ye rishta tera mera 2.23 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા મેરા 2.23

Featured Books
Categories
Share

યે રિશ્તા તેરા મેરા 2.23

યે રિશ્તા તેરા મેરા 2.23

મીત...મીત...મીત...એવો જોરથી અવાજ સાંભળતા..

નાસ્તો બનાવતી મહેક દોડીને આવીને કિચનના દરવાજા આગળ આવીને ઉભી રહી.ત્યા જ અંશ મીતની સામે આવી ગયો.મીત ડાઇનિંગ ટેબલ પર બેઠો બેઠો રીડીંગ કરે છે.અંશે મીતનો હાથ પકડીને ઉભો કર્યોને પછી ચટ્ટાક-ચટ્ટાક બે લગાવી દીધીને પછી બોલ્યો 5000 રુપિયા ક્યા?બોલ જલ્દી બોલ 5000રુ.ક્યા છે?

મીત;ઉધ્ધતાઇથી બોલ્યો મને શુ ખબર.ગાલ પર હાથ ફેરવતા.

અંશે મીતના બંન્ને હાથ પકડી હલબલાવીને બોલ્યો મીત અગર સાચુ નહી બોલે તો તારી ખેર નથી.બોલ ક્યા છે?

મીત;ભાઇ હુ આ ઘરનો કામવાળો નથી કે આપ મને આમ...(રડતા-રડતા) તમે મને મારો છો.

અંશ;મીત મને તારી બધી જ હરકતની ખબર છે આ નવુ ગતકડ શુ છે એ કહીશ..?

મીત;ભાઇ,તમે જ મુક્યા હશે,મને શુ ખબર પૈસાની તમે જ્યા મુક્યા હોય ત્યા જ શોધોને?

અંશ;તુ કાલે રીડીંગ કરતો હતો ત્યારે તારી નજર સામે જ પૈસા મુક્યા,અને તેનો મતલબ...

મહેક;તેનો મતલબ એવો બિલકુલ નથી કે મીતે પૈસાની ચોરી કરી છે.

અંશ;’મહેક તુ ચુપ રહે તો જ સારુ.

મહેક;હુ ક્યારેયનિય જોવ છુ કે તુ કેટલી હદ સુધી હલકટ બની શકે છે.ને બન્યો.મારા ભાઇ પર ઇલ્ઝામ પર ઇલ્ઝામ.તો પણ મને થયુ કદાચ બાળક છે ચોરીની હરકત કરી પણ શકે?પણ તુ?

તુ મીતની એક પણ વાત સાંભળવા તૈયાર નથી.તને બસ તારા પૈસા દેખાય છે,તારે એમ પુછાય કોઇ મજબુરી? કશુ થયુ ?કેમ પૈસા લીધા? શા માટે લીધા? તને પૈસાની ખબર છે? પણ ના, તે એવુ ન કર્યુ.તને મારો ભાઇ ન ગમતો હોય તો હુ ને મીત બંન્ને જતા રહી. એ હોસ્પિટલ રે’વા.પછી તુ રે’જે એકલો.

અંશ;મહેક એવી વાત હોય તો હુ મીત ને લાવુ,એવુ તને લાગે?

આકાશ;બસ...બસ....અંશ મહેકની વાત સાચી છે.તારે મીતને પુછવુ જોઇએ આમ તારાથી તેને મરાય તો નહી જ.બાળક છે હરકત કરે તો તારે તેને સુધારવો જોઇએ વારવો જોઇએ પણ આમ તુ...મારે એ વ્યાજબી નથી અંશ.

અંશ;પણ...આકાશ...

મીરા;સાચી વાત છે આકાશની...તારાથી એવુ ન થાય....

મહેક;મીરા,તે એ દિવસે રાધા-ક્રિશ્ના,આકાશ,તારા મમ્મી-પાપા ની તારા બાળકનુ નામ નિશાન નથી છતાય તે એ ની કસમ લઇને કિધુ હતુને કે અંશ તારો એવો ભાઇ દોસ્ત છે જેને બાથ ભીડી તુ રડી શકે છે, તારા દુખ તુ એને કહી શકે છે,હુ મારા મનમાંથી શક કાઢી નાખુ.હા મને તારા પર ટ્રસ્ટ આવ્યોને મે કાઢી પણ નાખ્યો.પણ તુ જુએ છે ને અંશ કેવુ કરે છે?રડતા-રડતા મહેક બોલી.

