હમણાં મારી અહીંયા જ ડયુટી હતી. આજે ફ્રી હતો તો થયુ લાવ શંકર ભગવાનના દર્શન કરી આવુ. હું અહીં ઘણી વાર આવુ છુ. અહીં મને ઘણી શાંતિ મળે છે. આજે હું દર્શન કરીને નીચે ઉતરતો હતો જોયુ કે સામે ખુણામાં કોઈ છોકરી વૉમીટ કરતી હતી. મને તેની હાલત સારી ન લાગી. તેની આસપાસ કોઈ હતુ નહી માટે હુ તેની મદદ કરવાના ઈરાદે તેની પાસે ગયો. તેવામાં જ તે ચક્કર ખાઈને પડતી હતી ત્યારે મે એને પકડી લીધી. જયારે એના ચહેરા તરફ જોયુ તો મીલી ને મે ઓળખી ગયો.
સારું થયુ તુ ત્યારે ત્યાં હતો. નહી તો મારી બહેનની શુ હાલત થતે. વિવેક રણવીરના હાથ પર હાથ મૂકતા કહે છે.
હોસ્પિટલ પહોંચીને તેઓ મીલીને ડૉક્ટર પાસે લઈ જાય છે. મીલીને હોંશ આવે છે. મીલીને તપાસીને ડૉક્ટર કહે છે કે હવા પાણી બદલાવાને કારણે વાઇરલ ફીવર છે. આ દવાઓ લખી આપું છું. અને એક ઈન્જેકશન આપી દવ છું જેથી રિકવરી વહેલી આવે. બે દિવસમાં સારું થઈ જશે.
njection no..no..no..ooooo...ના ડૉક્ટર મારે ઈન્જેકશન નથી મૂકાવું હુ એમ જ સારી થઈ જઈશ. ભાઈ please તમે જ કંઈ કહોને.
અરે મીલી આટલી બહાદુર થઈને એક ઈન્જેકશનથી ડરે છે. રણવીર એને સમજાવે છે. જો તારે લેહ લદાખ જોવું છે ને, તુ બિમાર રહેશે તો ત્યાની સુંદરતા કેવી રીતે માણી શકશે.
પણ મને ઈન્જેકશનથી ડર લાગે છે.
અરે કંઈ નહીં થાય. બસ કીડીના ચટકા ભરવા જેટલું જ લાગશે. અને રણવીરના સમજાવવથી મીલી ઈન્જેકશન મૂકાવવા માટે માની જાય છે. ઈન્જેકશન મૂકતી વખતે પણ તે રણવીરનો હાથ પકડી રાખે છે. જે કાવેરીની નજરમાં આવે છે. અને તે મુસ્કુરાઈ છે.
બીજે દિવસે સવારે બધાં લેહ લદાખ જવાં નીકળે છે. રણવીરે પણ ત્યા જ જવાનું હોવાથી વિવેક તેને પોતાની સાથે જ આવવા માટે કહે છે. પરી,આહાન અને મીલી પર insist કરે છે ત્યારે તે માની જાય છે. રસ્તામાં રણવીર મીલીને ટાઈમ પર જીદ કરીને દવાઓ પીવડાવે છે. જે જોઈને કાવેરી અને વિવેક ઈશારા થી કંઈક વાતો કરે છે.
પહેલાં તેઓ રણવીરને એના કેમ્પ પર ઉતારવાનું નકકી કરે છે. કેમ્પ પર પહોંચતા ખબર પડે છે કે જેની છુટ્ટીના કારણે રણવીરનુ અહીં પોસ્ટીંગ થયુ હતુ તેણે પોતાની છુટ્ટી કેન્સલ કરી છે. રણવીર તેના સિનિયર સાથે ફોન પર વાત કરે છે. અને કહે છે. હવે મારે અહીં ફરજ નથી બજાવવાની. અને ત્યાં પણ એની જગ્યા પર જેની પ્રોક્ષી છે તે કેપ્ટન પણ હાજર થઈ ગયા છે તો એ ચાહે તો તેની રજા દસ દિવસ લંબાવી શકે છે.
વિવેક તમે લોકો આરામ થી ફરજો હુ પાછો રિટર્ન થાવ છું.
પણ પાછા કેમ ?? મીલીથી સહસા પૂછાય જાય છે. વિવેક અને કાવેરી પણ પૂછે છે કે પાછું કેમ જવુ છે. તુ અમારી સાથે જ રોકાઈ જા ને. તે જ તો કહેલું કે તું અહીં પહેલી વાર આવ્યો છે. તો અમારી સાથે સાથે તું પણ અહીં ફરી લેને.
પણ હું તો ફક્ત યુનિફોર્મ જ લાવ્યો છું. બસ બે જોડી જ ફોર્મલ કપડાં અને ટ્રેક સુટ લાવ્યો છું.
તેમાં શુ થઈ ગયુ આપણે તારા કપડાંની શોપિંગ કરી લઈશું.
પણ તમારો અલગ પ્લાન હતો અને હુ આમ તમારી સાથે આવુ એમા થોડુ અજીબ લાગે.
અરે યારરરર તે મીલીની મદદ કરી ત્યારે અમે કહ્યુ કે તું વચ્ચે કેમ આવ્યો. હવે તુ પણ અમારા પરિવારનો જ મેમ્બર છે. માટે આ formality છોડ અને ચૂપચાપ અમારી સાથે ચાલ.
ok baba am in. now happy. અને બધાં રણવીર માટે શોપિંગ કરવા જાય છે.
શોપિંગ મોલમાં મીલી રણવીરના બધાં જ કપડાં પોતાની પસંદથી લેવડાવે છે. જ્યાં સુધી એને ગમે નહી ત્યાં સુધી તે રણવીર પાસે અલગ અલગ કપડાં ટ્રાય કરાવે છે. રણવીર પણ બધા જ કપડાં મીલીની પસંદના જ લે છે. ત્યાં જ પરી કહે છે ફોઈ તો અંકલને એવી રીતે કપડાં લેવડાવે છે જેવી રીતે મમ્મી પપ્પા માટે લે છે. પણ ફોઈ ક્યાં અંકલની વાઈફ છે ! આ સાંભળી રણવીર એકદમ ચોકી જાય છે અને મીલી તરફ જૂએ છે. મીલી પણ પહેલા એકદમ ચોકી જાય છે. પણ પછી શરમાઈને નીચુ જોઈ જાય છે. રણવીર વિચારે છે કે જો મીલી આવી છે તો ત્યારે મે સાંભળ્યુ હતુ તે શું હતું. અચાનક વિવેકના બુમ પાડવાથી એ વિચારોમાંથી બહાર આવે છે અને બધા જમીને હોટલ પર જાય છે.
બધા પોતપોતાના રૂમમા સૂવા માટે છાય છે ત્યારે આહાન રણવીર સાથે સૂવાની જીદ કરે છે. કાવેરી એને ઘણું સમજાવે છે પણ તે માનતો નથી. રણવીર કહે છે કે વાંધો નહી એને મારી સાથે સૂવા દો.વિવેક કહે પણ એ અડધી રાત્રે તને હેરાન કરશે. અરે હેરાન કરે તો ક્યા આપણે દૂર છે. બાજુ બાજુમાં તો છે. રાત્રે એ જાગે તો હુ તમારી પાસે મૂકી જઈશ. આટલું કહી રણવીર બધાને ગુડનાઈટ વિશ કરી આહાનને લઈને પોતાના રૂમમાં જાય છે.