અત્યાર સુધીનુ ચીસનુ કથાનક....
************
મરિયમને પોતાના ઘરની સામે ઠાકોર સાહેબની હવેલીમાં મધ્યરાત્રીએ ખળભળાટ જોવા મળે છે. દબાતા પગલે જિજ્ઞાસાવશ મરીયમને હવેલીમાંનો નજારો જોઈ વિશ્વાસ નથી થતો. ઠાકોર સાહેબના બંને સંતાનો કે જેની પોતે સારસંભાળ રાખતી હતી એ ખૂબ જ અશ્લીલ વર્તન કરતા જોયા.
મરિયમ મનમાં એક નવી જ ઉથલપાથલ સાથે પાછી ફરે છે..
એમની વર્તણૂક મરિયમને ઘૂંટાતા કોઈક નવાજ રહસ્યના પરદા ઉગાડવા મજબૂર કરે છે.
મરીયમ કાજી સાહેબને પોતાના પેટની વાત કરે છે કાજીસાહેબ અસબાબ રાંદેરી નામના એક ઇલ્મી વ્યક્તિને મળાવે છે.
અસબાબ રાંદેરી મામલો સમજી જાય છે.
આખી ઘટનાનો તાગ મેળવવા ભૂતકાળને હાજરાતની વિધિ દ્વારા નજર સમક્ષ લાવીને જુએ છે જેથી કરીને સર્જાયેલી પરિસ્થિતિનાં તાબડતોડ જડબેસલાક પગલાં લઈ શકાય..
હાજરાતમાં જોવાતા ભૂતકાળની કથાકડીમાં હવે આગળ વધીએ...
--------------------------
ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલી માર્ટીન ટીમનો મૂળ હેતુ તો ટીમના કપ્તાન સિવાય કોઈને ખબર નહોતી.
ભવાનગઢ શહેરની એક મોટી ફાઇવ સ્ટાર હોટલના લક્ઝુરિયસ રૂમમાં ડેવિડ લેપટોપ ના સ્ક્રીન પર ભારતના રહસ્યમય મહેલો અને છુપા ખજાનાઓના વિડિયોઝ જોતો ખૂબ જ ઝીણવટતાથી જરૂરી ઇન્ફર્મેશન પોતાની એક પર્સનલ ફાઇલમાં સેવ કરી રહ્યો હતો.
માર્ટીન લ્યુસી સાથે શહેરના એક પૌરાણિક મંદિરની ખોજમાં હતો. આસપાસના દુર્ગમ પહાડી વિસ્તારમાં એની ગતિવિધિઓ પ્રારંભાએલી..
ડોલી અને ડેવિડને હોટલમાં રોકાવાનું હતું યાદવ કે કામલેના ફોન કોલ રીસીવ કરી જે મળે એને હાથ વગું કરી લેવાનું હતું.
રાત્રે 11:30 ના અરસામાં ડેવિડ વોશરૂમમાં હતો ત્યારે કામલેનો કોલ આવેલો.
ડોલીએ કોલ રિસીવ કર્યો.
કામલેએ ડોલીને નીચે બોલાવેલી.
પ્હેલાં પણ ઘણી વસ્તુઓની ડીલ થઈ હોઈ એ લોકોને મળવું ડોલીને કંઈ અજુગતું ન લાગ્યું.
ડેવિડને -"કામલે મળવા માંગે છે હું નીચે જઈ આવું..!'
એટલું કહી ડોલી સડસડાટ કમરાની બહાર નીકળી ગઈ.
એ વાત ને લગભગ અડધો કલાક વીતી ગયો હતો. એક મિનિટનો ટાઈમ ડેવિડને ભારેખમ લાગી રહ્યો હતો.
બેચેની વધી ગઈ ત્યારે એનાથી ન રહેવાયું.
હોટલનો રૂમ લોક કરી લિફ્ટમાં આવ્યો.
નીચે આવી રિસેપ્શનિસ્ટને ડોલી વિષે પૂછપરછ કરી.
જવાબમાં રીસેપ્શનીસ્ટે કહેલું કે,
"મેડમ ફોન કાનપર ધરી હોટલનું કમ્પાઉન્ડ પાર કરી ગયાં..! હું માનું છું ત્યાં સુધી એ નદીના ઢોળાવ તરફ ઊતરી રહ્યાં હતાં..!"
સડકની બીજી તરફથી સુકી નદીનો રેતાળ પટ આરંભાતો હતો.
