યાદો નું પતંગિયું :
સપ્તપદીનાં સથવારે અનેં લગ્નનાં માંડવે આવીને ઉભેલી પળો સાથે ભૂતકાળમાં સહેલી વિદી નાં આંસુ કેમ સરે છે?
પ્રથમ મુલાકાત વેદ સાથે ની છે ત્યારે એ કેમ ડરે છે?
પ્રથમ મુલાકાત ની એ અનોખી યાદ :
લગ્નનેં થોડાક જ કલાકો બાકી છે અને વિદિશા કેમ આંસુ સારે છે એનો જવાબ માધવ પછી વાચા ભાભી જ જાણે છે. એ ખુશીનાં આંસુ છે કે દુ:ખનાં?
વિદી ની વેદ સાથેની એ પ્રથમ મુલાકાત નો દિવસ?????!
વેદના મોટી બહેન તિતિક્ષા દીદી નાં ધરે આ પ્રથમ મુલાકાત નું આયોજન સુરત માં કરવામાં આવ્યું હતું.
જન્માક્ષર નાં બત્રીસ ગુણ મળ્યે બંને પરિવાર માં આનંદની લહેર પ્રસરી ગઈ હતી. અનેં બંને યુવાહૈયા વેદ અનેં વિદી એ ઘડિયાળ નાં કાંટે ધબકી રહ્યાં હતાં. વિદી નો પરિવાર થોડો સંકુચિત વિચારધારા વાળો એટલે એકમેક નાં ફોટા દ્વારા વેદ અનેં વિદી ક્યારેય મળ્યાં નહોતાં.
એટલે વેદનેં મન વિદી સ્વપ્નાં ની રાણી, પરી અનેં બીજું ઘણું બધું અનેં વિદી નેં મન વેદ એનાં સ્વપ્ન નો હેન્ડસમ રાજકુમાર. આખી રાત બંને ની આંખો માં જ અનેં જાગીને વીતી.
અનેં એ પ્રથમ મુલાકાત ની સમય આખરે આવી ગયો. બંને પરિવાર એકબીજા નેં મળ્યાં. થોડી ફોર્મલ વાતચીત અનેં એકબીજા ની ઓળખાણ પછી, વેદ અનેં વિદિશા ની પર્સનલ મીટીંગ ગોઠવાઈ.
જ્યાં બંને પરિવાર નાં સભ્યો એકમેક માં ભળવાનો પ્રયત્ન કરતાં હતાં ત્યાં વેદ અને વિદિશા એકબીજા નેં ઓળખવામાં લાગ્યાં હતાં. શરૂઆતનો સમય ટાંકણી પડે તો પણ અવાજ આવે એમ શાંતી થી પસાર થયો. પછી, પ્રશ્નોત્તરી શરુ થઈ. હવે, બંને હૈયાં જાણે એકમેક માં ભળવા લાગ્યાં. અનેં જુના મિત્રોની જેમ વાતચીત આગળ વધી. એકબીજાની ઈચ્છા અનિચ્છા જાણ્યા પછી, વાત હવે, નિર્ણય પર આવી ગઈ હતી. ત્યારે નિખાલસ અનેં પ્રામાણિક એવી વિદી એ એક અંગત પ્રશ્ન સરળતા થી પૂછી જ લીધો વેદ ને.
વેદ તો ચશ્મીશ હતો જ. પણ, વિદી નેં એનાં ચશ્માનાં લીધે ચશ્મીશ છોકરાઓ એ પણ રિજેક્ટ કરી હતી.
જાણે, એનાં ગુણ કોઈ મહત્વ નાં જ નહોતાં. વિદી એ વેદનેં પૂછ્યું "મારાં ચશ્માથી તમનેં કોઈ વાંધો તો નથી ને? મનેં એનાં જ લીધે બહું બધાં છોકરાઓ એ રિજેક્ટ કરી છે,તમેં પછી ના પાડવાનાં હોય તો હમણાં જ જણાવી દો".
