Khimli nu khamir - 5 in Gujarati Fiction Stories by Dr Rakesh Suvagiya books and stories PDF | ખીમલી નું ખમીર ભાગ 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ખીમલી નું ખમીર ભાગ 5

દસેક મીટર ના અંતરે એક વડલા નું ઝાડ હતું અને એ ઝાડ ની પાછળ થી અવાજ આવતો હોય એવું લાગી રહ્યું હતું. બન્ને વડલા ની બાજુ માં ઉભી ત્રાસી ડોક કરી ને જોયું...દેવ ની આંખો પહોળી થઇ ગઈ. 
 દેવ હાંફળો ફાફળો થઇ ગયો , ' હવે શું કરશું?'ખીમલી ની સામે જોઈ ને બોલ્યો.
એક ખુંખાર સિંહ ઘાયલ અવસ્થા માં વડલા ના ઝાડ ની પાછળ પડ્યો હતો , મોઢા માંથી લોહી ના રેગાળા વહી પડતા હતા. આંખો માંથી આંસુ ઓ નો ધોધ લઇ એ માસુમ પ્રાણી તરફળિયા મારતું હતું. 
     એ લોકો નું ધ્યાન એના બાંધેલા પગ પર ગયું. સિંહ ના બન્ને પગ બાંધેલા હતા અને નજીક જઈ ને જોયું તો એના નહોર કોઈ એ કાઢી લીધા હતા અને પગ ના પંજા લોહી લુહાણ થઇ ને લાલ થઇ ગયા હતા. જંગલ ના રાજા ને પણ મનુષ્ય ની લાલચી બુદ્ધિ એ સાંગોપાંગ હરાવ્યું હોય એવું એ કરુણ દ્રશ્ય હતું.
       ખીમલી સ્તબ્ધ ઉભી જ રહી કશુ બોલી શકે એમ ન હતી.કદાચ એ મનુષ્ય કરતા આ પ્રાણીઓ ને વધુ પ્રેમ કરતી હતી એના લીધે જ. અને એનો સ્નેહ , ગીર પ્રત્યે ની અપાર શ્રદ્ધા એના આંખ માંથી નીકળી ને જમીન પર ના સૂકા પાંદડાઓ વચ્ચે રહેલી ધૂળ માં મળી જતી હતી.
      દેવ એ દોડી ને સિંહ પર હાથ ફેરવ્યો. આ પ્રાણી પર દેવ ની આંખો અને ભાવ વાંચી ચૂક્યું હોય એમ એનો પ્રેમ અને કરુણા જીલતું હતું . સિંહ એ કોઈ પણ જાત નો પ્રતિકાર કર્યો નહીં. દેવ એ એની બેગ બાજુ માં ફગાવી એમાંથી ઝડપ થી ચપ્પુ કાઢી ને પગ માં બાંધેલી દોરી કાપવા લાગ્યો.
        અચાનક એક ઝીપ આવવાનો અવાજ સંભળાયો.ખીમલી સ્તબ્ધતા માંથી બહાર આવી. ખડ ખડ અવાજ કરતી ઝીપ આવતી દેખાઈ. 
   એમાં બે ફોરેસ્ટ ઓફિસર્સ અને સાથે બીજા બે બીટ ગાર્ડ બેઠેલા હતા. ડ્રાઇવર મુસ્લિમ હોય એવું એના પહેરવેશ પરથી લાગતું હતું.
     ઝીપ અહીં ઉભી જ રહી કે દેવ સિંહ ની બાજુ માં થી ઉભો થયો. એના હાથ પર લોહી લાગેલું હતું અને જમણા હાથ માં રહેલું ચપ્પુ પણ રક્ત રંજીત હતું. એકાદ બે ડાઘ કપડાં પર પણ પડ્યા હતા.
      આ દ્રશ્ય જોઈ ને ઝીપ માંથી બધા ઝડપ થી નીચે ઉતરે છે. એક ઓફિસર દેવ ની નજીક જાય છે.ખાખી કલર ના કપડાં પહેરેલો આ ઓફિસર એક દમ ખડતલ હતો. આંખો માં થોડી રતાશ અને લાંબી મૂછો હતી.
કમર પર એક પિસ્તોલ લટકાવી હતી અને કોફી કલર ના મોટા બુટ પહેર્યા હતા.ચહેરો તેજસ્વી અને કડક હતો...એ ઓફિસર  ની જમણી બાજુ છાતી પર નામ ની તકતી હતી હેમા આઈ. કે. ઝાલા લખ્યું હતું.

