Videshma Malelu Desi Dil - 5 in Gujarati Love Stories by Akshay Dihora books and stories PDF | વિદેશમાં મળેલું દેશી દિલ, ભાગ-૫

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

વિદેશમાં મળેલું દેશી દિલ, ભાગ-૫

આગળના ભાગમાં તમે વાંચ્યુ કે દુબઇના એરપોર્ટ પર પ્રિયાંશી અને પ્રિયાંશ વચ્ચે પહેલીવાર વાત થાય છે. અને હવે શિકાગોમાં આગળ શુ થાય છે તે આગળ વાંચો.......

-------------------------------------------------------------------


અમેરિકાની મધ્યમ પશ્ચિમ મા ઇલિનોસ સ્ટેટમાં આવેલુ શહેર શિકાગો. ૧૮૩૩ માં મિશિગન લેક અને મિસિસિપિ નદીની વચ્ચે સ્થાપવા આવેલુ. શિકાગો અમેરિકાનુ ત્રિજા નંબરનુ સૌથી મોટુ શહેર અને આ એજ શહેર જ્યા આપણા દેશના ગૌરવ એવા સ્વામી વિવેકાનંદજીએ ધર્મસભા સંબોધીને બધાજ લોકોનુ દિલ જીતી લીધુ હતુ.

અમેરીકાની અર્થ વ્યવસ્થાનુ સૌથી મોટુ કેન્દ્ર, અહિયા ખેતી ને લગતા સાધનો થી માંડીને ફાઈટર પ્લેન માટેના સાધનો બને છે. મિશિગન લેકના કિનારા ઉપર વસેલુ આ સુંદર શહેર અને શહેરની વચ્ચેથી પસાર થતી શિકાગો નદી શહેરની સુંદરતામાં વધારો કરે છે. મિશિગન લેકના કિનારે વસેલુ હોવાથી અમેરિકાનુ મહત્વનુ બંદરગાહ પણ છે. વાદળોને તાળી આપી શકે તેટલી ઉચ્ચી ઇમારતો, વચ્ચેથી પસાર થતી શિકાગો નદીની ઉપર બાંધેલા પુલો એક થી બીજા છેડાને જોડે છે. શિકાગો શહેર તેના આર્કિટેક્ચર, બિલ્ડીંગ, સ્વચ્છ અને સુંદર દરિયા કિનારા માટે પણ ખુબજ પ્રખ્યાત છે. રાતના સમયમાં શિકાગો શહેરની સ્કાય લાઇન જોઇને કોઇ પણ માણસ આ શહેરના પ્રેમમાં પડી જાય..

સાંજનો સમય હતો ફ્લાઈત શિકાગોના ઓ'હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતરી ચુકી હતી. બધાજ પેસેન્જરો સીટ પરથી ઉઠીને પોતાના બેગ લઇને બહાર નિકળવાની લાઈનમાં ઉભા હતા. અને ફ્લાઈટના ગેટ પર ક્રુ મેમ્બર સ્મિથ સાથે પેસેન્જર્સને બાય કહી રહ્યા હતા. પ્રિયાંશી અને તેનુ ફેમિલી પણ લાઇનમાં હતુ પ્રિયાંશીએ જોયુ તો પ્રિયાંશ હજી સુતો જ હતો. તેને વિચાર્યુ કે કેવો કુંભકરણ જેવો છોકરો છે. આટલો અવાજ થાય છે તો પણ આ છોકરો સુતો છે. તેણે જઇને પ્રિયાંશને જગાડ્યો અને પ્રિયાંશે આંખો ખોલી અને સામેજ પ્રિયાંશી હતી તેણે થયુ કે તે કોઇ સપનુ જોઇ રહ્યો છે અને પાછો સુઇ ગયો. પ્રિયાંશીએ તેના હાથ પર જોરથી ચીટીયો ભર્યો અને પ્રિયાંશ બુમ પાડીને જાગી ગયો.

પ્રિયાંશી:- પાછુ ભાવનગર જતુ રહેવુ છે કે શુ?

