સવારે પરી અને મીલીના કલબલાટથી રણવીરની ઊંઘ ઊડી જાય છે. તે નીચે ઉતરીને બેગમાથી ટૂથપેસ્ટ અને બ્રશ લઈને ટોઈલેટ તરફ જાય છે. ફ્રેશ થઈને પોતાની સીટ પર ગોઠવાઈ છે. કાવેરી નાસ્તાનો ડબ્બો કાઢે છે. બધા નાસ્તો કરતા હોય છે ત્યારે મીલી રણવીર તરફ નાસ્તાનો ડબ્બો ધરે છે. રણવીર ના પાડે છે ત્યારે વિવેક આગ્રહ કરે છે. છતાં પણ રણવીર ના પાડે છે ત્યારે મીલી જબરજસ્તીથી એના મોંમા એક પૂરી નાંખી દે છે. રણવીર એકદમ આશ્ચર્યચકિત થઈ એને જોઈ રહે છે. પરી અને આહાન હસવા લાગે છે.
વિવેક કહે છે, માફ કરજો અમારી મીલી થોડી મસ્તીખોર છે. એ પોતાનુ ધાર્યુ કરીને જ રહે છે.
no no....its ok રણવીર પૂરી ચાવતા ચાવતા હસીને મીલી તરફ જૂએ છે. મીલી જાણે કોઈ મોટી જીત મેળવી હોય તેમ ખુશ થતી હતી.
મારુ નામ વિવેક છે,અને આ મારી પત્ની કાવેરી. અને આ મારી નટખટ બહેન મીલી ને મારી પુત્રી પરી અને પુત્ર આહાન. વિવેક પોતાનો અને પરિવારનો પરિચય આપે છે. હું સુરતની એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર છું.
મારુ નામ રણવીર છે. હું ઈન્ડિયન આર્મીમા કેપ્ટન છું. હાલ મારુ પોસ્ટીંગ કાશ્મીરમાં છે.
આટલુ સાભળતા જ મીલી ચિલ્લાઈ છે અને wow આર્મીમેન, કહી રણવીરને ઉપરથી નીચે સુધી જોઈ છે. પહોળી છાતી. મજબુત ખભા,લગભગ છ ફૂટ જેટલી હાઈટ. સ્કીન ટાઈટ ટી - શર્ટમાથી ફાટફાટ થતા એના બાયસેપ્સ ડોકાતા હતા. ઘઉવર્ણા ચહેરા પર ભારત માતા માટે મરમીટવાની ખુમારી, આંખોમાં અજબનું તેજ. બોલે ત્યારે જાણે સમુદ્રના મોજા ઉછળતા હોય. પરી આહાન જુઓ તમારે ભારતમાતાના રક્ષકને જોવા હતાને આ અંકલ એક સોલ્જર છે. પરી અને આહાન આંખો ફાડીને રણવીરને જુએ છે. પણ આ અંકલ તો આપણા જેવા જ છે. પરી પોતાની બાળસહજ કુતૂહલતાથી પૂછે છે. એમણે તો કેપ પણ નથી પહેરી. બધા હસવા લાગે છે. રણવીર એને ઊંચકીને ખોળામાં બેસાડે છે. અને કહે છે કે, બેટા અત્યારે હુ ઓફ ડ્યુટી પર છું એટલે યુનિફોર્મ નથી પહેર્યો. અને હા અમે તમારા જેવા જ છે.
રણવીર મીલીના પરિવાર સાથે હળીમળી જાય છે. પરી, આહાન સાથે ખૂબ મસ્તી કરે છે. વાતવાતમાં ક્યારે જમ્મુ આવી ગયુ ખબર ન પડી. રણવીર વિવેકને સામાન ઉતારવામાં મદદ કરે છે. બધા પ્લેટફોર્મ પર ઊભા રહે છે. હવે પછી નો શુ પ્રોગ્રામ છે ? રણવીર વિવેકને પુછે છે. બસ પાંચ દિવસ કશ્મીર ફરીને, અને પાંચ દિવસ લેહ લદાખ ફરીને પાછા સુરત રિટર્ન.
