Prem ni pele paar - 14 in Gujarati Love Stories by Shefali books and stories PDF | પ્રેમની પેલે પાર... ભાગ - ૧૪

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૪

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા ને અભી ટ્રેનમાં ઘરે આવા નીકળે છે. સૌમ્યાને એના પિતાની માંદગીના કારણે લંડન જવું પડ્યું હતું. આ તરફ અભી કહે છે કે એના ને અક્ષીના લગ્ન માટે અક્ષીના પિતાની ના હોય છે. હવે આગળ..

*****

હવે તો થઈ જાય લડાઈ આરપારની!
તારા વગરની મારી હયાતી શુ કામની!
ચાલ ને અમર થઈ જઈએ પ્રેમની દુનિયામાં, પછી
મારે લખવી છે કહાની પ્રેમની પેલે પારની.

અભી ટી.સી. આવ્યો એની ફોર્માંલીટીમાં રોકાયો. સૌમ્યાને હવે તાલાવેલી જાગી, અભી ને આકાંક્ષાની વાતોમાં, અભી એ પતાવી બેઠો કે તરત સૌમ્યા બોલી, "અભી પછી શુ થયું? આકાંક્ષાના પપ્પા કઈ રીતે માન્યા તમારા લગ્ન માટે? "

અભી બોલ્યો, " અરે ! વાત જ ન પૂછ. આકાંક્ષાનો સ્વભાવ તો તને ખબર જ ને. એની વાત મનાવે છોડે. " 

ઘડીભર મૌન છવાઈ ગયું. અભી ને સૌમ્યા આ વાત પર થોડા વિચારે ચડી ગયા. કારણ કે આકાંક્ષાનું ધાર્યું કરાવવાના વલણને આ બંનેએ અનુભવ્યું હતું.

ફરી સૌમ્યા બોલી," હા આકાંક્ષા જિદ્દી તો ખરી. અને એ વાત મારાથી વધુ કોણ જાણતુ હોય! એની જીદ જ હતી કે આજે આપણે બે અહીં..."

સૌમ્યા આગળ કઈ ન બોલી શકી. આમ તો બે અંગત મિત્રો વર્ષો પછી આમ વાતે ચડ્યા હતા. પણ કહેવાય ને બેય ના ઘા હજુ રૂઝાયા ન હતા. એ વાત નો ખ્યાલ એમના એક એક સંવાદ માં દેખાતો. ક્યાંક ફરી તાજું દુઃખ સાંભરી જતું તો ક્યાંક જૂની વાતો.

અભી એ વાતનો દોર ફરી પોતાના હાથમાં લીધો, " ઘરમાં આટઆટલા પ્રતિબંધ હોવા છતાં એ ગમે તેમ કરીને ફોન તો મેનેજ કરી જ લેતી. અને આવા વાતાવરણમાં પણ અમે બે વાર મળ્યા હતા."

"શું વાત કરે છે અભી !? બધું મેનેજ કેવી રીતે કર્યું ? અને ક્યા ગયા હતા?" સૌમ્યાએ એક દમ ઉત્સાહમાં આવીને પૂછ્યું..

"બંને સમયે મહેકે જ બધું મેનેજ કર્યું હતું. એક વાર તો એના મમ્મી પપ્પા જ્યારે કોઈ કામથી એક રાત માટે બહાર ગયા હતા ત્યારે... આ તકનો ફાયદો ઉઠાવીને એણે અક્ષીને એના ઘરે રોકાવા બોલાવી લીધી હતી. આખું ગ્રૂપ એના ઘરે ભેગુ થયું હતું. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે અક્ષી તો મને રીતસરની ભેટી ને રડી પડી હતી. બધાનો એક જ સૂર હતો કે ભાગીને લગ્ન કરી લેવા જોઈએ. અક્ષી પણ એના માટે તૈયાર હતી. પણ મારું મન એ સ્વીકારવા પાછું પડતું હતું. મને થયું કે થોડો સમય રાહ જોવી જોઈએ." અભી આજે બધું જ કહી દેવાના મૂડમાં હતો.

"ઓહ ! આટલા બધા પ્રોબ્લેમ આવ્યા હતા. યાર... તમારી લાઇફમાં કેટલું બધું થઈ ગયું અને હું તમારા માટે કંઇજ ના કરી શકી ! અને તમે કોઈએ મને કઈ જણાવ્યું પણ નહિ !" સૌમ્યાના મોઢામાંથી એક નિસાસો નખાઈ ગયો.

