woman is kohinoor in Gujarati Magazine by Dhaval Limbani books and stories PDF | સ્ત્રી - એક કોહિનૂર

Featured Books
Categories
Share

સ્ત્રી - એક કોહિનૂર




                       સૌથી પહેલા આ લેખ વાંચી રહેલ મારી બધી જ માતાઓ અને બહેનો ને મારા સલામ અને હૅપ્પી વુમન્સ ડે.


સ્ત્રી...


                 કોઈક ના માટે આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રેહવું પડે છે.

સાથે ઘર નું બધું કામ પણ કરવું પડતું હોય છે,
સાથે સાથે પરિવાર ના તમામ સભ્યો ને ખુશ રાખવા ,
એના માટે જમવાનું બનાવવું ,
એમનું બધું કામ કરવું વગેરે....

                   આ ફકત એક જ દિવસ માટે નહીં પણ દરરોજ નું કામ છે જે પત્ની પોતાના પતિ માટે, પોતાના ઘરના બધા જ સભ્યો માટે કરે છે છતાં એની એક પણ જાતની કમ્પ્લેન હોતી નથી..

મિત્રો શુ છે સ્ત્રી....? ? ?

શુ આપડે કોઈએ સમજી છે સ્ત્રી ને ? ?

ક્યારેય એને પૂછ્યું છે કે તને શેમાં ખુશી મળે છે ?

તને શું ગમે છે ?

તારે કાઈ જોઇતું છે ?

તારે કાઈ પ્રોબ્લેમ છે ?

વગેરે....

               આ બધી બાબતો ને સાઈટ માં મુકતા તમે ખુદ વિચારો કે જે ઉપર લખ્યું છે એજ તમારી પત્નીએ તમને કેટલી વાર પૂછ્યું છે....
     
               એ જ પત્ની જે નિસ્વાર્થ ભાવથી બધું જ કરે છે તમારા માટે , તમને એની આખી જિંદગી સોંપી દે છે.છતાં પણ આજ ના આ સમય ની અંદર પત્ની ની વાત ને ગણકારવામાં આવે છે, એને ઓછું માન આપવામાં આવે છે, એની અવગણના કરવામાં આવે છે , એના દોષો બતાવવામાં આવે છે.

         શુ આજ છે આપડી હેપ્પી મેરિડ લાઈફ..???

           હવે હું કહું છું કે કોણ છે તમારી પત્ની !!!.

           ઘરે જમવાનું બનાવવા માટે જોઈએ પત્ની.

            ઓફિસ થી થાક્યા હોય ત્યારે પાણી નો ગ્લાસ સામે લઇ ને આવે એ ગમે એ માટે પત્ની.

            વંશ વધારવા જોઈએ પત્ની...

            બાળકો સાચવવા એની પરવરીશ કરવા જોઈએ પત્ની....

            માતા-પિતા ની સેવા કરવા જોઈએ પત્ની....

            બહાર નો ગુસ્સો ઘરે લાવી વગર કારણે તમારી ખિટ પીટ સાંભળી , શાંત મન થી સમજાવા જોઈએ પત્ની...

            અડધી રાતે તમે દોસ્તો સાથે આવો તો ઘરનાઓથી તમને બચાવવા જોઈએ પત્ની.

            આટલા દિવસ ના થાક અને આટલું સાંભળ્યા પછી એ તમારું પડખું સેવવા જોઈએ એ પત્ની. ...

           અને જ્યાં દોસ્તો મળે ત્યાં તેના અવગુણ કે દોષ કાઢવા જોઈએ પત્ની...

            એક વાર સ્ત્રી ની જિંદગી જીવીને તો જોવો.જ્યાં રવિવાર કે દિવાળીની રજા નથી હોતી.તમે બહાર ગામ ફરવા લઇ જાઓ છો ત્યારે પણ એમની ડ્યૂટી ચાલુ જ રહે છે.

            બધા સામે જ્યારે પત્ની પર જોકસ મારો છો ,ત્યારે એને પણ થાય છે.કાશ આમ એક લાઈન વખાણ ની બોલી દે અને તમારા સ્વાર્થ માટે જ્યારે તમે બે શબ્દો બોલો છો ને ત્યારે એ અંતર થી લાગણી તરબોળ બની જાય છે ..
બધો થાક અને દુઃખ ભુલાઈ જાય છે....

મિત્રો ..આપણે બધા એટલા નસીબ વાળા છીએ કે આપણ ને એક એવી સ્ત્રી મળી છે

જે,
માં  , બહેન , દીકરી કે પત્ની છે...

                 યાર ખાલી એક વાર તો સવારે ઉભા થઇ ને એની માટે ચા બનાવજો અને એ જ ચા ને કપ માં લઇ બેડ સુધી એને આપી આવજો પછી જો જો એ હાસ્ય એને આંસુઓથી  નમ થઈ ગયેલી આંખો , એ અપાર પ્રેમ , લાગણી, જે તમે ક્યારેય નહીં જોઈ હોય. 
               
                 
                 મિત્રો આજે તો બીજું ઘણું લખવું છે પણ...શબ્દો ઓછા પડે છે....
                

                મિત્રો કોઈની લાગણી ને ઠેસ પહોંચી હોય તો માફ કરજો....

               બસ દિલ થી એક એવી ઇચ્છા છે કે મારા બધા ભાઈઓ એમની પત્ની ને ખુશ રાખે, એના માટે બધું કરે , એને ફૂલ સપોર્ટ કરે, એને આગળ વધારે, અને હંમેશા એનો હાથ પકડીને સાથે રહે...

           અને હા મારી તમામ બહેનો ને વિનંતી કે એ પણ પોતાના પતિ નો ડગલે ને પગલે સાથ આપે અને હમેંશા સાથે રહે...
બસ...

              Mr. NoBody

instagram Id - i_danny7