Pruthvi - Ek prem katha - 28 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-28

Featured Books
Categories
Share

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-28

ગુફા માથી અવાજ આવ્યો .....

“ હા ભાઈ ...તારી વિશ્વા અહી જ છે ”

બધા એ તરફ નજર ઘુમાવી, સામે થી વિશ્વા એમની તરફ આવી.

એને જોતાં જ બધા સ્તબ્ધ થઈ ગયા.

પૃથ્વી દોડીને વિશ્વા ને ભેટી પડ્યો.

આ વખતે ઘણા સમય બાદ પૃથ્વી ના આંખ માં ખુશી અને સંતોષ ના આંસુ હતા.વિશ્વા ના આંખ માં પણ આંસુ હતા.

પૃથ્વી : તને અંદાજો નહીં હોય કે આજે હું કેટલા સમય બાદ પૂર્ણ થયો છું.તને ગુમાવ્યા બાદ તો અમારું જીવન જ જાણે નર્ક બની ગયું હતું.જીવિત લાશ ની જેમ અમે અહી થી ત્યાં ભટકાતાં હતા.

નંદિની પણ વિશ્વા ની નજીક ગઈ અને એને ભેટી પડી.

વિશ્વા : મને વિશ્વાસ હતો કે એક દિવસ તમે મને શોધતા અહી અવશ્ય આવશો.આજે મારી પ્રતિક્ષા નો અંત આવ્યો.

સ્વરલેખા : આ બધુ સંભવ બન્યું એમાં સૌથી મોટો ફાળો અંગદ નો છે વિશ્વા......એને જ સૌથી પેહલા જાણકારી આપી કે તું હજુ જીવિત છે ,બાકી તો અમે તો તને સદાય માટે ગુમાવી ચૂક્યા હતા.

વિશ્વા : અંગદ ? ...

પૃથ્વી એ અંગદ નો પરિચય આપ્યો અને સર્વ વૃતાંત સંક્ષેપ માં વિશ્વા ને સમજાવ્યો.

વિશ્વા એ અંગદ નો આભાર માન્યો.

અંગદ : સાચે જ .... હું જેટલું આજ સુધી તમારા વિષે સાંભળતો આવ્યો છું તમે એના કરતાં પણ વધુ બહાદુર છો. બાકી આટલા લાંબા સમય સુધી સમયચક્ર માં આમ ફસાઈ જવું અને તેમ છતાં પણ એકલતા ની તમારી પર બિલકુલ અસર થઈ નથી.

વિશ્વા : આભાર ..પણ આ સમય ગાળા દરમિયાન મને જરા પણ એકલતા નો અનુભવ થયો નથી.કારણ કે હું અહી હું એકલી હતી જ નહીં.

પૃથ્વી : મતલબ ? તારી સાથે કોઈ બીજું પણ છે અહી ?

વિશ્વા : હા..

નંદની : કોણ છે ?

વિશ્વા : એ જે છે એ જ તો સર્વે સર્વા છે આ દુનિયા ની ,આજે એ છે તો હું જીવિત છું.

સ્વરલેખા : હા પણ છે કોણ એ ?

વિશ્વા : હું થોડીક જ વાર માં તમારી લોકો ની મુલાકાત કરાવીશ એની સાથે.

પૃથ્વી : ઠીક છે... પણ એ તો કહે કે ...આટલા લાંબા સમય સુધી તે આ દુનિયા માં જીવન કઈ રીતે વ્યતીત કર્યું.અને સૌથી પેહલા તો તું અહી પહોચી કઈ રીતે ?

વિશ્વા : એ તો તમે લોકો જાણો જ છો કે વિદ્યુત ઘણા વર્ષો પહેલા એક શક્તિ ની તલાશ માં અહી આવ્યો હતો અને એ શક્તિ ને કાબૂ કરીને પોતાની સાથે લઈ ગયો ,વિદ્યુત ના અંત બાદ એ શક્તિ પુનઃ આઝાદ થઈ અને પોતાના સમય માં પુનઃ પાછી આવી ગઈ, અને એ loop hole માં હું પણ ફસાઈ ગઈ અને એ શક્તિ ની સાથે અહી ભૂતકાળ માં પહોચી ગઈ.

પૃથ્વી : હા... એ મનહૂસ શક્તિ ને કઈ રીતે ભૂલી શકીએ....

વિશ્વા : ના ભાઈ .... એ શક્તિ મનહૂસ નથી.આજે હું જીવિત છું એ પણ એના કારણે જ અને હું એમાં ફસાઈ એમાં પણ એનો કોઈ વાંક હતો જ નહીં.

અંગદ : તું આટલું કઈ રીતે જાણે છે એના વિશે ?