મીરા મહેકને સાંત્વન આપતા  બોલી આજ હુ તારી સાથે છુ.તારો વિશ્વાસ મારો ધબકાર છે.મહેક. તારાથી આવુ ન જ કરાય અંશ.

મીત;દીદી ચલો તમે જોઇલો મારુ ચેકિંગ કરો અગર મારા જોડે પૈસા નીકળે તો?

મીરા;કોઇ ચેકિંગ નથી કરવુ.જે થયુ એ પૈસાનુ જવાદો વાત.

મીત;ના રે!!! એમ કેમ જવા દઉ?અગર હુ મારી બેગુનાઇ સાબિત નહી કરુ તો મારી દીદીને કાળી ટીલી બેસશે. હુ સાબિત કરીશ જ....

મહેક;જી હા....

મીત;મારુ ચેકિંગ કરો,,,

મહેક;ના પેલા જ્યા અંશ પૈસા મુકે એ જ જગા જોવી છે પછી બીજુ.

મીત મનમા વાહ દીદી તમે તો મારે કરવાની વાત કરી દીધી.મારો ખેલ આજ સીધો પડ્યો વાહ ભગવાન વાહ...

બધા રૂમમા ગયા મહેકે કબાટ ખોલ્યોને જ્યા પૈસા મુકે એ જગ્યા જોઇ...કપડાં ઉંચા નીચા કર્યા ફંફોસ્યું બધું ત્યાથી પૈસા ન નીકળ્યા.મીત ડરી ગયો...

મીરા;ભલે નથી ગોતવા પૈસા જે થયુ એ થયુ
.
આકાશ;હા અમારે લેટ થાય છે.
.
મહેક;જોરથી ભલે થાય...

મહેકે મીતનુ બેગ તેનો કબાટ તેનો રૂમ પણ જોયો ત્યાથી પૈસા ન નીકળ્યા...
..

મહેક;મીતને એક જાપટ લગાવી બોલી.. બોલ પૈસા ક્યા છે?કેમ ક્યાય નીકળતા નથી બોલ?અંશના પૈસા.અંશે તો સંતાડી તારી પર ઇલ્ઝામ નહી નાખ્યુ હોય બોલ?તેને હલબલાવવા લાગી...

બોલ ..મીરાને આકાશ રોકે પણ એ રોકી રોકાય નહી.મીતને તો થયુ હુ મારો પ્લાન ફેરવી નાખુ.મીરાને આકાશ પણ વિચારવા લાગ્યા કે જે મીતને દોષી ન તી માનતી એ આમ કેમ કરવા લાગી.??? અંશ પણ અવાક રહી ગયો આવુ કેમ?


આગળ મહેક બોલી કેટલીવાર ના પાડીતી,અંશ જોડેથી પૈસા ન લે. ન લે. પણ ના, ભાઇ, ભાઇ કરતો દોડ્યૉ તો.હવે ખબર પડીને દીદી સારી કે અંશ?

પડીને ખબર?

હવે બધાને ખબર પડી કે મહેક તો ઉંધુ બોલે છે.જોયુ પરિણામ?તુ તેને નથી ગમતો.તને આ ઘરમાંથી બહાર ફેકવાનો નુસખો જોયો તે?હુ તને પુછુ તે જોયો?બોલ બોલ.એ થોડો તારી હેલ્પ કરવાનો હતો?હુ ક્યા મરી ગઇતી કે તુ ત્યા દોડ્યો તેના જોડે?હુ ક્યા ગરીબ છુ કે ક્યા તેના રોટલા પર પડી કે તુ તેના જોડે પૈસા લેતો બોલ બોલ?

હવે બધાને મહેકની ઉલ્ટી ભાષા સમજાય.

મીરા;મહેક એવુ ન હોય....