વિદી ની આ સજ્જડ નિખાલસતા પર વેદ ફિદા થઈ ગયો. એણે, જવાબ આપ્યો, "આ ચશ્માનેં હું કોઈની મજબૂરી નહીં પણ, એનાં અસિત્તત્વ ની આગવી ઓળખ માનું છું. એટલે તમેં મનેં એકદમ ચશ્મા સાથે જ પસંદ છો".
વેદનેં પણ, બહું બધી છોકરીઓ એ રિજેક્ટ કર્યો હતો, કેમકે એનો શ્યામવર્ણ એનાં બધાં ગુણોને ઢાંકી દેતો.. વેદ સ્વભાવે શાંત, સરળ, ઓછાબોલો અનેં એકદમ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતો છોકરો. એટલે એણે પણ એની આ વાત નિખાલસતા થી અતિશય સુંદર પરી જેવી વિદી સામે મૂકી દીધી.
પર્સનલ મીટીંગમાં આ બંને હૈયાઓ એકમેક માં ભળી નેં એક થઈ ગયાં. એ બંનેની એકમેક નેં હા થઈ ગઈ.
આ શુભ સમાચાર બંને પરિવાર નાં સભ્યો નેં પણ સમજાઈ ગયા.આ પ્રથમ મુલાકાતમાં વિદીનાં મોટાભાઈ અનેં ભાભી એ જ હાજરી આપી હતી. એટલે, બીજી મુલાકાત વિદીનાં ઘેર ગોઠવવામાં આવી જેથી, વિદી નાં મમ્મી-પપ્પા સહિત સૌ એકબીજા નેં મળી લે!!
અનેં વેદ અનેં વિદી નાં જીવનનો વળાંક ત્યાં જ નવા રસ્તે મળ્યો. દિકરીનાં માબાપની દ્રષ્ટિએ વિદીનાં મમ્મી-પપ્પા એ આ સંબંધ રિજેક્ટ કર્યો.
ઘણું પૂછવા પછી બે કારણ તેઓ એ ના પાડવા માટે આપ્યાં.
એકતો વેદ શ્યામવર્ણ ધરાવે છે. અનેં બીજું વિદીનેં સૂરત થી બહાર વિદાય કરવી નથી.
અરેંંન્જ મેરેજની આગવી તમામ વિધિ પૂરી કદાચ થઈ જ જાત. પણ, આ શું થઈ ગયું?
ઘણું સમજાવવા છતાં વિદીનાં મમ્મી-પપ્પા ની હા થઈ નહીં. વેદ અનેં વિદી તો મનોમન એકબીજા નાં ક્યારનાં થઈ ગયા હતાં. પણ, મર્યાદા, આમન્યા, ગરિમા, સર્વની ઈચ્છા નાં બોજ નીચે જાણે દબાઈ ગયાં હતાં.
અરે, વિદી ક્યાં છે તુ?
જલ્દી આવ.તારાં વેદની પીઠી આવી ગઈ છે. ચાલ, જલદી પીઠી ચોળવાનું મૂરત થઈ ગયું છે..
એ હા, આવી મમ્મી.
આંખોનાં આંસુ લૂંછી વેશ સરખાં કરી જરાં સામાન્ય થવાનો ડોળ કરતી વિદી સૌ કુટુંબીઓ ની વચ્ચે આવી.
સુકોમળ આ વિદી નેં પીઠી લગાડવાની વિધી શરું થઈ.
અનેં પીઠીનાં ફટાણાં મંડાતા ગયાં.
ખુશીનાં ખંજને વેદ નાં સ્નેહ થી ચમકતાં વિદીનાં ગાલ ગુલાબની પાંદડીઓ જેવાં ગુલાબી માંથી અત્યારે સાજન ની પીઠીમાં કેસુડા રંગે રંગાયેલાં અને શરમ માં સંતાયેલાં હતાં.
અનેં બધી વિધિની સમાપ્તિ નાં અંતે આખરે લગ્નવેળા આવી જ ગઈ. બ્યુટીપાર્લરમાં તૈયાર થવા જઈ રહેલી વિદી વાચાભાભી સાથે ફરી પાછી ભૂતકાળમાં સરી ગઈ. પણ,,, એનેં રડવાની ભાભી તરફથી સખત મનાઈ હતી. મેકઅપ લાગણીઓની વાચાનેં છુપાવવામાં અસમર્થ છે,નેં એટલે!!
