Sambandho ni aarpar - 1 in Gujarati Love Stories by PANKAJ books and stories PDF | સંબંધો ની આરપાર - પ્રયાગ - 1

The Author
Featured Books
Categories
Share

સંબંધો ની આરપાર - પ્રયાગ - 1

પ્રયાગ....ઉઠ જો બેટા.....!! કયાં સુધી આમ સુતો રહીશ...? જરાક ઘડિયાળ તરફ નજર કર...8  વાગ્યા છે જો બેટા..!

 સૂરજ આજે પોહ ફાટતાં ની સાથેજ...ધીરે  ધીરે સોનેરી કિરણો રેલાઇ રહ્યો હતો..! આલીશાન "પ્રયાગ " બંગલો ની મોટી લોન મા લીલા છમમ અનેક દેશી અને વિદેશી પ્લાન્ટસ અને લોન પર ઝાકળ ની બૂંદો જામેલી હતી...સૂરજ ના કિરણો ના લીધે બધા જ  પ્લાન્ટસ અને લોન  આજે ખૂબ ચમકતા હતા. મોગરા, ગુલાબ,મધુમાલતી ની ખૂશ્બુ બંગલા ના દરેકે દરેક રુમમાં પહોંચે અને ધર નુ વાતાવરણ મઘમઘતુ રહે  તેની વિશેષ  કાળજી લેવા માં આવતી હતી. ખૂબ જ મોટી અને વિશાળ લોનમાં  ગઝેબો એટલો શાનદાર બનાવયો હતો કે ધર માં આવતા દરેક વ્યક્તિ ની નજર એકવાર તો ગઝેબો જોઈ અને ત્યા જ અટકી જતી.  ગઝેબો મા પણ ખુબ સુંદર રીતે શણગારેલા વોટર પૃફ સોફા સેટ સ્પેશીયલ ઈટલી થી ઈમપોટઁ કરવામાં આવ્યા હતા, સુંદર રીતે શણગારેલી ક્રોકરી ને સોફા ની સામે રાખેલા ટી ટેબલ પર ગોઠવેલા હતા.

પ્રયાગ બંગલો માં આમતો નોકર ચાકર ની કોઈજ કમી નહોતી, ઘર માં રહેતા વ્યકિત ઓ કરતા...નોકર ચાકર વધારે હતા. માળીકાકા હંમેશા ઘર ના ગાડઁન ને પોતાના જીવ ની જેમ સાચવતા હતા. ખરેખર એમણે આટલા મોટા બંગલા ના બગીચા ને તેમની વર્ષો ની મહેનત થી જીવ ની જેમ જતન કર્યુ હતુ, બંગલા ના દરેક નાના મોટા પ્લાન્ટસ જાણે માળી કાકા ના હાથ ના સપર્સ માત્ર ને જાણતા હતા...સમજતા હતા.

આજે "પ્રયાગ "બંગલો માં સવાર થી જ ખૂબ ચહલ પહલ હતી..માળી કાકા , સેવક જે હંમેશા પ્રયાગ નુ ધ્યાન રાખતો હતો તે આજે ચ્હા ના ટેબલ પર ચમ ચમતા ક્રોકરી ને સજાવી ને તૈયાર થઈ ને બેઠો હતો. ગરમાગરમ ચા, નાસ્તો વિશેષ કરીને પ્રયાગ ને તેની  મમ્મી નાં હાથ ના બટાકા પૌઆ બહુ ભાવતાં હતા, એટલે અંજલિ એ સપેસીઅલ પ્રયાગ માટે દીલ થી બનાવ્યા હતા. આમતો ઘર માં 2 શેફ હતાજ જે ઘર ના ત્રણેય જણા ની ફરમાઈશ મુજબ નુ જમવાનું બનાવતા જ હતા , પણ આજનો દિવસ વિશેષ હતો...એટલે અંજુ એ જાતે જ આજે પ્રયાગ માટે પૌઆ, પરોઠા ચટની બનાવ્યા હતા. સેવક ગરમાગરમ નાસ્તા ની ખૂશ્બુ લેતા લેતા વિચારતો હતો ..વાહ આ પ્રયાગ બાબા પણ કેટલા નસીબદાર છે...કે આવી  પ્રેમાળ 
માં મળી છે.
 અંજુ પણ આજે સ્પેશિયલ દિવસ હતો એટલે.....છેક કોલકતા થી લાવેલી સાડી માં સજ્જ થઈને ફરતી હતી. રામા ગ્રીન કલર ની આર કરાવેલી કડક સાડી માં આજે અંજલિ નો ઠસ્સો અને રૂઆબ કંઈક અલગ જ  અને વૈભવી લાગતા હતા.
માથા માં કાયમ સેથો પૂરવાની  આદત અંજૂ ને...એટલે એના રૂપાળા મોહક બદન પર આ ગ્રીન આર કરાવેલી સાડી અને માથા માં ભરેલી માંગ....એના રૂઆબ માં ચાર ચાંંદ લગાવતાં હતા. 