"તને જણાવવા માટે મેં જ બધા ને ના પાડી હતી. અંકલ ની ટ્રીટમેન્ટના લીધે આમ પણ તું ટેન્શનમાં રહેતી હતી અને આ વાત જણાવીને મારે તને વધારે ટેન્શન નહતું આપવું." સૌમ્યાનો હાથ પોતાના હાથમાં લઈને અભી બોલ્યો.

"અંતે આ લગ્નનો બધો ક્રેડિટ અમારા માતા પિતા ને જાય છે. બે વાર મારા મમ્મી પપ્પા એમના ઘરે જઈ આવ્યા હતા પણ એમને એક જ વાંધો હતો કે અમારા ધર્મ જુદા હતા અને એમણે ચોખ્ખી ના જ પાડી હતી. તોય અમે હાર ન માની. મારા ફેમિલીનો પૂરો સપોર્ટ મને રહ્યો. અને અંતે શુ! અક્ષીના પિતા ને પણ હા પાડવી જ રહી. ને હા, એમને જ્યારે હા પાડી ત્યારે અક્ષી એમને ભેટી પડી હતી. બેય બાપ દીકરી ક્યારેય એટલું નહિ રડ્યા હોય એટલું રડી પડ્યા. આખરે આકાંક્ષા એમની એકની એક દીકરી હતી. ", અભી આકાંક્ષા ને યાદ કરી થોડો ભાવુક થઈ ગયો.

ત્યાં અચાનક સૌમ્યાનો ફોન રણક્યો. જોયું તો એના હેડ નો મેસેજ હતો. કઈક અગત્યનો મેઈલ કરવા માટે કર્યો હતો.

"અભી.. મને 20 મિનિટ આપ.. એક જરૂરી મેઈલ કરવાનો રહી ગયો છે.", સૌમ્યા બોલી.

અભી એ માથું ઘુણાવી ને હા પાડી. અભી ફરી થી એકલો પોતાની અને આકાંક્ષાની યાદોમાં ખોવાયો.

શું રંગીન દિવસો હતા એ. આજ થી સાત આઠ વર્ષ પહેલાં ન હતા એન્ડ્રોઇડ ફોન કે ન હતો ટેકનોસેવી પ્રેમ. હાથમાં હાથ નાખી બંને અમદાવાદના રસ્તે નીકળી પડતા. ગાર્ડન હોય કે મુવી અદભુત પળોને બંનેએ માણી હતી, ને દિલથી જીવી હતી. ને આ પ્રેમ કોઈ ચીલાચાલુ પ્રેમ ન હતો.

શબ્દો, આકર્ષણ, ઝઘડા બધાથી પર એવો સાર્થક પ્રેમ હતો. બંનેને એકબીજાની પરવા હતી. બંને જાણે એકબીજાના ખોળિયામાં જીવતા થયા હતા, શ્વાસ લેતા થયા હતા. એકની ઉદાસી બીજાને પણ અહેસાસ કરાવી જતી, ને એકની ખુશી બીજાને ખુશ કરી જતી. અભિને અક્ષી બંને એકબીજામાં ધબકતા થયા હતા. એમને બાહ્ય દુનિયા અસર કરતી ન હતી, ન ખોટા દંભ કે દેખાડા હતા. એમને એકબીજાને રોજ પ્રેમ સાબિત કરવા લવ યુ, લવ યુ ના જાપ જપવા ન પડતા, એમનો પ્રેમ તો બધી લૌકિક સીમાઓ ઓળંગીને, અલૌકિક દુનિયામા પહોંચી ગયો હતો. દૈહિક રીતે સાથે હોય કે ન હોય પણ બંને આત્મિક રીતે એકબીજામાં ઓતપ્રોત હતા.

અભિને આજે પણ એની પ્રથમ ડેટ યાદ આવી ગઈ. શુ અલૌકિક પ્રેમ હતો એ. બંને અમદાવાદથી દૂર એક પ્રાકૃતિક સ્થળે એકાંત માણવા ગયા હતા. અભીએ અક્ષીને હાથમાં એક ફૂલ આપી કહ્યું હતું કે,

"અક્ષી આજે હું તને પ્રોમિસ કરું છું, મારા જીવનમાં તું એક જ સ્ત્રી છે ને હમેશા તું એક જ રહીશ. આ કુદરતની સાક્ષીએ હું તને આજથી જ મારું જીવન સૌપું છું, મારજે પણ તું ને તારજે પણ તું, હવે આ જીવન તારે હવાલે. "

અભી એકદમ ભાવુક થઈ ગયો હતો, ને એની આંખોમાં આવેલા આંસુ જોઈ અક્ષી પણ ગળગળી થઈ ગઈ હતી. પણ અભી તો અભી.. એ આમ અક્ષીને ઢીલી થતા ન જોઈ શકે.. એને અક્ષીનો હાથ પોતાના હાથમાં લઈ અક્ષીને  કપાળ પર હળવું ચુંબન કર્યું હતું. બને હાથમાં હાથ નાખી ઢળતા સૂરજને કલાકો સુધી મૌન બની નિહાળી રહ્યા. ને આવી અદ્દભુત ડેટ ને યાદ કરી અભીની આંખોમાં અત્યારે પણ ચમક આવી ગઈ.

