jyare dil tutyu Tara premma - 5 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 5

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 5

દસ વાગ્વામા હજી થોડો સમય હતો. મેહમાન આવવાની તૈયારીમા જ હતા.  ને બઘાની નજર બાહાર જ મડરાયેલ  હતી. રીતલ તેની રૂમમાં એકલી બેઠી રવિન્દ વિશે વિચારતી હતી. પુષ્પાબેન, બે ત્રણ વાર રીતલને કહી ગયા હતા કે રીતલ, સારા કપડાં પેહરીને તૈયાર થઈ જજે છોકરો આવતો જ હશે. જેવા છીએ તેવા લોકો આપડને પસંદ કરે તે વાત ને માનનારી રીતલ સવારથી જ પેહરેલા કપડાંમા સજ હતી. ગ્રીન કલરનુ ટોપને બેલ્ક કલરની લેગીજ મા તે આમેય સુંદર જ દેખાતી હતી. 

બાહારથી આવેલા ગાડીના અવાજે તે ફટાફટ બાલકનીમા ગઈ. તેની સીધી નજર રવિન્દ પર જ ગઈ. એકમિનિટ માટે તો દિલ ઘબકવાનુ  જ ભુલી ગયુ હતું. પણ તેને દિલ ને ઘબકતા રોકી લીધુ. પ્રેમ કરીને તે અત્યારથી ફસાવા નો'તી માગતી. 'જે દેખાય તે હોતુ નથી ને જે નથી દેખાતુ તે લાબા સમયે નજરે તરે છે.' રવિન્દ ની નજર હજી ઉપર જોવે તે પેહલા જ રીતલ રૂમમાં જતી રહી. ને રવિન્દ ની નજર રીતલને ગોતતી રહી.

રવિન્દે તેના ભાઈ મનન સાથે ઘરમાં પ્રવેશ કર્યો. તેમના ઘર જેટલુ મોટુ તો ન હતુ રિતલનુ ઘર, પણ ઠીક હતુ. રવિન્દે એક નજર આખા ઘરમાં કરી જોઈ. પણ રીતલ તેને નજર ના આવી. ઉદાસ મન સાથે તે સોફા પર બેઠો, ત્યા જ તેની નજર સામે પાણી લઈને આવતી રીતલ પર  ગઈ. 

થોડોક શરમાળ, તો થોડોક ખમોશ દેખાતો રીતલનો ચેહરો રવિન્દથી ચુપો ના રહો. તેને તેની સામે ફિકકુ હસવા ની કોશીસ કરી પણ રીતલનો જુકેલી નજર એકવાર પણ તેની સાથે ન  મળી. રવિન્દના મનમા વિચારોનો દોર ફરી વળ્યો તેને ભાભી એ કહેલી તે વાત યાદ આવી ને તે ખમોશ થઇ ગયો. રીતલ પાણી આપી તરત જ જતી  રહી. તે ઊચી નજર કરી રવિન્દ ને જોવા માગતી હતી. પણ તેની જુકેલી નજર એકવાર પણ રવિન્દ ને જોઈ ના શકી.

થોડિક વારની ચુપકીદી પછી દિલીપભાઈ વાતની શરુવાત કરી તે એક પછી એક  સવાલ પુછતા ગયા ને રવિન્દ તેના જવાબ દેતો ગયો. બીબીએ પુરુ કર્યા પછી સીધો જ તે એમબીએ કરવા લંડન જવાનો છે ને ત્યાથી આવતા તેને ચાર વર્ષ નિકળી જશે તે વાત તો બધા જાણતા જ હતા. પણ તનેે એક મહિના પછી તરત જ જવાનુ છે ,તે વાત થોડી વઘારે જલદી લાગી દિલીપભાઈને.  

રવિન્દ બઘી જ વાતે પરફેક્ટ છે એ વાત ને તો આજ દિલીપભાઈ પણ માની ગ્યા. ચા નાસ્તો લઇ ને આવતી રીતલ ને જોય ફરી એકવાર રવિન્દની નજર ટકરાઈ. તેનો ખિલતો ચેહરો હજી ખામોશ હતો. તેને ત્યા જ રીતલને પુછી લેવાનુ મન થયું પણ તે ચુપ રહ્યો. પણ મનન આ વાતને સમજી ગ્યો હોય તેવુ લાગ્યુ તેને તરત જ દિલીપભાઈ ને પુછ્યું -

"કાકા, તમે કહો તો એકવાર રવિન્દ ને રિતલ બેસી ને વાત કરે..?"

