ભૂત, પ્રેત, ચુડેલ, ડાકણોનો જાગવાનો સમય થઇ ગયો હતો. ઘડિયાળમાં ત્રણના ટાકોર પડયા, રવિ લેપટોપ પર કઈ ટાઈપ કરી રહ્યો હતો. નવી નવલકથા, કે વાર્તા? કલાકો ટાઈપિંગ પછી, આંગળીના વેઢાઓ જવાબ દઈ ચુક્યા હતા. તેણે ક્ષણેક આરામ લેવા તકિયા પર બેઠા-બેઠા જ ટેકો આપી આંખ બંધ કરી..
"હૈ રવિ..."
"હેલ્લો અવન્તિકા..."
આખું કલાસ ખાલી હતું. અવન્તિકા રવિની બેનચીસ પાસે આવી બેઠી.
"શુ કરે છે?"
"કઈ ખાસ નહિ...."
"હું શું કહું છું, હવે કોલેજમાં વેકેશન હશે, તું અમદાવાદમાં જ હોઈશ કે પછી?"
"હું અમદાવાદમાં જ હોઈશ.."
તે જાણે શબ્દો ગોઠવી રહી હોય, તેવું લાગતું હતું.
"તારા કોન્ટેક્ટ નંબર આપીશ...કઈ કામ હોય તો..."
"ફક્ત કામ હોય તો નહીં આપું, વગર કામે પણ તું બેજીજક કોલ કરીશ તો વિચારું?" રવિએ હસતા હસતા કહ્યું.
અવન્તિકામાંએ થોડી હિંમત ભેગી કરી પૂછ્યું.
"આજે સાંજે શુ કરે છે?"
"કઈ ખાસ પ્લાનિંગ નથી."
"આપણે બહાર મળીએ, કોફી પીવા?" અવન્તિકાએ રવિ તરફ જોતા કહ્યું.
"હા કેમ નહિ, કેટલા વાગ્યે અને ક્યાં?"
"એ હું તને ટેક્સ મેસેજ કરી દઈશ..."
****
જીન્સમાં પણ અફલાતૂન લાગતી તે અપ્સરા આજે ગાજર લાલ જેવા રંગના વન પીસમાં આવી હતી, કોલેજમાં વ્યવસ્થિત વાળેલા વાળ આજે મુક્ત હતા. તેણે વાળને કર્લી કર્યા હતા. ખુલ્લાવાળમાં એક્દ લટ નકટી થઈ આગળ આવી જતી, જે ખૂબ આકર્ષિત લાગતી હતી. અવન્તિકાને જોઈને રવિ બાઘાનો મોઢું ખુલ્લું જ રહી ગયું.જાણે તે અવન્તિકાને પહેલી વખત જોતો ન હોય!
"મચ્છર ઘુસી જશે..." તેણે આવતા જ કહ્યું.
રવિ જાણે ભોઠપ અનુભવતો હોય તેમ નીચું જોઈ ગયો..
"બે કોફી...." તેણે ઓર્ડર આપતા કહ્યું.
"મારા માટે ચા..."
"ઠીક છે, એક ચા એક કોફી..."
બને વચ્ચે મોંન રહ્યું, શુ બોલવું શુ નહી, મનમાં હજારો સવાલ હતા. હૈયાંથી હોઠ સુધી આવતા નોહતા. એટલે આડી અવળી વાતો કરવાનો પ્રયત્ન કર્યો. રવિએ વિચારી લીધું, આજે તો તેજા મનની વાત કહી જ દઉં તેણે હિંમત એકઠી કરી,
" અવન્તિકા......"
એલાર્મનો કર્કશ અવાજ ઓર્ડમાં ગુંજી ઉઠ્યો, ક્ષણભર માટે તે સપનામાં ફરી જવા માંગતો હતો. પણ લાખ પ્રયત્નો કર્યા છતાં, કઈ થયું નહિ! બેચેની વધી ગઈ, માથું ભારે લાગવા લાગ્યું, તેને મેજ પર પડેલા તેમાં સ્માર્ટફોનમાંથી તેનો અને અવન્તિકાનો એક ફોટો કાઢી જોવા લાગ્યો.....
"મિસ યુ......"
*****
બાળકોની છુકછુક ગાડીમાં બચ્ચાઓ તેના માતા પિતાઓ, વૃદ્ધો વાતો કરી રહ્યા હતા. હસી રહ્યા હતા. યુવાનો ક્ષણોને કેમરમાં કેદ કરી રહ્યા હતા. અમારી આસપાસ પ્રેમી જોડલાઓ બેઠા હતા. હું થોડો ગભરાયેલો હતો. અને ચૂપ પણ!
"કેમ ચૂપ છે, ગમ્યું નહિ અહીં આવવું?"
"એવું નથી, હું જાહેરમાં ખૂબ ઓછો રીએકટ કરું છું. થોડો ટાઈમ આપ મને હું યુસ ટુ થઈ જઈશ..." રવિએ કહ્યું.
"તને બેસવા કમ્ફર્ટેબલ ફિલ નથી થતું, તો આપણે વોક કરીએ?"
"સરસ આઈડિયા છે. અહીં છ મહિનામાં પહેલી વખત આવ્યો છું, છ મહીના તો ઠીક લાઈફમાં પહેલી વખત આવ્યો છું એવું કહી શકાય.." રવિએ હસતા હસતા કહ્યું.
અવન્તિકાએ તેનો હાથ પકડી ઉભો કર્યો... પહેલો સ્પર્શથી તેના શરીરમાં જાણે વિધુત પ્રવાહ પસાર થઈ ગયો હોય તેવું લાગ્યું. અવન્તિકા જાણે રવિની ગાઈડ બની ગઈ હતી.
"આ હોરર હાઉસ છે?"
"ત્યાં ખરેખર ભૂત થાય છે?" રવિએ ભોળપણમાં પ્રશ્ન કર્યો.
"હા સાચા ભૂત, આપણે અંદર જઈએ, તને ડરતો નહીં લાગેને?"
"એવું કંઈ હોતું હશે..."રવિના અવાજમાં જુસ્સો હતો.
હોરર હાઉસમાં લાઈટો, લાલ, પીળી, બ્લુ થઈ રહી હતી. પેહલા તો સહજતાથી રવિ પ્રવેશ્યો. તેના માટે નવું હતું, તેને અમદાવાદ વિશે સાંભળ્યું હતું,એટલે અહીં સાચા ભૂતો હશે તેણે મનમાં જ વિચારી લીધું હતું. બીજી તરફ અવન્તિકા આવી તો ગઈ હતી. પણ અહીંના ભૂતળાઓની બીક તો તેને પણ લાગતી જ હતી. બીજા રૂમમાં અચાનકથી એક પ્રેત ઉપરથી આવ્યો, અવન્તિકા રવિને ભેટી પડી. રવિનો બધો ડર જાણે આનંદમાં પરિણમ્યો. અવન્તિકા રવિના અનિયમિત ધબકારોને ફિલ કરી શકતી હતી. ખબર નહિ ક્યાર સુધી તેઓ આજ રીતે એકબેકથી ચીપકીને રહ્યા હશે...
"રવિબાબુ.. રવિબાબુ...." જાગુએ કાનના પળદાઓ ફાટી જાય તેટલા જોરથી કહ્યું.
"હમ્મ, હાંન...શુ થયું?"રવિએ આસપાસ જોતા, "ઓહ તું છે?"
"કેમ તું અવન્તિકાની રાહ જોતો હતો?"
ક્રમશ..