અરે !! what a coincidence મારે પણ ચાર દિવસ પછી લદાખમા જ દસ દિવસની ઈમરજન્સી ડયુટી છે. wow તો આપણુ ફરીથી મળવાનું થશે. મીલી ઉત્સાહીત થઈને કહે છે. રણવીર વિવેક અને કાવેરીને બાય કહે છે. અને પરી,આહાનને હાઇફાઇ આપે છે.
અને મને... બાય ન કહેવાનું ? મીલી થોડી નારાજ થતા છણકો કરતા કહે છે. હુ તમને હમણા જ કહેવાનો હતો. હુ તમારા કરતા કંઈ મોટી નથી કે તમે મને તમે તમે કહો છો. મીલી થોડી ગુસ્સામાં કહે છે. ok બાબા તને બસ. by Miliiiii now happy. મીલી ખુશ થતી હા કહે છે. વિવેક અને રણવીર એકબીજાના ફોન નંબર લઈ લે છે.
ચાર દિવસમાં તેઓ પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ અને શ્રીનગર ફરી લે છે. આજે તેઓ શંકરાચાર્યના મંદિરે જવાની તૈયારી કરે છે. આજ સવારથી મીલીની તબીયત સારી લાગતી ન હતી. એના શરીરમાં ખૂબ કળતર થતુ હતુ. પરંતુ ભાઈ ભાભી અને બાળકો નુ મૂડ ઓફ ના થાય એટલે કોઈને કેહતી નથી. જેમતેમ કરીને તે દાદર ચઢીને દર્શન કરે છે અને નીચે ઉતરે છે. પરી અને આહાન મકાઈ ખાવાની જીદ કરે છે. કાવેરી મીલીને પણ આવવાનું કહે છે. પણ અત્યારે મને કંઈ પણ ખાવાની ઈચ્છા નથી એમ કહી ના પાડે છે. વિવેક અને કાવેરી પરી,આહાનને લઈને મકાઈ ખવડાવવા લઈ જાય છે. આ બાજુ મીલીને બેચેની જેવુ લાગે છે. તે ખુણામાં ઝાડ પાસે જાય છે. અને તેને ઊલટી થાય છે. વારંવાર ઊલટી થવાથી તેનુ શરીર પરસેવે રેબઝેબ થઈ જાય છે. અને તે ચક્કર ખાઈ ને પડે છે. એટલામા બે મજબૂત હાથ એને જીલી લે છે. તે આખ ખોલીને જુએ છે તો તે રણવીરની બાહોમા હોય છે. અને તે બેહોશ થઈ જાય છે. રણવીર તેના ચહેરા પરથી વાળને કાન પાછળ કરે છે. અને તેના ગાલ થપથપાવીને તેને ઉઠાડવાની કોશિશ કરે છે. તેના ગાલ ને અડકતા જ તેને ખબર પડે છે કે તેને ઘણો તાવ છે. મીલી મીલી બોલતા તેની આંખોમા આસુ આવી જાય છે. તે મીલી ને પોતાના ગળે લગાવી દે છે. અને એને ઊંચકી ને ગાડી તરફ દોડે છે. મીલી ને ગાડીમાં સુવડાવી તે વિવેક ને ફોન કરે છે. બધાં જ દોડતા જયા રણવીરે કહ્યુ હોય છે ત્યા આવે છે. કયાં ચાલ્યા ગયા હતા તમે બધા મીલી ને એકલી મૂકીને. રણવીર વિવેકને ગુસ્સામાં ખિજવાય છે. ચાલો આપણે જલ્દી હોસ્પિટલ જઈએ. રણવીરના આવા વર્તનથી વિવેક અને કાવેરી અચરજ પામે છે. પણ પરિસ્થિતિની ગંભીરતા જોતા કંઈ બોલતા નથી.
રસ્તામાં રણવીર વિવેકની માફી માંગે છે અને કહે છે sorry yaar મીલીની હાલત જોઇને અને તમને કોઈને આસપાસ ન જોતા હુ ગભરાઈ ગયો હતો. એટલે તમારી પર ગુસ્સે થઈ ગયો.
it's ok yaar મીલીને બેહોશ જોઈને મે પણ ગભરાઈ ગયો હતો.એ તો સારું થયું તુ મીલી પાસે પહોંચી ગયો. by the way તુ અહીં કયાંથી ?