રિશી કપુરને કેન્સર હોવાના સમાચાર વાયુવેગે ઇન્ડસ્ટ્રી માં ફરી રહ્યા છે તે પૂર્વે સોનાલી બેન્દ્રે બહેલ ના કેન્સર ના સમાચાર સમગ્ર બોલિવૂડ સહિત તેના ફેન્સ ના માટે આઘાતજનક રહ્યાં હતા. તેના થોડા સમય પહેલાં જ અભિનેતા ઈરફાન ખાન પણ કેન્સરથી પિડાય રહ્યા હોવાના અહેવાલ વહેતાં થયાં હતા. આ બધાં પરથી અત્યારે એક વાત ચોક્કસ બહાર આવે છે કે કેન્સર અને બોલિવૂડ નો નાતો મજબૂત બની રહ્યો છે!
ટીવી સ્કિન પર આપણે જોવા મળતી ફિલ્મી સિતારાઓની રાજાશાહી લાઇફસ્ટાઇલ અને તેમની સુંદર કાયા થી ઘણાં ને ઈર્ષ્યા થાય છે પરંતુ હકીકત માં તેઓ અનેક પ્રકારની શારિરીક અને માનસિક બીમારીઓથી પીડાય રહ્યા હોય છે.
સંજુ ફિલ્મમાં નરગીસ નો રોલ ભજવનારી મનીષા કોઈરાલાને પણ ૨૦૧૨ ની સાલમાં કેન્સર ની બીમારી લાગુ પડી હતી પરંતુ તેણે તેની સામે હાર માનવા ને બદલે હિંમત અને આત્મવિશ્વાસ થી લડી અને જીતી. અહીંયાં સુધી તેણે બિમારી વખતે વાળ વિના ના ફોટો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. આવી જ રીતે કેન્સર ને હાથતાળી આપનાર ની યાદીમાં લિઝા રૅ નું નામ પણ આવે છે જેને ૨૦૦૯ માં પ્લાઝ્મા સેલનું કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું. પરંતુ તેણે આ બાબત વિશે ગુપ્તતા રાખવાનું પસંદ કર્યું હતું અને જયારે તે બિમારી માંથી બહાર આવી રહી હતી ત્યારે તેણે કૅન્સર થયા હોવાની જાહેરાત કરી હતી. જો કે હવે તે સંપૂર્ણ પણે સ્વસ્થ છે અને કૅન્સર બાબતે જાગૃતિ ફેલાવવાના કાર્ય માં સક્રિય છે.
બર્ફી જેવી સફળ ફિલ્મ બનાવનાર અને રિયલ્ટી શૉ ના જજ અનુરાગ બાસુ પણ ૨૦૦૪ માં કૅન્સર ની સામે જંગ લડી ચુક્યા છે અને જીત્યા પણ છે. દક્ષિણ ની અભિનેત્રી તથા ત્રિમૂર્તિ અને આદમી જેવી હિન્દી ફિલ્મો માં કામ કરી ચુકેલી ગૌતમીને બ્રેસ્ટ કૅન્સર થયું હતું અને તેને લડત આપીને તેમાંથી સંપૂર્ણપણે બહાર આવી ગઈ હતી. અને હાલ તે કૅન્સર ની મહિતી આપતી ઝુંબેશ માં સક્રિય રીતે અભિયાન ચલાવી રહી છે.
માત્ર આજની પેઢીના કલાકારો જ નહીં પરંતુ જુના જમાના ના અભિનેતા અને અભિનેત્રી પણ આ રાજરોગ નો ભોગ બની ચુક્યા છે. ૪૦ અને ૫૦ના દાયકામાં રૂપેરી પરદે રાજ કરનારી નરગીસ તેની પાછલી ઉંમર માં પેનક્રિયાટ કૅન્સર નો ભોગ બન્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેવી જ રીતે ભારતીય હિન્દી ફિલ્મો ના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના ને પણ આ ગંભીર બીમારી લાગી ગઈ હતી. ૨૦૧૧ ની સાલમાં તેમને કૅન્સર થયાની જાણ થઈ હતી અને તેના એક વર્ષ બાદ તેઓ મૃત્યુ પામ્યા હતા. તેવી જ રીતે ૭૦ અને ૮૦ ના દાયકા ના હેન્ડસમ હીરો તરીકે ઓળખાતા વિનોદ ખન્ના ને એડવાન્સ બ્લેન્ડર કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું. અને ટુંકી બિમારી બાદ તેઓ દુનિયા ને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા.
વિનોદ ખન્ના ના સમયના અને હિન્દી ફિલ્મોના કાઉ બૉય ફિરોઝ ખાન તેના છેલ્લા સમયમાં મુંબઈમાં આવેલી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કેન્સર ની સારવાર લીધી હતી પરંતુ સારવાર સફળ નહિ થતાં તેઓ મૃત્યુ ના મુખમાં ધકેલાઈ ગયા હતા. જેઓએ કુરબાની અને ઝાંબાઝ જેવી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું હતું. પરંતુ આમાં મૂમતાઝ જીતી ગઈ હતી. રાજેશ ખન્ના અને મૂમતાઝ ની જોડી તે જમાનામાં હિટ જોડી કહેવાતી હતી તેમણે રાજેશ ખન્ના ઉપરાંત તે સમયના અન્ય હીરો ની સાથે અનેક હિટ ફિલ્મો આપી હતી. જો કે ઉંમર ના મધ્યકાળમાં તેઓને બ્રેસ્ટ કેન્સર ની બિમાર સામે આવી હતી. પરંતુ તેઓ તેમાંથી બચી ગયા હતા.
વિદેસ ની ભૂમિ માં જન્મેલાં પરંતુ કર્મે ભારતીય એવો હિન્દી ફિલ્મો ના ચરીત્ર અભિનેતા ટોમ ઑલ્ટર ને સ્કિન કેન્સર નું નિદાન થયું હતું. પરંતુ આ ગંભીર બીમારી તેમને ભરખી ગઈ હતી. ટૉમ એ સેંકડો હિન્દી ફિલ્મો અને અનેક સિરિયલો માં કામ કર્યું છે. કહેવાય છે કે ક્રિકેટ ના લિજેન્ડરી એવાં સચિન તેંડુલકર નું ટેલિવિઝન પર પ્રથમ વખત ઇન્ટરવ્યુ લેનાર ટૉમ જ હતા. તેમને પદ્મ શ્રી થી નવાજવામાં પણ આવ્યાં હતાં.
છેલ્લે એટલું જ કે આવી પરિસ્થિતિમાં એક જૂનું ભજન યાદ આવી જાય છે કે ધાર્યું ધણી નું થાય... અર્થાત સમગ્ર ઈશ્વર ના હાથ માં જ છે.