AKASH - 3 in Gujarati Detective stories by ધબકાર... books and stories PDF | આકાશ - ભાગ - ૩

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

આકાશ - ભાગ - ૩

ખાસ નોંધ :-

આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.  

*****

આપણે બીજા ભાગમાં જોયું કે આર્યન રાજપૂત, અહેમદ ખાન, હનુમંત ગુર્જર અને એમની ટીમે આતંકવાદીઓ ને મોતને ઘાટ ઉતારી દીધા. આ તરફ PMO અને NSA મનજીત સિંહે જવાનોને અભિનંદન પાઠવ્યા અને આગળની રણનીતિ ઘડવા લાગ્યા. 

*****

PMO અને NSA મીટિંગ થઈ અને આગળની કાર્યવાહી શું કરવી એ અંગે ગુપ્ત મંત્રણા કરવામાં આવી. પુર્ણ યુદ્ધ કોઈપણ રીતે આ સમસ્યાનું સમાધાન નહોતું એ નક્કી હતું. એટલે ગુપ્તચર અને સુરક્ષા સંસ્થાઓને નાપાક વિરુદ્ધ પુરાવાઓ ભેગા કરવાનું કહેવામાં આવ્યું. 

આર્યન રાજપૂત, અહેમદ ખાન, હનુમંત ગુર્જર અને એમની ટીમને આતંકીઓ વિરુદ્ધ મિશન ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું. આ મિશન દરમિયાન એકજ અઠવાડિયામાં કેટલાએ આતંકીઓ અને દેશદ્રોહીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. 

આ તરફ નાપાક વિરુદ્ધ આતંકના ફેલાવાના પુરાવા ભેગા થતાં જ ભારત UN પરિષદમાં પહોંચી ગયું. આ વખતે ભારત કોઈજ વાત સમજાવવાના કે સમજવાના મૂડમાં નહોતું. UN પરિષદમાં ચોખ્ખું કહ્યું કે અમને અમારું રક્ષણ કરવાનો હક મળવો જોઈએ. ભારતની આ વાત અને આવા કડક વલણ સામે મોટાભાગના બધાં દેશોએ મૂક સહમતી દર્શાવી. 

ભારતના આટલા કડક વલણથી નાપાક ગભરાઈ જાય છે અને સ્વબચાવ માટે સરહદ ઉપર જવાનો અને હથિયારો ખડકવામાં લાગી જાય છે. આ તરફ ભારત પણ યુદ્ધના ધોરણે તૈયારીઓમાં લાગી જાય છે. 

UN માં ભારતે જવાબ આપ્યા બાદ PMO તરફથી એક મીટિંગ બોલવવામાં આવે છે. ત્યાં PMO, NSA, Air Force, BSF અધિકારીઓ હાજર થાય છે. અને આગળના વ્યૂહ ઘડવાની તૈયારીઓ કરવામાં આવે છે. બધીજ શાખાઓને પોતાની જવાબદારીઓ નિભાવવાનું કહેવામાં આવે છે. NSA મનજીત સિંહ આ બધી વ્યૂહ રચના ઘડવામાં લાગી જાય છે. 

આ તરફ પુલવામા ઘટનાને બાર દિવસ થઈ ગયા હોય છે. નાપાક પણ રાહતનો શ્વાસ લઇને બેઠું હોય છે કે હવે કાંઈજ નહીં થાય. ત્યાંજ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ સમાચાર એજન્સીઓમાં બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થવા લાગે છે કે ભારતની એર ફોર્સ તરફથી નાપાક ઉપર મિરાજ-૨૦૦૦ લડાકુ વિમાન દ્વારા નાપાક સ્થિત બાલાકોટમાં બોમ્બ વર્ષા કરવામાં આવી છે. અને નાપાક સમર્થિત આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. 

ભારતના આ પગલાથી એક તરફ દેશવાસીઓ ઘેલમાં અને નાપાક સદમામાં આવી જાય છે. અને પોતાની નાકામયાબી છુપાવવા ભારત ઉપર ગોળીબારી ચાલુ કરી દે છે. ભારત પણ આ હુમલાનો વળતો અને સજ્જડ જવાબ આપે છે. એક તરફ આતંક વિરુદ્ધ મિશન, બીજી તરફ ગોળીબારી તો ત્રીજી તરફ આગળ શું કરવું એ NSA મનજીત સિંહના મનમાં ઉદ્વેગ હોય છે. 

એટલામાં જ ભારતીય ગુપ્તચર RAW માંથી NSA ચીફ મનજીત સિંહ ને મેસેજ આવે છે કે આતંકવાદીઓ ફરી પુલવામામાં થયેલા હુમલા જેવો બીજો હુમલો ચિલ્લિપોરા લશ્કરી કેમ્પમાં કરવાના છે. અને એ હુમલાને જે અંજામ આપવાના છે એ આતંકીઓ શોપિયા ટાઉનમાં છૂપાયા છે.

