Bas kar yaar - 11 in Gujarati Fiction Stories by Mewada Hasmukh books and stories PDF | બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 11

Featured Books
Categories
Share

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 11


ખાલી મારા મોબાઇલ ને જ ખબર છૈ
કે દિવસ માં કેટલી વાર તારુ નામ સચઁ થાય છૈ

બસ કર યાર.. ભાગ. 11

આજે સમય કરતાં વહેલા હું કોલેજ આવી ગયો.. 
મારી આંખો માત્ર ને માત્ર મહેક ને જ શોધતી હતી...
સમય, સમય કરતાં આગળ નીકળતો હતો..

 મહેક ના ઈંતજારમાં એકાંત ખૂણામાં હું રાહ જોઈ રહ્યો હતો...
 મને ખબર હતી આજે જરૂર આવશે... 
જરૂર આવશે ... 
પણ,

આજે ન મહેક આવી...
 કે ન  યાદો ના હ્રદય માં ચાલી રહેલા સોમ્ય તોફાનને એક પળ માં હોંઠ સુધી લાવી દે તેવાં મીત્ર ની ટિખળ..ભરી કોમેન્ટ...

હું નીરસ બની.. એક મીઠી અમી નજર ની ઉમળકા ભેર રાહ જોતો રહ્યો...

દરેક સ્ટુડનટ્સ પોતાના લેકચરર સામે અનાયાસે પ્રગટ થઈ ગયા.. 

મને  કોલેજ ના કેમ્પસ માં મેઈન રસ્તા પાસે એક વૃક્ષ પરાણે અહીંયા જ  વૃક્ષ ની જેમ સ્થિર થઈ મહેક ની રાહ જોવા.. ફોસલાવી રહ્યું હતુ ....

એ મારી અપ્રગટ વ્યથા જાણતું હશે કે નહી... પણ  એ કડવા લીમડાના મીઠા સ્પંદન, લાગણીના ઉમળકા થી હુ અજાણ નહોતો..


આજે મહેક કેમ નહી આવી હોય..કોઈ તકલીફ માં હશે... કે, વગેરે.. વગેરે.. વિચારો નું ભારણ મને ઘેરવા લાગ્યું....

એટલામાં..એક ફોર વ્હીલ ની બ્રેક ત્યાં લાગી..
મે જોયુ.. ગાડી ડો, ઘનશ્યામ સર ની હતી..
ડ્રાઇવર ના ઈશારા ને સમજી હું કાર પાસે પહોંચુ એનાં પહેલા જ "અરુણ,તું મને ઓફિસ માં મળજે.." વિન્ડો ગ્લાસ નીચે કરતા કરતા .. ડો,ઘનશ્યામ સર.બોલ્યા.

ઓકે સર, મેં માથું નમાવ્યું..અને ગાડી પાર્કિંગ ઝોન માં ગોઠવાઈ ગઈ...

મને કેમ્પસ માં આમ ફરતો જોઈને તો સર ઓફિસ મા નહિ બોલાવતા હોય ને...
એક મહેક ના રાહ જોવાનું.. ટેન્શન
અને બીજું આ નવું..ટેન્શન,

હું કઈ જ વિચારી શકતો નહોતો... મારી માઈન્ડ મેમરી માં હાલ સુધી જે ડેટા સાચવ્યા નો ટ્રાય કર્યો હતો.. તે પણ રેમોવ થઈ ગયા...

છેવટે, દિલમાં ખુશી ની મહેક પ્રસરી... બિકોઝ, આઈડિયા જ ઝક્કાસ હતો...

વોટ્સઅપ કરવાનો...

Hii.. મે સેન્ડ કરી નાખ્યું..
મહેક ઓનલાઇન હતી.. તેની સાક્ષી બ્લુ કલર ની ટિક પરથી માલુમ પડતું હતું..

૨ મિનીટ સુધી.. રિપ્લાય ની રાહ જોઈ..
કઈ જવાબ નહીં

ફરીથી..hii..મોકલ્યું.

આવખતે જવાબ અાવ્યો પણ હો..
Hiii.. મહેક નો જવાબ જોઈને પણ દિલ કોઈ ખુશ્બુ માં ઓળ ઘોળ થઈ ગયું..
શું સવાલ કરું..? હું ભૂલી ગયો..

ત્યાં તો સામેથી એક મેસેજ આવ્યો...
"સોરી, વ્યસ્ત છું.. માટે by" 

દિલ... સરગમ કંઇક ધૂન પ્રગટ કરે તેના પહેલા જ... તાર તાર કરી નાખ્યું...
દિલ, સંકોચાઈ ગયું.. શું કહું,

છેવટે, ઓકે.. લખી મોકલી દીધું.. 
પ્રેમ નગર ના એ દિલ ના દોસ્તાર ને..
..….............…................

May I coming sir...

યેસ.. વેલ્કમ..

સર, તમે મને...વાત પુરી કરું એનાં પહેલા જ એક લેટર મારી સામે ધરતા સર બોલ્યાં...

Read.. અને નોટિસ બોર્ડ પર લગાવવા આપજે ..

ઓકે, સર... લેટર લઈ ઓફિસ બહાર નીકળ્યો....

સામેથી નેહા અને પવન એકબીજાના હાથમાં હાથ લઈ આવતા નજરે પડ્યા..... એક ક્ષણ માટે હું મહેક ની યાદોમાં ખોવાઈ ગયો.....

પ્રથમ વાર જ્યારે બસમાં એને જોઈ ત્યાર ની આછી આછી યાદો....હંમેશ માટે મારા હ્રદય સમાઇ ગઇ હતી.,. એની એ પચરંગી દુપટ્ટા નો કલર આજેય ભૂલી શકયો નથી....

Hi friends..my name is mahek . એનાં પરિચય ના એ હાવભાવ....અરે હા,એની ડાબી આંખ ને પરાણે હેરાન કરતી...એનાં મુલાયમ વાળ ની લટ... હજી પણ સચિત્ર યાદ છે મને........

આગળ ભાગ ૧૨....
Sunday

મીત્રો...આપ સહુ નો દિલ થી આભાર...
આજે એક સવાલ કરું છુ...

જવાબ આપવો જરૂરી છે..હો,

પ્રેમ નસીબદાર ને થતો હશે.... કે પ્રેમ પામનારા નસીબદાર હશે...?


મારા આવનારા પાર્ટ માટે મળી રહેલી લાગણીભરી હેલ્પ માટે આભાર માનું છુ...

હસમુખ મેવાડા..