આ હાલત માં દેવ ને જોય ને સીધો કોલર પકડી બાજુ માં કરી દે છે. બીજા ગાર્ડ સિંહ ના પગ પર બાંધેલી દોરી ઓ છોડતા પહેલા થોડાક ફોટા પાડી લે છે.
    બીજા એક ઓફિસર પોતાના વ્હોકી ટોકી ને  હાથ માં લઇ ને ઓન કરી ને અવાજ કરે છે ' હલો..હલો....ઓફિસર મેરામણ & ઝાલા હિઅર, કાઠીતળ બીટ , કાઠીતળ બીટ , એમ્બ્યુલન્સ એન્ડ રેસકયુ ટીમ મોકલો, એલર્ટ એલર્ટ , કાઠીતળ બીટ.
ઓવર ઓવર...મેરામણ.
        'ક્યાં રેવાનું ?' ઓફિસરે કડક અવાજ માં પૂછ્યું.
 ' સાહેબ , રાજકોટ.' દેવ એ થોથરાતાં જવાબ વાળ્યો.
'તો અહીં શું કરે છે ?'
'સાહેબ એ મારા સગપણી સે અને અમી કાઠીતળ ફરવા જતા તા , હું આયા આલાવાણી માં જ રવ સુ . હું સાંગા બાપા ના દીકરા ની દીકરી. ' ખીમલી ઝડપ થી વચ્ચે બોલી.
' વચ્ચે ના બોલો બેન , પૂછુ એણે જ જવાબ આપવાનો'
ઓફિસર ખીમલી ને રોકી ને દેવ તરફ જોઈ બોલવા લાગ્યા.
એ બન્ને જન પ્રકૃતિ ના ચાહક અને સિંહ માટે સારું કરવા જતા આજ અચાનક નિર્દોષ હોવા છતાં ગુનો માથે લઇ ને જજુમતા હતા. દોષ નું ટોપલું દેવ પર ઢોળાય ગયું હોય એમ જ લાગતું હતું.
 ઓફિસર એ આગળ પૂછયું...
'કેટલા સમય થી આ વેપાર કરે છે?'
'શેનો વેપાર સાહેબ?' દેવ માસુમ અવાજ માં બોલ્યો.
' આ જો...સાવજ ના નહોર નો...ક્યાં મોકલવી દીધા ?'
'ના સાહેબ અમે આવ્યા ત્યાં અહીં બધું આ જ હાલત માં હતું, અને આ સિંહ ને આમ જોઈ ને હું એની નજીક ગયેલો'
'તારા જેવા સીટી ના માણસો શું આમ સિંહ ની નજીક જાય? અને એ ય હાથ માં ચાકુ લઇ ને? , મામુ સમજે છે?'
ઓફિસર ની પૂછતાજ ચાલુ હતી ત્યાં વચ્ચે એક બીટ ગાર્ડ દેવ ની બેગ લઇ ને આવે છે.
' સાહેબ આમાં દોરી પણ નીકળી છે..' ગાર્ડ બોલ્યો.
' કેમ અલા તારે અહીં ફરવા માં દોરી અને ચપ્પુ ની શું જરૂર પડી?' નહોર કાઢવા? અને અહીં કાઢેલા નહોર તો કશે મળ્યા નથી મતલબ કે તારી ટુકડી માં હજી બીજા લોકો હોવા જોયીયે...તમારા બે સિવાય બીજું કોણ છે આ કામ માં? 

' ના સાહેબ અમે આ કામ કરતા જ નથી..અમે ખાલી ગીર માં ફરતા હતા અને હું પણ આ ગીર માં જન્મેલો રબારી નો દીકરો જ છું '
 ' એટલે આવા કામ કરવાના? ગમે એ હોય તું 15-20 વર્ષ માટે તો જઈશ જ.'
'ના સાહેબ , હું નિર્દોસ છું'
ખીમલી ની આંખ માંથી આંસુ વહી જતા હતા અને એ પણ હાથ જોડી ગઈ કે 'સાહેબ અમે નિર્દોષ છીયે 'અમેં ગીર નું રખોપુ કરીયે છીયે , હત્યાઓ નઈ સાહેબ....'
 ' આ બન્ને ને , સાસણ લઇ ને ઇકવાયરી માં લો અને કેસ બનાવો.હવે કોર્ટ માં થશે આ બેય નું બધું.'
ઝાલા સાહેબ કડક અવાજ માં બોલ્યા.
મેરામણ સાહેબ તમે એક ટિમ મંગાવી આ જગ્યા ની ચેકીંગ કરો અને બધા પુરાવા એકઠા કરો 

ત્યાં એક તરફથી એમ્બ્યુલન્સ આવતી દેખાય અને એક બીજી જીપ માં થોડાક બિજા ગાર્ડ અને ઓફિસર આવ્યા.
 
સિંહ ને એમ્બ્યુલન્સ માં મુકાયો અને સાસણ વેટેનરી હોસ્પિટલ ના ડોક્ટરો ની ટિમ બોલાવી સારવાર માટે મોકલ્યો .

 'એ ય છોકરી  આખું નામ લખાય તારું.' એક ગાર્ડ નજીક આવ્યો..એના હાથ માં પેન અને કાગળ હતા.

' સાહેબ ...ખી.. મલી...'
'આંખું'
'ખીમલી જુઠા ભાઈ રબારી '
ક્યાં રેવાનું?
' આલાવાણી નેહ'
આ છોકરો શું થાય?
' સાહેબ મારી સગાઈ થઇ સે એની હારે'
બરાબર એટલે બેય માણસ આ જ કરો છો એમ ને...
'ના સાહેબ અમે નિર્દોષ છીયે '
બન્ને ને એક ઝીપ માં બેસાડી ને સાસણ તરફ લઇ જવાયા.
 ઓફિસર ઝાલા એ ગાર્ડ ને ખીમલી ના ઘરે વાત પુગાડી ને એના દાદા અને બાપા ને બોલવા કહ્યું.

એમ્બ્યુલન્સ નીકળી ગઈ હતી . બાકી બચેલી બે ઝીપ માં બધા ગોઠવાયા..
એક માં ખીમલી , દેવ , બે ઓફિસર અને બે ગાર્ડ બેઠા..
બીજી ઝીપ માં બાકી ના ગાર્ડ બેઠા..
બન્ને ઝીપ નીકળી વચ્ચે ના નાકે થી એક ઝીપ સાસણ તરફ વળી અને બીજી ઝીપ આલાવાણી નેસ તરફ ના રસ્તે વળી....

વધુ આવતા અંકે....
લેખક : ડો રાકેશ સુવાગિયા..
લેખન ને રીવ્યુ  9586048450 પર વોટ્સએપ કરી શકો છો , એ ઉપરાંત https://www.facebook.com/rakesh.suvagiyasagar  આ લિંક દ્વારા ફેસબુક પર પણ જોડાય શકો છો અને પ્રતિભાવો આપી શકો છો...ખુબ ખુબ આભાર...