પ્રિયાંશ આંખો ચોળતા ચોળતા પ્રિયાંશીને જોઇ રહ્યો હતો અને તેને સમજમાં આવ્યુ કે આ કોઇ સપનુ નથી પ્રિયાંશી સાચે જ તેની સામે ઉભી છે અને તેને જગાડી રહી છે.

પ્રિયાંશી:- ઓ કુંભકરણ તને કવ છુ..

પ્રિયાંશ:- તુ કુંભકરણ.....

પ્રિયાંશ:- હા હુ તો છુ જ પણ તારા જેટલી નહી. આટલો અવાજ થાઇ છે. ફ્લાઇટ લેંન્ડ થઇ ગઇ છે બધા લોકો તેનો સામાન લઇને નિચે ઉતરે છે અને હજી સુધી તુ સુતો છે.

પ્રિયાંશ:- હમમમ...

પ્રિયાંશી:- નીચે ઉતર જલ્દી નહીતો પાછો ભાવનગર પહોચી જઇશ.. ચાલ બાય..... હસતી હસતી તે ત્યાથી જતી રહી..

મેહુલભાઇ આ બધુ જોઇ રહ્યા હતા પણ તેમણે પ્રિયાંશીને કઇ ના કહ્યુ

પ્રિયાંશ ને કહેવુ હતુ ક્યા જાઇ છે. અહિયા જ રોકાઇજાને મારી પાસે. અને હંમેશા મારી સાથે રહે અને મને રોજ સવારે તુ બસ આવી રીતે જ ઉઠાડે અને પ્રિયાંશ તેના હાથને જોઇ રહ્યો હતો જ્યા પ્રિયાંશીએ તેને ચીટીયો ભર્યો હતો અને પ્રિયાંશ પાછો વિચારોમાં ખોવાઇ ગયો હતો...

ફ્લાઈટની એર હોસ્ટેસ આવીને પ્રિયાંશને કહે છે.

એર હોસ્ટેસ:- excuse me sir..

પ્રિયાંશ સપનાની દુનીયામાંથી બહાર આવે છે.

પ્રિયાંશ:- Yes..

એર હોસ્ટેસ:- sir we landed at Chicago, you did not want to go out of the plane??

પ્રિયાંશ જ્યારે આજુ બાજુ જોવે છે ત્યારે આખી ફ્લાઇટ ખાલી થઇ ગઇ હોય છે તે છેલ્લો જ ફ્લાઈટની અંદર હોય છે.

પ્રિયાંશ સોરી કહીને તેની બેગ લઇની નિચે ઉતરે છે...

ઓક્ટોમ્બર મહીનાનો પહેલો વિક ચાલુ હતો. શિકાગો શહેરનુ તાપમાન ૧૦ ડીગ્રી જેટલુ હતુ શિકાગોમા રહેતા લોકો માટે આ ઠંડી ના કહેવાય પરંતુ મેહુલભાઇના ફેમિલી અને પ્રિયાંશ માટે તો આ ખુબજ ઠંડી હતી, બધા એરપોર્ટની અંદર આવી ગયા હતા અને સામાન લેવા માટે ઉભા હતા. પ્રિયાંશ ત્યા ઉભો ઉભો બસ પ્રિયાંશીને જ જોઇ રહ્યો હતો અને માયબેન આ બધુ જોઇ રહ્યા હતા..

સામાન આવી ગયો હતો મેહુલભાઇ અને માયાબેન સામાન લઇને બહાર નિકળી રહ્યા હતા. અને પ્રિયાંશ પણ બહાર નિકળી રહ્યો હતો..

મેહુલભાઇ અને તેમનુ ફેમિલી મેહુલભાઇના કોલેજ ફ્રેંડને ત્યા રોકાવાના હતા અને તેમના ફેંડ આનંદભાઇ મેહુલભાઇના ફેમિલીને લેવા માટે એરપોર્ટ આવી ચુક્યા હતા. તેણે ગેટની બહાર નિકળતા મેહુલભાઇને જોઇ લિધા અને મેહુલભાઇએ તેમને...

મેહુલભાઇ તરત જ આનંદભાઇ પાસે જઇને HUG કર્યુ અને બન્ને દોસ્તોની આંખોમાં આંસુ પણ હતા.