ડેવિડ અત્યાર સુધી ડોલીને 10 કોલ કરી ચુક્યો હતો. દરેક વખતે ફોન સ્વીચ ઓફ હોવાનો સંદેશ એના રઘવાટમાં વધારો કરી રહ્યો હતો.
ડેવિડ એકવાર નદીના ઢોળાવ સુધી જઈ આવ્યો. ઘોર અંધકારનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું.
ડોલી સાથે કંઈક અઘટિત બનાવ બન્યાની ભીતી એના મનમાં વારંવાર ઉથલા મારી રહી હતી.
ડોલી મિસિંગ થવાની ઇન્ફર્મેશન ડેવિડે કોલ દ્વારા માર્ટીનને આપી.
ડોન્ટ વરી માર્ટીને કહ્યું..! ક્યાંક વાતચીત કરવા બેઠા હશે આવી જશે..! લ્યુસી સાથે હું જલ્દી હોટલે પહોંચું છું..!
માર્ટીને call disconnect કરી નાખ્યો.
ડેવિડને માર્ટીન પર ગુસ્સો આવ્યો. પોતાના સાથીઓની કોઈ જ ફિકર નથી. આટલી બધી બેદરકારી ભારે પડી શકે છે.
એને માર્ટિન હંમેશા સ્વાર્થી લાગ્યો છે..
પોતાના સ્યૂટમાં ડેવિડ પાછો ફર્યો ત્યારે એનું મન અત્યંત બેચેન હતું.
ડોલીને એ મનોમન પ્રેમ કરતો હતો. ડોલી એની સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં હતી. છતાં ક્યારેક ક્યારેક ડેવિડ અકળાઈ ઊઠતો. ડોલી અમુક નિર્ણયો પૂછ્યા વિના લઈ લેતી ત્યારે ડેવિડને એક પ્રકારની મનોમન અનસિક્યોરિટી ફીલ થતી. આજે પણ એવું જ થયું.
કામલે નો કોલ એટેન્ડ કરી તરત એ સ્યુટમાંથી બહાર નીકળી ગઈ. ત્યારે એ વિચારવા લાગ્યો. એને મારી રાહ જોવી જોઈતી હતી. ગમે તેમ તોય આ કન્ટ્રી અમારા માટે સાવ અજાણ્યો છે.
આજે પણ ઇન્ડિયાના પીપલ્સના માનસ પરથી અંગ્રેજોની ગુલામી વાળું ભૂત ઊતર્યું નથી.
ડેવિડ એ વાત સારી પેઠે જાણતો હતો ભારતમાં વેપાર કરવાનો મનસૂબો લઈને ઘુસેલા બ્રિટિશરોએ 200 વર્ષ સુધી શાસન કર્યું. ઇન્ડિયન સ્વરૂપવાન સ્ત્રીઓનુ શિયળ લૂંટ્યું.
એટલાથી મન ભરાતું ના હોય એમ કેટલીક સ્ત્રીઓના માથાને ધડથી અલગ કરી નાખવાનું હિચકારુ કૃત્ય કર્યુ.
કોઈપણ સ્ત્રી અંગ્રેજ સામે ફરિયાદ કરી શકતી નહી કેમકે બ્રિટિશરોએ કાયદો જ એવો બનાવેલો કે એક સંસ્કારી સ્ત્રી અદાલતમાં પોતાનો ગુનો સાબિત કરી શકતી નહોતી. ન્યાયાધીશો સુદ્ધા મહિલાઓની ઠઠ્ઠા મશ્કરી કરતા.
જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી બળાત્કારી ગુનેગાર ગણાતો નહીં.
એટલે ઠેરઠેર બળાત્કારના ગુનાઓની બાઢ આવેલી.
પોતાના વડવાઓનુ પાપ છાપરે ચઢીને પોકાર્યું હતું.
એટલે જ આજે પણ બ્રિટિશરો પ્રત્યે ભારતીય માનસમાં એટલી જ નફરત પ્રવર્તે છે.. ડેવિડ જાણતો હતો. પછી ડોલીની ચિંતા તો થાય જ ને..?
ભૂખ લાગી હોવાથી ડેવિડ કેટલીક નોનવેજ આઈટમો ઓર્ડર કરી બ્રાન્ડીના ઘૂંટ ગટગટાવા લાગ્યો. ફ્રીજમાંથી આઇસ ક્યુબ ને ડ્રિંકના બાઉલમાં વધારી મગજ ને ઠારવાનો મિથ્યા પ્રયાસ એને આદર્યો.
10 મિનિટમાં વેટર ઓર્ડર સપ્લાય કરી ગયો.
