Green signal - 5 in Gujarati Love Stories by Prit's Patel (Pirate) books and stories PDF | ગ્રીન સિગ્નલ - 5

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

ગ્રીન સિગ્નલ - 5

ગ્રીન સિગ્નલ...

(આગળ આપણે જોયું કે અનિરુદ્ધ નો ફોન આવે છે પણ નેહા કોલેજ માં હોવાથી વાત  થઈ શકતી નથી . અનિરુદ્ધ નો કોલ પણ આવતો નથી હોવી આગળ.....)

     વરસાદ ના હોવાથી નેહા બસ માં જવાનું નક્કી કરે છે. બસ માં બેઠા બેઠા લગભગ દસ વખત નેહા ફોન ચેક કરે છે. પણ અનિરુદ્ધ નો કૉલ કે મેસેજ હતો નહીં.

બસ કોલેજ તરફ આગળ વધી રહી હતી ત્યાં નેહા ના ફોન માં રિંગ આવે  છે. નેહા એ જોયું તો ફોન ની સ્ક્રીન પર my world.... mom લખેલું હતું. 

નેહા : હા મમ્મી ,

પાયલ બેન :  અરે નેહુ દીકરા તને હું કહેવાનું ભૂલી ગઈ . દીકરા આજે સાંજે ઘરે વહેલી આવી જજે. છોકરા વાળા આવવાના છે. 

નેહા : હા મમ્મી. કહી ફોન મૂકી દે છે.

નેહા આજે ફરી એ જ જગ્યાએ આવી ને ઉભી રહી ગઈ જ્યાં એ અનિરુદ્ધ ને મળ્યા પહેલા  હતી. 

નેહા : ખેર ,અનિરુદ્ધ નો તો કોઈ જવાબ આવ્યો નથી. એટલે રાહ જોવાનો કોઈ અર્થ પણ નથી એમ કહી મન ને સમજાવ્યું.

       આજે ફરી મન વ્યાકુળ બની ગયું હતું. જ્યારે કોઈ પોતાનું લાગવા માંડે અને અચાનક એ સાથ છોડી દે ત્યારે કદાચ આવું જ થતું હશે કદાચ નહીં આવું જ થાય....
        
          વિચારો માં કોલેજ ક્યારે આવી ગઈ ખબર જ ન પડી
જ્યારે  કંડકટરે નેહા ને કહ્યું, કે મેડમ તમારું સ્ટેશન આવી ગયું ત્યારે નેહા વિચારો માંથી બહાર આવી.

              નેહા બસ માંથી ઉતરી કોલેજ તરફ આગળ ચાલી નીકળી.આજે ફરી નેહા  રસ્તા પર આવેલા સિગ્નલ ને જોઈને અટકી જાય છે. સિગ્નલ માં રેડ લાઈટ હતી.

"ખરેખર મારા જીવન નું સિગ્નલ રેડ જ રહેશે શુ ક્યારેય બદલાશે "!!!!  


           કાલ થી કોલેજ માં "ઈન્ટરકોલેજ કોમ્પીટિશન" શરૂ થવાની છે. નેહા સૌથી યંગ લેક્ચરર હોવાથી નેહા ને  student નું લિસ્ટ તૈયાર કરવાનું હતું તેથી નેહા નો આખો દિવસ તેમાં જ પસાર થઈ ગયો .થોડીવાર માટે મન અને હૃદય અનિરુદ્ધ અને તેની વાતો તરફથી હટી ગયા.

      આખો દિવસ કોલેજ માં પસાર થઈ ગયો . આજે તો નેહા ખૂબ થાકી ગઈ છે. કારણ કે આખો દિવસ કૉલેજ માં કામ રહ્યું હતું.

     જલ્દી જલ્દી  પોતાનું વર્ક પૂરું કરી નેહા પોતાના ઘરે જવા માટે બસ સ્ટેન્ડ પર આવી ગઈ . થોડીવાર રાહ જોયા બાદ બસ આવી . નેહા બસ માં ચડી અને બસ પોતાના રૂટ પર ચાલી નીકળી.


