Mahi-Sagar (Part-5) in Gujarati Love Stories by PARESH MAKWANA books and stories PDF | માહી-સાગર (ભાગ-૫)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

માહી-સાગર (ભાગ-૫)

            એણે મને ધાબળો આપ્યો.. અને કહ્યું તમે તો બહુ જ ડરપોક છો મિસ્ટર. અહીંયા રોકાવવાનું કોઈ ખાસ કારણ..?
            હા.., એક મોટું કારણ છે અને મેં એને મારી દુઃખભરી દાસ્તાન સંભળાવી..
             એણે કહ્યું - તમે જરાય ચિંતા ના કરો મારુ નામ માહી છે અને અહીંયા પાસે જ અમારું ઘર છે તમે ત્યાં ચાલો.. 
             મેં કહ્યું ના આજની રાતની તો વાત છે હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ..
              એણે મને વધારે ડરાવ્યો.. તમને ખબર નથી પણ કહી દવ કે આ સામેના વડલા માં આત્માનો વાસ છે.. 
              અને ત્યારે એ સાંભળી હું ફટાફટ બેગ લઈ એની સાથે ચાલવા તૈયાર થઈ ગયો..
         થોડીવારમાં જ અમે બાજુના જ એક દેશી નળીયાવાળા મકાન પાસે પોહચ્યા.. એણે કહ્યું અંદર આવો.. હું અંદર પ્રવેશ્યો. અને એક જગ્યાએ મારુ બેગ ઉતાર્યું. એક ખૂણામાં ચૂલા પાસે એક આધેડ વયની વિધવા સ્ત્રી બેઠી હતી.. માહી મારો પરિચય આપતા કહ્યું - માં આ કોઈ પરદેશી છે. મંદિરમાં ધ્રુજતા હતા તો હું એને અહીંયા લઈ આવી.. 
               એ સ્ત્રીએ પ્રેમથી પૂછ્યું- શુ નામ છે દીકરા તારું..? 
               માસી સાગર નામ છે મારુ રાજકોટ થી આવું છું.. આતો બસ મિસ થઈ ગઈ ને.. મેં આગળનું વાક્ય અધવચ્ચે મૂકી દીધું..
               માસીએ કહ્યું- તું પહેલા જમી લે.. પછી નિરાંતે વાત કરીએ.. મને પણ ખરેખર ભૂખ લાગી હતી.. એટલે ફટાફટ બારે હાથ ધોઈ હું જમવા બેસી ગયો.. માસીએ સરસ થાળી પીરસી દીધી.. અને હું જમવા લાગ્યો. એવામાં માહી એ માસી ને પૂછ્યું- માં દેવ ક્યાં છે.. ? માસીએ કહ્યું - ક્યારનો ગયો છે ભાઈબંધો ભેગો રમતો હશે ક્યાંક..જા જઈને પકડી લઈ આવ.. એનો તો ટાંટિયો જ ઘરમાં ટકતો નથી..
               માહી ફરી લાલટેન લઈ દેવને શોધવા નીકળી ગઈ
               આ બાજુ જમતા જમતા મારી અને માસીની ઘણી ઔપચારિક વાતો થઈ.. 

               થોડીવારમાં દેવનો કાન પકડી માહી ઘરમાં ખેંચી લાવી.. અડધી રાત થઈ તોય રખડવું છે.. ચાલ ફટાફટ સુઈ જા..

               દેવે મારી સામું જોયું હું એની સામે સહેજ હસ્યો એણે કહ્યું- દીદી આ કોણ છે.. 
              માહી એ કહ્યું આપણાં મહેમાન છે..
              દેવ મારી પાસે આવી પલાંઠી વાળી બેસી ગયો 
              તમારું નામ શુ છે..?
              સાગર.. સાગર નામ છે મારુ..
              તું ભણવા જાય છે કે નહીં..
              હા.. હું બીજું ભણું છું.. 