વિશ્વા : કારણ કે એ શક્તિ ને હું ઓળખું છું.

અંગદ : ઓળખું છું મતલબ ?

વિશ્વા : મતલબ કે એ શક્તિ કોઈ ઉર્જા નહીં ...એક માસૂમ ,નિર્દોષ યુવતી છે.

બધા જ લોકો આ સાંભળી એને એક જ ટસે તાકી રહ્યા .

વિશ્વા : હું જાણું છું કે તમે લોકો મારી વાત નહીં સમજી શકો , હું પણ શરૂઆત માં સમજી નહોતી શકી.

વિશ્વા વાત અધૂરી મૂકી ને ગુફા ના અંદર ચાલી ગઈ,

થોડીક વાર પશ્ચાત વિશ્વા પુનઃ ગુફા માથી બહાર આવી.આ વખતે એની સાથે એક સુંદર નાની છોકરી પણ હતી જે વિશ્વા નો હાથ પકડી એના પાછળ પાછળ આવી રહી હતી.અને એના પાછળ સંતાઈ રહી હતી,એમ જણાતું હતું કે એ છોકરી આ લોકો થી ઘભરાઈ ને વિશ્વા ના પાછળ સંતાઈ રહી હોય.

વિશ્વા એને બધા ની સમક્ષ લઈ આવી.

વિશ્વા : તું ડરીશ નહીં ,આ લોકો તને હાનિ પહોચાડવા નથી આવ્યા.આતો મારો પરિવાર છે ,જેમ તું છે એમ એ લોકો છે.

નંદની : વિશ્વા ....કોણ છે આ ?

વિશ્વા : મનસા .......આ જ એ જ શક્તિ છે જેની હું વાત કરી રહી હતી.

મનસા હજુ પણ એ બધા થી ડરી રહી હતી.બધા જ લોકો અસમંજસ માં હતા.

નંદની : પણ આ તો એક નાની માસૂમ બાળક છે ....આ એ ભયંકર ઉર્જા કઈ રીતે હોય શકે ?

નંદની પોતાના ઘૂંટણ પર બેઠી અને મનસા ને પોતાના તરફ બોલાવી ,મનસા એ વિશ્વા ની સામે જોયું અને વિશ્વા એ એને જવાનો ઈશારો કર્યો.

મનસા ઘભરાતી નંદની તરફ આગળ વધી.

નંદની એ ધીમેક થી મનસા નો હાથ પકડ્યો. નંદની નો સ્પર્શ થતાં જ મનસા એ નંદિની માથા પર હાથ મૂક્યો અને પોતાની આંખો બંદ કરી લીધી.

બધા વિચારવા લાગ્યા કે આ શું કરી રહી છે.થોડીક ક્ષણો બાદ મનસા એ પોતાની આંખો ખોલી .

મનસા : વિશ્વા ......નંદની તો શુધ્ધ ખૂન છે , અને એનું મન એકદમ નિર્મળ છે. આ લોકો મને હાનિ પહોચાડવા આવ્યા નથી.નંદની ના કારણે જ હું વિદ્યુત થી પુનઃ આઝાદ થઈ શકી.

બધા ફરીથી એની વાતો સાંભળી ને ચકિત થઈ ગયા.

વિશ્વા : મનસા ...કોઈ પણ જીવ ના મન ની વાત જાણી લે છે.અને આ એ જ ઉર્જા છે જેને પ્રાપ્ત કરવા વિદ્યુત આજ થી 130 વર્ષ પેહલા પૂંખરાજ ની ગિરિમાળા માં આવ્યો હતો.

અંગદ : માફ કરજો પણ હજુ સુધી મને કઈ ખબર પડતી નથી.

વિશ્વા : હું તમને બધુ જ સમજાવું છું ,તમે બધા મારી સાથે અંદર ચાલો .

વિશ્વા ,મનસા અને બીજા બધા ને ગુફા ના અંદર લઈ ગઈ.ગુફા અંદર થી એક વિશાળ મહેલ થી કમ નહતી.અપાર સુંદરતા અને શીતળતા હતી એ ગુફામાં.

બધા એ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.વિશ્વા એ કથાનક શરૂ કર્યું.

વિશ્વા : મનસા એ માયા ની પુત્રી છે.