પછી મહેકે દાઝમા પાછો અંશનો કબાટ ખોલ્યોને કપડાને ફગાવવા લાગી કે તેમાંથી પૈસા ઉછળ્યાને એ બધા એ જોયા પછી મહેકે એક પછી એક વીણ્યાને પછી અંશનો હાથ પકડી હાથમા સોપતા બોલી લે તારા 5000/- પુરા.ખુશ.હવે ના કહેતો કે મારો મીત ગુનેગાર છે,ચોર છે ને તારા ટુકડા પર પળે છે.

અંશ;મહેક...યાર...મને થયુ મીત..

મહેક;બસ...અંશ

અંશ;મહેક,પણ મારો ઇરાદો એવો હતો કે ક્યાક આપણો મીત...

મહેક;આપણો નહી મારો ભાઇ મીત..

અંશ;હા,મીત કોઇ ખરાબ રસ્તા પર ન ચડી જાય માટે.

મહેક;ગીદડ ભક્તિ,હવે શુ કામની?અંશ? બધુ સાબિત થયુ ગયુ એટલે તુ હવે સારો બનવાની કોશીશ કરે છે?

અંશ;ના...સત્ય કહુ છુ.

મહેક;બસ હવે,સત્ય હુ જાણુ છુ.અંશ...હવે હુ તારા સાથે ન રહી શકુ.બસ હવે પુરુ.

અંશ;મહેક પ્લીઝ મને સમજવાની કોશિશ કર.મારો ઇરાદો ખરાબ હોય તો હુ મીતને અહી લાવુ એવુ તને લાગે?

મીત;  જોર થી ‘’હા’’દીદી સ્વાર્થ માટે લોકો ગમે તે કરી શકે છે. બીજુ ડોકટર ગમે તે કરી શકે છે.પૈસા કમાવા માટે દીદી.

અંશ;;જોર થી મીત...

મહેક;તારો અવાઝ ધીમો હો...શાંતિ જ. રાખવાની...તારી મમ્મી આવે છે.હુ નથી ઇચ્છ્તી કે તેને કશી ખબર પડે .હુ હોસ્પિટલ રેહવા માટે જાવ છુ.

અંશ;ઝડપથી નો નેવર, નહી, ક્યારેય નહી.તુ ત્યા નહી જ જાય.મહેક.

મહેક;યસ,ઑલ્વેઝ.હુ જઇશ જ.તારી વાત નહી જ માનુ ઓકે.

અંશ;તુ ને મીત નીચે એકલા રહો પણ ત્યા નહી.

મહેક;એટલે માસીને ખબર પડે આપડે અહી...નાટક કરીએ એમ?

અંશ;મહેક પણ..

મીરા;મહેક નીચે રહે તો સારુ હો!!

આકાશ;હમમ
હવે મહેકને સમજાવી રહયા...

મહેક;હુ અંશ જોડે અહી નહી રહુ.અગર તમે હોસ્પિટલમાં ના પાડો છો તો કારણ હશે જ. મને નથી ખબર પણ તમે મારા સારા માટે ના પાડતા હોઇ.. મને મીરા તારાને આકાશ પર વિશ્વાસ છે. જ્યારથી  કસમ લઇને મને મીરા એ વિશ્વાસ અપાવ્યો. પણ હુ નીચે નહી બીજી સોસાયટીમા રહીશ પણ નીચે નહી.

અંશ;પણ બીજી સોસાયટીમા તારુ ધ્યાન કોણ રાખશે?મીતનુ?

મહેક;ઓહ...મારી ફિકર હોય તો તુ આવુ કરે?બોલ મીરા તારો ભાઇ જેને તુ તારો સૌથી નજીક્નો ભાઇ માને છે દોસ્ત માને છે એ આવુ કરે?

મીરા; તેનાથી આવુ થાય જ નહી,તેણે જે કર્યુ તે 110% ખોટુ જ છે ને જિંદગીભર ખોટુ જ રહેશે.હુ આ બાબતમા તારી સાથે જ છુ.એ ખોટો જ છે.