વેદ અનેં વિદીનાં માથે જાણેં આભ તૂટી પડ્યું. હજી, કાલે જ મળેલાં આ બે સામાન્ય પંખીડા આજે, પ્રેમી પંખીડા બની ગયાં હતાં.. સમજાવટ પછી મમ્મી-પપ્પા સમજી પણ જશે અનેં માની પણ જશે બસ એ જ આશાએ મહિનાઓ પસાર થવા લાગ્યા.
પણ, આ શું? વિદીનાં મમ્મી-પપ્પા વિદીની લાગણી અનેં ચિંતામાં જાણે વિદીનાં જ દુશ્મન બની ગયાં.
ત્યારે વિદી ઘરની નજીક એક ઓફીસ માં જોબ કરતી હતી. વિદી આજકાલ બહું ઉદાસ અનેં ચૂપચાપ રહેતી હતી.ના કોઈની સાથે વાત કે નાં સ્મિત!! એનાં રુટીનમાં એની જોબ અનેં એનાં રૂમમાં એની એકલતાં બસ આ બંને સિવાય ત્રીજા કોઈને પણ સ્થાન એણે આપ્યું નહોતું ઘરની બહાર જવા આવવાનું અનેં લોકોને મળવાનું એણે ધીરે ધીરે બંધ કરી દીધું.પરિવારનાં અનેં સમાજનાં બધાં સભ્યોએ એનેં આ વાત ભૂલી આગળ વધી જવા સલાહ આપવાનું શરું કરી દીધું.
દુ:ખી રહેતી વિદી નેં જોઈને સૌ દુ:ખી રહેતાં પણ, મમ્મી પપ્પા વધારે. પણ, દીકરીની ચિંતાએ એમનાં હાથ જાણે બાંધી દીધાં હતાં. અનેં દિકરી માટે એ રડી પડતાં. પણ એમની સંકુચિત મનોવૃત્તિ માંથી બહાર આવવા તેમને સમજાવવા વાળું કોઈ જ નહોતું.
આવી, અનોખી અસમંજસ માં આ વાત નેં એક નવો વળાંક મળ્યો એનેં સારો કહેવાય કે નહીં એ વિદી માટે નક્કી કરવું મુશ્કેલ હતું. પણ, હ્રદયનાં ધબકારે એ વળાંક પર એ વગર વિચાર્યે વળી જ ગઈ.
અણસમજનાં એ પડાવે સમજ એની હારી ગઈ.
વગર વિચાર્યે વિમાસણમાં આગળ વધી જ ગઈ.
હૈયાંનાં હિલોળે હરખધેલી એ બની ગઈ.
સંવેદનાઓ નાં સ્પંદને વેદનાં વિચારો માં સરી ગઈ.
લાગણીઓનાં લાડમાં એ સ્નેહ બનીનેં વહી ગઈ.
અદ્શય એવાં પ્રેમ પડાવે જાણી જોઈને થોભી જ ગઈ.
લગ્નમેળાવડા માંથી મળેલાં વેદનાં બાયોડેટા માં એમનું સરનામું હતું. એ વિદિશા ની નજર માં આવી ગયું. કાંઈપણ વિચાર્યા વગર વિદિશા એ વેદનાં પપ્પા નેં એક સરસ પત્ર લખી નાખ્યો. વિદી નાં સંસ્કાર એનાં લખાણમાં આબેહૂબ ઝળકતા હતાં. અનેં વેદ સાથે એ એમનાં પરિવારનાં સભ્યો નાં હ્રદયમાં હવે, એક અલગ સ્થાન પામી. એક ડગલું જ્યાં વિદિશા એ છોકરી તરીકે ભર્યું, ત્યાં બીજું ડગલું વેદ એ ભર્યું. તિતિક્ષાબેન દ્વારા ક્યાંક થી વિદી ની ઓફિસનો ફોન નંબર મળ્યો. અનેં વેદ એ એની વિદી નેં પ્રથમ ફોન કર્યો.
