પ્રકરણ- ૮ હું એચઆઈવીગ્રસ્ત બની
મારા જીવનમાં અનેક પુરુષો આવી ચાલ્યા ગયા અનેકોના નામ કે ચહેરા પણ યાદ નથી. આ પુરુષો સાથે સેક્સ માણ્યા બાદ મને ક્યારે પણ ખરાબ નથી લાગ્યું, ક્યારે પણ ગ્લાનિ નથી અનુભવી. પરંતુ યશ સાથેના સબંધો મારા મનને ડંખતા હતા. કામાવેગમાં મેં અને તેણે શરીર સુખ ભોગવ્યું પરંતુ રહી રહી મારું મન મને ધિક્કારવા લાગ્યું. યશ માત્ર ૧૪ વર્ષનો છોકરો હતો. તેની સાથે સેક્સ માણી મેં નૈતિક અપરાધ કર્યાની લાગણી મને ઘેરી વળી. આ વયના બાળકોને સેક્સનું જ્ઞાન પણ ના હોય તેવી ઉંમરમાં મેં તેણે મારું શરીર આપ્યું. અને આ કોઈ એક વખતની વાત ના હતી. મારા શરીરનો આસ્વાદ માણ્યા બાદ યશમાં સેક્સની ભૂખ ખુલી હોય તેમ અવારનવાર મારી પાસે માંગણી કરતો અને તેની હઠ સામે હું પણ ઝુકી તેની માંગને સંતોષતી રહેતી.
ક્યારેક રાત્રીના તો ક્યારેક શાંત બપોરે યશ મારા રૂમ પર આવતો અને અમે કલાકો સાથે વિતાવતા. તે મને હંમેશા મારા પૂર્વ જીવન વિષે પૂછ્યા કરતો અને હું એ બાબત ટાળતી રહેતી. જો કે યશ સામે ચાલી પોતાના ઘર-પરિવાર વિશે જણાવતો હતો. યશ મારા પ્રેમમાં એટલો બધો આસક્ત હતો કે એક વખત તેણે મારી સામે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો. પ્રથમતો તેની વાત સાંભળી હું હસી જ પડી પરંતુ તે આ બાબતે ગંભીર બનતા મારે તેણે મહામહેનતથી સમજાવવો પડ્યો કે આપણા સંબંધની કોઈજ મંજિલ નથી. બે વર્ષ દરમિયાન અન્ય કોઈને જરા સરખો પણ અણસાર ના આવે એ રીતે અમે એક-બીજાને ભરપૂર પ્રેમ કરતા રહ્યા. આ સમયમાં હું અવારનવાર બીમાર રહેવા લાગી. સામાન્ય બીમારી પણ મારા માટે ગંભીર બની રહેતી છતાં હું નાની બીમારીઓને ગંભીરતાથી નહોતી લઇ રહી. કોઈ કાર્યમાં મારું શરીર સાથ નહોતું આપી રહ્યું. યશ સાથે બે વર્ષના સાથમાં અમે બંનેએ એક બીજાને ભરપૂર પ્રેમ આપ્યો અને છેવટે એ સમય પણ આવ્યો જયારે યશને મારો સાથ છોડવો પડ્યો.
મારી નિયતિમાં કોઈ એક વ્યક્તિનો પ્રેમ પામવાનું તો લખાયું જ ના હતું. અભ્યાસ પૂર્ણ થતા યશ માટે આ સંસ્થા છોડી જવાની વેળા આવી. છેલ્લી ઘડી સુધી એ મારી સાથે લગ્ન કરવાની જીદ કરતો રહ્યો. એ નાદાન હતો પણ હું નહિ. મારા અને યશના લગ્ન સંબંધને તેનો પરિવાર જ નહિ પરંતુ આ સમાજ પણ ક્યારે પણ ના સ્વીકારે એ હું સારી રીતે જાણતી હતી. માટે યશ સાથે લગ્નએ વિચાર પણ મારા માટે મૂર્ખાઈ સમાન જ કહેવાય. યશની વિદાય બાદ હું એકલી પડી ગઈ, અંદરથી સાવ ભાંગી પડી. યશની જુદાઈએ મને જાણે પાગલ જ બનાવી હોય મારું મન કોઈ બાબતમાં રુચિ નહોતું લઇ રહ્યું. જાણ્યે-અજાણ્યે મને આભાસ થતો કે હવે મારા જીવનમાં ખુશી અને આનંદના દિવસો પુરા થયા. કદાચ થોડા જ સમયમાં મારી જીવનલીલા સંકેલાઇ જશે! પણ મારા માટે મોત પણ એટલું સહેલું ક્યાં હતું? રોજ મારી-મારી જીવાડતી આ જિંદગી એમ સરળતાથી મોત કેમ આપી દે? હજુ તો મારે એઇડ્સ જેવી બીમારી સામે લડવાનું હતું , મારી જાતને સજ્જ કરવાની હતી.
