Twinkle - Serah the warrior princess - 4 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૪

Featured Books
Categories
Share

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૪

ટ્વીન્કલ ને સમજાયું નહીં કે ઝોયા શું કહેવા માંગે છે. પણ ઝોયા એ તેના રુમ નો દરવાજો બંધ કરી દીધો હતો. એટલે ઝોયા તેની સાથે કઈક કરશે એ વિચારી ને ટ્વીન્કલ ને ડર પણ લાગી રહ્યો હતો. આ ડર ટ્વીન્કલ ના ચહેરા પર જોઈ શકાતો હતો.

એટલે ઝોયા ટ્વીન્કલ ની પાસે આવી અને ટ્વીન્કલ ને ખૂબ જ પ્રેમ થી કહ્યું કે તારે મારા થી ડરવા ની જરૂર નથી. હું તારી સાથે જે વાત કરવા માટે આવી હતી એ વાત સમજવા માટે તું અત્યારે તૈયાર નથી. એટલે ફરી ક્યારેક આવીશ.

આમ કહી ને ઝોયા એ ટ્વીન્કલ ને આંખો બંધ કરવા માટે કહ્યું. ટ્વીન્કલે આંખો બંધ કરી ને ખોલીને જોયું તો ઝોયા ત્યાં થી ગાયબ થઇ ગઇ હતી અને તેના રૂમ નો દરવાજો ખુલ્લો હતો. 

એટલે ટ્વીન્કલ રૂમ માં થી બહાર નીકળી ને આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં એટલે ટ્વીન્કલે તેની મમ્મી ને બૂમ પાડી. પણ કોઈ જવાબ મળ્યો નહીં. તેથી ટ્વીન્કલ દોડી ને રસોડા માં ગઈ પણ રસોડામાં કોઈ નહોતું.

એટલે ટ્વીન્કલ વધારે ગભરાઈ ગઈ. એ તરત દોડીને ઘર ના પાછળ ના ભાગ માં ગઈ ત્યારે તેણે જોયું કે તેની મમ્મી સુકાઈ ગયેલા કપડાં ભેગા કરી હતી. ટ્વીન્કલ ની મમ્મી ની નજર એ વખતે ટ્વીન્કલ પર પડી. એટલે તેમણે ટ્વીન્કલ ને આમ અચાનક દોડી ને આવવા નું કારણ પૂછ્યું. 

ટ્વીન્કલે જવાબ આપ્યો કે તેમને ઘરમાં શોધ્યા પણ મળ્યા નહીં એટલે તે અહીં આવી. પછી ટ્વીન્કલ પાછી ઘરમાં જતી રહી. આજે રાત્રે ટ્વીન્કલે ફરી થી એ સપનું જોયું પણ સપનું એ દરરોજ પૂરું થઈ જતું હતું ત્યાં પૂરું ન થતાં આગળ વધ્યું.

જ્યાં ટ્વીન્કલે જોયું કે તે પોતે , ઝોયા અને બીજી કોઈ છોકરી સાથે ઘોડેસવારી કરી રહ્યા હતા. પછી ત્રણેય એકસાથે એક વિશાળ આલિશાન મહેલ માં પ્રવેશ્યા.  ત્યારે જ ટ્વીન્કલ ને કોઈ એ સેરાહ ના નામ થી બોલાવી ત્યારે તે જાગી ગઈ.

ટ્વીન્કલે જાગી ગયા પછી ઘળીયાળ માં જોયું તો સવાર ના છ વાગ્યા હતા. આજે ટ્વીન્કલ ને બહાર જવાનું નહોતું એટલે તે શાંતિ થી તૈયાર થઈ ને રુમ માં આવી ત્યારે સાત વાગી ગયા હતા.

પછી તેણે કેલેન્ડર માં આજની તારીખ જોઈ પણ તેને ભરોસો થયો નહીં એટલે તેણે ઘળીયાળ માં જોયું તો તેમાં એ જ તારીખ હતી. આ એ જ તારીખ હતી જેની ટ્વીન્કલ આતુરતા થી રાહ જોતી હતી.

