karamat kismat tari 13 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | કરામત કિસ્મત તારી -13

Featured Books
Categories
Share

કરામત કિસ્મત તારી -13

આસિકા ઘરે આવી ગઈ છે તે તેના ભાભીને મળે છે અને તે ફોઈ બનવાની છે તેવા સમાચાર સાભળીને ખુશ થઈ જાય છે. પછી એટલા માં સંકલ્પ ત્યાં આવે છે...તેના મોઢા પરથી રોનક ઉડી જાય છે....સામે સંકલ્પનુ પણ એમ જ હતુ.

નવ મહિના પહેલા ની વાત અલગ હતી..બંને ને અરેન્જ મેરેજ હતા અને એટલા મળ્યા પણ નહોતા છતાં એકબીજા માટે લાગણી હતી. અને થોડો પ્રેમ પણ હતો....પણ હવે વાત અલગ છે. બંને ને બીજા કોઈ અલગ વ્યક્તિ ઓ માટે હવે પ્રેમ છે.

વિહાન વિચારે છે સારૂ છે હજુ સુધી સંકલ્પ ની લાઈફમાં બીજું કોઈ આવ્યું નથી...આસિકા હવે તેની સાથે તેનો સુખી સંસાર માડી શકશે....

આસિકા અને સંકલ્પ એકબીજા સાથે ઔપચારિક વાતો કરે છે. સંકલ્પ ના ઘરે ખબર પડતાં બધા ખુશ થાય છે. પણ સંકલ્પને શુ કરવુ કંઈ જ સમજાતુ નથી.

વિહાન કહે છે થોડો સમય આસિકા અહી રહેશે પછી તે થોડી સ્ટેબલ થાય એટલે હુ ફરી તેના વિધિવત લગ્ન કરાવી તારા ઘરે મોકલીશ....સંકલ્પ હા કહે છે પણ તેના મનમાં તો વિચારો નુ ઘોડાપૂર ચાલી રહ્યું છે.

સંકલ્પ હવે ઘરે જવા નીકળે છે. તે જુએ છે તેના મોબાઈલમાં ખુશીના પચીસ મિસ્ડકોલ્સ આવેલા હતા. તે વિચારે છે તે ખુશીને શુ કહેશે. તે બહુ દુઃખી થશે પણ તેને સત્ય જણાવ્યા સિવાય છુટકો નહોતો . તેથી તે ખુશીને એક કેફેમા મળવા બોલાવે છે.

                 *       *       *       *        *

અસિત નિરાશ થઈને બેઠો છે. તેને નવ્યા બહુ યાદ આવી રહી છે. પણ નવ્યા નો કોઈ પર્સનલ નંબર નહોતો અત્યારે એટલે વાત પણ કરી શકે તેમ નહોતો.

તેના મમ્મી પપ્પા તેને સમજાવે છે તુ થોડી રાહ જો. એને પણ હવે ત્યાં નવેસરથી સેટ થવાનું છે. તેનો ફોન ના આવે તો અમે ત્યાં જઈને તારા માટે વાત કરીશુ.

                 *       *      *       *       *

બે દિવસ પછી વિહાન જોબ પરથી આવતા આસિકા માટે ફોન લઈ આવે છે અને તેના ભાભી તેને આપે છે...આ તમારા માટે ફોન. તમારે સંકલ્પ સાથે વાત કરવી હોય તો આ પર્સનલ ફોન તમારા માટે છે દીદી... આસિકા થેન્કયુ કહે છે.

આસિકા ખુશ થઈ જાય છે તે થોડી વાર પછી ફટાફટ ફોન લઈને રૂમમાં જાય છે. તે પહેલાં બધુ ફોનમાં સેટ કરીને અસિત ને કોલ કરે છે. અસિત અજાણ્યો નંબર જુએ છે અને ફોન ઉપાડે છે તો સામે નવ્યા નો અવાજ સાભળીને બેડ પરથી ખુશીથી કુદે છે.

તે નવ્યા ને કહે છે મને તો એમ કે તુ મને ભુલી ગઈ. નવ્યા કહે છે  એવું નથી પણ અહી થોડું સેટ થાઉ અને પાછો મારી પાસે ફોન નહોતો. આજે જ ભાઈએ મને ફોન અપાવ્યો. હવે આ નંબર પર વાત થશે. આ સાભળી ને અસિત ને થોડી શાંતિ થાય છે.

                *       *       *        *       *

ખુશી અને સંકલ્પ એક કાફેમાં બેઠા છે. તે ઉદાસ હોય છે . ખુશી કહે છે તે મને અચાનક કેમ બોલાવી?? શુ થયુ??

સંકલ્પ કહે છે વાત જ એવી છે તારી પણ ઉઘ ઉડી જશે....ખુશી કહે છે તુ ફટાફટ મને કહે જે હોય છે....

સંકલ્પ : આપણા લગ્ન હવે શક્ય નથી. આપણે એકબીજાને ભુલી જવા પડશે. આપણી ફ્રેન્ડશિપ જરૂર રહેશે પણ આપણે એકબીજાના ક્યારેય નહી થઈ શકીએ

ખુશી : કેમ અચાનક શુ થયુ?? તારા ઘરેથી ના પાડે છે??

સંકલ્પ : ના....પણ આસિકા જીવે છે...અને તે અત્યારે મારો ફ્રેન્ડ વિહાન એટલે કે તેના ભાઈના ઘરે છે.

ખુશી કહે છે શુ?? આ કેવી રીતે શક્ય છે તેના તો અંતિમ સંસ્કાર પણ કર્યા હતા ને.

સંકલ્પ: કદાચ તે બીજા કોઈની ડેડબોડી હતી જેને અમે આસિકા માની હતી. અને તે બધી વાત તેને જણાવે છે.

ખુશીના ચહેરા પર ઉદાસી છવાઈ જાય છે...તે કહે છે હુ તારા વિના નહી જીવી શકુ સંકલ્પ એમ કહીને તે સંકલ્પ ની વાત સાભળ્યા વિના જ રડતી રડતી બહાર નીકળી જાય છે.

શુ થશે??? કોઈ પોતાની સાચી વાત જણાવી શકશે?? ચારેની જિંદગી ખરાબ થશે તો શુ થશે?? કે  પછી સંકલ્પ અને આસિકા એકબીજાને અપનાવી લેશે???

આપના પ્રતિભાવ જણાવો અને વાચતા રહો, કરામત કિસ્મત તારી -14

next part........... publish soon...................