અમારી સંસ્થા અનેક સેવાકીય કાર્યો સાથે પણ જોડાયેલી હતી. તેમાનું એક કાર્ય બ્લડ ડોનેશનનું પણ હતું. સંસ્થા દ્વારા નિયમિત બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવતા. કેમ્પ સંસ્થા દ્વારા જ આયોજિત હોય સમગ્ર સ્ટાફગણને રક્તદાન કરવું ફરજીયાત જ બની રહેતું. હું પણ આવા કૅમ્પોમાં રક્તદાન કરતી હતી. યશના ચાલ્યા જવાના લગભગ એક વર્ષ બાદ મને જાણ થઇ કે હું એચઆઇવી પોઝિટિવ થઇ ચુકી છું. રક્તદાન સમયે જ મારા લોહીની તપાસ થઇ અને આ તપાસમાં હું એચઆઇવી પોઝિટિવ હોવાનું સામે આવ્યું. જો કે આ બાબતની જાણ મને તત્કાલ કરાઈ નહિ. લોહી તપાસ બાદ ડોક્ટર દ્વારા કોઈ જ કારણ આપ્યા વગર મારું લોહી લેવાની મનાઈ કરવામાં આવી. મને થોડું આશ્ચર્ય થયું.
બીજા દિવસે ખુદ સંસ્થાના ટ્રષ્ટી દ્વારા મને બોલાવવામાં આવી. અને હું એચઆઇવીથી ચેપી હોય મને સંસ્થામાંથી એ જ દિવસે રુખસદ આપી દેવાઈ. સંસ્થા છોડતા પહેલા તપાસ કરતા જણાયું કે પેલો જીવન કાકા પણ એચઆઇવીનો ભોગ બન્યો હતો માટે જ તેની સંસ્થામાંથી તેની હકાલપટ્ટી કરાઈ હતી. અને તેના ચેપના લીધેજ હું પણ એઇડ્સ જેવી બીમારીના સકંજામાં ફસાઈ હતી. હું એઇડ્સગ્રસ્ત હોવાની જાણ થતા મારી સામે દરેક એ ચહેરાઓ તરવરવા લાગ્યા કે જેના સાથે મેં શરીર સબંધ બાંધ્યો હતો, ત્યારે જ મારા મન પર યશને લઇ ચિંતા ઘેરી વળી. ભગવાન ના કરે યશને પણ મારા તરફથી એઇડ્સનો ચેપ લાગ્યો હોય તો તેની હાલત શું થશે. મેં મારી જિંદગી જીવી લીધી હતી. સામે નજરે પડતા મારા મોતનો મને ભય ના હતો પરંતુ યશ પાસે તો તેની આખી જિંદગી પડી હતી. યશને લઇ અપરાધ ભાવના મારા મન પર વ્યાપી ગઈ.
અત્યારસુધી મારા જીવનમાં આવેલી ગમેતેટલી ખરાબ સ્થિતિનો મેં હિંમ્મત પૂર્વક સામનો કર્યો હતો પરંતુ આ સ્થિતિ મારા માટે ખરી કસોટીરૂપ બની. આ સ્થિતિમાં મને સધિયારો આપે એવું કોઈ જ ના રહ્યું. હું હવે મારા જીવનના એવા મુકામ પર આવી ઉભી હતી કે જીવતા જીવત હું મારા મોતને સ્પષ્ટ જોઈ રહી હતી. આ લડાઈ મારે જ લડવાની છે એ પણ હું સારી પેઠે જાણતી હતી. મોતના ભયથી રોજ-રોજ મરતા રહેવાથી સારું છે હવે બચેલા જીવનના એક-એક દિવસને હું ભરપૂર જીવી લઉં. પણ સામે જીવન નિર્વાહ માટે પ્રશ્નો પણ ઘણા હતા. આટલા વર્ષોથી મારો આશરો રહેલી આ સંસ્થા છોડ્યા બાદ જવું તો ક્યાં જવું? કોની પાસે જવું? ફરી નબળા વિચારો મને ઘેરી વળ્યાં. આ દેહ હવે મને બોજારૂપ લાગવા મંડ્યો. પણ એટલી હિમ્મત પણ ના હતી કે એક ઝટકા સાથે હું આ દેહને હંમેશા માટે સમાપ્ત કરી દઉં. મારે બીજા કોઈ માટે નહિ પરંતુ મારા માટે જીવવું પડશે.
મારે લડવું હતું પરંતુ શરીર સાથ આપી રહ્યું ના હતું. બીમારીના કારણે શરીર પણ કૃશ થતું જતું હતું. સંસ્થા છોડ્યા બાદ પહેલું કામ મેં હોસ્પિટલમાં એડમિટ થવાનું કર્યું. ત્યાંના ડોક્ટર દ્વારા મારી સારવાર શરું થઇ. મને ૬ માસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી. દરમિયાન રહી રહી મારી શરીરની ભૂખ પણ જાગતી. લાખ ઈચ્છા છતાં હું આ ભૂખને શમાવી શકતી નઈ. મારા એડીક્સનથી છૂટવા હું મનોચિકિત્સક પાસે પણ ગઈ અને મારી લાંબી સારવાર ચાલી.