આજે ની તારીખ 15 મે હતી. આજે ટ્વીન્કલ નો 16 મો જન્મદિવસ હતો. ટ્વીન્કલ તરત તેના રુમ રાખેલ મંદિર પાસે ગઈ. ટ્વીન્કલે મંદિર માં સરસ્વતી, મહાલક્ષ્મી અને પાર્વતી ની મૂર્તિ રાખી હતી અને તેની પાછળ શ્રી કૃષ્ણ ની મૂર્તિ હતી.

ટ્વીન્કલે પ્રાર્થના કર્યા પછી તેના મમ્મી-પપ્પા ને પગે લાગી. ત્યાર બાદ તે રસોડામાં તેની મમ્મી ને નાસ્તો બનાવવા માં મદદ કરવા માટે ગઈ. 

આજે દક્ષાબેન ખૂબ જ ખૂશ હતા કેમ કે આજે તેમની વ્હાલી દીકરી  નો જન્મદિવસ હતો. ટ્વીન્કલ અને દક્ષાબેને નાસ્તો બનાવી ને ટેબલ પર ગોઠવી દીધો. ત્યારે  સુરેશભાઈ બજારમાં થી કેક લઈ ને આવ્યા.

બધા ટેબલ પર પોતાની જગ્યાએ બેસી ગયા ત્યારે જ માહી એક ગીફ્ટ બોક્સ લઈ ને આવી. માહી ટ્વીન્કલ ના ઘર ની નજીક જ રહેતી હતી. તે ટ્વીન્કલ જે શાળા માં અભ્યાસ કરતી હતી તે શાળા માં ટીચર હતી.

માહી જોઈ ને ટ્વીન્કલ તરત જ તેની જગ્યા પર થી ઊભી થઇને માહી દીદી કહી ને પગે લાગી એટલે માહી એ ટ્વીન્કલ ને ઊભી કરી ને તેના હાથ માં ગીફ્ટ બોક્સ મૂક્યું.

પછી ટ્વીન્કલે કેક કાપી અને બધા એ તેને બર્થડે વીશ કરી ને ગીફ્ટ આપી. અને ત્યાર બાદ બધા નાસ્તો કરવા માટે બેઠા એટલે ટ્વીન્કલે આગ્રહ કરી માહી ને પણ બધા ની નાસ્તો કરવા માટે કહ્યું.

થોડી વાર પછી માહી એ ટ્વીન્કલ ના મમ્મી પપ્પા પાસે ટ્વીન્કલ ને પોતાની સાથે લઈ જવા માટે મંજૂરી મેળવ્યા બાદ માહી ટ્વીન્કલ ને પોતાની સ્કૂટી પર બેસાડી ને  સીટી ગાર્ડન માં લઇ ગઈ.

માહી ટ્વીન્કલ ને અહીં લાવી એટલે ટ્વીન્કલ ને થોડું અજીબ લાગી રહ્યું હતું પણ તેને કોઈ ચિંતા ન હતી કારણ કે તે માહી ને નાનપણથી ઓળખતી હતી. માહી પણ મીરાં જેમ જ તેની બેસ્ટ ફ્રેન્ડ હતી. માહી સાથે તેનો સંબંધ સગી બહેન જેવો હતો. 

અત્યારે માહી તેને એક જગ્યા પર ઊભા રહેવાનું કહી ને ગઈ હતી એટલે ટ્વીન્કલ લેક ના કિનારે ઊભી રહી હતી. માહી અહીં તેને કોઈ સરપ્રાઈઝ આપવા ની હતી. થોડી વાર ટ્વીન્કલ ને કોઈ અવાજ સંભળાયો.

કોઇ એ ટ્વીન્કલ ને સેરાહ નામ થી બોલાવી હતી. ટ્વીન્કલે પાછળ ફરી જોયું તો તે સ્તબ્ધ થઇ ગઇ. તેની સામે માહી ઝોયા સાથે ઊભી હતી.

ટ્વીન્કલે સપના માં જે મહેલ જોયો હતો તેની સાથે શું સંબંધ હતો ? શું ઝોયા ટ્વીન્કલ ની કઈ ગુપ્ત વાત જાણતી હતી ? ઝોયા અને માહી વચ્ચે કોઈ સંબંધ હતો? 
જાણવા માટે વાંચતા રહો ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ

જો તમે આખી વાર્તા વાંચ્યા પછી ઓછું રેટીંગ આપો તો તેનું કારણ જણાવો જેથી હું મારી ભૂલો સુધારી ને વધારે સારું લખી શકું.