              એ પછી એક સરસ મજાના ખાટલામાં માહીએ ગોદડું પાથર્યુ.. મેં પૂછ્યું - માહી મારે અહીંયા સુવાનું છે.. એણે કહ્યું હા.. તમને ફાવશે ને..?
              મેં હસીને કહ્યું- બહાર ઓટલા કરતા તો બેસ્ટ છે.. 
              માસી દેવ અને માહી ત્રણેય નીચે જમીન પર સુઈ ગયા.. સામે દીવાલ પર લગાવેલી માહીની ખુબસુરત ફોટોઝ જોતો જોતો ક્યારે મને ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી.. જેવી સવાર પડી.. હું ઉઠ્યો.. ઉઠી બહાર આવ્યો તો માહી આંગણામાં તુલસીને પાણી પાઇ રહી હતી.  બે ઘડી હું એને જોતો રહ્યો ત્યાં માસી એ કહ્યું - દીકરા ફટાફટ મોઢું ધોઈ શિરાવવા બેસી જા.. 
              તુલસીના બે ચાર આટા ફરી માહી બોલી - માં સાગરને નાસ્તો ના દેતી.. 
               માસીએ કહ્યું - શુ બોલે છે માહી..,સાગર આપણો મહેમાન છે..
               માહી બોલી - મહેમાન છે તો શુ થઈ ગયું એનામાં સંસ્કાર નથી.. એને એટલું ખબરના પડે કે મંદિરની આરતી પહેલા પછી નાસ્તો..
               મેં પૂછ્યું મંદિરની આરતી..
               એણે કહ્યું હા.. ફટાફટ તૈયાર થઈ જાવો.. મંદિર જવાનું છે..
               અને માહી નો ઓર્ડર ફોલો કરતો હું ફટાફટ તૈયાર થઈ એની સાથે મંદિરે જવા નીકળ્યો..
                રસ્તામાં એક નિશાળ આવી.. માહીએ મારા હાથમાં પૂજાની થાળી પકડાવી નિશાળનો ડેલો ઉઘાડ્યો. અને હું એની સાથે ડેલામાં પ્રવેશ્યો. થયું મંદિર ને બહાને નિશાળમાં શુ કામ લઈ આવી.. ત્યાં કેટલાક ચમ્પા અને ગુલાબ અને ગલગોટાના છોડ હતા એમાંથી એ ફૂલો તોડવા લાગી અને કહેવા લાગી - ખબર છે સાગર આ બગીચો મારો પોતાનો બનાવેલો છે.. આ બગીચાના એક એક ઝાડ મેં મારા હાથે થી વાવ્યા છે..
                મેં કહ્યું સારું કહેવાય.. કે દુનિયામાં કોઈ તો છે જે આજે પણ પ્રકૃતિ સાથે કનેક્ટેડ છે..બાકી આજકાલ તો વૃક્ષો પણ આર્ટિફિશિયલ બનતા જાય છે..
                એણે પૂછ્યું- સાગર તમે શુ ભણો છો..
                મેં કહ્યું- હું કંપ્યુટર સાયન્સ કરું છું.. અને તમે..?
                એણે કહ્યું બસ ગ્રેજ્યુએશન કંપલીટ થયું હવે ટીચર બનવાનું વિચારું છું..
                એ સાંભળી મને વિશ્વાસ ના બેઠો.. મેં પૂછ્યું શુ તમે ગ્રેજ્યુએટ છો..?
                હા.. હું ગ્રેજ્યુએટ છું. શુ તમને લાગતું નથી..
                મેં હસીને કહ્યું - તમારું ગામ જોઈને ના લાગ્યું..
                ગ્રેજ્યુએશન મેં અમદાવાદમાં કરેલું.. અને ગામની હું પહેલી છોકરી છું જેણે શહેર જઈને પોતાનું ભણવાનું પૂરું કર્યું..
                 મેં પૂછ્યું - તો શુ તમારા સિવાય ગામમાં કોઈ છોકરી ભણેલી નથી..
                 ના કોઈ ને ચૂલાચોકા માં થી ફુરસત જ ના મળી.. આ તો હું લક્કી હતી કે મારી માં એ મને મારા સપનાઓ પુરા કરવાની છૂટ આપી..
                  એ પછી અમે છેક મંદિરે પોહચ્યા ત્યાં સુધી વાતો કરતા રહ્યા.. (ક્રમશ)