આનંદી બેન નો પુત્ર બહારગામ હતો... નોકરી કરતો હતો.. આનંદીબેન અને એની દીકરી પોતાના વતન માં હતા... આમ તો બધું બરોબર ચાલતું હતું.. પણ આજે આનંદીબેન મુંજાયેલા હતા... તેમણે પોતાના પુત્ર ને ફોન માં વાત કરી... "બેટા થોડી મુંજાવ છું તારી સલાહ ની જરૂર છે.. ફોન માં વાત નહિ કરી શકું તું આવે જ છે ને રૂબરૂ તો ત્યારે વાત કરીએ " ...
પુત્ર એ કીધું હા ભલે... પણ દીકરો ઘરે આવતા જ આ વાત ભૂલી ગયો... આનંદીબેન રાહ જોતા રહ્યા કે હમણાં દીકરો વાત કરશે હમણાં વાત કરશે... પણ ... દીકરો 2 દિવસ રોકાઈ ને ફરી બહારગામ ચાલ્યો ગયો...
અહીં આ બાજુ આનંદીબેન ની મુશ્કેલી વધતી ગઈ.. વાત જાણે એમ હતી કે..... તેમના દીકરા ના એક ખૂબ નજીક ના મિત્ર ના પપ્પા આનંદીબેન ને હેરાન કરતા હતા... આનંદિબેન સાથે પરાણે સંબંધ રાખવા માંગતા હતા... એવો સંબંધ જેને આ સમાજ ક્યારે ય મંજુર ન કરે..એક એવો સંબંધ કે જો આનંદીબેન એ સ્વીકારે તો પોતાના બાળકોની નજર માં ખૂબ નીચા ઉતરી જાય... જો કે આનંદીબેન આ બધા પરિણામ જાણતા હતા અને તેથી જ એમની ચોખ્ખી ના હતી... પણ સામેની વ્યક્તિ પોતાના દીકરા ના મિત્ર ના પપ્પા હતા તેથી સમજાવટ થી સારા શબ્દોમાં ના પાડતા રહ્યા...
આમ જુવો તો એ વ્યક્તિ કાઈ નાની તો ન જ હતી... એને ખુદ 3 સંતાનો છે... અને પાછા ત્રણેય સંતાનો ના લગ્ન થઈ ગયા છે અને એમના ઘરે પણ બાળકો છે... પણ છતાં એમની મતિ બગડી...
ટાણે-કટાણે એ ફોન કરતા હતા... અને આનંદીબેન ને હેરાન કરતા હતા...અને પછી તો એક વાર હદ થઈ ગઈ.... એ ઓચિંતાના જ આનંદીબેન ના ઘરે જઈ ચડ્યા... પુત્ર ના મિત્ર ના પપ્પા હોવાથી આનંદીબેન એ આવકાર આપ્યો... ચા પાણી નો વિવેક કર્યો.... ચા પીવડાવી.... થોડી આડીઅવળી વાતો થઈ.... પછી પેલા કહેવા લાગ્યા... કે તમારી પરિસ્થિતિ હું સારી રીતે જાણું છું અને તમને (આનંદીબેન ને) હૂંફ આપવા માંગુ છું... તમારું મન બીજે વાળવા માંગુ છું... વગેરે... વગેરે....
આનંદીબેને ત્યારે પણ વિવેક થી અસ્વીકાર કર્યો એમની વાત નો... સમજાવ્યા એમને કે આ બધું આ ઉંમરે ન શોભે... આપણા બાળકોને આ વાત ની જાણ થાય તો આપણી આબરૂ શુ રહે ? બાળકોની નજરમાં આપણી કિંમત ન રહે.. પણ એ વ્યક્તિ ના મન માં તો કઈ ક જુદા જ ઘોડા દોડી રહ્યા હતા...
કાઈ ક વિચારીને એણે આનંદીબેન પાસે પાણી માંગ્યું.. આનંદીબેન પાણી નો ગ્લાસ લઇ ને આવ્યા... પાણીનો ગ્લાસ લેવાના બહાને એ વ્યક્તિ એ આનંદીબેન નો હાથ જ પકડી લીધો.. અને આનંદીબેન કાઈ સમજે એ પહેલાં જ એમના હાથ ને ચૂમી લીધો....
આનંદીબેન એકદમ અવાચક થઈ ગયા... ગુસ્સો પણ આવ્યો એમને અને ગુસ્સા માં પેલા ભાઈ ને ઘર માંથી ચાલ્યા જવા કહ્યું... એ વ્યક્તિ તો ચાલી ગઈ પણ આનંદીબેન આ ઘટનામાંથી બહાર ન આવી શક્યા... થોડીવાર પછી આનંદીબેન ની દીકરી આવી... આનંદીબેન એનાથી નજર બચાવી ને કામ માં જીવ પરોવવા લાગ્યા... પણ એમની દીકરી ની નજર માં આ બદલાવ આવી ગયો. એણે તરત મમ્મી ને પૂછ્યું કે શું થયું ?? અને આનંદીબેન ના મન માં ચાલતું તોફાન અશ્રુ સ્વરૂપે બહાર આવ્યું... એમણે બધી વાત કરી પોતાની દીકરી ને....
ત્યાર પછી પણ પેલી વ્યક્તિ ના ફોન અને મેસેજ શરૂ રહ્યા... મેસેજ માં એમને બ્લોકલીસ્ટ માં નાખ્યા અને એમના ફોન ઉપાડવાનું બંધ કર્યું.... તો બીજા નબરમાંથી એમણે ફોન કરવાનું શરૂ કર્યું....
અંતે એક વાર આ બધા થી થાકી ને આનંદીબેને કોઈ પણ જાત ની શરમ વગર એ વ્યક્તિ ને ખૂબ જ આકરા શબ્દો માં સંભળાવ્યું... ઘણા ન કહેવાના શબ્દો પણ કીધા... ખૂબ ગુસ્સો કર્યો.. અને સખત શબ્દોમાં ફરી ક્યારેય ફોન ન કરવાની ચેતવણી આપી...
થોડો સમય બધું બરોબર ચાલ્યું... ફરી એક વાર એ વ્યક્તિ એ આનંદીબેન ને સોશિયલ મીડિયામાં રિકવેસ્ટ મોકલી.... આ નફ્ફટ માણસ ને એમ પણ આનંદીબેને બ્લોક કર્યા...
સમય જતાં આનંદીબેને પોતાના પુત્ર ને આ બાબતે વાત કરી અને ઠપકો આપ્યો કે તે તારી ફરજ પુરી ન કરી... જ્યારે મને તારી જરૂર હતી ....પુત્ર એ આનંદીબેન ને સલાહ આપી કે તેઓ સોશિયલ મીડિયા બંધ કરી દયે.... જેથી એ વ્યક્તિ ફરી તેમનો કોન્ટેક્ટ ન કરી શકે....
શુ આ યોગ્ય સલાહ છે ???
આનંદીબેન નો વાંક ગણાય ??? કે એમને સોસિયલ મીડિયા બંધ કરવું પડે ???
ખરો વાંક કોનો ????? આપનો જવાબ જરૂર આપજો કોમેન્ટ માં....