આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૩
નીકી ઉતાવળથી વિશ્વાસના હાથમાંથી ઘરના ડોરની ચાવી લઇ ધીમેથી બોલી, "ધીમી ગતિના સમાચાર, જલ્દી કરને."
"શું કહ્યું ...ફરી બોલ."
"અરે યાર! જલ્દી કર યાર એમ કહ્યું.બહુ લપ કરે છે."
"તને સરપ્રાઈઝ માટે બહુ એકસાઇટમેન્ટ છે નીકી."
નીકીએ ફટાફટ ડોર લોક ઓપન કર્યું અને તે બંને ઘરમાં પ્રવેશ્યા અને જોયું તો મસ્ત મજાની વેલેન્ટાઇન કેક ડાઇનીંગ ટેબલ પર ડેકોરેટ કરીને વિશ્વાસની મમ્મીએ મુકી હતી. તેની સાથે એક ચિઠ્ઠી પણ હતી.
તે ચિઠ્ઠી નીકી લેવા જતી હતી ત્યાં તેના મોબાઇલ પર મોના આંટીનો કોલ આવે છે અને તે ઉત્સાહી સ્વરે બોલે છે, "હેપ્પી વેલેન્ટાઇન ડે આંટી."
"હેપ્પી વેલેન્ટાઇન ડે બેટા."
"આંટી મસ્ત સરપ્રાઈઝ છે. મારી ફેવરીટ કેક ..."
"બેટા, હજુ બીજી સરપ્રાઈઝ પણ છે."
"શું વાત છે, હજુ બીજી સરપ્રાઈઝ..." નીકી વિશ્વાસના ચહેરા પરનો અણગમો જોઇને બોલતા બોલતા અટકી ગઇ.
"નીકી મારી વાત સાંભળ, જો આ વેલેન્ટાઈન એરેજમેન્ટથી વિશ્વાસને નહીં ગમ્યુ હોય. તેનો ફેસ અને મુડ બગડ્યો હશે પણ તું તેની ફિકર ના કરીશ. તું આજનો દિવસ એન્જોય કર. ટેબલ પર ચિઠ્ઠીમાં .."
"પણ આંટી ...આગળની સરપ્રાઈઝની વાત તમે જ વિશ્વાસને કહો, હું તેને મોબાઇલ આપુ છું." નીકી ચાલુ મોબાઇલ વિશ્વાસના હાથમાં આપી ડાઇનીંગ ટેબલની ચેર પર બેસી ગઇ.
વિશ્વાસની મમ્મીએ તેને નેકસ્ટ સરપ્રાઈઝની વાત કરી અને વિશ્વાસે તેને આ બધુ પસંદ નથી તેવી વાત પણ કરી. પાંચેક મીનીટ મા દિકરા વચ્ચે વાત ચીત ચાલી અને વિશ્વાસે પોતાના મન પર કાબુ કરીને તેની મમ્મીની વાતને માની કોલ પુરો કર્યો.
કોલ પુરો થતા જ નીકી બોલી,"ચલ વિશ્વાસ બાય, હું ઘરે જવા નીકળું છું. બાય ...."
“ઓ..ઓ, નીકી. એક મીનીટ વેઇટ કર અને મારી વાત સાંભળ યાર."
"બોલ શું કહેવુ છે તારે." નીકી કડક સ્વરે બોલી.
"યાર આમ ગુસ્સે ના થઇશ અને આ સરપ્રાઈઝમાં તારો કોઇ હાથ નથી તે મને ખબર પડી ગઇ, બધુ મમ્મીનું કરેલું છે. મને ભલે નથી ગમતુ આ બધુ પણ ..."
"પણ શું? "
"પણ ..હવે આપણે બે જણા આ સરપ્રાઇઝને એન્જોય કરીએ અને હજુ બીજી સરપ્રાઇઝમાં મમ્મીએ આપણું ફેવરીટ ફુડ પણ ઓર્ડર કર્યુ છે. એટલે ડીલીવરી બોય..."
વિશ્વાસની વાત ચાલતી હતી ત્યાં ડોર બેલ વાગ્યો અને વિશ્વાસે ડોર ઓપન કર્યો ત્યાં તેમના માટે ફુડ પાર્સલ આવી ગયું હતું. વિશ્વાસે ફુડ પાર્સલ રીસીવ કરી ડાઇનીંગ ટેબલ પાસે આવીને નીકીને કહ્યું, "લે જો આ નેકસ્ટ સરપ્રાઈઝ પણ આવી ગઇ. હવે આપણે આ કેક અને ફુડ ખાઇને આજનો વેલેન્ટાઇન ડે પુરો કરીએ."