અંજૂ આજે સવાર થી જ પ્રયાગ ના રૂમમાં આંટાફેરા મારતી હતી.અંજુ આજે ઘડી ઘડી પ્રયાગ ના માથા પર ખુબ વહાલ થી  હાથ ફેરવી  જતી હતી,...પણ દિકરા ને જગાડવા માટે કોણ જાણે કેમ પણ રોકાઇ જતી હતી. ફરીથી પાછી  અંજુ...પ્રયાગ ના વિશાળ બાડ રૂમમાં આવી ગઈ , અને પ્રયાગ ના 20 × 20 ના મોટા માસ્ટર બેડ રૂમ ની સામેની દિવાલ પર જોઇ રહી હતી. 
વિશાળ બેડરૂમ ને દુનિયા ની શ્રેષ્ઠ વસ્તુઓ થી શણગારેલી હતી. અંજુ ને ઘર ને હંમેશા સુશોભિત અને શણગારેલુ રાખવા નો જબરજસ્ત શોખ હતો. 

વિશાળ કિંગ સાઈઝ ના  બેડ માટે બેડ સીટસ વિદેશ જાય ત્યારે લેતી આવતી. અંજુ ને બલયુ અને  બ્લેક કલર બહુ ગમતા...વિશાળ બેડ પર બ્લ્યુ રંગની કડક ઈસ્ત્રી કરેલી  બેડસીટસ અને મેચીંગ ના જ નરમ નરમ પીલો બીછાવેલા હતા....બેડ ની બરાબર સામે જ પ્રયાગ નુ મન પસંદ "સોની" નુ 52 " નુ લેટેસ્ટ 3 ડી એલીડી લગાવેલુ હતુ. ટીવી ની બરાબર નીચે  ઈટાલી થી  ઈમપોટઁ કરેલુ ટીવી ટેબલ ગોઠવેલું હતું, જેના પર  દુનિયા ની લેટેસ્ટ ગેમ્સ  વાળુ × બોક્સ અને બીજા સામાન ગોઠવેલા હતાં. 
રુમમાં સાઈડની દિવાલ પર  સફેદ કલર કરેલો હતો....જેના પર પ્રયાગ નો ફૂલ સાઇઝ નો ફોટો  24 કેરેટ ગોલ્ડન   ફ્રેમ  માં  મઢાવેલો હતો..
વાઈટ....હેન્ડસમ...કરલી હેર ...અણીદાર નાક....વિશાળ મોટુ કપાળ ...ઘાટી મુછ...અને આછી આછી શેવ માં...પ્રયાગ ખુબ  સોહામણો લાગતો હતો..!
રૂમ ના સામેના કોનઁર માં સ્પેશિયલ  પેરીસ થી લાવેલો ફ્લાવર વાસ ગોઠવેલો હતો....જેમાં દરરોજ સવારે માળી કાકા તેમના બગીચામાં ઉગાડેલા તાજા ફુલ ગોઠવી જતા હતા...જે પ્રયાગ ના રૂમ ને હંમેશા મહેંકતો રાખતા હતા. 

રૂમમાં બીજી બાજુ પર વિશાળ ગાડઁન ફેસીંગ બાલ્કની હતી...બેડ ની દિશા પણ એવી રીતે ગોઠશેલી હતી કે પ્રયાગ  ઉઠે એટલે સીધી એની નજર...લીલા ઞાડઁન પર પડે....સૂરજ ઉગે એટલે એના કિરણો સીધા બેડરૂમની અંદર પડતા હતા. 