દિલીપભાઈ એ એક નજર રીતલ તરફ કરી -"હા, કેમ નહીં !નેહલ, ચા નાસ્તો બને માટે ઉપર રીતલની રૂમમાં જ આપી આવ ને રીતલ તુ રવિન્દને લઇ જા. "


"ઓકે ,પપ્પા ," 

નાના એવા બેડરૂમમાં  પણ રીતલનો સામાન સરસ રીતે ગોઠવેલ હતો. બેડ ની સાઈટ પર એક ટેબલ હતુ જેમા રીતલનો ભણવાનો સામાન હતો. રીતલે ત્યાથી ખુરશી લઇ રવિન્દને બેસવા આપી. રવિન્દ ત્યા જ ટેબલ પાસે બેસી રીતલના પુસ્તકો જોવા લાગ્યો .રિતલને કંઈ સમજાતુ નો'તુ તે ચુપચાપ ત્યા ઊભી રહી. રવિન્દ તો પુસ્તકમા વ્યસ્ત થઈ ગયો હતો. તે ત્યાંથી બાલકનીમા જતી રહી. બંનેમાથી એકને પણ સમજાતું ન હતુ કે વાત ની શરુવાત કયાથી કરવી દર થોડીક મિનિટે આખો મળતી હતી પણ નજર ખામોશ થઈ જતી. 

"સોરી, અહી હુ તમારી સાથે વાત કરવા આવ્યો ને હું પોતે જ પુસ્તકોમા ખોવાઈ ગયો. તમને વાંચવા નો કાફી ઈન્ટરસ લાગે ? રવિન્દે વાતની શરુવાત કરતા તે પણ રીતલની બાજુમા આવી ઊભો રહ્યો 

"હમમમ, "રિતલે ટુંકમાં જ જવાબ આપ્યો 

"એક વાત પુછુ રીતલ ? "

"હમમમમ..!" 

"હું જયારથી તમને જોવ છું ત્યારથી તમે ખામોશ દેખાવ છો. શું તમે આ સંબંધથી ખુશ નથી ?" રીતલના જવાબની રાહ જોતા રવિન્દ એક મિનિટ ચુપ થઈ ગયો. રીતલનો કોઈ જવાબ ન હતો. 

બાલકનીમા આવતા ઠડા પવનની લેહરો રિતલના ખુલ્લા વાળને વેરવિખેર કરતી હતી."ચલો અંદર બેસીને વાતો કરીએ મને લાગે છે કે આ પવન તમને પરેશાન કરતો હોય."

"ના, પવન સાથે તો મારે બાળપણથી દોસ્તી છે .તે મને હેરાન ના કરી શકે. ખુલ્લા મેદાનમાં ફરવુ ને ખુલ્લા વાતાવરણમાં રેહવુ મને બહુ ગમે તે મારી પેહલી હોબી છે.ઓ સોરી પણ તમને..... !"

"મારે પવન સાથે કોઈ જાની દુશ્મની નથી. આ તો તમારા હેર વિખારાતા હતા એટલે. "

"ઓ... "

"તમે, મારા સવાલનો જવાબ ન આપ્યો.?

"ચલો, અંદર બેસીને વાતો કરીએ. તમારો નાસ્તો ઠડો થઈ જશે. "

"ઓકે. " રિતલની પાછળ રવિન્દ પણ અંદર જતો રહ્યો. રિતલતો કોઈ જવાબ દેવાના મુડમાં નથી તે વાત રવિન્દ ને સમજાય ગઈ હતી. 

"તો શું પુછતા હતા તમે.? "

" I love you rital..."

"what ..! " એક મિનિટ તો રીતલને કંઈ સમજાણુ નહિ કે રવિન્દ શુ કહી ગયો. તેના દિલ અને દિમાગ બંનેમા એક જોરદાર ઝટકો લાગ્યો હતો. કોઈ વ્યક્તિ પેહલી જ મુલાકાતમાં આવુ કેવી રીતે કહી શકે .હજી તે આવુ કંઈ વિચારે તે પેહલા જ રવિન્દ બોલ્યો-

"રીતલ ,મે જયારે તમને પેહલી નજરમાં જોયા ત્યારથી જ મને પ્રેમ થઇ ગયો. તમારો જવાબ શું હશે તે તો મને નથી ખબર. પણ મારુ દિલ હવે તમારા વગર નહીં રહી શકે, રિતલ હુ જાણુ છું તમે અત્યારે મને ખરાબ સમજતા હશો. પણ મારા દિલમા જે આવ્યુ તે મે તમને કહી દીધું. તમારા પર કોઈ જબરદસ્તી નથી .પણ તમારા જવાબ નો ઈતજાર રેહશે." રીતલના હાથમાં તે નંબર લખી બાહાર જતો રહો ને રીતલ તેને જતા જોઇ રહી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

કંઈક અજીબ હતી બનેની આ મુલાકાત. શું હશે રીતલનો જવાબ તે રવિન્દ ની પ્રપોઝ સ્વિકારી લેશે કે પછી  તેને ગલત સમજી અસ્વીકાર કરશે. શું ખરેખર રવિન્દ તેને પ્રેમ કરતો હશે કે એમ જ રીતલના વિચાર જાણવાની કોશિશ કરતો હશે. શું હશે આખરી બનેના જીવનનો ફેસલો તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં 

( ક્રમશ )