           નેહા શાંતિ થી આંખો બન્ધ કરી ને સીટ પર માથું ઢાળી ને બેઠી છે.

     આગળ નું સ્ટેશન આવવાથી કેટલાક મુસાફરો ઉતરી ગયા તો કેટલાયે  નવા મુસાફરો આવી ને સીટ પર બેઠા.

    નેહા ની બાજુ માં ખાલી પડેલી સીટ પર પણ કોઈ આવી બેઠું. પણ નેહા તો એમ જ બેઠી હતી જાણે કે કોઈ ના આવા કે જવાથી તેને કાઈ ફરક પડતો નથી.

   થોડીવાર બાદ એ વ્યક્તિ એ નેહા ને સવાલો પૂછવાનું ચાલુ કર્યું.....

"મેડમ છેલ્લું સ્ટેશન ક્યુ છે??"

નેહા એ માથું ઊંચું કર્યાં વિના જ જવાબ આપ્યો આ બસ continue ચાલુ રહે છે. લાસ્ટ સ્ટોપ પછી u turn લઇ લે છે.

ok medam.

"ફરી એ માણસ ને શાંતિ ના થતા ફરી સવાલ પુછયો, મેડમ તમે રોજ આ બસ મા સફર કરો છો"??

નેહા એ જવાબ આપવો જરૂરી ના સમજતા . કશુ ના કહ્યું.

"ત્યાં ફરી પેલા માણસે સવાલ પૂછ્યો મેડમ તમે ક્યાં રહો છો ?"

હવે નેહા ને ગુસ્સો આવ્યો 

oh hello, mister mind your own buissness .

ત્યાં નેહા ની આંખો ખુલી રહી જાય છે ને જુવે છે ,તો એ સવાલો પૂછી પૂછી ને હેરાન કરવા વાળું બીજુ કોઈ નહીં પણ અનિરુદ્ધ હતો. જે મંદ મંદ હસી રહ્યો હતો.

નેહા : અનિરુદ્ધ તમે , અહીં પણ કેવી રીતે  ??

તમને કઈ રીતે ખબર પડી કે હું આજે બસ માં આવી છું ??

ને તમે મારા ફોન નો જવાબ કેમ ના આપ્યો અનિરુદ્ધ???

relax નેહા મેડમ જી ,

બધું જણાવુ છું પહેલા આપણું સ્ટેશન આવી ગયું છે. નીચે ઉતરી જઈએ!!

(નેહા અનિરુદ્ધ ને જોઈ ને ભૂલી ગઈ કે એનું ઘર પાસે નું બસ સ્ટેશન આવી ગયું  છે.)

અનિરુદ્ધ : નેહા હવે પૂછો શુ કહેતા હતા તમે??

અરે , એમ જ કે તમે કોલ કેમ નથી ઉચકતા  અનિરુદ્ધ મને ચિંતા થઈ હતી કે શું થયું હશે ઘડી ભર તો મન પણ થયું કે તમારા ઘેર આવી જાવ પછી મન ને વાળી લીધુ.

"નેહા એ કોઈ પણ પ્રકાર ની આડી અવળી વાતો કર્યા વગર જ પૂછી લીધું અનિરુદ્ધ તમારો જવાબ શુ છે"??


અનિરુદ્ધ : હસતા હસતા અરે મેડમ તમારા ઘર નંબર તો કહો એટલે આપણે ઘરે પહોંચીએ 


નેહા : અનિરુદ્ધ આજે મને ઘરે છોકરો ને તેનો પરિવાર જોવા આવવાનો છે.અને મેં તમારા વિશે  ઘરે કાઈ જ નથી કીધું .
        
અનિરુદ્ધ : neha relax, 

અનિરુદ્ધ નેહા નો હાથ પકડી ને તેના ઘરે દોરી જાય છે. 