પ્રિયાંશી અને દેવાસી આનંદભાઇ વિશે જાણતા હતા ફોન પર પણ વાત કર્તા પણ ક્યારેય મળ્યા ન હતા આજે પહેલી વાર મળી રહ્યા હતા.

આનંદભાઇએ પણ બન્ને દિકરીઓ સામે સ્મીત આપ્યુ અને બન્નેને ચોકલેટ આપી આટલી વારમાં માયાબેન પણ બહાર આવી ગયા હતા અને તે પણ આનંદભાઇને જોઇને ખુશ થઇ ગયા હતા..

આનંદભાઇ:- કેમ છો ભાભી....

માયાબેન:- આનંદભાઇ મને તમે બેન જ કહો, ભાભી નહી...

આનંદભાઇ:- અત્યારે ભાભીજ ઘરે જઇને બેન કઇશ..

માયાબેન આનંદભાઇને ભાઇ માનતા હતા. આનંદભાઇને એકપણ બહેન નહોતી અને એટલા માટેજ માયાબેનને બેન માનતા હતા, અને માયાબેન પણ આનંદભાઇને સગા ભાઇ કરતા વિશેષ રાખતા હતા....

આનંદભાઇ ત્રિવેદ્દી શિકાગોના ખુબ મોટા આર્કીટેક્ટ હતા. તેમની ગણના શિકાગો શહેરના બેસ્ટ આર્કીટેક્ટમાં થતી હતી. તેમના ધર્મપત્ની શિવાનીબેન અને માયાબેન એક જ સાથે કોલેજમાં હતા અને બન્ને બેસ્ટ ફેંડ હતા. એમ પણ કહી શકાય કે આનંદભાઇના લગ્ન માયાબેને જ કરાવેલા અને તે બન્નેને એક દિકરો રિહાન પણ તેને બધા રોકી કહીને બોલાવતા...

આનંદભાઇએ અને મેહુલભાઇએ સામાન કારમાં મુક્યો અને બધા કારમા બેસીને આનંદભાઇના ઘર તરફ નિકળી પડ્યા.....

------------------------------------------------

આ બાજુ પ્રિયાંશને લેવા માટે કરણનો ફેંડ આવવાનો હતો..

પ્રિયાંશ એરપોર્ટની બહાર નિકળ્યો ત્યાંજ તેને તેના નામનુ બોર્ડ લઇને ઉભેલા એક છોકરાને જોયો. પ્રિયાંશ તેની પાસે જઇને તેની ઓળખાણ આપી...

પ્રિયાંશ:- હેલ્લો... મારૂ નામ જ પ્રિયાંશ દિહોરા છે. તમને કરણે મોકલ્યા છે ને??

પેલો છોકરો:- હા.... મારૂ નામ મયંક છે. મયંક પટેલ

પ્રિયાંશ:- કેમ છો મયંકભાઇ અને સોરી મારા માટે થઇને તમારે તકલીફ ઉઠવવી પડી..

મયંક:- અરે ભાઇ એમા સોરી શુ કામ.. કરણના ફેંડ તે મારા પણ ફેંડ જ ને... ચાલો ત્યારે આપણે ઘરે જઇએ. તમે પણ થાકી ગયા લાગો છો અને તમારે આરામની જરૂર છે. ઘરે જઇને થોડો આરામ કરી લો કાલે તમને હુ સીટી બતાવીશ...

પ્રિયાંશ:- સારૂ અને થેકયુ..

મયંક: સ્મિત આપીને પ્રિયાંશની મદદ કરે છે સામાન ગોઠવવામાં અને પછી બન્ને કારમાં ગોઠવાઇ ને ઘર તરફ નિકળી પડે છે.....

મયંક પટેલ આમતો સુરતનો પણ તેમનુ મુળ ગામ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાનુ ગામ સરમડા. પણ વર્ષોથી તેનુ ફેમિલી સુરત સેટ થયુ હતુ..

