karamat kismat tari 12 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | કરામત કિસ્મત તારી -12

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

કરામત કિસ્મત તારી -12

અસિત પાચ -છ વાર ફોન કરે છે ત્યારે છેલ્લી વારમાં ફોન ઉપાડે છે કોઈ... આજુબાજુ બહુ અવાજ આવી રહ્યો છે. કોઈ ફંક્શન હોય એવું લાગી રહ્યું છે.

અસિત કહે છે, તમારી કોઈ બહેન હતી જેનો નવ મહિના પહેલા ટ્રેન એક્સિડન્ટ થયો હતો...તેને અવાજ માં બહુ  સંભળાયુ નહી એટલે એ બહાર જઈને વાત કરે છે. પછી અસિત ફરીથી કહે છે બધુ.

આ સાંભળીને સામેવાળી વ્યક્તિનો અવાજ ધીમો થઈ જાય છે...અને તે કહે છે પણ તે તો આ દુનિયામાં નથી હવે...!!!

સામે અસિત કહે છે તેનુ સાચુ નામ તો મને નથી ખબર પણ તેને જ મને આ નંબર આપ્યો અને તે આપને મળવા માગે છે. બાકીનું બધુ હુ તમે અહી આવો એટલે જણાવીશ. અને અસિત તેમનું નામ પુછે છે એટલે સામેથી બોલે છે... વિહાન મેહરા....!!!

                   ***************

આ બાજુ સંકલ્પ બહાર આવીને ખુશી સાથે વાત કરીને અંદર ફંક્શનમાં જતો હોય છે તે વિહાનને વાત કરતા સાભળીને ઉભો રહે છે અને વાત સાંભળતા જ તેના પગ નીચેથી ધરતી ખસી જાય છે.... તે આમ સ્તબ્ધ થઈ ને ઉભો રહી જાય છે. તેને શુ કરવુ કાઈ સમજાતું નથી.

વિહાન ફોન મુકે છે અને શુ કરવુ એમ વિચારે છે. કેવી રીતે અહીંથી નીકળવુ કારણ કે અત્યારે તેની પત્ની પ્રિયાનુ શ્રીમંત ચાલી રહ્યું છે. તે ફરીથી અસિત ને ફોન કરીને ફંક્શન ની વાત કરે છે અને કહે છે કે તે બનશે તેટલું જલ્દી આવવાનો પ્રયત્ન કરે છે.

વિહાન જ્યાં સુધી કન્ફર્મ ન કરે ત્યાં સુધી કોઈને પણ જણાવવા ઈચ્છતો નથી. એટલે સંકલ્પ તેની પાસે આવીને પુછે છે તેને ખબર હોવા છતાં હાલ તે કંઈ કહેતો નથી.

કલાક પછી બધુ ફંક્શન પુરૂ થતા વિહાન પ્રિયા ને વાત કરી આસિકા ને જોવા નીકળી જાય છે....

સાજે સાત વાગે વિહાન  ગ્લોબલ હોસ્પિટલ પહોંચે છે જ્યાં નવ્યા દાખલ હોય છે. તે ત્યાં અસિત ને મળે છે અને તેને નવ્યા પાસે લઈ જાય છે.

નવ્યા અત્યારે સુતી હતી. વિહાન નવ્યા ને જુએ છે અને તેની આખોમા આસું આવી જાય છે. મારી આસુ જીવે છે!!!
કહીને તેનો હાથ પકડીને તેને ચુમે છે...નવ્યા અચાનક આંખો ખોલે છે અને વિહાન ને જોઈને કહે છે ભાઈ...... અને કહે છે કેમ છો??

અસિત આ ભાઈ બહેન નુ મિલન જોઈ રહ્યો છે ત્યારે તેને નવ્યા ને કાયમી માટે ગુમાવી બેસવાનો ડર લાગી રહ્યો છે.

નવ્યા ને હજુ કમજોરી હોવાથી ડૉક્ટર બહુ વાત કરવાની ના પાડે છે તેને. એટલે અસિત અને વિહાન બહાર આવે છે. ત્યાં અસિત ના મમ્મી પપ્પા  હોય છે. અસિત તેમની ઓળખાણ કરાવે છે.

અસિત તેને નવ્યા મળી ત્યાર થી બધી તેની વાત કરે છે. પણ તે લગ્ન ની વાત નથી કરતો તેને એમ થાય છે કે કદાચ તેના કોઈ સાથે મેરેજ થઈ ગયા હોય......

વિહાન અસિત અને તેના પેરેન્ટ્સ નો દિલથી આભાર માને છે. અને કહે છે હવે તમને વધારે તફલીક નહી આપીએ. તેને સારૂ થશે એટલે હુ તેને અમારા ઘરે અમદાવાદ લઈ જઈશ.....

                      *      *      *       *       *

અસિત અંદરથી સાવ તુટી ગયો છે. તે શુ કરે સમજાતુ નથી. તેની ખુશીઓ તેનાથી દુર જઈ રહી છે....

નવ્યા ને હવે સારું છે તે કહે છે , અસિત આઈ લવ યુ સો મચ...પણ એક વાત કહુ મારા મેરેજ થઈ ગયા છ ડૉ. સંકલ્પ સાથે. હવે તેના મેરેજ બીજા કોઈ સાથે થયા છે કે નહી એ મને નથી ખબર.

જો તેના મેરેજ બીજા કોઈ સાથે થઈ ગયા હશે તો તો આપણા મેરેજ માં પ્રોબ્લેમ નહી થાય..... પણ જો તેને બીજા મેરેજ નહી કર્યા હોય તો......કહેતા કહેતા તે અસિત ના ખોળામાં માથુ નાખી ને બહુ રડે છે.

  
                  *      *      *       *       *

વિહાન બહુ ખુશ છે તે પ્રિયાને કહે કે તુ ઘરે તૈયારી રાખજે હુ આસુને લઈને અમદાવાદ આવુ છુ....અને તે સંકલ્પ ને પણ તેના ઘરે હાજર રહેવાનું કહે છે પણ તે કારણ જણાવતો નથી...પણ સંકલ્પ તો સમજી જ જાય છે અને હા કહે છે.             

બીજા દિવસે વિહાન આસિકા ને લઈને અમદાવાદ જવા નીકળે છે ત્યારે નવ્યા અસિત ને કહે હુ ત્યાં જઈને બધુ જોઈને પછી ભાઈને વાત કરીશ... એમ કહીને તે તેના ભાઈ સાથે જવા નીકળી જાય છે.

શુ નવ્યા અને અસિત ફરી મળશે?? સંકલ્પ અને આસિકા એકબીજાને અપનાવશે???

જાણવા માટે વાચતા રહો, કરામત કિસ્મત તારી -13

next part ..............come soon ......................