ઘરમાં પ્રવેશતા નેહા જુએ છે. ઘર  ના ડ્રોઈંગ રૂમ માં પાયલ બેન અને મનીષ ભાઈ ( નેહા ના માતા -પિતા)  એમની સાથે બીજા  લોકો પણ મોજુદ હતા . બધા ના ચહેરા પર મંદ મંદ મુસ્કાન હતી. 




નેહા : ઘડીભર નેહા અવાચક રહી જાય છે.છોકરા વાળા  આવી ગયા  છે. અનિરુધે નેહા નો હાથ પકડ્યો છે. આ લોકો શુ વિચારશે !!@!

(અચાનક નેહા ના મન માં વિચાર ઝબુકયો )

એક મિનિટ આ લોકો છોકરા ના મમ્મી પપ્પા લાગે છે પણ છોકરો ક્યાં છે??

ને મમ્મી પાપા મને અનિરુદ્ધ સાથે જોઈ ને મુસ્કુરાઈ છે કેમ??? તેનેવમારો હાથ પકડ્યો છે છતાં પણ!!

પાયલ બેન : અરે નેહુ ઘણું મોડું કર્યું .અચ્છા તો તું અને અનિરુદ્ધ વાતો એ વળગ્યા હશો કેમ !!

નેહા આશ્ચર્ય ચકિત થઈ મમ્મી તમે અનિરુદ્ધ ને ઓળખો છો પણ  કેવી રીતે??

મનીષ ભાઈ(નેહાના પપ્પા) કેમ બેટા ,તને શું લાગ્યું કે અમને ખબર નહીં પડે ..... તું જ્યારે પહેલી વાર અનિરુદ્ધ ને મળી ત્યારે સાંજે જ અનિરુદ્ધ નો ફોન આવી ગયો હતો કે એને તું પસંદ છે. એના માટે રૂપ મહત્વ નું નથી તારા ગુણો જોઈ એને તું ગમી ગઈ હતી . પણ એને અમને તને કહેવાની ના કહી હતી તેથી અમે તને કાઈ જ ન કહ્યું . અમે ખૂબ જ ખુશ છીએ બેટા.


નેહા : sry papa .
        હું તમારાથી છુપાવા ઈચ્છતી ના હતી . નેહા ની આંખ માં 
        આંસુ સાથે પછતાવો હતો  અને ખુશી પણ.

અનિરુદ્ધ  હાથ માં રિંગ લઇ ને ઉભો છે . 

અનિરુદ્ધ : નેહા શુ હું તમારા જીવન નો અણમોલ હિસ્સો બની શકું ???

નેહા ને લાગ્યું કે જાણે આજે ટ્રાફિક સિગ્નલ માં બધી જ લાઈટો ગ્રીન થઈ ગઈ છે અને તેનું જીવન લગ્ન નામના સિગ્નલ તરફ આગળ વધવા જઇ રહ્યું છે . નેહા એ પોતાનો હાથ આગળ લંબાવી પોતાના જીવન માં અનિરુદ્ધ ના માટે ના અણમોલ સ્થાન માટે  ગ્રીન સિગ્નલ આપી દીધું.


                                                             
સંપુર્ણ....

હેતલ ખૂંટ જે સુરત ના રહેવાસીની આ રચનાથી ખૂબ જ લોકોના દિલ જીતી લીધાં છે. હવે આગળની નવી રચના "કાશ..." જે વાંચીને તમારુ દિલ પ્રેમનાં રસમાં તરબોળ થઇ જશે. આશા કરુ કે "કાશ..." રચના વૈશાલી  પૈજા જે સુરતના રહેવાસીની વાર્તા ખુબ જ ચર્ચામાં રહી ચુકિ છે અને આમાં પણ તમને ગમશે.

મારી રચના "રહસ્યમય પુરાણી દેરી" વાંચજો...ખૂબ જ રહસ્યમય એક પૌરાણિક કથા છે. જે અત્યાર સુધીની સૌથી લાંબી કથા હશે. 


લી. હેતલ ખૂંટ ?
મદદગાર :- પ્રિત'z...?
૯7૩7૦1૯2૯5