નિસર્ગને હોટેલ ના રીસેપ્શને જાણાવ્યુ કે મહેમાનો માટે ચોથા માળે ઉતારો છે આ જાણી તે લિફ્ટ બાજુ જવા ફર્યો, થોડો જાંખો પડતો પણ જાણીતો એવો ચહેરો દેખાતો હતો. એ જાંખપ કદાચ ચશ્મા સુધી જ હતી એવુ માની તેણે આંખ સામે થી ચશ્મા લીધા, લગ્નના મહેમાનોની અવર જવર અને કલબલાટ વચ્ચે પણ નિસર્ગ ની નજર પેલા ચહેરા પર જ ચોટી રહી.. નિસર્ગ ઘણો દુર હતો છતા તેને કેમ જાણે ખબર પડી ગઇ કે નિસર્ગ ની આખો તેના પર ટકી હતી, જાખો દેખાતો ચહેરો હવે નજીક આવતો દેખાતો હતો હવે તે જાખો નહોતો. નિસર્ગ ને આ ચહેરા ની એકે એક રેખા, એકે એક વળાંક અને હમણાજ પાણી છાટેલા ગુલાબ ના જેવી દુર થી જ આવતી તેની સુવાસની ઓળખાણ પહેલે થી હતી જ .
“તુ? અહી? ..” નિસર્ગે વિચાર ને વાચા આપી ...
“ મારો પણ એ જ સવાલ... “ ..
“ તુ હજુ નથી બદલી ! સાંખી.. , હ્જુ સવાલ ના બદલા મા સવાલ જ ..” નિસર્ગે હસતા મો એ કહ્યુ..
“ ના, નિસર્ગ, હવે ઘણુ બધુ બદલી ગયુ છે..” સાંખી એ તેના સ્મિત મા ગંભીરતા ઘોળતા બોલી .
” હા, સાચી વાત છે, હવે ઘણુ બધુ બદલી ગયુ છે.. હુ તો બધુ જ ભુલી આગળ વધી ગયો છુ. તને છોડી ને જવુ મારી માટે સરળ નોહતુ, પણ ત્યારે મને લાગ્યુ કે અમુક યાદો બને જ છે ભુલવા માટે..”
નિસર્ગ ના આ શબ્દો ફકત એકલવાયા જ હતા તેનુ હદય તેની સાથે નોહતુ. હકીકત તો એ હતી કે નિસર્ગ સાંખી ને ભુલી જ શકતો નોહતો. પણ તેની પત્ની ધરા ને તે ખુબજ ચાહે છે તેવુ ધતીંગ કરવા તે આવુ બોલતો હતો. ધરા નિસર્ગ સાથે લગ્ન મા નહોતી આવી, પણ પોતાના લગ્ન મા તે કેટલો ખુશ છે, પોતે ધરા ને કેટલો ચાહે છે, અને “ધીમા ધીમા અવાજે “ હુ તને નથી ભુલ્યો” કહેતા હદય ને બદલે જોર જોર થી “હુ તને ભુલી ગયો છુ ની બુમો મારતા મન નો કિલ્લોલ સાભળાવવા તેણે પોતાના હનીમુન ના ફોટા દેખાડવા ખીચા માથી ફોન કાઢ્યો, અને સાંખી સમક્ષ ફેરિયા ની જેમ ખોટી છતા આકર્ષક રજુઆત કરવા લાગ્યો. અને ત્યા જ વેઇટિંગ એરિયા મા સોફા પર જ પોતાનુ પ્રદર્શન આગળ વધારવાનુ નક્કી કર્યુ
સાંખી પણ નિસર્ગ ને સારી રીતે ઓળખતી હતી, અને તેની આ બડાશ મારવાની ટેવ થી પણ તે વાકેફ હતી, છતા જેની પોતે રાહ જુએ છે તે આવે ત્યા સુધી આ જુના મિત્ર સાથે ઉભુ રહેવા મા કઇ ખોટુ નથી એમ વિચારી નિસર્ગ ની બડાશ માણતી તે નિસર્ગ સાથે બેસી, ફોટા જોવા મા વ્યસ્ત થઇ ગઇ..