મયંક પટેલ, ઉમર ૨૫ વર્ષ, ૬ ફુટ ની હાઈટ, ચુસ્ત અને તદુરસ્ત શરીર, ગ્રે શેડ વાળી આંખો, ઉપર લોંગ હેર અને દાઢી, કોઇ પણ છોકરીના સપનાનો રાજકુમાર જ કહી શકો, શિકાગોમાં આર્ક ટેકનોલોજી ગ્રુપ નામની MNC આઇ.ટી. કંપનીમા ટીમ મેનેજર હતો, મહીનાનો ૪૫૦૦૦ ડોલર પગાર, કપંનીની ગાડી અને શિકાગો શહેરના સૌથી પોશ વિસ્તારમા રહેવા માટેનુ મકાન...

કોલેજમાં મયંક કરણનો સિનિયર હતો અને મયંકને પણ જોબ મળ્યાને હજી ૬ મહીના જ થયા હતા. ઘરે આમપણ એકલો રહેતો હતો અને એમા પ્રિયાંશ આવી ગયો હતો એટલે તેને પણ ખુશી હતી કે હવે તે ઘરમા એકલો બોર નહી થાય...

પ્રિયાંશ પણ કારમાં બેસીને પ્રિયાંશીએ જ્યા ચીટીયો ભર્યો હતો તે હાથને જોઇ રહ્યો હતો અને મયંક ગાડી ચલાવે જતો હતો..........

------------------------------------------------------------

શિકાગો શહેરની ગુલાબી સવાર, રસ્તા પર લોકો વોક કરવા ઘરોની બહાર નિકળી રહ્યા હતા અને ગાડીઓની અવર જવર ધીમે ધીમે ચાલુ થઇ ગઇ હતી, શિકાગો શહેર ઉંધમાંથી ઉઠી રહ્યુ હતુ. આ બાજુ પ્રિયાંશ પણ જાગી ગયો હતો અને ફ્રેશ થઇને તેને જોયુ કે મયંક હજી સુતો છે. એટલે વિચાર્યુ કે આજે તે બન્ને માટે ચા અને નાસ્તો બનાવી નાખે ત્યા સુધીમાં મયંક પણ જાગી જશે. જેવો જ તે રસોડામાં પહોચીને શુ બનાવવુ તે નક્કિ કરતો હતો ત્યાજ પાછળથી અવાજ આવ્યો.

શુ કરી રહ્યા છો તમે?

પ્રિયાંશે પાછળ ફરીને જોયુ તો મયંક કિચનના દરવાજા પાસે ઉભો હતો..

પ્રિયાંશ:- ગુડ મોરનિગ મયંકભાઇ. બસ આપડા બન્ને માટે ચા અને નાસ્તો બનાવવા માટે આવ્યો હતો...

મયંક:- અરે તમારે કશુ જ કરવાનુ નથી. હુ બન્ને માટે બનાવી દઇશ.

પ્રિયાંશ:- મયંકભાઇ હુ તમારાથી નાનો છુ. મને તમે તમે ના કહો બસ તુ જ કહો...

મયંક:- સારૂ. પણ તુ આટલો વહેલો કેમ જાગી ગયો હજી તો ૬ જ વાગ્યા છે.

પ્રિયાંશ:- મયંકભાઇ હુ તો ગામડે રોજ સવારે આટલો જ વહેલો જાગુ છુ.

મયંક:- ઓહ.. ગામડાનુ જીવન શ્રેષ્ટ જીવન છે. હુ પણ મારા ગામને બોવજ મિસ કરૂ છુ.

પ્રિયાંશ:- આજે નાસ્તો હુ બનાવીશ ચા અને થેપલા.. ચાલશે ને તમારે?

મયંક:- ચાલશે નહી દોડશે.

પ્રિયાંશ બન્ને માટે ચા અને નાસ્તો બનાવે છે અને પછી બન્ને વાતો કરતા કરતા નાસ્તો કરે છે.

મયંક:- ચાલ તુ હવે તૈયાર થઇ જા હુ તને સીટી દેખાડવા લઇ જઇશ..

પ્રિયાંશ:- સારૂ મયંકભાઇ..

