Bhopi - Prem no pataro in Gujarati Moral Stories by Baalak lakhani books and stories PDF | ભોપી - પ્રેમ નો પટારો

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

ભોપી - પ્રેમ નો પટારો

નોટંકી નો તો મોટો પાટારો હતી, એટલે મારું કહેવાનો અર્થ એ કે જ્યારે જોવો ત્યારે જોગ માયા બની ને ફરતી રહેતી હતી, અરેંજ મેરેજ થયા હતા એમ તો અમારા પણ, કાંડ તો લવ લફડા વાળા લૌંઠા થી કાંઈ ઓછા ન્હોતા કરિયા, પ્રેમ શું કહેવાય તે તો તેની નાદાની ઓ એ શિખવાડીયું મને, પાગલ હતી એક્દમ પાગલ મરોલી મા મૂકવા જેવી ચાલુ ગાડી પર સેલ્ફઈ લેવી સ્કુટી ચલાવતા ચલાવતાં ભાડ કરી બ્રેક મારી પૂછતી મજા આવી? અરે શાક ભાજી વાળા તો જાણે પાછલા ભવ ના વેરી ના હોય તેન લડતી અને લીમડો ધાણા તો મફત લીધા વગર તો ઘરે આવેજ નહીં, મને ગલગલિયા કરવા અને કેટલું બધું અને શું શું કોણ જાણે પણ તેની આ ટેવો ની અદાત પડી ગઈ હતી મને.

દરેકે શબ્દો ની પાછળ ઓ ની માત્રા લગાવી ને સ્પેનિશ બનાવી કાઢતી હતી અને જ્યારે તેનાથી ધરાઈ જતી તો શબ્દો ની પહેલા અલ લગાવી ને અરેબિયન કરી નાખતી, મારી દુનિયાની એકસોબાર હતી, એક્દમ ઝીદ્દી, જે જોઈએ તે મેળવી ને જ રહેતી,તેને હું પ્રેમ થી અલ ગુલાબો કહી ને બોલાવતો.

      ઘણી વાર મગજ ગરમ હોય ત્યારે તેને ખીજાય ને કહેતો હવે નાની નથી મૂઇ કે આમ ધમાચકડી કરિયા કરે છો, ટાંગો બાંગો તૂટસે તો બધું કામ મારે કરવું પડશે, એકલા અને તે નખરા થી એકજ જવાબ આપતી કે તારી સાથેજ મરીશ એકલી નહીં મરુ.

કપડા લતા નો તો જબરો શોખ હતો તેને, હા પણ હું નારાજ હોવ ત્યારે તે મેં ભેટ કરેલી સાડી પેરી ને આજુ બાજુ ભમિયા કરતી તે પણ ત્યાં સુધી હું હસી નાં પડું ત્યાં સુધી, એને બધું આવડતું, પ્રેમ કરતા, રીસાતા, ફરીયાદ કરતા, મનાવતા અને ગુસ્સામાં ગટગટાવી ને પેગ મારતા.

પોતાના મન હિસાબે દુનિયા બનાવતી, તેમાં પોતે રહેતી, મને રાખતી અને આખો દિવસ આમ તેમ ધમાચકડી કરતી, રાજા મા ભજીયા બનાવતી અને વાસણ મહારાણી મારી પાસે સાફ કરાવતી, જ્યારે ગુસ્સા મા હોય ત્યારે મૂંગા મોઢે વધુ કામ કરી લેતી, અને ત્યાં સુધી નોહતી માનતી જ્યાં સુધી બરાબર સંભળાવી નો  કાઢે.
એક જિંદગી મા તમને કેટલી વાર પ્રેમ થાય? એક વાર? બે વાર? ચાર વાર? કે સો વાર, મને રોજ પ્રેમ થઈ જતો હતો તેની સાથે દરોજ, ઓફીસ ટુર ઉપર બહાર જતો તો મારી મનપસંદગીની
ફિલ્મો જોઈ લેતી, બોવ પ્રેમ ઉભરાઈ તો ધોયેલા કપડા પાછા ધોવા નાખતી ધોઈ ને ઈશતરી કરી ને ગોઠવી રાખતી