"હમ્મ્મ... મારો મુડ નથી. તું જ એન્જોય કરી લે." "બસ ને યાર...આવુ કરવાનું ને. આમ મુડના નામે ...જો હું મમ્મીને કોલ કરીને કહુ કે તુ જાય છે ...પછી તું..."વિશ્વાસે મોબાઇલ હાથમાં લઇ નીકીને કહ્યું.
"જા ..તારા જેવુ કોણ થાય. આંટીએ આટલી સરસ સરપ્રાઈઝ એરેજમેન્ટ કરી છે, તેમને ખોટુ લાગે એટલે ...બાકી તારી વાત પર તો ..."નીકી બોલતા બોલતા કિચનમાં જઇ ડીનર માટે ક્રૉકરી લઇ આવી.
વિશ્વાસે ડાઇનીંગ ટેબલ પર ફુડ પાર્સલ ઓપન કરીને બધુ એરેન્જ કર્યું. તે બંનેએ પોતપોતાની ડીશમાં કેક કટ કરીને મુકી અને ફુડ પણ ડીશમાં સર્વ કર્યુ.
કેકનો બાઇટ મોંમાં મુકી વિશ્વાસ બોલ્યો, "વાહ! સુપર્બ કેક છે."
વિશ્વાસ બોલ્યો પણ નીકીએ સામો કોઇ રીપ્લાય પણ ના આપ્યો. વિશ્વાસે મનમાં વિચાર્યું કે તેના લીધે નીકીનો મુડ બગડ્યો છે. તેનો મુડ કેવી રીતે સારો કરવો તેનો આઇડીયા પણ તેણે વિચારી લીધો.
વિશ્વાસ ડાઇનીંગ ટેબલની તેની ચેર પરથી ઉભો થઇ નીકીની ચેર પાસે જઇ ઘુંટણીએ બેસીને બોલ્યો, "નીકી.. આઇ એમ રીયલી સોરી. ફરગેટ એવરીથિંગ પ્લીઝ એન્ડ એન્જોય વેલેન્ટાઇન ડે સરપ્રાઈઝ ફુડ પ્લીઝ..."
નીકી આમ ઘુંટણીએ કાન પકડીને સોરી બોલી રહેલા વિશ્વાસને જોઇ ચોંકી જ ગઇ. તેના મનમાં રહેલો ગુસ્સો તરત ઓગળી ગયો અને તે બોલી, "અરે વિશ્વાસ! આમ ના કર."
"તુ મને માફ કર અને તારો મુડ સારો થશે પછી જ.."
નીકીએ વિશ્વાસનો હાથ પકડીને તેને ઉભો કર્યો અને બોલી, "ઓકે ...આઇ એમ ઓકે. માય મુડ ઇસ ગુડ. આઈ ફરગેટ એવરીથીંગ."
"ઓકે ..નીકી."
"વિશ્વાસ તું કયારેક બહુ ફિલ્મી બની જાય છે." નીકી હસીને બોલી.
નીકીને હસતા બોલતા જોઇ વિશ્વાસ બોલે છે, "યાર..ફિલ્મી પરથી યાદ આવ્યુ કે કોઇ સારુ સોંગ્સ તારા મોબાઇલમાં પ્લે કર. આજનું એટમોસ્ફિયર પણ ફિલ્મી બને."
નીકીને વિશ્વાસની વાત ગમી એટલે તેણે તરત જ તેના મોબાઇલમાં રોમાન્ટિક સોંગ્સ પ્લે કર્યા. આમ તો આવા ફિલ્મી સોંગ્સમાં વિશ્વાસને સહેજ પણ ઇન્ટરેસ્ટ ન હતો પણ નીકીનો મુડ સારો કરવા તેણે આ આઇડીયા વાપર્યો હતો. નીકીનો મુડ સારો થઇ ગયો હતો તે જોઇને વિશ્વાસને પણ ગમ્યું.