પ્રિયાંશ રૂમમાં જઇને તૈયાર થવા લાગે છે અને મયંક પણ કિચનમાં સાફ સફાઇ કરીને તૈયાર થવા જાય છે.

------------------------------------------------------------------

આજે પ્રિયાંશી વહેલા જાગી ગઇ હતી અને તે હજી પર્પલ કલરના નાઇટ ગાઉનમાં જ હોય છે અને નીચે ગાર્ડનમાં આવીને વોક કરી રહી હતી. આજે શિકાગોમાં તેનો પહેલો દિવસ છે. પ્રિયાંશી આજે ખુબજ ખુશ હોય છે કેમ કે તેના ફેવરિટ શહેરમાં આજે તેનો પહેલો દિવસ હોય છે. તે ઇયર ફોન પર ગીતો સાંભળતી સાંભળતી વોક કરી રહી હોય છે. તેને ખયાલ પણ નહોતો કે કોઇ તેને જોઇ રહ્યુ હતુ.

રિહાન જાગીને રોજની જેમ જ કોફિનો મગ લઇને બાલ્કનીમા આવીને બેઠો હતો ત્યાજ તેની નજર ગાર્ડનમાં વોક કરી રહેલી પ્રિયાંશી ઉપર પડી અને તેને જોઇને જ રિહાન પણ ખોવાઇ ગયો. અને વિચારવા લાગ્યો મે પહેલા આટલી સુંદર છોકરી મારી લાઇફમાં ક્યારે પણ નથી જોઇ કાલે જ ડેડના ફ્રેંડ ઇન્ડીયાથી આવ્યા છે તો આ ગર્લ તેમની સાથે જ હોવી જોઇએ. અને તે પણ નિચે ગાર્ડનમા ગયો અને પ્રિયાંશી પાસે આવીને બોલ્યો...

Excuse Me.

પ્રિયાંશીએ અવાજ વાળી દિશામાં જોયુ એક છોકરો તેની સામે ઉભો હતો. ૬ ફુટ હાઈટ, સ્લીવલેસ ટી-શર્ટ અને ટ્રેકમાં ઉભો હતો. તેના મસલ્સ જોઇને જ પ્રિયાંશીને ખયાલ આવી ગયો હતો કે આ છોકરો ફિટનેસ ફ્રીક હશે. તેની બ્લેક કલરની આંખોમાં સપના પુરા કરવાની તડપ અને કોન્ફીડન્ટ દેખાતો હતો.. આનંદભાઇનો એકનો એક દિકરો કરોડો રૂપિયાની સંપતીનો માલીક. આવા છોકરા સાથે મેરેંજ કરવા છોકરીઓની લાઇન લાગી હોય.

પ્રિયાંશી:- YES

રિહાન:- Would You Grab my arm?

પ્રિયાંશી:- WHY?

રિહાન:- So I can tell my friends I’ve been touched by an angel..

પ્રિયાંશી આ લાઇન સાંભળીને જ હસવા લાગી..

પ્રિયાંશી:- So Cheesy pickup Line, But nice try.

રિહાન:- Thank You. Rihan. આટલુ કહેતાજ તેને તેની ઓળખ આપી અને હાથ હેંડ શેક માટે લંબાવ્યો..

પ્રિયાંશી:- Priyanshi. તેનુ નામ કહીને પ્રિયાંશીએ હેંડ શેક કર્યુ..

રિહાન:- તમે ગઇકાલે ઇન્ડીંયાથી જે ગેસ્ટ આવ્યા તમે તેમની સાથે છો?

પ્રિયાંશી:- અરે વાહ તમને ગુજરાતી આવડે છે. અને હા અમે જ ઇન્ડીંયાથી આવ્યા છીએ. હુ અને મારૂ ફેમીલી હુ અહિયા આગળનુ સ્ટડી કમ્પલીટ કરવા આવી છુ. અને મારા મોમ-ડેડ અને સીસ્ટર મને અહિ મુકવા માટે આવ્યા છે. અને તમે?

રિહાન:- આ ઘર મારૂ છે. અને હુ આર્કીટેક્ટનુ સ્ટડી કરુ છુ..

