Aajno eklavy in Gujarati Motivational Stories by aswin patanvadiya books and stories PDF | આજનો એકલવ્ય

Featured Books
Categories
Share

આજનો એકલવ્ય

સૂરજે હજી  વાદળ કેરી ચાદર છોડી ન હતી..છતા આદિવાસી મંજૂર અને  સાથે પાટણવાડિયા સમાજના મંજૂર વર્ગ  ખેતરે પૂગવા આવ્યા હતા..તેંમા સૌથી આગળ પાટણવાડિયા સમાજની રેવા હતી.ને સાથે તેનો મોટો પુત્ર પણ હતો.તે આજે રવિવાર હોવાથી માને ઘર ચલાવવામાં  ટેકો થાય તે આશયથી પહેલી વાર જ ખેતરે મંજૂરીએ આવ્યો હતો.ત્યા રેવા બોલી.:" લો ઉતાવળે પગ ઉપાડો.જો આપડી પહેલા ચતુર પટેલ આવશે.તો ગાળો ભાંડસે. ને બપોરના  તડકોમા પણ કામ કરાવશે.અને અડધો રોજ કાપશે.
" બેટા જો તારાથી થાય એટલું કરજે..થાક લાગે તો પેલી હમડી હેઠે આરામ કરજે" ..એમ કહેતા રેવાએ કાન્તીની પીઠ પાછળ  ફોટવાળી ને ચાદરના બંને છેડા ખેંચીને  ફડ્કીયા વાળી ગાંઠમારી.ને મા દીકરા શ્વેત ગુલાબના ગોટા જેવા દેખતા કપાસના રૂ વીણવા લાગ્યા..જોત - જોતામાં કાંતીએ કપાસ વીણી  બે મણની કપાસની ગાહ્ડી બાંધી..
હજી અડધો રોજ પણ પૂરો થયો નહતો ..તેથી રેવા સાથે બીજા મજૂરોનું કપાસ વીણવાનું હજી ચાલુ જ હતું.અને કાંતી, તેનુ કાલે ગણિતનું પહેલું પેપર હોવાથી ચોપડી ખોલી દાખલા  ગણતો હતો.ત્યા ચતુર પટેલ ગાડું લઈને આવ્યો..તે ગાડું રસ્તે ઊભું રાખી સીધો હમડીએ આવ્યો.
" અલા એ તણે કવ છું.મૂક એ ચોપડીને આ ઘાહડી ઉપાડ." 
" કાકા મારાથી નઈ ઉપાડાય." 
ચતુર ગુસ્સે થયો " અલા મજૂરના છોરા  ભણીને મોટા સાહેબ થશે તો આમારા છોરા શું કરશે! ...છાણા માણા મજૂરી કરી ખાવ અમારી.નહીં તો ભીખ માંગતા થઈ જશો.અમારૂં અહેસાન માનો કે અમે તમને કામે રાખીએ છીએ....ચલ ઊભો થા,કહેતા ચતુરે કાંતીની ચોપડી લઈ લીધી..
" કાંતીએ સહેજ ગુસ્સાવાળી નજરે ઊંચું જોયું" 
" આમ જુવે છે શું?  ચલ ઘાહ્ડી ઉપાડ માથે " 
" મારાથી નઈ ઉપાડાય " 
" તમે નઈ ઉપાડો તો શું અમે ઉપાડીશું ? ચલ ઉપાડ ." 
કાંતીએ  જેમતેમ કરી માથે ઘાહ્ડી ચડાવી.પણ તેની બાર તેર વરહની કાયાને   ઘાહ્ડીએ  તેના પગ ડગમગી ગયાને તે કપાસની ઘાહડી સાથે ખેતર વચ્ચે જ લાંબો થઇ  ગયો..
" અરે..રે!  આ શું કર્યું ડોબા...આ બંધો કપાસ વગાડ્યોને, હવે આવો કાદવ કચ્ચર વાળો કપાસ કોણ લેશે...તારો બાપ " ..એમ કે'તા ચતુરે હાથ ઉગામ્યો..
.ત્યાં રેવાએ રાડ પાડી." ત્યાં જ ઊભો રેજે ચતુર , જો મારા છોરા પર હાથ ઉપાડ્યો તો તારી ખેર નથી." .
રેવાનું વાઘણ શરીખુ રૂપ જોઈ ચતુરનો હાથ હવામાંજ અટકી ગયો.
" હરામખોર મારું જ ખાઈને મારા હામે થાવ છો, " 
" અરે મહેનત કરીને ખાઈએ છીએ, કાંઈ મફત નથી ખાતા." રેવાએ વળતો જવાબ દીધો.
" લે તારું ખેતર તને મુબારક"  કે' તા કાંતીએ ડગ ઉપાડ્યા.
" જા...જા... કેટલે જવાનો? ...વળી પાછું ,મારી મજૂરી કરવા આવવું જ પડશેને! ....અરે ! તારા બધા જ બાપ દાદાઓ અમારી જ મજૂરી કરીને. ને સાંભળ કાંતી તારે પણ મારી મજૂરીને ગુલામી કરવાની છે." .
" અરે હું ભીખ માગીશ..ગમે તે કરીશ પણ, હવે તારા જેવાને ત્યા મંજૂરી તો નૈજ કરું.." 
" તો તું શું , ચોપડા વાંચી મોટી ધાડ મારવાનો છે? ." 
" અરે!  ઉપરવાળો સાથે આપશે તો ધાડ પણ  મારીને બતાવીશ.." 
" જા હવે મોટો સાહેબ થવા વાળો..પહેલા તારા બે ટંકનું ખાવાનું વિચાર." 
