Pranay chatushkon - 5 in Gujarati Love Stories by Ekta Chirag Shah books and stories PDF | પ્રણય ચતુષ્કોણ - 5

Featured Books
Categories
Share

પ્રણય ચતુષ્કોણ - 5

આજે પણ સવારમાં વાદળ  છાયું વાતાવરણ છે. આજે પિયા અડધી કલાક વહેલી ઉઠી તૈયાર થઈ જાય છે. ચા - નાસ્તો કરે છે અને સ્ટેશન જવા નીકળે છે. અહીં રાજ પણ તૈયાર થાય છે અને પોતાની કારમાં બેસીને કોલેજ જવા નીકળે છે. પિયા પારલેના સ્ટેશનમાં ઉતરી અને ચાલીને જ કોલેજ જાય છે, અને રાજ પણ કોલેજ પાસે પહોંચવા જ આવે છે.  એ દૂરથી જ પિયાને આવતા જુએ છે અને ગાડી રોકી દે છે. વિચારે છે કે પિયાને હેરાન કરવાનો આનાથી સારો મોકો નહીં મળે અને ફરી કાર સ્ટાર્ટ કરે છે. પિયા રોડ ક્રોસ કરી અને ચાલવા લગે છે અને પાછળ રાજની કાર. ચોમાસુ હોવાથી રસ્તા પર પાણી અને કિચડ છે જેનાથી બચતી બચતી પિયા ધીરે ધીરે ચાલતી હોય છે. અને રાજ ફુલ સ્પીડમાં પાણી માંથી કાર ચલાવી પિયાની પાસેથી પસાર થાય છે અને પિયાના કપડાં કીચડ વાળા થાય છે એ હજી જુએ જ છે કે કોણ છે આ ત્યાં રાજ કારની વિન્ડો માંથી પિયા સામે જોઇને એક લુચ્ચું હાસ્ય આપે છે અને પિયાનો ગુસ્સામાં લાલ ચેહરો જોઈને ખુશ થાય છે અને મનમાં જ બબડે છે કે હજી તો શરૂઆત છે. આગળ આગળ તું જો હું શું કરું છું ? રાજ પિયાનું સ્વાગત કરવા ઝડપથી પહોંચે છે. અને પિયા બિચારી ડ્રેસ જુએ છે કે કયા કયા બગડ્યો છે ? અને મનમાં જ રાજને ગાળો આપતી કોલેજ ગેટમાં એન્ટર થાય છે. રાજ ત્યાંજ બેઠો છે તક માંડીને........
જેવી પિયા અંદર આવે છે એટલે રાજ તાળીઓ પડતા બોલે છે...જુઓ જુઓ જુઓ આ છે મિસ. પિયા પરીખ..કે જેની પાસે કોલેજમાં પહેરવાના સારા કપડાં પણ નથી. માન્યું કે એનામાં થોડો attitude વધારે છે પણ બિચારી છે તો આપણી કોલેજની જ સ્ટુડન્ટ તો આપણે એની મદદ કરવી જોઈએ. તો દોસ્તો હું પિયા પરીખને કપડાં માટે 500 રૂપિયા ડોનેટ કરું છું..એમ કહી પોતે પહેરેલી ટોપી કાઢીને સીધી કરે છે અને એમાં 500 ની એક નોટ નાખે છે. પછી બધા પાસે જઈને એમાં યથાશક્તિ કૈંક નાખવાનું કહે છે. અને ભેગા થયેલા રૂપિયા પિયાને આપવા જાય છે...પિયા આવા અપમાનથી રડમસ થઈ જાય છે અને કંઈ બોલી શકતી નથી. પરંતુ સારા એને સંભળાવે છે કે જોયું અમારી સામે પંગો લેવાનું પરિણામ ? હજી કહું છું સંભાળીને રહેજે નહીંતર તું વિચારી પણ નહીં શકે એટલું તારી સાથે થશે. અને બધા પોતપોતાના કલાસમાં જાય છે ત્યારે રાજ પાછળ ફરી આંખ મારીને પિયાને ફ્લાઇંગ કિસ આપે છે અને પિયા ગુસ્સામાં લાલચોળ થઇ તેની સામે આંખો કાઢીને જોઈ રહે છે.
બ્રેકમાં માહીનું ઘર કોલેજ નજીક હોવાથી એ પિયાને પોતાના ઘરે લઈ જાય છે અને ત્યાં એ પિયાને તેનો ડ્રેસ આપે છે પહેરવા માટે. માહી પિયાની ઓળખાણ તેના મમ્મી અને મોટા ભાઈ સાથે કરાવે છે અને કહે છે કઇ રીતે પિયાએ તેની મદદ કરેલી...માહીના  ભાઈ સુરજને પહેલી નજરમાં જ પિયા ગમી જાય છે. કોલેજમાં છેલ્લા બે દિવસમાં માહી અને પિયા સાથે જે બન્યું એ સાંભળીને સૂરજને બહુ ગુસ્સો આવે છે અને એ બંને ને કહે છે કે હવે કોઈ આ રીતે હેરાન કરે તો મને જણાવી દેવું, હું એમને જોઈ લઈશ.

સુરજ પિયાને આજના અપમાનનો જવાબ કઇ રીતે આપવો એ માટે પણ એક આઈડિયા આપે છે જે સાંભળીને પિયા અને માહી બંને ખુશી ખુશી કોલેજ જવા નીકળે છે અને રસ્તા માંથી એક રેઇનકોટ અને એક છત્રી ખરીદે છે.
.........................................................................
શુ હશે સૂરજનો આઈડિયા કે જેથી પિયા પોતાનું સન્માન પાછું મેળવી શકશે ? જાણવા માટે વાંચતા રહો પ્રણય ચતુષ્કોણ - 6

દોસ્તો પ્રણય ચતુષ્કોણ દર રવિવારે publish થશે તો download કરવાનું ચૂકશો નહીં...