પ્રિયાંશી:- ઓહ તો તમે આનંદમામા ના સન છો?

રિહાન:- હા.....

પ્રિયાંશી:- NICE TO MEET YOU, પણ તમે કેમ પેલી ANGEL વાળી લાઇન કિધી ?

રિહાન:- MEE TOO, અને સાચુ રીસન સાંભળવુ છે કે ગમે તે કવ ચાલશે?

પ્રિયાંશી:- અરે સાચુ જ સાંભળવુ છે..

રિહાન:- તો સાંભળો હુ ઉપર બાલ્કનીમાં બેઠો હતો ત્યાથી જ તમને મે જોયા અને વિચારવા લાગ્યો કે આટલી સુંદર છોકરી મારા ગાર્ડનમાં? પછી યાદ આવ્યુ કાલે ડેડનાં ફ્રેંડ ઇન્ડીંયાથી આવવાના હતા તેમની સાથે હોવી જોઇએ. બસા હુ પછી નીચે આવ્યો તમારી સાથે વાત કરવા પણ વાત કેમ ચાલુ કરવી તેમાં કન્ફયુઝન હતુ એટલે પેલી લાઇન કિધી

પ્રિયાંશી જોર જોરથી હસવા લાગે છે.

પ્રિયાંશી:- તમે એમજ આવીને વાત કરી શકતા હતા.

રિહાન:- હમમમ....

પ્રિયાંશી:- તમે કહો છો મારા કરતા સારી છોકરી તમે નથી જોઇ એમ, પણ તમારા અમેરીકામાં તો બધી ગર્લ મારા કરતા વધારે હોટ હોય છે.

રિહાન:- અહિયાની ગર્લ હોટ હોય છે પણ તમારી જેટલી સુંદર નહી. હોટ અને સુંદરમાં સુરજ અને ચંદ્ર જેટલો તફાવત હોય છે. સુરજની સામે તમે થોડીજ વાર જોઇ શકો છો જ્યારે ચંદ્રની સામે જોઇને આખી રાત બેસી રહો તો પણ તમારુ દિલના ભરાય.. બસ આજ તફાવત છે. હોટ અને સુંદર વચ્ચે..

પ્રિયાંશી સ્તબ્ધ હતી. અને વિચારી રહી હતી અહિયા રહીને પણ આટલા સારા વિચારો છે.

પ્રિયાંશી:- સારા વિચારો છે...

રિહાન:- વિચારોનુ શુ છે તે આપણા સંસ્કાર ઉપરથી આવે છે. જેવા સંસ્કાર મળ્યા હોય તેવા વિચારો આવે..

પ્રિયાંશી બસ રિહાનને જોઇ રહી હતી. અને રિહાન બસ બોલ્યે જતો હતો...

પ્રિયાંશી:- આવી સારી સારી વાતો કરીને કેટલી ગર્લફેન્ડ બનાવી છે.?

રિહાન:- એક પણ નહી..

પ્રિયાંશી:- કેમ આ આશિકને કોઇ મળી નહી?

રિહાન:- મળીતો બોવ બધી પણ કોઇ ગમી નહી. અને જે ગમી તે મળી નહી.

પ્રિયાંશી હસવા લાગે છે...

રિહાન:- સારૂ ચાલો તમે તમારૂ વોક ચાલુ રાખો મારે કોલેજ જવાનુ છે સાંજે મળીશુ..

પ્રિયાંશી:- સારૂ.. Have Wonderful Day..

રિહાન:- મારો દિવસતો અત્યારથીજ સારો જાય છે કેમ કે તમારી સાથે મુલાકાત થઇ (આટલુ બોલતા બોલતા પ્રિયાંશી સામે આંખ મારીને રિહાન ત્યાથી નિકળી જાય છે.‌)

પ્રિયાંશી બસ રિહાનને જોઇ રહે છે.

-------------------------------------------------------------------

સવારના ૧૦ વાગ્યા હોય છે. મયંક અને પ્રિયાંશ બન્ને તૈયાર થઇને ઘરની બહાર નિકળે છે અને પ્રિયાંશની નજર રોડની સામેના ઘરના ગેટ તરફ જાય છે. ત્યા પ્રિયાંશી બહાર નિકળતી હોય છે. પ્રિયાંશી પણ પ્રિયાંશને જોવે છે અને રોડ ક્રોસ કરીને પ્રિયાંશ પાસે આવે છે.

