Maro juju - 4 in Gujarati Love Stories by Prachi Patel books and stories PDF | મારો જુજુ - ભાગ 4

Featured Books
Categories
Share

મારો જુજુ - ભાગ 4

         



                     કોલેજ જવા બસ માં બેઠી ને મોબાઈલ ચેક કર્યો તો પર્લ નો good morning એમ મેસેજ આવેલો. તો મેં પણ સામે good morning એમ લખ્યું. કાન માં ઈયરફોન
ભરાવ્યાં ને સોંગ્સ સાંભળવા માં ખોવાઈ ગઈ.

                    
                      કોલેજ આવતા ની સાથે બસ માંથી ઉતરી ને કોલેજ માં ગઈ.  આજ લેક્ચર  ભરવાનો બિલકુલ મૂડ નહોતો તો સીધી કૅન્ટિંન માં ગઈ જ્યાં મારી રોજ ની જગ્યા પર બેસી ગઈ. એક ચા અને સમોસા નો ઓર્ડર કર્યો. 


                       ચા. બસ આ એક ચા જ હતી જેને મને હરપળ સાથ આપ્યો. એ પછી પર્લ ની યાદો હોય કે મારા જીવન ની કોઈ પણ સમસ્યા. એક ચા નો કપ ને મારૂ મન એકદમ હળવું બની જતું. ચા ની ચૂસકી સાથે મારી સમસ્યાઓને જાણે ભૂલી જતી હોઉં એમ લાગતું... 


                     ચા ને સમોસા નો નાસ્તો કર્યા પછી કેન્ટિંન ની બહાર નીકળી. ફરી સમય જોવા મોબાઈલ બહાર કાઢ્યો તો જોયું કે પાછો પર્લ નો મેસેજ આવેલો. તો તળાવ આગળ આવી ને કોઈ સારી જગ્યા જોઈ ઝાડ નીચે બેઠી. ને તેની સાથે ચેટીંગ કરવા લાગી. ચેટિંગ માં ને ચેટિંગ માં સમય ક્યાં જતો રહ્યો એ ખબર જ ન પડી... એની સાથે હું લગભગ 2 કલાક થઈ ચેટિંગ કરતી હતી. સમય જોયો તો બપોર થવા આવેલી.
તો ક્લાસ માં જઇ બાકીના લેક્ચર ભર્યા ને સાંજે ઘરે આવી.
ત્યારબાદ રાતે પણ એજ પ્રોગ્રામ. પર્લ સાથે ચેટિંગ. ચેટિંગ નો સમય પણ હવે વધતો જ જતો હતો.

                  ના જાણે સુ થતું હતું. હું એની સાથે વાત કરવા પોતાની જાત રોકી જ સકતી નહોતી. એનો મેસેજ પડ્યો નથી કે તરત રીપ્લાય આપવાનું ચાલુ. 

                   બસ વાતો નો સિલસિલો ચાલુ થઈ ગયો...                


            લગભગ મહિના જેવું થઈ ગયું હતું.  એક દિવસ ની વાત છે. બપોર નો સમય હતો. દર વખત ની જેમ હું બપોર કોલેજમાં રજા હોવાને લીધે ઘરે રૂમમાં સૂતી હતી. ત્યાં જ પર્લ નો મેસેજ આવ્યો.. એમ લખેલું કે મારે તને કાંઈક કહેવું છે.... હું તો વિચારમાં પડી ગઈ કે શુ કહેવું હશે એને. તો મેં પણ સામે ટાઈપ કરી પૂછ્યું કે બોલ સુ કહેવું છે તારે..... મન માં થોડો તો અંદાઝ આવીજ ગયો હતો કે એને સુ કહેવું છે.. 6ઠી ઈન્દ્રિય ના પ્રતાપે જ તો.


                  થોડી વાર સુધી તો ટાઈપિંગ.... એમ લખેલું દેખાયું.. જાણે કોઈ અસમંજસમાં ના હોય...



                   પછી લગભગ 5 મીનિટ પછી મેસેજ આવ્યો.  અંદાઝ તો હતો એટલે બહુ નવાઈ ના લાગી... એ એમ મેસેજ કરતો હતો કે.. i really like you... મને તારી સાથે વાતો કરવી બહુ ગમે છે. તારા જોડે એક દિવસ પણ વાત ન થાય તો મારો દિવસ જ સારો નથી જતો.... ને મને સહેજ પણ નથી ગમતું તારા વગર.. સુ તું મારી ................  


                  મેસેજ વાંચતા ની સાથે જ મને નિત્યા સાથે નો દિવસ યાદ આવી ગયો.. એક ટીસ ઉઠી મનમાં. મેં સામે મેસેજ જ ન કર્યો... ફોન પણ સ્વિચ ઓફ કરી મૂકી દીધો.. ના જાણે સુ થયું મને...... એક બાજુ ખુશ પણ થતી હતી. ને બીજી બાજુ એ દિવસ યાદ  કરી દુઃખ પણ થતું હતું....


             ત્યાર બાદ તો મેં એની સાથે થોડા દિવસ વાત પણ ના કરી. હું ખુદ  વ્યાકુળ હતી કે સુ કહું એને એટલે થોડા દિવસ વાત કરવાનું ટાળ્યું.


              *************************




થોડા દિવસ બાદ.......





                   હું હજી પણ અસમંજસમાં હતી.. પણ થયું કે એની સાથે વાત તો કરવી જ પડશે, નહિ તો વાત  નો ઉકેલ  સી રીતે આવશે.. 

                  મેં વ્હોટસેપ્પ ખોલ્યું.. જોયું તો એના 100 થી પણ વધારે મેસેજ પડેલા... બધા વાંચ્યા. એ માફી માંગતો હતો. કે મારી ભૂલ થઈ ગઈ....સોરી... હવે આ વિસે આપણે વાત નહીં કરીએ .... તું મહેરબાની કરી મારી જોડે વાત કરવાની બંધ ના કરતી. આપણે મિત્રો તો રહીસુ........ ને એ બધું....


                    મેં સામે મેસેજ કર્યો " વાંધો નઈ . માફી માંગવા ની જરૂર નથી.... અને આડી અવળી વાત કર્યા વગર સિધુ જ પૂછી લીધું એના અને નિત્યા વચ્ચે ના સંબંધ વિસે.....તો એને એમ કહ્યું કે એમની વચ્ચે કાઈ જ સંબંધ નહોતો. તો મેં એને સામે એ દિવસ વિસે ની વાત કરી... જે દિવસ મેં એમને બંને ને સાથે જોયેલા...  


                      તો પછી એને મને કીધું કે... હા.. એમની વચ્ચે સંબંધ હતો. પણ નિત્યા એ મને છોડી દીધેલો....એના માટે એના સપના વધારે મહત્વનાં  હતા.... 

                       બસ પછી તો એણેે મને સમજાયી..કે એ મને કેટલો પ્રેમ કરે છે..મને કેટલી પસંદ કરે છે..... તો પણ મેં એની પાસે થોડો સમય માંગ્યો અને કહ્યું કે એ થોડા દિવસ પછી જવાબ આપશે. ......



        
                                                        ( ક્રમશ: )





આગળ સુ થશે..... એ હવે આગળ ના ભાગમાં............