Sapna advitanra - 17 in Gujarati Fiction Stories by Amisha Shah. books and stories PDF | સપના અળવીતરાં ૧૭

Featured Books
Categories
Share

સપના અળવીતરાં ૧૭

"આઇ એમ કે. કે... કૌશલ ખન્ના... ફ્રોમ કે.કે. ક્રિએશન્સ." કે. કે. અને રાગિણી એ પરસ્પર ઓળખાણ આપી હાથ મેળવ્યા ત્યારે રાગિણી ના શરીર માં એક આછી કંપારી પ્રસરી ગઇ, પણ તેનુ સંપૂર્ણ ધ્યાન અત્યારે ચાલુ થઈ ગયેલા શો તરફ હતું. આથી પોતાની લાગણી નજરઅંદાજ કરી તે ઝડપથી પોતાનો હાથ છોડાવી ને દોડી ગઈ સીધી સ્ટેજ તરફ. તેને દોડતી જોઈ આદિ હસી પડ્યો પણ કે. કે. હજુ પણ એમજ સ્થિર હતો - લંબાવેલા હાથ સાથે...

આદિએ ઝીણી વ્હીસલ વગાડી કે. કે. ની આંખ સામે ચપટી વગાડી એટલે કે. કે. ઝબકી ગયો. હજુ પણ તેનો હાથ એમજ લંબાયેલો હતો. આદિએ પોતાનો હાથ એ લંબાયેલા હાથમાં મૂકીને આંગળીઓ ભીડી દીધી અને સ્હેજ ખેંચ્યો, પણ કે. કે. ટસ નો મસ ન થયો.

"ઓહ, કમ ઓન કે. કે., કેમ આમ કરે છે? શું થયું? આર યુ ઓલ રાઇટ? "

હવે આદિ ના અવાજમાં ચિંતા પણ ભળી હતી. પરંતુ કે. કે. ની નજર તો રાગિણી જે દિશામાં ગઈ ત્યાં જ અટવાઈ ગઈ હતી. તે એટલું જ બોલી શક્યો, 

"આ... આ છોકરી... "

કે. કે. ની જીભ જરા થોથવાઈ, પણ આદિ તેના મનની વાત સમજી ગયો હોય એમ બોલ્યો, 

"વન સેકન્ડ... વન સેકન્ડ... લેટ મી ગેસ... આ પેલી મિસ્ટીરીયસ ગર્લ... ધ ગર્લ ઓન ધ બીચ... રાઇટ? "

"તને કેવી રીતે ખબર પડી? "

હવે કે. કે. ની નજર આદિ પર સ્થિર થઈ ગઈ હતી. 

"જસ્ટ લુક એટ યોર ફેઇસ, ડિયર. આઇ હેવ નેવર એવર સીન યુ લાઇક ધીઝ બીફોર. "

ચહેરા પર એક શરમાળ મુસ્કાન સાથે કે. કે. એ આદિનો હાથ ખેંચ્યો. 

"લેટ્સ ગો. "

કે. કે. એ કદમ આગળ વધાર્યા અને આદિ તેની પાછળ ખેંચાયો. આદિએ અનુભવ્યું કે કે. કે. ની નબળાઈ જાણે ગાયબ થઈ ગઈ હતી! એક નવું જોમ તેના ખેંચાણમા હતું. આદિ મનોમન રાજી થઈ ગયો. તે પણ ઉતાવળ રાખી કે. કે. ની સાથે થઈ ગયો. 

પાર્કિંગ પસાર કરી બંને જણ મેઇન ઇવેન્ટ ચાલુ હતી ત્યાં પહોંચી ગયા. ત્યાનો નઝારો જોઈ બંને અંજાઇ ગયા. નજર સામે એક વિશાળ પરદો હતો. તેના પર બહુજ સુંદર સજાવટ હતી. એ પરદાની આગળ સ્ટેજ હતુ. આ સ્ટેજ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. ત્રણેય સ્ટેજ રોટેટિંગ હતા... વારાફરતી એક બીજાની જગ્યા લેતા હતા, તો સમયાંતરે દરેક સ્ટેજ પોતાની જગ્યાએ જ ધીમી ગતિએ ગોળ ફરતા હતા. પરદા પાછળ નાનકડા તંબુ જેવી વ્યવસ્થા હતી, કે જે બેકસ્ટેજ તરીકે ઉપયોગમાં લેવાઇ હતી. 

ઠેર ઠેર મોટી સ્ક્રીન ગોઠવી તેના પર જુદા જુદા એંગલથી શૂટિંગ કરી તેનું લાઇવ પ્રોજેક્શન ચાલુ હતું. કેમેરાના એંગલ એટલા જોરદાર રીતે સેટ કરેલા હતા કે.... બસ, એવરીથિંગ વોઝ જસ્ટ ઓસ્સમ... 