એક નાનકડા ફોર સીટર ડાઈનીંગ ટેબલ પર બેસી ડેવિડ પોતાની મનગમતી વાનગીઓ પેટમાં પધરાવા લાગ્યો.
ડ્રિંકના તરોતાજા ધૂંટ સાથે એની ક્ષુધા તૃપ્તિ થઈ.
ડેવિડ દ્વારા અપાયેલી સંતોષપૂર્ણ ટીપ સાથે વેઈટર પ્લેટ ઉઠાવી ગયો.
પોતાના ગ્રુપ મેમ્બર્સ જેમ-જેમ આવતા જશે એમ હોટલમાં ઓર્ડર આપી ડિનર લઈ લેવાના. ડેવિડ એ વાત સારી રીતે જાણતો હતો.
રાતની રેશમી પળોમાં એને ડોલીનો સહવાસ
ગમતો. એનો હૂંફાળો સ્પર્શ અને ગોરા ભરાવદાર મખમલી અંગોની ભીનાશને પી જવા માટે ડેવિડ હંમેશા તત્પર રહેતો.
ડોલી પણ ડેવિડની શક્તિશાળી ભુજાઓમાં સમાઈ જઈ પ્રેમાવેગમાંના ઘોડાપૂરમાં તણાવાની મોજ માણતી.
એવીજ અધીરતા.. એટલી તરસ.. આંખોમાં મધુર માદકતા ધરી ડેવિડ લેપટોપના સ્ક્રીન પર ફ્લેશ થતા ડોલીના મુખની મુગ્ધ છબીના રસાળ હોઠનું રસપાન કરવા વિહવળ બની ગયો હોય એમ હવાના સરસરાટથી પણ દરવાજા તરફ એ ઊંચો થઈ જોઈ લેતો હતો.
મનોમન ડેવિડ ઈચ્છતો હતો કે માર્ટીન અને લ્યુસી આવી જાય એ પહેલાં ડોલી સાથે વરસાદના જાપટાની છાલકો વચ્ચે તરસી મનોવૃત્તિઓ ને તૃપ્તિના ઓડકાર થી હલકાવી દેવા ઇચ્છતો હતો.
ત્યારે જ એના હૈયામાં ટાઢક વળી હોય એમ સ્યુટના મેઈન ડોર પર દસ્તક થઈ.અધિર મન કૂદકો લગાવી બેઠું થઈ ગયું.
ક્ષણનાય વિલંબ વિના ડેવિડે ડોર ઓપન કર્યું. નીલી આંખના કામણ ધરી ઊભેલી સોનેરી ઝુલ્ફોમાં શોભતી ઉજ્વલા ડોલીને મુસ્કુરાતી જોઈ એનું રોમેરોમ રોમાચિંત થઇ ઉઠ્યું.
ડોલીનો હાથ પકડી ડેવિડે એને ભીતર ખેંચી લીધી. એકબીજાને જોયા પછી જાણે કે બોલવા માટે શબ્દો જ નહોતા.
ડોલીને આલિંગનમાં લીધા પછી ડેવિડે એક હાથ વડે ડોર ક્લોઝ કર્યુ.
શબાબ અને શરાબનો સમન્વય હોય ત્યારે કોઈપણ વ્યક્તિનો સેલ્ફ કંટ્રોલ ડગમગી જાય છે.
પોતાની મજબૂત બાહોમાં ડોલીની યૌવનના ભારથી લચી પડતી કાયાને એણે જકડી લીધી. હુંફાળા સ્પર્શના આહલાદક કેફને માણતો ડેવિડ ધસમસતા પૂરની જેમ બેડ તરફ ખેંચાઈ ગયો.
અતિશય આનંદની કિલકીલારી સાથે ડોલી ડેવિડને વીંટળાઈ વળી હતી.
ગુલાબી ત્વચા પરના ટચુકડા પરિધાન- આવરણો ડેવિડની આંગળીઓના સ્પર્શ સાથે ઉતરતા ગયાં.
એક અકલ્પનિય આવેગનું મહાયુદ્ધ બંધ કમરાની દીવારો વચ્ચે મખમલી બેડના પ્રદેશ પર આરંભાયુ...!
કામુક ઉદ્ગારોના હવામાં ઉદભવી ઉઠેલા સમ્મોહન કારી ધ્વનિઓએ ખંડના માહોલને માદક મહેફિલમાં ફેરવી દીધેલુ.
ઘડીભર પહેલાંનો ચિંતાતુર ડેવિડ રાતની રસાળ રોનકમાં રસ તરબોળ હતો.