સાંખી ની આંખો ને વ્યસ્ત કરી નિસર્ગ, જેમ ગમતુ પુસ્તક બે વાર વાચીએ તેમ તેના ચહેરા ને આંકતો, પોતાના મન સાથે જ વાત કરતો હતો .. “ મેકઅપ તો ક્યા ગમે જ છે સાંખી ને, એક વાર ગીફ્ટ મા આપેલો હતો પણ “મને ના ગમે આવુ બધુ..” કહી બેનપણી ને આપી દીધેલો, પણ એની વાત પણ સાચી હતી અને આજે પણ સાંખી ને મેકઅપ ની જરુર જ નથી, રાત્રી ના આકાશ જેવા ચોખ્ખા ચહેરા પર તારાઓ ની જેમ ચમકતી તેની ચામડી, ખરતા તારાના સમુહ જેવી લટો ની આડશ મા છુપાયેલ એક આંખ, કે જે નીચે નજર હોવાથી બીજ ના ચંદ્રમા જેમ થોડી જ ઉઘાડી બીજી આખ ને શોભાવતી હતી, અને ગુલાબી વાદળ જેવા તેના હોઠ,ખરેખર આજે પણ સાંખી પહેલા જેવી જ છે,
નજર તો બન્ને ની વ્યસ્ત જ હતી,પણ સાંખી ની ફોટા જોવામા અને નિસર્ગ ની સાંખી ને જોવામા.
“જુના મિત્રો સાથે ગેટ ટુગેધેર ચાલતુ લાગે..” બન્ને ની વ્યસ્તતા તોડતો અવાજ આવ્યો
સાંખી એ નજર ઉપર કરી, નજર ના આ ક્ષણીક સફર મા જ સાંખી ના ચહેરા પર સ્મિત ઉભરી આવ્યુ ! નિસર્ગ આ જોઇ આશ્વર્ય પામ્યો કેમ કે સાંખી ના ચહેરા પર સ્મિત લાવવાની ક્ષમતા ખાલી પોતાના મા જ હતી, તો આ કોણ?
નિસર્ગ ની સાથે બેસીને ફોટા જોતી સાંખી ચહેરા પર ના સ્મિત સાથે નિસર્ગના વિચારો ને તેના ફોન સાથે પાછા આપી આવેલા અવાજ તરફ સરકી ગઇ
“ નિસર્ગ, આ છે મારા બેસ્ટ ફ્રેંડ, મારા પતિ, સુમિત..”
નિસર્ગ સ્તબ્ધ હતો, પોતે બધુ ભુલી આગળ વધી ગયો છે તેવુ કહેવુ બરાબર હતુ પણ, સાંખી એ તો કહ્યા વગર જ જણાવી દીધુ કે તે કેટલી આગળ વધી ગઇ છે.. સાંખીએ આગળ પરિચય કરાવવા સુમિત ને કિધુ “સુમિત, આ છે .... “
“ નિસર્ગ ? ... સાચુ ને? “ સાંખી એ જવાબ મા સ્મિત સાથે હા કરી
આ બધા મા નિસર્ગ હજુ સ્તબ્ધ જ હતો કે સુમિત પોતાને જાણે છે એટલે કે શુ સાંખી એ તેના પતિ ને બધુ જ કહી દિધેલ હશે? અને સુમિત, બધુ જાણતો હોવા છતા આટલો સરળ કેમ છે? પોતે તો ધરા ને સાંખી વિશે કઇ જ કીધેલ નથી, જો પોતે કહે તો કાચ ની જેવુ તેનુ લગ્નજિવન ટુટે તો ભલે નહી પણ ભેદ પાડતી તીરાડ તો પડી જ જાય.
સાંખી ને સૌથી વધુ પ્રેમ પોતે કરતો, સાંખી ને ખુશ કરવાના કિમીયા ફક્ત પોતે જાણતો, પોતેજ સાંખી માટે યોગ્ય છે, બીજુ કોઇ જ નહી તેમ છતા પોતે જ સાંખી ને છોડી ને ગયેલો એ પણ સત્ય હતુ જે ધુળ ચડેલી હોવા છતા તેના મન ના માળીયા મા ક્યાક પડ્યુ હતુ .. એક સત્ય એ પણ હતુ કે નિસર્ગ ના આ અભીમાન પર ઘા પડ્યો હતો જે અભિમાન ને તે વિશ્વાસ કહેતો, સંતાકલો રમતા થપ્પો પડે તેવો જ થપ્પો નિસર્ગ ને વાગ્યો.. એ પણ માર્યો કોણે? સુમીતે... હવે દાવ હતો નિસર્ગ નો... તેનુ મગજ, જાણે રણ મા ભટકેલ મુસાફર ની જેમ ગોળ ગોળ ફરી ને એક જ જગ્યા એ આવી જતુ..