પ્રિયાંશી:- તો મારો પિછો કરતા કરતા અહિયા સુધી આવી ગયા એમને?

પ્રિયાંશ:- ના..હુ આ ઘરમાં રહુ છુ. પણ મને એવુ લાગે તમે મારો પિછો કરો છો..

પ્રિયાંશી:- હુ પણ સામેના ઘરમાં રહુ છું....

પ્રિયાંશ અને પ્રિયાંશી બન્ને એક સાથે હસી પડે છે.

પ્રિયાંશ તેની ઓળખાણ મયંક સાથે કરાવે છે. અને પછી તે બન્ને કેવી રીતે એક-બીજાને ઓળખે છે તે કહે છે. અને આ સાંભળીને મયંક પણ હસવા લાગે છે.

પ્રિયાંશી:- તમે બન્ને કઇ બાજુ જઇ રહ્યા છો?

પ્રિયાંશ:- મયંકભાઇ મને સીટી દેખાડવા લઇ જાય છે. અને તમે ક્યા જાવ છો?

પ્રિયાંશી:- હુ તો બસ એમજ બહારા રાઊંડ મારવા નિકળી હતી. તમને જોઇ ગઇ તો આ સાઇડ આવી ગઇ.. ઘરમાં એકલી બોર થાવ છુ. કોઇ ફ્રેંડ તો છે નહી મારૂ અહિયા. મોમ અને ડેડ બન્ને તેમના બેસ્ટ ફ્રેંડ સાથે બિઝી છે. અને મારી નાની સિસ્ટરને બહાર ફરવુ પસંદ નથી અને મને બહાર ફરવુ ગમે છે.

મયંક:- તમે પણ અમારી સાથે ચાલો ને...

પ્રિયાંશી:- પણ મોમ ડેડ ની પરમિશન કેવી રીતે લઉ?

મયંક:- તમે આનંદ અંકલને ત્યાજ રોકાયા છો ને?

પ્રિયાંશી:- હા....

મયંક:- આનંદ અંકલ મને ઓળખે છે. હુ કોલ કરીને કહી દઉ ?

પ્રિયાંશી:- હા પણ કોલ કરતા આપણે અંદર જઇને જ પરમિશન લઇ લયે તો?

મયંક અને પ્રિયાંશ બન્ને એક સાથે બોલે છે:- સારૂ ચાલો... અને પછી બન્ને હસી પડે છે.

મયંક પ્રિયાંશીને કહે છે. તમે ચાલો અમે ૫ મિનિટમાં જ આવ્યા.

પ્રિયાંશી સ્માઇલ કરીને રોડ ક્રોસ કરીને ઘરમાં જાય છે. અને પ્રિયાંશ બસ પ્રિયાંશીને જતી જોઇ રહે છે.

મયંક:- તુ તે ને લવ કરે છે ને?

પ્રિયાંશ:- ના........ એવુ કઇ નથી..

મયંક:- સારૂ મને ના કહે. પણ તારા હાવભાવ કહી આપે છે. કે તુ તે ને લવ કરે છે.

પ્રિયાંશ:- સ્માઇલ આપે છે. અને આંખોના પલકારામા મયંકને જવાબ આપે છે.

મયંક સ્માઇલ સાથે કહે છે. સારી ચોઇસ છે. કોઇ હેલ્પ જોઇએ તો મને કહેજે..

પ્રિયાંશ ખાલી માથુ હલાવીને જવાબ આપે છે. અને બન્ને આનંદભાઇના ઘરમાં જાય છે.

આનંદભાઇ અને મેહુલભાઇ બન્ને ચેસ રમિ રહ્યા હોય છે. અને ત્યાંજ મયંક અને પ્રિયાંશ આવે છે.

મયંક:- કેમ છો આનંદ અંકલ?