ડેવિડની બાહોશ કાયાને હમ્ફાવી રહેલું ડોલીનું મધુઘટ જેવું રૂપ ઓરડામાં આંતરીને બેઠું. મખમલી બદનની સુંવાળપ ને માણ્યા પછી ડેવિડ પ્રતિઆવેગોના હુમલામાં લપટાયો.. પોતાની છાતી પર ફરી રહેલા ફૂલોના ગુચ્છાએ એના શરીરને ભડકે બાળેલુ.
કેફના અતિરેકમાં અંજાઈ ગયેલો ડેવિડ પુરના ધસમસતા પ્રવાહ સાથે તણાઈ રહ્યો હતો. આંખો ઉધાડી ડોલીના ચહેરા તરફ જોવાની પણ એને ફુરસદ નહોતી.
અચાનક ઉઘાડા શરીર પર વજનનો વરતારો વધતો ગયો. કંઈક ધારદાર ટાંચણીઓના લસરકા બદન પર થયા હોય એવી પીડા ઉપડી.
આંખમાંથી નશો ઓસર્યો ત્યારે નજરો ધૂધવતા ચહેરાને પારખવા સફાળી જાગી ગઈ.
ગ્લાસની બોટલની કરચોથી ભરાયેલા ચહેરાનું વિકૃતરૂપ પોતાની ઉપર જળુંબાતું જોઈ ડેવિડ હલબલી ઉઠ્યો.
ડોલીના રૂપમાં આવેલી વિકૃત માયાને એક જોરદાર ધક્કાની પછડાટ આપી પોતાની જાતને સંભાળતો અળગો થઈ ગયેલો ડેવિડ થર-થર ધ્રુજી રહ્યો હતો.
"આજા મુજસે પ્યાર કરલે..! મેરી જવાની કો લુટલે..!'
ડોલી નામની વિકૃત આકૃતિના મુખમાંથી મર્દાના અવાજમાં નીકળી રહેલા શબ્દોએ ડેવિડનાં હાડ આંગાળી નાખ્યાં..!
એનુ બિહામણા હાસ્યએ કમરામાં ધ્રૂજારી ફેલાવી દીધી.
"ઓહ નો..!"
એના મુખમાંથી અવિશ્વસનીય આશ્ચર્ય છલકી ઉઠ્યુ.
"ચલ તુજે મેરે સાથ લે જાઉંગા..!"
ડોલીના રૂપમાં પ્રવેશેલા વિકૃત પ્રેતાત્માનો અવાજ એટલો ક્રૂર હતો કે ડેવિડની જીભ થોથવાઈ ગઈ. ચીસ પાડી ગર્જના કરી મૂકવા એનું મન બહાવરૂ બની ઉઠેલુ.
ફફડી રહેલા હોઠને કારણે પેલા ડરામણા ચહેરા પર ખૂપી ગયેલી કાચની કરચો લોહીમાં ભળીને હલન-ચલન કરી ડેવિડના મનને તોડી નાખવામાં સક્ષમ બની.
ડેવિડ મેન સ્યૂટ સાથે એટેચ્ડ વોશરૂમ તરફ કૂદી ગયો.
અચાનક લાઈટ બંધ થતાં ડેવિડ જાણે અંધારી ખીણમાં ખાબકી ગયો.
મુખ્ય રૂમમાંથી કંઈક તૂટફૂટ થવાના અવાજો સાંભળી જાણે કે ડેવિડના શરીર પર ફટકા વાગી રહ્યા હતા.
ડેવિડના ખુલ્લા શરીર પર પરસેવો વળી ગયો. કેટલાય સવાલોએ એના મસ્તિષ્કને હેન્ગ કરી નાખ્યું.
ડોર લોક કરી એક કોર્નરમાં ડેવિડ ભરાઈ ગયો. એકાદ બે પળ માટે એણે પોતાની આંખો બંધ કરી લીધી.
ડોલીનું આવુ વિકૃત સ્વરૂપ...? એના માટે અનબિલીવેબલ હતું.
" આ ડોલી નથી ..?"
નો.. નેવર...! હોઈ જ ન શકે..!"
અંતરઆત્મા જાણે કે પ્રતિકાર કરી ઉઠ્યો.
ધમણની જેમ શરીર હાંફી રહ્યુ હતુ.
વધી ગયેલા શ્વાસોશ્વાસની ગતિને નિયંત્રિત કરવાની કોશિશ કરી.
કમરામાંથી આવતા ભોંગતોડના અવાજો અટકી ગયા.
