Diary of Love Part 3 in Gujarati Love Stories by Shaimee oza Lafj books and stories PDF | પ્રેમ ડાયરી ભાગ - 3

Featured Books
Categories
Share

પ્રેમ ડાયરી ભાગ - 3

ભાગ 3
    તે રોજ વાત કરતાં ફોન પર,ધીરે ધીરે રાત વાતો પણ વધવા લાગી.પ્રેમી પાત્ર મળે કે ન મળે તેની આદત આ દિલ ને જરુર પડી જાય છે,પણ એજ આદત અફીણ સમી ઘાતક નિવડે છે.પણ આ દિલ કોઈ ના પ્રેમ માં પડ્યા પછી હાથ માં રહેતું નથી.
એવું  આ બંને ના કિસ્સા માં પણ થયું.આ દિલ ને તો જુદા થવું ગમતું નથી.પણ મન મારી બીજી જગ્યા એ પરણે છે,પ્રેમએ એવી લાગણી છે,જે છુપાયે પણ નથી છુપતી.એક ને એક દિવસ ખબર પડી જાય છે,

હવે કોલેજ થકી આ વાત ઘર માં પવન વેગે પહોંચી ગઈ.બંને એ જાણે કંઇ અપરાધ ન કર્યો હોય,ત્યાં તો ઘર માં મોટી સુનામી આવી ગઈ,ઘર માં બંને પર જાત જાત નાં અત્યાચાર અને ખરાબ વ્યવહારો થવા લાગ્યાં.આના માટે જવાબદાર છે, સમાજ ના થર્ડ ક્લાસ વિચાર એટલે કે એકદમ બોગસ જ્ઞાતિ વાદ, આપણો દેશ ભલે આઝાદ થયો હોય,પણ હજી આ જ્ઞાતિ વાદ ની બેડી માં તે એવો બંધાયો છે, કે જેના કારણે રાજકારણ માં પણ ભ્રષ્ટ નેતા ઓ રાજ કરે ને સારા નેતા રહી જાય અને ગુંડા રાજ ચાલે અને આવું લગ્નો માં પણ થાય છે.એવી કોઈ ગેરંટી નથી હોતી કે જ્ઞાતિ નું પાત્ર પણ સારું હોય જ એવું તમે આમાં જોશો.
આ હેરી અને અમન ના લગ્ન પણ આ જ્ઞાતિ વાદ નાં કારણે ન થઇ શક્યા.તે માટે આ પ્રથા જવાબદાર છે,સમાજ ને જો સૌથી વધું હાય લાગી હોય તો સાચા પ્રેમી ઓની કેમકે આ દેશ માં ઝગડા જાહેર માં થાય છે અને પ્રેમ ખાનગી માં.જેને કારણે પ્રેમ પણ હવે બીજા ને દેખાડવા ની વસ્તુ બની ગયો.એમાં ને એમા લગ્ન જીવન સડી જવાં લાગ્યાં.
  
   હવે અમન અને હેરી ના જીવન માં એક નવો વળાંક આવે છે, આ વળાંક બંને ને અલગ કરાવે છે,તેમનાં મમ્મી પપ્પા તેમને જ્ઞાતિ વાળા ના અને આડોશ પાડોશી ઓની વાત માં આવી ને હેરી ને જબર જસ્તી પોતાની પસંદ ના છોકરા સાથે લગ્ન કરાવે છે, પેલી નથી માનતી તો અમન અને એના ફેમિલી ને મારી નાખવાની ધમકી આપે છે,અને અમન ને મારે પણ છે.આ હેરી ના ફેમીલી વાળા પોતાની વાત મનાવવા આ લોકો આટલી હદે જઇ શકે, તમે આમાં જોઈ શકો છો.આ હેરી ને પૂછવામાં પણ નથી આવતું ,અને તેની સગાઇ કરી નાંખવામાં આવે છે,તાત્કાલિક લગ્ન નું મુહુર્ત પણ આમાં છોકરો કે છોકરી ખુશ હોય કે ન હોય અમારી તો ઈજ્જત તો વધી,ભલે તારું જે થવું હોય તે થાય અમારી તો વાહ વાહ થઇ અમારું  સમાજ માં કેવું સારું લાગ્યું.તને ગમે કે ન ગમે અમે કહીએ એમ કરો. આ વૃત્તિ ને કારણે મા બાપ અને બાળકો વચ્ચે દિવાલ બની મોટી, દરેક વસ્તું માં લગ્ન નહીં દરેક વસ્તુ માં આવા તો આ લોકો ના નાટકો હોય છે. 

    મોટા હોય એટલે મનમાની કરવી એતો એમના હલકા સંસ્કાર હોય છે, અને પછી રડે કે બાળકો અમારા કહેવા માં નથી, અને છોકરો ઘરડા ઘર માં મુકી આવે એટલે આસું સારે આમાં કોઈ વાર આપણે મુંઝાઈ એ કે કોણ સાચું આમાં, હેરી અને અમન ને અલગ કર્યા પછી હેરી ના મમ્મી પપ્પા હવે હેરી ના લગ્ન કરાયા બાદ તેઓ નિરાંત ની લાગણી અનુભવતા હતા, આ લોકો નહતા જાણતા એની કોઈ હકીકત, આ છોકરો કેવો છે ને મારી છોકરી માટે લાયક છે કે કેમ એ પણ જાણ સુધધાં ના કરી આવી તે કેવી લાપર વાહી આ તે કેવો દેખાડો ,આ તેમની મોટા મા મોટી ભુલ હતી.પહેલા પથ્થર પુજે એટલા દેવ કરી બાળકો લાવે ને પછી ઈજ્જ્ત અને સમાજ ના નામ પર તેમની વગાડે આવી રીતે.