હવે, બંને પક્ષે આ સીલસીલો ચાલું જ રહ્યો. વિદી વેદનેં ઓફીસમાં સરનામે પત્ર લખતી રહી અનેં વેદ વિદી નેં ઓફિસટાઈમમાં ફોન કરતો રહ્યો. વિદી ની લખવામાં ફાવે સારી અનેં એ બાબત માં વેદ જરાક આળસું. પણ, વિદીનાં કહેવાથી ક્યારેક એ પણ પત્ર લખતો.
વિદી ની ઓફીસમાં બોસ અનેં એમનાં પત્ની નો વિદીને પુરો સહકાર હતો.
પણ, આ બધી ગતિવિધિઓ વિદી નાં ઘરવાળાથી અજાણ હતી એટલે કે છુપાઈ નેં થતી. ક્યારેક વેદ દીદી નાં ઘરે આવવાનાં બહાને દીદી નાં ધરે વિદી નેં મળવા આવતો. દીદીનો પણ પૂર્ણ સહકાર હતો.
એટલે, આ અરેન્જડ મીટીંગ હવે, લવ મીટીંગ અનેં મુલાકાતો માં પરિણમી હતી.
વિદીનાં ઘરવાળાતો આ વાત ભૂલી જવા માંગતા હતાં, બીજા છોકરા જોવા વિદી નેં ફોર્સ પણ કરતાં પણ વિદી એ ઘસીને ના પાડી દીધી હતી, દરેક વખતે.
વિદી અનેં વેદનાં ફોન, પત્ર, મુલાકાતો આ બધાંની જાણ જ્યારે વિદીનાં ઘરવાળાનેં થશે ત્યારે શું થશે?
આ પ્રશ્નાર્થ સાથે એમનો પ્રેમ કુદરતનાં સાન્નીધ્ય માં પાંગરતો ગયો.
એકબીજા પરનો વિશ્વાસ ઉછરતો ગયો.
એકબીજા નો નિઃસ્વાર્થ અહેસાસ રંગ લાવતો ગયો.
માધવ પર વિશ્વાસ બંનેનો વધતો ગયો.
ભવિષ્ય ની ભાવના પ્રેમ વિસ્તરતો ગયો.
અવર્ણનીય આશાઓમાં પરિણમતો ગયો.
રોજની એક નવી આજે વિરમતો ગયો.
એકમેકના સહારે એ અવિરત વહેતો રહ્યો.
સુંદર ભવિષ્યનાં શમણે એ હરખતો ગયો.
અરેન્જડ આ મુલાકાત માંથી સ્નેહ મુલાકાત માં થયેલું આ અનોખું પરિવર્તન વેદ અનેં વિદીનાં જીવન માં કયા ઝંઝાવાતો લાવશે એ તો માધવ જ જાણે.
મિત્રો તમેં તો બસ આ ત્રિપુટી નેં આનંદ થી માણો.
વિચારવાનું કામ મારાં પર છોડો.
અભિપ્રાય જરૂરથી આપો.
જેથી મનેં વેદ અનેં વિદીની પ્રણયકથા નેં આગળ વધારવા માટે નો આપનો સહકાર મળે.
બ્યુટીપાર્લર માં તૈયાર થવા જતી વિદી વિચારોનાં ટોળામાં પાછી ઘેરાઈ છે.
પત્રો અનેં મુલાકાતની વચ્ચે અટવાઈ છે.
વિદીનાં લગ્નપ્રસંગ નેં અનેં એની પ્રેમકથાનેં જીવંતતા આપતી હું મિત્રો આજે અહીં જ વિરમું છું.
જલદી મળીશું નવાં ઝંઝાવાતો અનેં અનેરાં અહેસાસો નાં લગ્નમાંડવે.
ત્યાં સુધી વેદ, વિદી અનેં મનેં મળતા રહો, હસતાં રહો, અનેં સદા ખુશી નાં સાગરમાં વહેતા રહો.
મીસ. મીરાં
જય શ્રી કૃષ્ણ.