Satya asatya ni vacche (1. Paristithi) in Gujarati Motivational Stories by status india books and stories PDF | સત્ય અસત્યની વચ્ચે ( ૧. પરિસ્થિતિ )

Featured Books
Categories
Share

સત્ય અસત્યની વચ્ચે ( ૧. પરિસ્થિતિ )

પરિસ્થિતિ

આજકાલ માણસ પરિસ્થિતિથી દુર ભાગતો જાય છે. અચાનક આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરવાની બદલે તેનાથી દુર ભાગી જાય છે. જે-તે પરિસ્થિતિમાં કંઈપણ વિચાર્યા વિના જ હાર માની લે છે અને તે પરિસ્થિતિ માટે ઈશ્વરને દોષી માને છે. માણસ પરિસ્થિતિથી દુર ભાગીને સતત તેના માટે રડતો રહે છે. સંપુર્ણ દોષ તે ઈશ્વર પર ઠાલવે છે. કે જે કંઈ પણ થયું તે ઈશ્વરે કર્યુ. આજે હું જે પરિસ્થિતિમાં છું તે ઈશ્વરની કારણે છું. માણસ કેમ ભુલી જાય છે કે પરિસ્થિતિ શબ્દ પણ માણસે પોતેજ રચ્યો છે. જેના માટે તે ખુદ જવાબદાર છે. પોતાની પરિસ્થિતિ માટે માણસે જેને ક્યારેય જોયો નથી જવાબદાર ગણે છે. તે કેમ ભુલી જાય છે? કે પોતે જે પરિસ્થિતિમાં છે તે પોતે કરેલાં કર્મોની કારણે જ છે. બીજું કોઈ સજીવ કે નિર્જીવ તત્વ તેના માટે જવાબદાર નથી. માણસ પોતાનો દોષ બીજા પર ઠાલવીને પરિસ્થિતિને પીઠ દેખાડવાનું કાર્ય કરે છે. એક માં માત્ર બાળકને જન્મ આપે છે. જે સંપુર્ણ રીતે શુદ્ધ છે. જેણે નથી ક્યારેય પાપ કર્યુ કે નથી ક્યારેય પુણ્ય કર્યુ. પરંતુ આ પૃથ્વી પર પગ મુક્યાં પછી જે કંઈપણ થાય છે તેની માટે તે બાળક પોતે જવાબદાર છે. એ માતા પણ નહીં જેણે બાળકને જન્મ આપ્યો. માણસ હંમેશા ભુલી જાય છે કે આ પરિસ્થિતિ અત્યારે આવી છે. અત્યાર સુધી ન હતી. પોતાનાથી એવું તો શું થયું! કે આ પરિસ્થિતી આવી. પોતાનાથી એવી તે કઈ ભુલ થઈ કે પોતે આવી પરિસ્થિતિમાં આવીને ઉભો રહ્યો. માણસ હંમેશા આ વિચારવાનું ભુલી જાય છે અને પરિસ્થિતિ માટે અન્યને દોષ આપ્યાં કરે છે. જ્યાં સુધી માણસ પરિસ્થિતિથી દુર ભાગતો રહેશે ત્યાં સુધી તે આગળ નહીં વધી શકે. વ્યક્તિએ જે-તે પરિસ્થિતિમાંથી આગળ વધવા માટે તેનાથી દુર ભાગવાની બદલે તેમાંથી નીકળવાનો રસ્તો શોધવો જોઈએ. જેથી કરી તે આગળ વધી શકે. કારણ કે એ માણસ ક્યારેય નિરાશ નથી થતો જે પરિસ્થિતિને પીઠ બતાવવાને બદલે પરિસ્થિતિની પીઠ પાછળ શું છે? તે જોવા માટે તલપાપડ હોય. અને આ જ વ્યક્તિ આવી પડેલી ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવી શકે છે.

- વાર્તા

બે મિત્ર હતાં. બંનેની પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી. રસ્તાં પર જગ્યા મળે ત્યાં રહેવાનું અને સુય જવાનું. એક સાંજે બંને એક સાથે બેઠાં હોય છે. ત્યારે એક મિત્ર બોલ્યો..

"યાર. ઈશ્વરે આપણને કેવી પરિસ્થિતિમાં મુકી દીધાં. બીજાં માતા-પિતાના બાળકો કેટલાં ખુશ હોય છે. અને આપણે....!!!!"

જ્યારે બીજો મિત્ર થોડાં ઉચ્ચાં વિચારો ધરાવતો હતો. તેણે કહ્યું..

"જિંદગી કેવી રીતે જીવવી! એ આપણી હાથમાં છે. અને ક્યારેય ઈશ્વરને દોષ ના આપવો જોઈએ. કારણ કે પરિસ્થિતિ માટે તો આપણે જ જવાબદાર હોઈએ છીએ."

બંને પોતપોતાનાં વિચારોને સાચાં માનતાં હતાં. એટલે બંને વચ્ચે બોલાચાલી થઈ. અને બંનેએ શર્ત લગાવી. બંને પાસે સો-સો રૂપિયા હતાં. આવતી કાલે સાંજે જેનાં રૂપિયા વધારે હશે તે સાચો. બંને રોજ ભીખ માંગીને પેટ પુજા કરતાં. એટલે પ્રથમ મિત્ર સવાર થતાં રાબેતા મુજબ ભીખ માંગવા લાગે છે. શર્ત જીતવાં માટે અને પોતાની વાત ખોટી નથી એ સાબિત કરવાં માટે તે નાસ્તો પણ નથી કરતો. અને સો રૂપિયા સાચવી રાખે છે. 

જ્યારે બીજો મિત્ર સવારમાં ત્રીસ રૂપિયાનો નાસ્તો કરે છે. અને બાકી વધેલાં સીત્તેર રૂપિયાની એક રૂપિયાવાળી બોલપેન ખરીદે છે અને એક સ્કુલના ગેટ પાસે જઈ વહેંચે છે. એક રૂપિયામાં ખરીદેલી બોલપેન તે ત્રણ રૂપિયામાં વહેંચે છે.બધી જ બોલપેન વહેંચાઈ જતાં નક્કી કરેલાં સ્થળે આવે છે. થોડી વારમાં પહેલો મિત્ર પણ ત્યાં પહોંચી જાય છે. પરંતુ તેને તો ભીખમાં દસ-વીસ રૂપિયા જ મળ્યાં હતાં. જ્યારે બીજાં બીત્રએ ત્રણ ગણાં રૂપિયાં એકઠાં કર્યા હતાં. ત્યારે તેણે પોતાનાં મિત્રને કહ્યું.

"આપણે ઈચ્છીએ તો બધું જ કરી શકીએ. ખુશ રહિ શકીએ, હરીફરી શકીએ..પરંતુ પરિસ્થિતિ પર રડતાં રહીએ તો કંઈ જ ના થાય. આપણે આપણી પરિસ્થિતિ માંથી બહાર આવવાનું વિચિરીએ જ નહીં તો આગળ કેવુ રીતે આવી શકીએ? એટલે પોતાની પરિસ્થિતિ માટે અન્ય ને દોષ ના આપવો જોઈએ."