રાત્રે મારી છાતી પર પોતાનું માથું ઢાળી ને બેસુંરા અવાજ મા ગીતો ગાતી, અને હું ગીત ના બોલ ભૂલી જાવ તો રોકી ને ટોકતી
અને ફરી થી તે લાઈન થી ગીત ગાવરાવતી, મેચ હોય તો 500/rs ની શરત લગાવતી, જીતી જાય તો શર્ટ ના ખિસ્સા માંથી લઈ લેતી અને હારી જાય તો પેંટ ના ખિસ્સા માંથી કાઢી ને શર્ટ ના ખિસ્સા મા મૂકી દેતી, બોવ જ સુંદર હતી મ્રુગ્નયની, સાદગી જ તેનો શણગાર હતો, કોઈ પણ નો શોખ નહીં બધી પરિસ્થિતિ મા ખુશ દરેકે ગમ મા પણ ખુશ, તડકા છાયા સાથે વિતાવીયા, મજાક મસ્તી કરતા કરતા ખૂબ સારી રીતે સાચવીંયું બધું.

એક સવારે હસતાં હસતાં અચાનક તેનો શ્વાસ ચડવા લાગીયો, ડોક્ટર ને બતાવીયું તો ખબર પડી તેને કોઈ મોટી બીમારી છે જેનો ઈલાજ શક્ય નથી, તેને મારવાનો ડર નોહતો, હું એકલો થઈ જઈશ તેં તે ડર હતો, તે ઘટના પછી રોજ તેની આંખો મા પોતાને જ જોયો હંમેશા, જેમ કે તે દરેક પળ મારી સાથે જીવવાં માંગતી હોય, મારી સાથે રહેવા માંગતી હોય.

એક રાતે છત પર ખુલા આકાશ નીચે મારી છાતી પર માથું ઢાળી ને ગીત ગાનગણાવતી, અને હું ચંદ્ર ની સામે જોઈ ને કોણ જાણે શું વિચારો મા ખોવાયેલો હતો, તેણે રોકતા કહીયું આગળ ગાવો ને.. હમ્મ ક્યાં હતાં આપડે (અચાનક ચોકી ને કહીયું) हमको मिली हे आज ये घड़ियां नशीब से..
અમે બને સાથે ગાઈ રહીયા હતા, તેના હાથો ની પકડ મજબૂત થવા લાગી રહી હતી, મને તેની ગરમ શ્વાસ ની સાથે છાતી પર આંસુ પટ પટ પડતા નો અનુભવ થઈ રહીયો હતો, છાની રાખવા માટે તેના માથે હાથ ફેરવા લાગીયો હતો, પહેલી વાર અનુભવ થયો ખોટી ગવાયેલું કડી પર ખીજાય નહીં,.
અલ - ગુલાબો, અલ ગુલાબો, મેં ધીરે ધીરે બોલાવી, ના આંસુ ના ટીપાં ના ગરમ શ્વાસ ની લહેર, તે જતી રહી હતી મજાક કરતા કરતા મને ખબર કરિયા વગર તેની આદત પ્રમાણે.

તેના ગયા પછી હું બીજા લગ્ન ના કરી શકીયો, એવું નથી કે ઘરવાળા ઓયે દબાવ ના કરીયો પણ હું મારા ભાગ નો બધો પ્રેમ તેને જ કરી લીધો હતો, હવે તેની યાદ આવે તો ધોયેલા કપડા પાછા ધોઈ કાઢુ છું, અને અતિ યાદ આવે તો ભજીયા બનાવી વાસણ સાફ કરી લવ છું.
જિંદગી મસ્ત કપાઈ રહી છે, હા હવે કોઈ મારા ગીત મા ખોટી ગયેલી કડી પર ભૂલ નથી કાઢતું અને શબ્દો ની આગલ અલ અને પાછળ ઓ ની માત્રા લગાવતું.

આંખ ખોલી તો હું જ હતો ના તું હતી કે ના તે ઘર
ખુલ્લી આંખે જોયેલા ખયાલી પુલાવ હતા જે તારી સાથે જીવવા ના રોજ જોવ છું, સપના મા અડધી જિંદગી તો જીવી કાઢી હતી મે અને આમજ જીવતો પણ રહીશ હકીકત ને તો આગલા જનમ સુધી નું છેટું છે હજી તો

❤️ ? બાળક