એવું માનવામાં આવે છે કે સૃષ્ટિ ના સર્જન દરમિયાન મનુષ્યો ,પશુઓ સાથે જ માયા નો જન્મ થયો હતો.માયા એ આ સૃષ્ટિ પર ના બધા જ supernatural creatures ની જનેતા છે,બધા જ witches ,vampires ,werewolves વગેરે પાસે જે પણ અદ્વિતીય શક્તિઓ છે,એ બધી માયા ની જ દેન છે . એટલું જ નહીં witches નું પ્રાચીન નગર અને મૂલસ્થાન માયાપૂર પણ માયા નું જન્મસ્થળ મનાય છે.એટ્લે એનું નામ માયાપૂર રાખેલું છે. હજારો વર્ષો સુધી માયા આ ધરતી પર જીવિત રહી.એને કેટલાય supernatural creatures નું સર્જન કર્યું. પણ અંતે એને એવો ભય બેઠો કે કેટલાક જીવ એવા છે જે માયા ને ખત્મ કરીને એની સંપૂર્ણ શક્તિ ને હડપવા માંગે છે,વિદ્યુત પણ એમાંનો જ એક હતો.એટ્લે માયા એ અગમચેતી રૂપે એની સંપૂર્ણ શક્તિ ચાર અલગ અલગ ભાગ માં વિભાજિત કરવા નો નિર્ણય લીધો.એટ્લે એને ચાર પુત્રી ને જન્મ આપ્યો.અને પોતાની શક્તિ ચાર પુત્રી માં વિભાજિત કરી દીધી.અને ચારેય પુત્રી ઓને ચાર દિશા માં અલગ અલગ સંતાડી દીધી.એ બળવા ખોરો એ માયા નો તો અંત કરી નાખ્યો પણ શક્તિ પ્રાપ્ત ના થતાં એ માયા ની પુત્રીઓને આખા સંસાર માં શોધવા લાગ્યા.માયા એ આ ચાર પુત્રી ઓનું સર્જન એ રીતે કર્યું કે આ શક્તિઓ સદાય માટે એમના શરીર માં વિદ્યમાન રહે અને સમય એમને સ્પર્શી ના શકે.મનસા એ ચાર માં થી એક પુત્રી છે અને છેલ્લા હજારો વર્ષો થી હજુ પણ બાળક અવસ્થા માં જ છે , જે અવસ્થા માં એમનું સર્જન થયું.

આટલું સાંભળી બધા ગૂઢ વિચાર માં પડી ગયા.

અંગદ : તો મનસા ની આયુ કેટલી હશે ?

મનસા : કદાચ 1800 કે 1900 વર્ષ.

આ સાંભળી ને બધા ની આંખો પહોળી થઈ ગઈ.

વિશ્વા : આટલી શક્તિ હોવા છતાં મનસા આટલા વર્ષો થી અહી કેદ છે.આટલા વર્ષો સુધી એને પોતાની શક્તિ અહી છુપાવી રાખી હતી.પરંતુ 130 વર્ષ પેહલા વિદ્યુત કેમ કરીને આ રહસ્ય જાણી ગયો અને મનસા ની તલાશ માં અહી આવી પહોચ્યો. અહી આવ્યા પશ્ચાત પણ વિદ્યુત એક વર્ષ સુધી સતત મનસા સાથે યુધ્ધ કરતો રહ્યો ,આખરે છલ થી એને મનસા પર કાબૂ મેળવ્યો.અને મનસા ને પોતાના શરીર માં સમાવી લીધી, પરંતુ જ્યારે શુદ્ધ ખૂન ના હુમલા થી વિદ્યુત નો અંત થયો ત્યારે મનસા પુનઃ આઝાદ થઈ અને અહી પરત ફરી.

મનસા પાસે અદ્વિતીય શક્તિઓ છે જે ફક્ત એના સ્વબચાવ માં જ પ્રયોગ કરે છે.

નંદની : કલ્પના પણ નથી કરી શકતી કે મનસા આટલા વર્ષો સુધી આટલી યાતના અને એકલતા સહન કરી રહી છે.

વિશ્વા : હા ...મારા અહી આવ્યા પશ્ચાત એણે જાણે એનો પરિવાર મળી ગયો.

પરંતુ જ્યારે એણે જાણ થઈ કે તમે લોકો મને અહી થી પાછા લઈ જવા આવ્યા છો.ત્યાર થી એ ખૂબ જ દૂ:ખી છે.

પૃથ્વી : એક ક્ષણ ..... મતલબ કે તમને ખબર હતી કે અમે અહી આવ્યા છીએ અને તમને શોધી રહ્યા છીએ.

વિશ્વા : હા મે કહ્યું ને , આ સંપૂર્ણ જગ્યા પર મનસા ની માલિકી છે.અહી પૂંખરાજ માં કોઈ કદમ પણ રાખે તોય મનસા ને જાણ થઈ જાય છે અને એની પરવાનગી વગર તમે અહી પહોચી જ ના શકો.

એમ તો એની ઈચ્છા તો હતી જ નહીં તમને અહી સુધી પહોચવા દેવાની.

સ્વરલેખા : કેમ ?