આનંદભાઇ:- અરે મયંક તુ? હુ એકદમ મજામાં, આવ બેટા બેસ (કહીને ચેર તરફ બેસવાનું કહે છે.)

આનંદભાઇ મેહુલભાઇની ઓળખાણ મયંક સાથે કરાવે છે અને મયંકની ઓળખાણ મેહુલભાઇ સાથે...

મયંક:- આનંદ અંકલ આ મારો ફ્રેંડ છે. આપણા ભાવનગરનો જ છે.

આનંદભાઇ:- અરે વાહ આપણા ભાવનગરનો વાહ. શુ નામ છે બેટા? અને ભાવનગરમાં ક્યા રહે છે?

પ્રિયાંશ:- પ્રિયાંશ દિહોરા અંકલ અને હુ ભાવનગરના ઘોઘા તાલુકાના કરેડા ગામનો છુ. અહિયા સ્ટડી કરવા માટે આવ્યો છુ..

મેહુલભાઇ ગામનુ નામ સાંભળતા જ ચોકી ઉઠે છે.?

મેહુલભાઇ:- અરે વાહ.. તે ગામના સરપંચ ભગવાનભાઇ તો મારા ખાસ મિત્ર છે. અમે બધીજ વસ્તુ તેમના પાસેથી જ લયે છીએ...(પ્રિયાંશ મનોમન ખુશ થાય છે. કેમકે પ્રિયાંશીના ડેડ તેના બાપુજીને ઓળખતા હતા.)

પ્રિયાંશ:- અંકલ ભગવાનભાઇ મારા બાપુજી છે.

મેહુલભાઇ:- અરે વાહ તુ ભગવાનભાઇ નો દિકરો છે એમને. સોરી હુ તને નથી ઓળખતો કેમકે આપણે ક્યારેય મળ્યા નહોતા. અને તારો જ ફસ્ટ રેંક આવેલોને...

પ્રિયાંશ:- હા....

મેહુલભાઇ:- સોરી બેટા તારી પાર્ટીમાં હુ ના આવી શક્યો કેમકે મારી દિકરીનો પણ સેકંન્ડ રેંક આવેલો અને અમે ફેમિલી સાથે ટાઇમ સ્પેંડ કરવાનુ વિચારેલુ..

પ્રિયાંશ:- કોઇ વાંધો નહી અંકલ.

(આટલી વારમાંજ પ્રિયાંશી આવે છે.)

મેહુલભાઇ:- આ રહી મારી દિકરી. પ્રિયાંશી આ આપણા ભગવાન અંકલ છે ને જે આપણા ઘરે આવે છે બધા ફ્રુટ અને બિજો સામાન લઇને તેમનો દિકરો પ્રિયાંશ..

પ્રિયાંશી:- હુ ઓળખુ છુ પ્રિયાંશ ને..

મેહુલભાઇ:- કઇ રીતે..?

પ્રિયાંશી પછી આખી વાત મેહુલભાઇ અને આનંદભાઇને કહે છે....

મેહુલભાઇ અને આનંદભાઇ બન્ને એક સાથે હસી પડે છે.

આનંદભાઇ:- દુનિયા કેટલી નાની છે નહી?

મેહુલભાઇ:- હા.. અને પ્રિયાંશીને કહે છે. તુ જઇ આવ આ લોકો સાથે અને વેલા ઘરે આવી જજો..

આનંદભાઇ:- મયંકબેટા કોઇ હેલ્પ જોઇએ તો કહેજે અને આજે સાંજે જમવાનુ અહિયા જ છે તમારે બન્ને ને...

મયંક:- જી અંકલ.....

પ્રિયાંશ, પ્રિયાંશી અને મયંક બહાર ગેટ તરફ જાય છે. પ્રિયાંશતો બસ પ્રિયાંશીને જોઇ રહ્યો હોઇ છે. પ્રિયાંશી પણ ખુશ હતી કેમ કે તેને સીટી જોવા મળશે અને તેને નવા ફ્રેંડ પણ મળી ગયા અને મયંક બસ પ્રિયાંશ માટે પ્રાથના કરી રહ્યો હોય છે......

--------------------------------------------------------