આજે સવારે ફળિયામાં ખૂબ અવર જવર વધી ગઈ હતી. બાજુ વાળા ફળિયામાં લોકો લગ્ન માણવા આવ્યા હતા. સેનવાવાસમાં આજે લગ્નપ્રસંગ હતો. મેતરિયા આવતા હતા . જોન આવવાની હતી તેથી ખૂબ હરખભેર ફળિયાના ગણ્યાગાંઠ્યા જુવાનિયા પોણી પીપમાં ભરતા હતા. મંડપ બંધાયેલો હતો.
આ લગ્ન હતુંં મારી કલાસમેટ 'પની'નું તેનો બાપો જેઠાલાલ દારૂ પીધેલી હાલતમાં હતો. અને તેની મા
મીના કોદરને બુમો પાડી રહી હતી. કે કોદરિયા જા ભાગરમાં બેસ અને જોન આવે કે, જટ દઇ કેહવા આવજે કોદરિયો દોડતો ભાગોર ગયો અને અડધી એક કલાક પછી દોડીને આયો જોન આયી ગઈ અને ભાગોળ ખોડિયાર મંદિર બહાર બેઠી છે. વરાજો હજી ચડ્ડી પહેરતા માંડ શીખ્યો હશે. પણ આ સેનવામાં રિવાજ ઇવા કે ના કરે તો છોકરી કુંવારી રે કોઈ ન મળે....મુરતિયો
ઉનાળામાં આ પહેલા બાળ લગ્ન જોયા ત્યારે હું ત્રીજા ધોરણમાં ભણું અને આ પની મારી ભેળી ભણે ત્યારે એટલી બુદ્ધિ નઇ અને લગ્નમાં સંપૂર્ણ રીત-રિવાજ મુજબ સપ્તપદીના સાતફેરા પની આવેલ તેના વરરાજા જોડે લીધા. મીંઢળ બધાય અને દીકરી વિદાય થઈ પણ પની હજી તો માંડ બોલતા શીખી હશે તેની મા શિખામણ દેવા લાગી અને પની પર કોઈ અસર ના થઇ એ તો હસાહસ કરતીતી....અને વિદાય પુરી થઈ..
ઘરે જઈ આખા લગ્નની વાતો થાય કે આ બાળલગ્ન ના કરાય પણ સમાજ વહવાયો અને આ પની અને તેના વરે બારથી ખોડિયાર માતાના દર્શન કર્યા. મંદિરમાં તો જવાઈ નહીંને તો પાપ થાય તેવી માન્યતા પાછા આ વહવાયા એટલે બીજી નાત વારા વણકર , રોહિત જોવા ગયેલા લગ્ન પણ જમાય નહિ કારણ કે આ એમના પણ વહવયા એવી માન્યતા..
આ પની વાને રૂપાળી ધોળી ખૂબ સુંદર હતી. થોડા સમય પછી શાળા શરૂ થઈ અને ફરી પની ભણવા આવી અને એ દરમ્યાન પનીની સાસરીથી તેની સાસુ અને
નણદ મળવા આવ્યા અને એ પનીની મમ્મી વર્ગમાં આવી ને કહ્યું....
"હેડ પની તારી હાહરી માંથી તારી હાહુ અને નણદ મળવા આયા હે",
અને પનીને ઘરે લઈ ગઈ પની બીજા દિવસે શાળાએ ના આવી અને તેનું ધોરણ ત્રણ પછી ના ભણી અમે ધોરણ સાતમાં આવ્યા ત્યારે જ એ પની વિધવા બની તેના પતિનું વાલ (હૃદય) ના કાણા ને કારણે અવસાન થયું..
આ પની લાગતી રૂપરૂપનો અંબાર હતી. ખૂબ સુંદર જાણે કોઈ સ્વર્ગની અપ્સરા જોઈલો તેને કામ કરવા બોલાવી કેટલાય સભ્ય સમાજના કહેવાતા માણસોએ એનું શારીરિક શોષણ કર્યું એ પુરુષપ્રધાન સમાજનો ભોગ બની એ પની પેલા જેવી ઢીંગલી જેવી ના રહી પણ તેર ચવુદ વર્ષે તો મોટી સ્ત્રી જેવી લાગવા માંડી અને તેના દારૂડિયા બાપે નશામાં હોય એમ એનું નાતરું કરવા વિચાર્યું .
એમની નાતમાં આવા વિધુર થયેલા ઘણા મળતા અને નવાઈ પણ નહીં.
એ પનીનું ફરી લગ્ન હતું પણ આજે બીજી વાર નું પનીનું ફરી નાતરું કર્યું અને તે પણ તેના કરતા આધેડ વયના પુરુષ જોડે અને એ સિવાય પણ આ પનીનું બાળપણથી લઈ ફરી પરણી ત્યાં સુધી તે ઘણા પુરૂષોનું ભોગવવા નું સાધન બની હતી તેણે ખૂબ સહન કર્યું હતું.
આ બધું તે વેઠતી રહી...આ પની ક્યારે પરણી ક્યારે રાડી એનું એને પણ ભાન નોહતું ....આ નાતરા વખતે એના બાળપણના લગ્ન વખતે હતી તેવુ હસાહસ નહોતું
દુઃખ તેના ભાવાભાસ તેના સૌંદર્યમાં જોવાઇ રહ્યું હતું....એક પિતાની ઉંમરના પુરુષ તેનો પતિ હતો ...આ પનીની લગ્નયાત્રામાં ક્યારે ફરી વિધવા બને કેહવાઈ નહિ....પની પનીની હાલત ...પાની મેં મીન પિયાસી......
નોંધ :-
આવી કેટલી પનીઓ આ રીતે આવી સમાજ વ્યવસ્થાનો ભોગ બને છે.અને વંચીત રહે છે. તે સત્ય છે .આ વર્ષો પહેલાની લગભગ 1995-96ની વાત છે...સમાજમાં વહવાયા એવા વણકર, રોહિત, વાલ્મીકિ, દેવીપૂજક, સેનવા વગેરે જ્ઞાતિમાં રહેલ બાળ લગ્ન પ્રથાની વાત કરી છે......