વર્ષ સુધી એના સપનાં માં આવી રોજ કંઈક નવું કહી જાય ને રાધા એ સાચું માની લે ને એવું જ કરે જે કાનો કહેતો હોય... ફરીથી એ જ થનગનાટ રોમરોમ માં થઈ આવ્યો થયું કે દોટ મુકીને એને વળગી રહે પણ સમાજના રીતરિવાજો એ એને રોકી લીધી.
આજે એ ખુબ ખુશ છે કાનાને જોઈને હવે એક બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે એ પર ચર્ચા થઈ અને છુટા પડ્યા.
૧૮-૦૧-૨૦૧૭ ફરીથી આકસ્મિક મુલાકાત થઈ એકબીજાએ પ્રેમનો એકરાર નથી કર્યો કાનો પરણીને સુખી છે જયારે રાધા આજે એ જ કાનાની મીરાં......
આ દિલ જેનું હતું એ હજુય એની પાસે છે
જે સ્મિત ગમતું એ હજુય એની પાસે છે
રાધા કહો કે મીરાં હજુ કાનાને ઝંખે છે....