બંને જણાંએ ફુડ એન્જોય કર્યુ અને પછી સાથે મળીને થોડી ઘણી સાફસફાઈ પણ કરી. નીકીને આજના બદલાયેલ વિશ્વાસના મુડને જોઇને તેને સમજવાનો પ્રયાસ કરતી હતી અને વિચારતી હતી કે જેને આ બધુ સહેજ પણ પસંદ નથી તો પણ તે માત્ર ને માત્ર મારા મુડ માટે થઇને કેટલો પ્રેકટીકલ બન્યો આજે. તેને મારી ફિલીંગ્સની કદર છે. તેની અંદર પણ કયાંક પ્રેમ છે પણ તે એક્સપ્રેસ નથી કરતો યા કરવા નથી માંગતો.
બધુ કામ પતાવી તે બંને સોફામાં બેઠા અને નીકીએ વિશ્વાસના સારો મુડ જોઇને કહ્યું, "વિશ્વાસ એક વાત પુછુ? "
"નીકી...તું આજે રહેવા દે ને પ્લીઝ. મારા જવાબથી તું ફરી નારાજ થઇ જઇશ તો...હું તારો આટલો સારો મુડ સ્પોઇલ કરવા નથી માંગતો."
"ભલે મારો મુડ ખરાબ થાય પણ મારે જાણવું જ છે કે..."
"શું જાણવું છે? "
"કે તારો લાઇફનો નેકસ્ટ ગોલ ..."
"માસ્ટર ડીગ્રી એન્ડ ગુડ જોબ."
"બીજું કંઇ? "નીકી હળવેકથી પુછે છે.
"બીજું કંઇ જ નહીં."
વિશ્વાસની વાત સાંભળી નીકી દુખી થઇ ગઇ અને તેનો બદલાયેલ મુડ જોઇને વિશ્વાસ બોલ્યો, "નીકી હું એટલેજ જ તને પુછવાની ના પાડતો હતો. જો તારો સારો મુડ .."
નીકી પળવાર માટે ચુપચાપ રહીને વિચારવા લાગી કે થોડીવાર પહેલા જે વિશ્વાસ હતો અને આ વિશ્વાસ વચ્ચે કેટલુ બધુ અંતર છે. તે વારંવાર બદલાય છે. તેને સમજવો અઘરો છે. તેને પોતાના માટે કોઇ ફિલીંગ્સ છે કે નહીં તે સમજી શકાતું નથી.
વિચારોમાં ખોવાયેલી નીકીને જોઇને વિશ્વાસ બોલ્યો, "નીકી મને ખબર છે, તારે શું જાણવું છે. તારા મનમાં શું ચાલી રહ્યું છે તે મને સમજાય છે પણ તું મને સમજવાનો પ્રયાસ કર."
વિશ્વાસની વાત સાંભળી નીકી રડવા લાગી. નીકીના સુંવાળા ગાલ પરથી આંસુઓની વહેતી ધારા જોઇ વિશ્વાસ પણ દુખી થઇ ગયો પણ તેણે થોડીવાર ચુપચાપ રહીને નીકીને રડવા દીધી. વાતાવરણમાં સન્નાટો છવાઇ ગયો. નીકીનું રડવાનું બંધ થતાં વિશ્વાસે હળવેકથી કહ્યું, "આઇ એમ રીયલી સોરી નીકી."
નીકી આંસુ લુછતા લુછતા તેને જોતી જ રહી અને કંઇજ રીસ્પોન્સ આપ્યો નહીં. તે ઘરે જવા માટે ઉભી થઇ.
"નીકી પહેલા મારી વાત સાંભળ, પછી તું ઘરે જજે."
નીકી વિશ્વાસની વાત સાંભળી ના સાંભળીને ડોર સુધી પહોંચી ગઇ એટલે વિશ્વાસે તરત જ તેની પાસે જઇને તેનો હાથ પકડીને હળવેકથી કહ્યું,"પ્લીઝ મારી વાત તો સાંભળ યાર."
નીકી ક મને ઉભી રહી અને રડમસ અવાજે બોલી, "જે કહેવુ હોય તે જલ્દી બોલ..."
વિશ્વાસે નીકીનો હાથ પકડીને તેને સોફા પર બેસાડી અને બોલવાનું શરુ કર્યું, "તું શાંત ચિત્તે મારી પુરી વાત સાંભળ અને મારી વાતને, મને સમજવાનો પ્રયાસ કર. તું બહુ ઇન્ટેલિજન્ટ છુ, તને મારી વાત, મારા ઇમોશન્સ, મારો ગોલ સમજાશે. તું બધુ સમજી જઇશ પછી તને દુખ નહીં થાય."
પ્રકરણ ૨૩ પુર્ણ
પ્રકરણ ૨૪ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.