બીજી તરફ ઇટાલિયન માર્બલ થી બનાવેલ મોટો બાથરૂમ અને તેની સાથે  એટેચ ડ્રેસીંગ રૂમ હતો. બાથરૂમમાં ઇમ્પોર્ટેડ સાવર પેનલ ...પ્રયાગ ને મ્યુઝીક નો બહુ શોખ હતો...એટલે નહાતા નહાતા પણ મ્યુઝીક નો આનંદ લઇ શકાય એટલે  અંજુ એ તેવી રીતે વ્યવસ્થા કરાવી હતી.

સાથે વોરડરોપ માં દુનિયા ના મોંધા માં મોંધા પરફયુમ ની બોટલો આખા કબાટમાં ગોઠવેલી હતી. અંજુ અને પ્રયાગ બન્ને ને એક શોખ  કોમન હતો...પરફયુમ  અને વોચીસ...નો.
પ્રયાગ ના વોરડરોપ માં...રોલેક્ષ, ઓમેગા, ટેગ ના સ્વીસ મેડ વોચીસ નુ મોટુ કલેકશન હતુ....અંજુ  આ બધુ વિદેશ ની ટૂર કરતી ત્યારે સપેસિઅલ પ્રયાગ ને શોભે તે રીત ની વસ્તુઓ ખાસ યાદ કરીને  લેતી  આવતી....!
સંપૂર્ણતા ની શોખીન...એવી  અંજુ  એના પોતાના માટે પણ એટલી જ ઉદાર હતી.

વિશાળ બેડરૂમની સામેની દિવાલ પર 6' ની સાઇઝનીગોલ્ડન ફ્રેમ માં લાગેલા  પ્રયાગ  ના ફોટા ને ના જાણે  કેટલીયવાર સુધી...અનિમેષ  નજરથી અંજુ નિરખી રહી હતી.  એના વાંકડિયા વાળ અને લાલ હોઠ...આછી  આછી  શેવ વાળા ચહેરા ને સ્પર્શી ને અંજુ...ફરીથી પાછી  પ્રયાગ  ને બેડ પર  સુતો જોઇ લેતી. 

આજે આખા પરિવારમાં ખુશી નો માહોલ હતો. દિવસ જ એવો હતો આજનો કે ધર ના બધાજ લોકો આજે તૈયારી કરવા માં લાગી ગયેલા હતા.

નીચેની બાજુ એ ભવ્ય પ્રયાગ બંગલા ના વિશાળ પૂજા રૂમમાં મા અંબાજી સાક્ષાત બિરાજતા હતા. અંજુ એ  ખાસ જયપુર  મા સોમપુરા ના કારીગરો માં અંબાજી ની ભવ્ય અને  જાજરમાન મૂર્તિ બનાવડાવેલી જે લાલ ચુંદડી મા આજે શોભાયમાન હતી.
આજ ના વિશેષ દિવસે ઘર માં પૂજા પાઠ અને હવન રાખેલા હતાં,બ્રાહ્મણોની સંસ્કૃત ભાષામાં વેદી ના અવાજ સંભળાતા હતા. આખા ધર મા હવન માં હોમાઈ રહેલા ગાય ના ચોખ્ખા ઘી અને હવન સામગ્રી..ના ધૂપ ની સુગંધ પ્રસરતી હતી.
આજે  જમવામાં પણ અનેક જાત ના પકવાનો બનવાના હતા. ધર મા આજે આનંદ અને ઉત્સવ નુ વાતાવરણ હતુ.શેફ આજે પૂરી તૈયારી મા હતા.

આમતો ઘરમાં વિશાલ ...એટલે ...અંજુ  ના પતી અને  પ્રયાગ  ના પપ્પ્પા પણ ...હતા જ ....પણ તે એમના કામ મા મસ્ત અનેે બિઝી રહેતાં હતાં.  
અંજુ માટે પ્રયાગ જ એની  દુનિયા હતી. અંજુ પોતે પણ ખૂબ ભણેલી ગણેલી અને પોતાની જ હોંશિયારી થી આગળ આવેલી ખુદ્દાર સ્ત્રી હતી.પ્રયાગ ગૃપ ઓફ કંપની ની સી.ઇ.ઓ. હતી અંજુ.  દેશ વિદેશમાં મોટો કારોબાર ધરાવતુ પ્રયાગ ગૃપ એટલે અંજુ ની ઓળખાણ...!