     અમન એક યુક્તિ કરે છે કે હેરી એની જોડે રહે ક્યાંય દુર ન જાય માટે હેરી માટે  હિરેન નામના છોકરા ની સંબંધ ની વાત લાવે છે. અને હેરી ના મમ્મી પપ્પા તેનું નક્કી કરી નાંખે છે જાણે કચરો કાઢ્યો ઘર માંથી વધારા નો હોય તેમ.આ હેરી નો   પતિ બહુ ખરાબ હોય છે, તેને પહેલી રાત્રે ખબર પડે છે,પણ તે હવે શું કરી શકે રડ્યા સિવાય.દારુ પીને આવે ને રોજ મારઝુડ કરે.
અને તેને અને તેનાં પિયરવાળાં માટે ગમે તે બોલે પેલી બિચારી કંઈ બોલે તો તેને ધુત્કારે તે શરમ ની મારી પિયર માં પણ નાં જતી.તે જાય તો મમ્મી પપ્પા ને કયા મોઢે કે તેમની પસંદ નું પાત્ર આવું છે,એ બિચારી સહન કરે જતી,ને ઘર માં થી તો સ્ત્રીઓને કમજોર બનાવવા ની તાલીમ આપવામાં આવે છે. અને ચાંલ્લા ના આવેલા પૈસા પણ જુગાર માં ઉડાડી દીધા. તે દેવાદાર પણ થઈ ગયો.એક દિવસ તે બહું કંટાળી ગઈ હતી, હવે તે શું કરે તે સમજાતું ન હતું તેને તે જાય તો ક્યાં જાય હિરેન ના મમ્મી પપ્પા પણ છોકરા ના આવા વ્યવહાર થી કંટાળ્યા હતા. 

   એક દિવસ હિરેન ના મમ્મી પપ્પા યાત્રા કરવા ગયા હતાં ત્યારે હિરેને હેરી ને બહુ મારી નાની વાત માં ઝગડો કરી ઢોરમાર માર્યો,તેનાં થી હવે સહન શક્તિ બહાર નું હતું, તેને તેનાં દાગીના પણ વેચી માર્યા. હવે હેરી એ નોકરી શરુ કરી,તેને લાગ્યું કે સારું થશે ધીરે ધીરે પણ તેના પતિ નો ત્રાસ વધતો ગયો,આ જોઇ અમન ને પણ દુ:ખ થતું પણ તે પણ કંઇ કરી શકે તેમ ન હતો.

તેનો પતિ બહુ ત્રાસ વિતાવતો બિચારી પર તે કોઇ વાર તો પોતાના માં બાપ ને પણ દોષ આપતી તો કોઇ વાર નસીબ ને પણ હવે શું થાય,તે એક વાર આ વાત પર માં બાપ ને વાત કરી પણ તો તે બિચારી હેરી પર વરસી પડ્યાં, ને તેને દોષ માં ગણવા લાગ્યાં, તે ધીરે ધીરે ડિપ્રેશન નો ભોગ બની.તે હવે થી ઘરે જવાનું પણ ટાળતી.
   
   તેની પાસે કોઈ રસ્તો ન હતો બચ્યો તો એને આત્મ હત્યા કરવાનું વિચાર્યું, તેને પોતાના જમવામાં ઝેર પણ કમનસીબી તો જુઓ, તે થાળી નું જમવાનું અજાણતા  તેનો પતિ હિરેન ખાઇ ગયો અને તે મરી ગયો બધો દોષ બિચારી હેરી ઉપર આવ્યો,હેરી પર પોતાના પતિ ની હત્યારી ,ડાયન જેવું લેબલ લાગી ગયું,હવે શુ કરવું તે તેને સમજાતું ન હતું, હેરી ના માં બાપ તો એને ન બોલવા ના કડવાં વેણ સંભળાવ્યા.જ્ઞાતિ પંચે પણ તેને હત્યારી સાબીત કરી દીધી. પોલીસ ફરિયાદ પણ કરી લોકઅપ માં તેની પુછપરછ કરવામાં આવી કોઈ સબુત ન મળ્યો તો પોલીસે એ તેને છોડી દીધી.તે બિચારી સાંવ ગાંડી થઈ ગઇ,તે સાવ એકલી થઇ ગઈ હતી.કેમકે તેને લોકો એ પાગલ કરી નાખી હતી પહેલાં માં બાપ ,પતિ અને પાછું આ લાગેલો આક્ષેપ.કોઇ પણ ગાડું થઇ જાય,જાય તો જાય કયાં તે બિચારી એવી ગાંડી થઈ ગઇ કે તેને પાગલ ખાના માં એડમીટ કરવી પડી.અમન ને આ ન સહન થયું તેને નિર્ણય કર્યો કે તે હેરી ને આજીવન રાખસે, જાણે વરસાદ ના  છાંટડા ની માફક હેરી ના આસું પડતા હતા.
.    
શૈમી ઓઝા