ચિલ્લિપોરા કેમ્પ શોપિયા ટાઉન થી 17 km ચિલ્લિપોરા નામના નાના ગામની નજીકમાં આવેલો છે. આ એજ કેમ્પ છે જ્યાં 23 જાન્યુઆરી 2019માં આર્મી કેમ્પ પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. જેવી આવી માહિતી મળી ત્યાંજ BSF અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ ને તાત્કાલિક અસરથી સતર્ક કરી દેવામાં આવી. 

આર્યન રાજપૂત અને એની ટીમ બારામુલા ખાતે આતંકીઓના સફાયાના મિશન ઉપર હતી અને એમને આવતા ૩ કલાક જેટલી વાર લાગે એવી હતી. એટલે NSA ચિફ મનજીત સિંહે આ મિશન માટે કરણ યાદવની પસંદગી કરી. 

લેફ્ટનન્ટ જનરલ  કરણ યાદવ બિહારના વતની છે. એક ફૌજી હોવાની સાથે એ ડોક્ટર પણ છે. આત્મવિશ્વાસથી છલોછલ  પણ પોતાની રીતે કામ કરવા ટેવાયેલા કારણે એમની આ આદતના લીધે આર્મીમાં થોડા બદનામ પણ ખરા. પણ હમેશાં કામ પોતાની રીતે અને મનમાન્યું કરવાની આદતને લીધે આવડત હોવા છતાં ક્યારેક એમને સાઇડલાઇન કરવામાં આવતા. અને એમને મિશન કરતા ડોક્ટર તરીકે એમનો અવાર નવાર ઉપયોગ લેવામાં આવતો. 

આતંકીઓના કોલ ડીટેલના કારણે એ આતંકીઓ શોપિયામાં છુપાયા છે એ ખબર પડી હતી. અને સાઇબર એક્સપર્ટ શાયોના સિંહે NSA ચિફ મનજીત સિંહને ફોન ટ્રેસ કરી ચોક્કસ લોકેશન આપ્યું હતું. એ લોકેશન ના આધારે NSA ચિફ અને કરણ યાદવે એક પ્લાન ઘડી કાઢ્યો હતો અને એ પ્રમાણે મિશન ને અંજામ આપવાનું હતું. 

શાયોના સિંહ એક પ્રખર સાઇબર એક્સપર્ટ હતી અને ભારત તરફથી નાપાક ને એની ડિફેન્સ સિસ્ટમ અને નાપાકની ઓફિસિયલ સાઈટો હેક કરી હેરાન કરવાની જવાબદારી હતી. સાથે સાથે ફોન ટ્રેસ કરવા અને લોકેશન ના કોર્ડીનેટ ટ્રેસ કરવાં એ વિષયમાં એની મહારત હતી. મનજીત સિંહની ભત્રીજી હોવાના કારણે એનામાં દેશદાઝ પૂરે પૂરી ભરેલી હતી. એ હમેશાં ગુપ્ત મિશનમાં જ કામ કરતી અને ક્યારેય એનું નામ બહાર આવતું નહી. 

આમ શાયોના સિંહ નામ કરતા કામને વધુ મહત્વ આપતી. એટલા માટે મનજીત સિંહ માટે એમની ૨૮ વર્ષની ભત્રીજી કોઈપણ રીતે પરફેક્ટ સાથીદાર હતી. મનજીત સિંહ જ્યારે RAW માટે કામ કરતા ત્યારે નાપાકમાં આજથી ૩ વર્ષ પહેલાં છૂપી રીતે રહેતા હતા. અને ભારત માટે ગુપ્ત જાણકારીઓ ભેગી કરી લાવતા. ત્યારે નાપાકના ડિફેન્સ મીનીસ્ટ્રીમાંથી ગુપ્ત માહિતી ચોરવા માટે એમણે શાયોના સિંહનો ઉપયોગ કર્યો હતો. આજથી ૩ વર્ષ પહેલાં શાયોના નાપાકની ડિફેન્સ મીનીસ્ટ્રીમાં શબાના શેખ તરીકે કામ કરી ગુપ્ત માહિતીઓ RAW માટે એમની એજન્ટ બની લાવી હતી. 

આ RAW એજન્ટ બનવું શાયોના માટે જિંદગીના ભોગ સમાન બન્યું હતું. જે વ્યક્તિ સાથે જિંદગી વિતાવવાના સપના જોયા હતા અને જેની યાદો મનમાં ભરી હતી એનો ભોગ લેવાઈ ગયો હતો. શાયોના જ્યારે નાપાક RAW એજન્ટ બની નાપાક ગઈ ત્યારે એનો પ્રેમી શેખર સિંહ કે જે એની જિંદગી હતો એને કહ્યું હતું કે તું રાહ જોજે હું એક મહત્વના કામ માટે મારા અંકલ સાથે જાઉં છું. પાછી આવીશ તરત લગ્ન કરીશું. 