ત્યારે વોશરૂમના વેન્ટિલેટર નજીક ફીટ કરાયેલા એક્જોસ્ટ ફૈનનો એકધારો અવાજ અંધકારમાં પણ એને ચમકાવી ગયો.
વીજળી ગુલ હતી તો પછી આ ફૈન કેવી રીતે ફરી રહ્યો હતો..?
દિમાગ ચકરાવે ચડે એ પહેલાં વોશબેસિનના નળમાં એક ધોધ થયો. હૃદય એક ધબકારો ચૂકી ગયું. ધારી ધારીને ડેવિડ નળને જોવા લાગ્યો.
વેન્ટિલેટરના ગ્લાસમાંથી ડોકાતો ચંદ્રનો દૂધિયો પ્રકાશ અંધકારમાં લીસોટા જેવો લાગતો હતો.
ડેવિડે નળ બંધ કરી જળ પ્રવાહ રોકી દીધો.
લાઈટનો એક ઝબકારો થયો. અને તે એક ઝબકારામાં વોશરૂમના ડોર જોડે કાચની કરચોથી ભરેલા લોહિયાળ ચહેરા વાળો બિહામણો પડછાયો જોયો. અંધકાર ફરી કમરાને ગળી ગયો પણ ડેવિડ પોતાની જગ્યા પર ફફડી રહ્યો હતો.
એક ખૂણામાં ભરાઇને ડેવિડ બેઠો હતો.
ડરના કારણે અત્યારે એની હાલત એવી હતી કે વોશરૂમમાં જો કોઈ બારી હોત તો ચોક્કસ એ નીચે કૂદી પડ્યો હોત..!
પોતાના પગની ચામડી પર કોઈ ધારદાર વસ્તુનો સ્પર્શ થતાં ભડકીને તે ઉભો થઇ ગયો.
એનું હૃદય ઉછાળા મારવા લાગ્યુ.
સાવ નજીકમાં કોઈ ઉભુ હોય એમ લાગ્યુ.
એકાએક ડેવિડ ના ગળે કોઈના મજબૂત હાથનો ગાળિયો ભરાઈ ગયો.
પકડ એટલી મજબૂત હતી કે ડેવિડ પોતાનું ગળું આમતેમ હલાવી શક્યો નહીં.
જોતજોતામાં એનું શરીર ઊંચકાયુ.
મજબૂત ભીંસથી એની આંખો પહોળી થઈ ગઈ.
વેન્ટિલેટર જોડે ફરતા એક્જોસ્ટ ફૈનના પાંખિયાંની ધરધરાટી તરફ એને કોઈ ઉંચકી રહ્યુ હતુ.
એના મોઢેથી અવાજ નિકળવો બિલકુલ બંધ થઈ ગયો.
મૌતનો ભયાનક ખેલ આરંભાયો.
અને જોતજોતામાં મસ્તક ફૈનના વેગીલા મજબૂત પાંખિયામાં ભરાઈ કપાતુ ગયુ.
રક્તની શેરો ઉછળી....
નાના- નાના ટૂકડાઓમાં શરીર ઢગલો થતુ ગયુ..
જોત-જોતામાં ડેવિડ પ્રેતાત્માના હાથે ક્રૂર મૌતને પામ્યો...!
જાણે કે કંઈજ ન બન્યુ હોય એમ લાઈટ ઓન થઈ ગઈ..
પવનનો દબદબો હટી ગયો. બંધ વોશરૂમમાં એક ચીખ રૂંધાઈ ગઈ હતી..
પોતાના શિકારને દબોચી લઈ મૌતનુ તાંડવ ખેલી ડોલીના રૂપમાં રહેલી આત્મા બહાર નિકળી ગઈ..
એનો મકસદ હજુ અધૂરો હતો..
(ક્રમશ)
માર્ટીન અને જુલી બચી શકશે પ્રેતના સંકજામાંથી..? પીટરનુ શુ થયુ..? કોણ હતો એ અધોરી જેને પીટરને મોતના મુખમાં ધકેલી દીધો...?
બધાજ સવાલોના જવાબ જાણવા વાંચતા રહો.." ચીસ..."
*********
મારી કેટલીક અન્ય વાર્તાઓ વાંચવી..
दास्तान-ए-अश्क માં એક નારીની પીડાને વણી લઈ એક પડકાર જનક સવાલ ઉઠાવ્યો છે..
વો કૌન થી.. (हिन्दी)
જિન્નાત કી દુલ્હન... (हिन्दी)
મૃગજળની મમત
અંધારી રાતના ઓછાયા..
ને પણ વાંચી શકો છો...