વર્ષો સુધી સંસ્થામાં સેવા આપી હોવાથી મારા પાસે પૈસાની બચત ઠીક પ્રમાણમાં હતી. પરંતુ આ એક વર્ષની સારવાર દરમિયાન પૈસા પણ ખૂટતા ગયા. મારે આર્થિક સલામતી જોઈતી હશે તો મારે જલ્દીથી જીવનનિર્વાહ માટે કામ શોધી લેવું પડશે જ. કદાચ જ કોઈએ મારા જેવી પરિસ્થિતિનો સામનો કર્યો હશે! મારી પાસે કામ નહોતું, જીવન નિર્વાહ માટે પૈસા પણ ના હતા, શરીર દિવસે-દિવસે સાથ છોડી રહ્યું હતું, સમાજ અને ત્યાં સુધી કે હું મારા પોતાનાઓથી પણ તિરસ્કૃત બની ચુકી હતી. મારે જીવવા માટે એક પણ કારણ ના હતું અને મરવા માટે ઘણા.
પૈસા ના અભાવે હવે મારે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી. હું હોસ્પિટલના બિછાને મારા બચેલી જિંદગીના દિવસો પસાર કરવા માંગતી ના હતી પરંતુ લાચારીવશ હું કશું જ કરી પણ શકતી નહીં. આ સમયમાં એઈડ્સગ્રસ્ત દર્દીઓ માટે કામ કરતી એક એનજીઓના કાર્યકરો હોસ્પિટલની મુલાકાતે આવ્યા અને હસમુખભાઈ સાથે મારે પરિચય થયો. તે મારામાં પોતાની નાની બહેને જોઈ રહ્યા હતા. થોડાજ દિવસોની મુલાકાત લાગણીસભર સંબંધમાં પરિણમી. મેં હસમુખભાઈને મારા જીવનની તમામ હકીકત જણાવી. તેઓ મને સઘળી મદદ કરવા આગળ આવ્યા. ફક્ત મને જ નહિ પણ મારા જેવા ઘણા લોકોની મદદ તેઓની સંસ્થા કરતી હતી
મારી જેમ સમાજ અને પરિવારમાંથી તિરસ્કૃત થયેલા એઇડ્સ પેશન્ટ પગભર થઇ સમાજમાં સ્વમાનભેર જીવી શકે તે માટે હસમુખભાઈ અને તેમની સંસ્થા કાર્ય કરતી હતી.
તેઓ મને તેમની સાથે સંસ્થાના તાલીમ કેન્દ્રમાં લઇ આવ્યા. અહીં મારા જેવા ઘણા લોકો હતા અને દરેક પાસે પોતાની એક અલગ જ વ્યથા ભરી જીવનકથા હતી. 6 માસ સુધી હું સંસ્થાના તાલીમકેન્દ્રમાં રહી સિલાઈ જેવા કામોની તાલીમ મેળવી.
તાલીમ પૂર્ણ થયા બાદ સંસ્થાના જ સહકારથી મને અહીં ભાડાનું મકાન અપાયું તેમજ મને કામ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરી દેવામાં આવી. છેલ્લા બે વર્ષથી હું અહીં એકલી જીવી રહી છું. આજે પણ બહારની દુનિયા સાથે મારે કોઈ સંપર્ક નથી. મારે જરૂરત પણ નથી. મેં બહુ નાની વયમાં આ દુનિયા અને લોકોના બદલાતા રંગ જોયા છે. પૂરો દિવસ મારી જાતને કામમાં વ્યસ્ત રાખું છું.મારા ભૂતકાળને ભૂલથી પણ યાદ કરવા માંગતી નથી. આજે ઘણા સમય બાદ તમારી સામે મેં મારા જીવનના એ વીતેલા વર્ષોને ફરી યાદ કર્યાં છે.
અહીં સંધ્યાબેને પોતાની વાત પૂર્ણ કરી પરંતુ હજુ પણ તેના જીવનનું આખરી ચેપ્ટર તો બાકી જ છે. જેમાં આ દુનિયામાંથી તેઓ વિદાય લઇ ગયાનો ઉલ્લેખ છે.
એ દિવસે મેં ચાર કલાક સુધી તેમના મુખેથી તેમની વાત સાંભળી. અને એ કોઈ સસ્પેન્સ થ્રિલર ફિલ્મથી ઓછી ના હતી. પત્રકારત્વને મારી કારકિર્દી તરીકે અપનાવ્યા બાદ મેં ખુદ ઘણા રોચક અનુભવો કર્યા છે પરંતુ સંધ્યાબેનની આપવીતી મારા માટે પણ અસામાન્ય હતી અને આજે પણ છે.
(- વધુ હવે પછી....)