એટલા મા સાંખી નો ફોન રણક્યો.. “ હેલો... .. કોણ? .. એક મિનિટ..” બોલતી સાંખી તેના હાથ થી પાંચ મિનિટ નો ઇશારો કરી જતી રહી... આ ઇશારો હતો તો સુમિત માટે પણ નિસર્ગે પણ તેને માણેલો..
નિસર્ગ ના મન મા હજી એ જ સવાલ હતો કે બધુ જાણતો હોવા છતા... કેમ?.. કઇ રીતે?... સુમિત...
“ચોક્કસ સાંખી એ આખી કહાની જણાવી નય હોય, ખોટુ બોલી હશે... હ એમ જ હોય.. અરે હોય શુ.. એમ જ છે... “
સાંખી ફોન પર વાત કરવા દુર જતી રહી હતી, નિસર્ગ ને લાગ્યુ આ સમય જ યોગ્ય છે સુમિત ને પુછવાનો... નિસર્ગ ના ચહેરા પર આંશિક અભિમાન પ્રસર્યો..
“તો તુ મને ઓળખે છો સુમિત.. એમ ને ...? “
“હા જેટલુ સાંખી તારા વિશે જાણે છે તેટલુ જ હુ જાણુ છુ, તો કદાચ તુ મને નથી ઓળખતો પણ હુ તને ઓળખુ છુ.. “
સાંખી એ પહેલા જ નિસર્ગ ના સ્વભાવ ની વાત સુમિત ને કરી હતી તેથી જ તેને નિસર્ગ નુ વર્તન હવે આશ્ચર્ય પહોચાડે તેવુ ન લાગ્યુ..
“ સુમિત, એક વાત કે, શુ તને સાંખી અને મારા ભુતકાળ વિશે બધી જ ખબર છે? “
“ હા “
“ પણ , તે ભુતકાળ હતુ.. અને આજે સાંખી મારી સાથે છે .. હુ તેને ખુબજ ચાહુ છુ અને તે પણ મને ચાહે છે તો સાંખી નુ વર્તમાન મારા માટે વધુ મહત્વ નુ છે”
આટલા સરળ સુમિત સામે નિસર્ગ ના અભિમાન ને પણ જવાબ મળ્યો
“ તુ ખુબ જ સરળ છે સુમિત... કદાચ એટલે જ સાંખી મને ભુલી શકી છે...”
પાછળ થી આવતી સાંખીએ આ વાત સાંભળી લીધી હતી, તે નિસર્ગની પાસે આવી, બોલી
“ ના નિસર્ગ, હુ તને ભુલી નથી, પણ સુમિતે તારા કરતા પણ વધુ પ્રેમ આપી મારા હ્રદય ને તેના માટે ધડકતુ કર્યુ છે, અને કદાચ એટલા માટે જ સુમિતે મારા હ્રદય મા તારુ સ્થાન છોડી,તેના કરતા પણ ઉપર નુ સ્થાન લીધુ છે “
હાજર જવાબી નિસર્ગને અત્યારે શબ્દો ની ગેરહાજરી જણાઇ.. શુ વિચારવુ? શુ બોલવુ?
એટલા મા જ નિસર્ગ નો ફોન રણક્યો, ધરા નો ફોન હતો..
પંદર દિવસ પહેલા જ નિસર્ગે લીધેલો મોંઘાદાટ ફોન ની પ્રકાશમય સ્ક્રીન ઉપર ક્યારેક ઉજળુ તો ક્યારેક જાંખુ એવુ ધરા લખેલુ આવતુ હતુ.. સ્ક્રીન ઉપર જમણી બાજુ ના લાલ અને ડાબી બાજુ ના લીલા દેખાતા બટન ની વચો વચ ના નિશાન પર અંગુઠો મુકી નિસર્ગ તેને ડાબી બાજુ ઢસડવાનો પ્રયત્ન કરવા લાગ્યો.. પણ કેમ જાણે આજ ફક્ત અંગુઠો જ સરક્યો.. વચ્ચે નુ નિશાન તો ત્યાને ત્યા જ...
વારંવાર ફોન ઉચકવાના પ્રયત્ન કરી રહેલ નિસર્ગ ને જોય સાંખી એ પુછ્યુ..
“ શુ થયુ નિસર્ગ? હેંગ થઇ ગ્યો? “