મહેક;તો હુ હોસ્પિટલ રહેવા જાવ છુ પણ હુ એક સેંકંડ પણ અહી અંશ જોડે નહી રહી શકુ.

અંશ મનમા હુ માંડ મીતને ત્યાથી બહાર લાવ્યોને તુ?

અવની હજી સુધરી નથી મે તેનો દાવ લીધો પણ એ સધરે તેમા માલ નથી. બીજું તેની લાચારી હોવાથી હું તેને હોસ્પિટલમાંથી બહાર ન ફેંકી શક્યો.વિદેશ તેના મોમ ડેડ. નવા ડેડી... અવનીના...તેણે માફી માંગી...     મેં આપી. પણ મને હજુય વિશ્વાસ નથી અવની પર...

[આજ હુ અહીથી જ ટાઇપ કરુ છુ.ઉપરનુ કાલે કર્યુ,મિત્રો,હુ આ ટાઇપ કરુ છુ ત્યારે બહાર ટીવીમા અભિનંદનની રિહાય માટે ખુશી દર્શાવાય રહી છે તો હુ મારી ખુશી તમારા જોડે વ્યક્ત કરુ છુ...

અભિનંદન...

અભિનંદન...

દેશના શુરવીર તને અભિનંદન

દેશના જાબાઝ તને અભિનંદન

દેશના બહાદુર તને અભિનંદન

દેશની શાન તને અભિનંદન

દેશપ્રેમી તને અભિનંદન

અરે!!!ફિલ્મમા જોયુ...

આજ તે સત્ય કરી બતાવ્યુ

’’બોર્ડેર ક્રોસિંગ’’..અભિનંદન.

અરે!!! તુ તો દુશ્મન દેશમા બોલ્યો..

’’હિન્દુસ્તાન જિંદાબાદ"....અભિનંદન

તને અભિનંદન...

એકઝિટ બટન કલિક્ કરતા બહાર ફેકાયો;

પેરાશુટ ખુલ્યુને,જઇ ચડ્યો, પારકી ધરતી પર.

પારકી પ્રજાને મારવાને બદલે,

ફાયર કર્યુ હવામા...વાહ...અભિનંદન.

અરે!!! તે તો વિદેશી આર્મીને કહ્યુ,

"હુ મારુ નામ જ બતાવુ"

બીજુ હુ ન જણાવી શકુ તમને

માફ કરશો...અભિનંદન...

છુટ્યો ત્યારે ,રિહા થયો ત્યારે

મે જોયો ગરુર ભાઇ, અભિનંદન

ચહેરો તારો ગર્વથી છવાયેલો,

એક કામ કર્યુ બહાદુરી ભર્યુ

અભિનંદન...

ટૉર્સચર કર્યા વગર ન રહે

આપણો પાડોશી દેશ....અભિનંદન.

કોશિશ તો સત્ય જાણવા કરી હશે,

પુરી તારા જોડેથી અભિનંદન.

પણ તુ ટસનો મસ ન થયો હોય

એનો મને વિશ્વાસ છે અભિનંદન.

શબ્દો ખુટે...અભિનંદન

લાગણી ઉભરાય...અભિનંદન

પ્રેમ છલકાય...અભિનંદન

આંખ આંસુથી જ છલકાય...અભિનંદન

આજ મારી કલમ અધુરી...

અભિનંદન.

અભિનંદન.

અભિનંદન

અભિનંદન પુરા સ્વસ્થ હોય,મેડિકલ ચેકિંગ 110% ફિટ આવે,તેનુ મનોબળ સહેજ પણ ન તુટે પોતે ફરીવાર પોતાની ઇચ્છા હોય તો જ પોતાનુ યથાવત સ્થાન મેળવે...પોતાની મરજીથી...પોતાની ઇચ્છાથી......

બાકી હુ મારી રચનામા એ દેશનુ નામ નહી લખુ જેણે આપણા અભિનંદન ને માર્યો... હુ મારી રચનામા વિદેશી દેશ જ બોલી...

ભારતમાતા કી જય
હિન્દુસ્તાન જિંદાબાદ
ઇંડિયા ઇસ ધ બેસ્ટ...