વિશ્વા : એણે ભય હતો કે તમે લોકો મને અહી થી લઈ જશો અને એ ફરીથી એકલી થઈ જશે.

મનસા : હું વિશ્વા ને અહી થી નહીં જવા દવ.કોઈ પણ પરિસ્થિતી માં નહીં.

પૃથ્વી મનસા ની નજીક ગયો અને એનો હાથ પકડ્યો.

પૃથ્વી : મનસા ... જે રીતે વિશ્વા તરાઈ દુનિયા છે એ રીતે એ મારો પણ શરીર નો અંગ છે ,એના વગર મારૂ જીવન અધૂરું છે.અમે વિશ્વા ને શોધતા કેટલી મુસીબતો નો સામનો કરતાં આવ્યા છીએ.

મનસા : પણ હવે હું વિશ્વા વગર નહીં રહી શકું

અંગદ : અરે તમે લોકો આટલી નાની વાત પર શું લેવા ચર્ચા કરો છો.મનસા ને પણ આપની સાથે લઈ જઈએ.એમ પણ એ અહી બીજા લોકો થી સંતાઈ ને રહે છે આપણાં આખા પરિવાર સાથે એ રહેશે તો વધારે સુરક્ષિત રહેશે.

બધા થોડી વાર મૌન થઈ ને અંગદ ની સામે જોઈ રહ્યા.

અંગદ : માફ કરજો ...મે કઈ ખોટું કહ્યું ?

નંદની : અરે ના ....તે બિલકુલ સાચું કહ્યું.આ સૌથી શ્રેષ્ઠ છે.

વિશ્વા : હા મારી પણ એ જ ઈચ્છા હતી .

પૃથ્વી : તું બોલ મનસા ...આવીશ અમારી સાથે અમારી દુનિયા માં ....બનવા માંગે છે અમારા આ નાના પરિવાર નો હિસ્સો.

મનસા કઈ બોલી નહીં બસ જોર થી પૃથ્વી ને ભેટી પડી.પૃથ્વી પણ ખુશ થઈ ગયો.

અંગદ : તો કદાચ આપણે હવે સમયયંત્ર ની જરૂર નહીં પડે.

સ્વરલેખા : કેમ ?

અંગદ : અરે મનસા પાસે તો સમયયાત્રા કરવાની શક્તિ છે તો સમયયંત્ર ની શું જરૂર છે.

મનસા : ના અંગદ .... હું સમયયાત્રા કરી શકી કારણ કે મારી શક્તિ આ જગ્યા સાથે બંધિત છે એટ્લે આ જગ્યા મને કોઈ પણ સમય માથી પાછી ખેંચી શકે છે.પરંતુ હું મારી ઈચ્છા મુજબ ભવિષ્યયાત્રા કરી શકુ એમ નથી.

વિશ્વા : તો શું તું અમારી સાથે નહીં આવી શકે.

મનસા : જે પધ્ધતિ થી આ લોકો અહી આવ્યા એ રીતે હું અહી થી નીકળી શકું પણ મારા નીકળવા ના તુરંત બાદ આ જગ્યા સદાય માટે ધ્વસ્ત થઈ જશે.

પૃથ્વી : તો આ જગ્યા એ વખતે કેમ સલામત રહી જે વખતે વિદ્યુત તને અહીથી લઈ ગયો.

મનસા : કારણ કે હું એ વખતે મારી મરજી વિરુદ્ધ ગઈ હતી અને મારી અમુક ઉર્જા અહી રાખી ને ગઈ હતી જેથી વિદ્યુત અત્યંત શક્તિશાળી ના થઈ જાય અને એનો અંત કરવાનો કોઈ માર્ગ બચી જાય.

પરંતુ આ વખતે એવું નહીં થાય કારણ કે હું મારી મરજી થી અને સંપૂર્ણ શક્તિ સાથે નિકળીશ.

વિશ્વા : ઠીક છે ....તો હવે તું અમારી સાથે આવવા તૈયાર છે ને ?

મનસા : હા ....

સ્વરલેખા : પણ શું એ સમયયંત્ર માં 6 લોકો સમાઈ શકશે.

એવામાં ગુફા ના દ્વાર પર થી પડઘો પડ્યો .........

“ સાત લોકો ની જગ્યા કરવી પડશે બહેનાં ..........”

ગુફા પાસે એક વ્યક્તિ ઊભો હતો.

ધીમે ધીમે એનો ચેહરો સ્પષ્ટ થયો.

એનો ચેહરો જોતાં જ સ્વરેલખા ના હાથ માં થી એનો થેલો પડી ગયો.

સ્વરલેખા : અવિનાશ .........તું ?

ક્રમશ .......