ખરેખર, પહેલી જ નજરમાં પ્રભાવિત કરી દે એવી હતી સમગ્ર સંરચના. 

******************

"થેંક ગોડ રાગિણી, યુ આર હીયર ઓન ટાઇમ. "

સમીરા ના અવાજમાં હાશકારો હતો. રાગિણી ને જોતાં જ તે દોડીને તેને ભેટી પડી. 

"આર યુ ઓકે? "

"હા, બાબા હા. એ વાત પછી. અત્યારે લશ્કર ક્યા લડે છે એ બોલ. "

રાગિણી બરાબર છે એ ધરપત થતાં સમીરા એ કરંટ સિચ્યુએશન તેને સમજાવી દીધી. હવે આખા ફેશન શો નો દોર રાગિણી એ પોતાના હાથમાં લઈ લીધો. સૌ પ્રથમ તો તેણે સ્પીચ ની ફાઇલ સમીરા ને સોંપી, એટલે સમીરા એંકર તરફ આગળ વધી. પછી રાગિણી બેકસ્ટેજ મા ગઈ અને બધા મોડેલ્સ પોતાની સિક્વન્સ પ્રમાણે તૈયાર છે કે નહીં તે ચેક કરી લીધું. આમ તો બધાએ સાથે મળીને ફુલ પ્રેક્ટિસ કરી હતી, એટલે ક્યાંય કોઈ ચૂક થવાના ચાન્સ તો નહોતા, છતાં રાગિણી એ ફરી એક વાર બધું જ ચેક કરી લીધુ. 

બધુ બરાબર છે એવી ખાતરી થતા તે ફરી સમિરા પાસે આવી. આંખના ઇશારે જ સ્ક્રિપ્ટ બાબતે પૂછ્યું અને સમીરા એ જમણા હાથનો અંગૂઠો બતાવી સબસલામત નું સિગ્નલ આપી દીધું. 

બધું જ આયોજન મુજબ થઈ રહ્યું હતું. અને હવે એ ક્ષણ આવી ગઈ હતી, જે લોકો ના શ્વાસ અધ્ધર કરી દેવાની હતી. હવે સમય હતો શો - સ્ટોપર ની એન્ટ્રી નો. અને એ માટે એટલું ધમાકેદાર પ્લાનિંગ હતું કે... 

અચાનક બધીજ લાઇટો બંધ થઇ ગઇ., અને સાથે મ્યુઝિક પણ. સંપૂર્ણ અંધારુ અને પીનડ્રોપ સાઇલન્સ! થોડી ક્ષણો એમજ પસાર થઈ ગઈ. બધા હજુ પરિસ્થિતિ નો ક્યાસ કાઢે અને કોઈ સવાલ કરે, એ પહેલાં જ ઉપર આકાશમાં એક સ્પોટ લાઇટ સ્થિર થઈ. ત્યા, હવામાં હતી શો-સ્ટોપર... એક ક્રેઇન સાથે એક પિંજરુ લટકતું હતું અને તે પિંજરામા હતી... લાખો દિલોની ધડકન... કરોડો આશિકોની આહ!... સુપરસ્ટાર સબરીના... 

ધીમે ધીમે પિંજરુ નીચે આવતુ ગયું અને સબરીના ની અદા જોઇ દર્શકો ના હૈયામાંથી આહ! અને મુખમાંથી વાહ! નીકળતી ગઈ . પિંજરુ સલામત રીતે સ્ટેજ ઉપર લેન્ડ થયું અને તેનો દરવાજો ખોલી ને સબરીના બહાર આવી, તે સાથે જ તાળીઓનો ગગનભેદી અવાજ ફેલાઈ ગયો. 

અ હ્યુજ સક્સેસ... રાગિણી અને તેની ટીમ માટે આ સમય, આ પળ ખૂબજ મહત્વ ના હતા. શો પૂરો થયો. કે. કે. ક્રિએશન્સ નો સ્ટાફ જુદા જુદા ડેલિગેટ્સ સાથે મિટીંગ ફિક્સ કરવામાં બીઝી થઈ ગયો. રાગિણી પોતાની ટીમ સાથે એક સાઈડમાં ઉભી હતી, ત્યા કેયૂર આવ્યો અને તેણે ઉષ્માપૂર્વક રાગિણી નો હાથ પોતાના હાથમાં લઈને તેને કોંગ્રેટ્સ વિશ કરી કહ્યું, 

"કમ. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ઓલ ટુ માય બ્રધર. "

તે બધાજ કેયૂર ની પાછળ પાછળ પાર્કિંગ મા પહોંચ્યા. સામે એ જ ગાડી ઉભી હતી, જેમાં રાગિણી અહીં સુધી પહોંચી હતી...કેયૂરે બેકસીટનો દરવાજો નોક કર્યો એટલે આદિએ કાચ ઉતાર્યો. અંદરનું દ્રશ્ય જોતાં જ રાગિણી ચમકી ગઈ!