૨
GLS કોલેજ એટલે અમદાવાદની સારામાં સારી કોલેજોમાની એક, આજે પ્રિયાનો પ્રથમ દિવસ હતો કોલેજમાં પણ એને ડર હતો કે આટલી મોટી કોલેજમાં એ કેવી રીતે ભણી શકશે. કારણ કે એ કોઈ દિવસ આવી રીતે ઘરની બહાર એકલી આવી નહોતી સ્કૂલમાં એના પપ્પા રોજ મૂકી આવતા અને લઈ આવતા. સીધી-સાદી અને સરળ રહેનારી પ્રિયા કોલેજના આધુનિક વાતાવરણમાં અલગ જ પડી જતી હતી. ભણવામાં ખુબજ હોશિયાર હોય છે પ્રિયા, ૧૨માં ધોરણમાં એ ૯૨% સાથે સ્કૂલમાં પ્રથમ આવી હતી અને હવે અમદાવાદની આવી સારી કોલેજમાં એને Admission પણ મળી ગયું હતું.
ધીરે ધીરે દિવસો જતાં જાય છે અને કોલેજમાં એક વર્ષ પૂરું થવા આવે છે અને સાથે સાથે પ્રિયાની લાઇફની નવી શરૂઆત. કોલેજના આખરી દિવસોમાં બધા મિત્રો બહાર ફરવા જવાનું નક્કી કરે છે. પણ પ્રિયા સાથે આવવાની ના પડે છે. “ચાલને પ્રિયા શું આવું કરે છે” દિપાલી.”મારે નથી આવવું યાર તું જઈ આવ” પ્રિયા, દિપાલીના ખૂબ મનાવ્યા બાદ પ્રિયા જવા માટે રાજી થાય છે. અને અંતે બધા દીવ ફરવા જવાનું નક્કી કરે છે અને બીજી સવારે વહેલા જવાનું નક્કી થાય છે, અને બધા મિત્રો કોલેજમાથી છૂટા પડીને ઘરે જાય છે.
“આવી ગયા બેટા બહુ વાર લગાડી આજે આવવામાં” સરોજબેન, “ માં આ દિપાલી છે ને એના કારણે મોડુ થયું ગયું, નહિતો અમે ક્યારના ઘરે આવી ગયા હોત “ પ્રિયા. “ હશે કઈ વાંધો નહીં તું મોં-હાથ ધોઈલે હું ચા બનવું છું અને સાથે થોડા ગરમા ગરમ ભજીયા પણ બનાવ્યા છે તારે માટે, તું જલ્દી તૈયાર થઈને આવી જા પછી આપણે બંને સાથે ચા-નાસ્તો કરીએ” સરોજબેન. પ્રિયા સીધી એના રૂમમાં જાય છે અને કપડાં બદલીને નીચે આવી જાય છે પછી બંને માં-દીકરી બેસીને ચા-નાસ્તો કરે છે. ચા પીતા પીતા પ્રિયા ફરવા જવાના વિચારોમાં ખોવાઈ જાય છે. સરોજબેન આ જોવે છે કે પ્રિયાના દિમાગમાં કઈક તો ગડમથલ ચાલે છે, અને એમનાથી રહેવાતું નથી અને એ પૂછી નાખે છે પ્રિયાને “શું વિચારે છે પ્રિયા, કોના વિચારોમાં આટલી ખોવાઈ ગયી છે કે ભજીયાને ચામાં બોળીને ખાય છે” સરોજબેન મજાક કરતાં બોલે છે. પ્રિયા અચાનક હોશમાં આવતા "કંઈ નહીં માં, એ તો બધા કાલે ફરવા જવાના છીએ ને તો બસ એના વિશે જ વિચારતી હતી". "સારું ચાલ હું જાઉં છું" એમ કહી સરોજબેન કપ-રકાબી અને નાસ્તાની પ્લેટો લઈને રસોડામાં જાય છે ત્યાં જ પ્રિયા પૂછે છે "ક્યાં જાઓ છો, અને અત્યારે , અને હમણાં તો તમે મને કહેતા હતા કે સાથે બેસીને વાતો કરીએ અને તમે જવાનું કહો છો". "હા બેટા જવું પડે એમ છે, તારા પપ્પાના ભાઈબંધ છે જેમની તબિયતના ખબર કાઢવા માટે જવાનું છે" સરોજબેન જરા થોડું ક્ષોભીલું પડીને પ્રિયાને જણાવે છે, પણ પ્રિયાને આજે માનું વર્તન થોડું અલગ લાગે છે. પણ પ્રિયા એ વાત વિશે વધારે કાઈ વિચારતી નથી અને પોતાના રૂમમાં જતી રહે છે.
બીજી બાજુ આજુબાજુ જોતાં જોતાં સરોજબેન રસ્તામાં આગળ વધે છે અને સોસાયટીના નાકે રકમણિકભાઈ એમની વાટ જોઈને ઉભા હોય છે ત્યાં જાય છે. સરોજબેન જેવા ત્યાં પહોંચે છે ત્યાં જ રામણિકભાઈ પૂછે છે "પ્રિયાને કંઈ ખબર તો નથી પડી ને" સરોજબેન કાંઈ પણ બોલ્યા વગર ખાલી ઇશારામાં માથું હલાવી દે છે, અને પછી બંને ત્યાંથી ગાડીમાં બેસીને રવાના થાય છે. આ બાજુ પ્રિયા પોતાના બહાર જવાની વાતથી ખુશ હોય છે અને પછી તે પુસ્તક લઈને બેસી જાય છે વાંચવા માટે. બીજા દિવસે પ્રિયા વહેલી ઉઠી જાય છે અને રેડી થઈને નીચે આવી જાય છે, જુવે છે તો સરોજબેન રસોડામાં કંઇક બનાવી રહ્યા હતા. "શું બનાવો છો માં, હું અત્યારે કંઈ જ નહીં ખાઉં, મને ભૂખ નથી અત્યારર", "અરે આતો તારે રસ્તામાં ખાવા માટે બનાવું છું" સરોજબેન. એટલામાં જ રામણિકભાઈ આવે છે અને પ્રિયાથી પુછાય જવાય છે "ઓ હો આજે તો તમે પણ આટલા જલ્દી ઉઠી ગયા", "હા, કેમ કે આ તારી મા છે ને એણે મને સુવા જ નથી દીધો આખી રાત" રામણિકભાઈ. "કેમ શુ થયું હતું" પ્રિયા, એટલામાં સરોજબેન રસોડામાંથી આવીને વાત કાપતા "અરે કંઈ નહીં, લે આ તારી બેગમાં મૂકી દે સાચવીને", "પ્રિયા, લે બેટા આ થોડા પૈસા રાખ સાથે, રસ્તામાં જરૂર પડે ક્યાંક તો" રામણિકભાઈ. "પણ પપ્પા મારે પૈસાની ક્યાં જરૂર પડવાની હતી" પ્રિયા. "જરૂર પડે એ તો બેટા રાખીલે અને સાચવીને મૂકી દે તારા પાકિટમાં અને પાકીટ જરા સાચવીને રાખજે" સરોજબેન. " ઠીક છે માં, ચાલો હું જાઉં છું બધા મારી રાહ જોતા હશે" પ્રિયા. બંને ને પગે લાગીને પ્રિયા નીકળે છે એના એક નવા જ સફર પર જે કદાચ ખૂબ જ રોમાંચિત તો હતો જ પણ સાથે સાથે.......
...................ક્રમશઃ