પણ જ્યારે પાછી આવી ત્યાં સુધીમાં તો એના પ્રેમીએ રાહ જોયા વગર લગ્ન કરી લીધા હતા. એને એવું થયું કે પ્રેમ ઉપર આટલો વિશ્વાસ પણ નહોતો. આ તો વળી કેવો પ્રેમ..!? આ જ બાબતથી એ પોતાનાથી પણ દુખી હતી. અને પછી રાત દિવસ માત્ર દેશ માટેજ ન્યોછાવર કરવા લાગી હતી. બસ આ જ લાગણીઓ એ એને તોડી પણ હતી અને જોડી પણ હતી. 

શાયોના સિંહે NSA ને આતંકીઓના ચોક્કસ લોકેશન ટ્રેસ કરી આપ્યા. કરણ યાદવ અને એની ટીમ NSA સાથેના પ્લાન બનાવ્યા મુજબ શોપિયા પહોંચી ગઈ. રાત્રિ ના સમયે આ મિશન કરવામાં આવ્યું જેથી કરી લોકલ પબ્લિકની અડચણ ઉભી ના થાય. 

જે ઘરમાં આતંકીઓ છુપાયા હતા એ ઘર ઘેરી લેવામાં આવ્યું. અને વિસ્ફોટકો ભરેલી કાર ડિટેક્ટ કરી એ જગ્યાએથી ડિટેન કરવામાં આવી. કરણ યાદવે બધાજ લોકોની લોકેશન નક્કી કરી ઘેરો બનાવી એ પોતે બે જવાનો સાથે એ ઘરમાં ઘૂસી ગયો. જેવો ઘરમાં ગુસ્યો આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો અને આતંકીઓ ત્યાંથી ભાગવા લાગ્યા. પરંતુ બહારથી થતા કવર ફાયરિંગના લીધે એ લોકો બહાર ભાગી શકયા નહી. 

આ તરફ કરણ યાદવ ના હાથમાં એક આતંકી આવી જતાં એને ખુબજ માર મારવામાં આવ્યો. માત્ર ૧૦ મિનિટના ટૂંકા ગાળામાં જ બે આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા અને એક આતંકીને જીવતો પકડી લેવામાં આવ્યો. કરણ યાદવ અને ટીમ આ મિશન પતાવીને તરત રવાના થઈ ગઈ. 

આ મિશનમાં એક જવાન શહીદ પણ થયો હતો. છતાં એ વાતની ખુશી હતી કે આ આતંકીઓને અહીં રોકીને કેટલાએ જવાનોના જીવ બચાવી શકાયા. આ મિશન પછી તરતજ શોપિયામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું. જેથી શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે. 

પકડેલા આતંકીને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યો અને તેની પાસેથી હૂમલા અંગેની માહિતિ મેળવવામાં આવી અને તેમાં અનેક વિસ્ફોટક માહિતીઓ મળી. એ માહિતી NSA મનજીત સિંહે PMO સાથે શેર કરી અને પોતાનો વ્યૂ એ અંગે બતાવ્યો અને PMO તરફથી સ્પેશિયલ પરમિશન લઇને એક નવા મિશનની તૈયારી કરવા લાગી ગયા. 

મનજીત સિંહ જાણતા હતા કે આવા એક બે આતંકીઓ મારવાથી મેળ નહીં આવે કોઈ નક્કર પગલાં લઈ આ આતંકને મૂળિયાં સાથે કાઢી નાખવું પડશે. 


"જડ   થઈને   શું   બેઠો   છે   તું   આજ..?? 
જરા   ચેતન   થઈને   જો  ને  તું  આજ..??

મા ભોમના લાડલાઓના જેણે રોક્યા શ્વાસ, 
એને સબક શીખવાડી ચેતના બતાવ તું આજ..!

આતંકીઓના સફાયાનો જતાવ તું અહેસાસ, 
આતંકીઓને દફનાવી ચેતના બતાવ તું આજ..! 

નાપાકના  ઇશારેજ  આતંક  ફેલાયો  આજ, 
નાપાકને ગાયબ કરીને ચેતના બતાવ તું આજ..!"


*****

આતંકને મૂળિયાં સાથે કાઢવા NSA અને PMO નો શું પ્લાન જશે?
AKASH શું છે..!?, કોણ છે..!? એનું મહત્વ આ વાર્તામાં શું છે? 

આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો. 

*****

આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં માતૃભારતી ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..."  (શેફાલી શાહ અને સખી) શેફાલી શાહ ના એકાઉન્ટમાં છે એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.  

જય જિનેન્દ્ર
શેફાલી શાહ

આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
સદા સંબંધો મહેકાવતા રહો... 
જય શ્રી કૃષ્ણ...

રોહિત પ્રજાપતિ

©Rohit Prajapati & Shefali Shah

જય શ્રી કૃષ્ણ..... જય જીનેન્દ્ર.....