આ તરફ સૌમ્યા પોતાનું કામ પતાવી અભીની સામે જોવે છે ત્યારે અભી કઈક ઉદાસી ને ખુશીના મિશ્રિત ભાવો વચ્ચે દેખાયો. સૌમ્યાએ અભિને હાથ પકડી જરા હલાવ્યો ને બોલી, "અભી, હું તો લગ્નમાં હાજર ન હતી એટલે હવે મને એના વિશે કહે ચલ."

અભી આજે વધુ દુઃખી રહેવા માંગતો ન હતો. એને વાત આગળ વધારતા કહ્યું, "અરે ! મારો ને અક્ષીનો વિચાર હતો બહુ સાદાઈથી લગ્ન કરવાનો તો બહુ થોડા જ પરિવારના સભ્યો ને અંગત મિત્રો વચ્ચે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. અને ખબર છે શું? લગ્નમાં મારી ને અક્ષીની એક ખાસ મિત્ર સિવાય બધા જ આવ્યા હતા."

અભીએ થોડી કટાક્ષ ભરી નજરે સૌમ્યા સામે જોયું. સૌમ્યા સમજી ગઈ પણ કશું બોલી નહિ. બન્ને થોડીવાર રહી સહેજ હસી પડ્યા.

"ત્યારથી જ મેં તારી સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી ને. મને બહુ દુઃખ થયું હતું કે મારી ખુશીમાં મારી એકમાત્ર દોસ્ત મારી સાથે ન હતી." અભી એ આટલા વર્ષ સૌમ્યા સાથે રાખેલા અબોલાનું કારણ કહ્યુ.

"અભી માણસ સંજોગો સામે હારી જતો હોય છે. હું પણ સંજોગો ને પરિસ્થિતિ વચ્ચે પીસાઈ ગઈ હતી. ખેર જવાદે હવે થાકી ગયો હોઈશ થોડો આરામ કરી લે જા.", સૌમ્યા બોલી.

અભી ઉભો થઇ પોતાની બર્થ પર સુઈ ગયો. પણ મન ફરી ભૂતકાળની સફરે દોડવા લાગ્યું. સુંદર દુલ્હનના લિબાસમાં સજ્જ આકાંક્ષા અપ્સરા લાગતી હતી. સપ્તપદીના ફેરા વખતે બંને હાથમાં હાથ લઈ ફેરા ફર્યા હતા, જાણે સાત જન્મના વાયદા કરતા હતા. ને એ રાત જેની દરેક છોકરા છોકરીને ઇન્તેજારી હોય એ રાત પણ કેવી હતી! ને કેવી અદભુત એ પળો, બંને એકબીજામાં સમાઈ ગયા હતા. એકબીજાને મહેસુસ કરી રહ્યા હતા. અનેરો રોમાંચ ને અનેરી જ માદકતા હતી વાતાવરણમાં. કુદરતના બે કલાત્મક સર્જનો એક થઈ એકબીજાને અનુભવી રહ્યા, પ્રેમની પરિપૂર્ણતા સાર્થક કરી રહ્યા.ને આમ વિચારો માં ને વિચારોમાં અભીને ઉંઘ આવી ગઈ.

આ તરફ સૌમ્યાનું મન ચકડોળે ચડ્યું છે. એકાંત મળતા જ એ આકાંક્ષાનો ફોટો પોતાના પર્સ માંથી કાઢે છે. બે ઘડી એને જોયા જ કરે છે. હાથની આંગળીઓ એ ફોટા પર આપમેળે ફરવા લાગે છે. સૌમ્યાની આંખો સહેજ ભીની થાય છે. હળવા અવાજે જાણે કઈક બોલી રહી હોય એવું લાગે છે. એમ કહેતી હોય કે મારાથી આ બધું નહિ થાય. આ જવાબદારી હું કેમ ઉપાડીશ!

દિલમાં અનેક રહસ્યો સમાવીને બેઠા છે,
તોય હોઠો પર હાસ્ય અકબંધ રાખી બેઠા છે,
સંજોગો કેવા સર્જાય છે નિયતિ દ્વારા,
દિલ ખોલી જે જીવતા એ દિલ પર ભાર રાખી બેઠા છે...


© હિના દસા, રવિના વાઘેલા, શેફાલી શાહ