" એતો સમય બતાવશે...ચતુર..તું તારું વિચાર કર...અમારો નહીં .." ..રેવા એ કાંતીનો હાથ પકડી  ગામ ભણી હેન્ડવા માંડી.
*****     *****    ******     *****
કાંતી  ડભોઇમાં  કામની શોધ કરવા લાગ્યો. ઘડીક ડભોઇની કંપની તો ઘડીક પોરની કંપની ..બસ રાત દિવસ કામ કરતો રહ્યો ને પોતાનું અભ્યાસ પણ ચાલુ રાખ્યો..જ્યારે તે થાકતો કે હિંમત હારતો ત્યારે.તેના કાને ચતુર પટેલના જ કવેણ સાંભળી આવતા..ને તે ડબલ જુસ્સાથી આગળ વધવા લાગ્યો. ધીરે ધીરે તેણે ટ્યુશન કરાવવાનુ ચાલું કર્યું.ને તેના બદલામાં તેણે જમવાનો પ્રબંધ થય જતો..ત્યારબાદ તે દરેક કામ શીખતો ગયો.ને આગળ વધતો ગયો. ડભોઈમા B.sc ની કૉલેજ પણ તેણે માત્ર એકજ કપડાની જોડીએ પૂરી કરી.તે સમયે લાઈટની તો વાત જ નૈ .પણ તેના ઘરમા ખડીયો સળગાવવા કેરોસીન પણ ન મળે..તેથી તે આડોશ પાડોશ મા જઈને દીવે જ વાંચતો..ત્યા સુધી રેવા કાંતીના  કપડા ધોઈને ચૂલે તપાવતી દેતી.
B.se પૂરું કર્યું એટલે તેને શિક્ષક બનાવા માટે B.ed કરવા.મહેનત કરી.પૈસા ભેગા કરવા લાગ્યો. ને નસીબ જોગે 1985ના મેરીટ મા તેનું નામ પણ આવ્યું. તેણી ખુશીનો પાર ન રહ્યો.તે તરત કોલેજ ગયો.
લો સર.મારી આ  ફી જમા કરી લો.
કેટલા છે ? 
100 રૂપીયા .
અરે ભાઈ .B.ed કરવું હોય તો 300 ભરવા પડે...
કાંતીનો ચહેરો ઉતરી ગયો. 
ફી ભરવાની છેલ્લી તારીખ કઈ છે.? .
15, જૂન 
" સારું આજે તો 10 થઈ ..." હજી પાંચ દિવસ બાકી છે .તેને રાત દિવસ મહેનત કરી.બીજા 50 રૂપિયા ભેગા કર્યા.રેવાએ 100 રૂપીયામા  કાનના  સોનાના બુટ્ટા વેચ્યાં...કાંતીએ બધા ભેગા કરી ગણી જોયા.250 રૂપિયા થયા.તોય હવે 50 રૂપિયા ખૂટ્યા. કાંતી બે ત્રણ ઘર મદદ માટે ફરી આવ્યો.ને નિરાશ થય પાછો આવ્યો.છેવટે તેણે B.ed કરવાનું માંડીવાળ્યું.
હવે કાંતી સીવણ ક્લાસ શીખીને ડભોઇ નજીક આવેલ મંડાળા ગામમાં સીવણ ક્લાસમાં નોકરી ચાલુ કરી.ને b.ed કરવા તેને ગલ્લામાં રોજ જે મળે તે નાખતો ગયો.ને ફરીથી તેણે 1986માં B.ed.ની ફી ભરીને  એડમીશન લીધું.
કાંતીએ b.ed પ્રથમ ક્લાસ મેળવી પૂરું કર્યું..ને 1987 મા તેણે.દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામા જય યોગેશ્વર વિદ્યા મંદિર.મંડેર હાઈસ્કૂલમા તરફથી  ગણિત-વિજ્ઞાન વિષય શિક્ષક તરીકે પસંદગીમા હાજર રહેવા માટે.ઘરે કાગળ આવ્યો. કાંતી ની સાથે આખું ઘર પત્ર વાંચી ખુશ ખુશાલ હતું. એકાએક કાંતી ઉદાસ થઈ ગયો....
" શું થયું બેટા, તું ખુશ નથી ? " 
" ખુશ છું મા, પણ દાહોદ જવાનું ભાડું" ....તે સમયે તો એક જિલ્લા માંથી બીજા જિલ્લા મા જવું એટલે આજ નું દેશ પરદેશ જવા કરતા પંણ વધારે કપરું હતું.
" બેટા તું ચિંતા ન કર , હું છું ને ..તું ખાલી જવાની તૈયારી કર.." 
રેવા, બેટાને તૈયારી કરવાનું કહી..પોતાના લગતા વળગતા પાસે દોડી ગઈ
" .નાગજીકાકા ..વાંચો આ કાગળ..." 
" મને થોડું વાંચતા આવડે છે..પણ કાગળ પર સહિ સિક્કા પરથી કોક સરકારી ઓફીસનો લાગે છે...બોલ રેવા શું છે આ કાગળમા ? " 
" અરે મારો કોઁતી માસ્તર બનવાનો." 
" એવું તો તો બવ હારું.હા રેવા.તારી હારે આખા ગામનું નાક રહી જાય હો , રેવા..! " 
" હા , એટલે તો આવી છું..એણે દાહોદ જવાનું છે..પાંચ દસ રૂપિયાનો ટેકો કરો તો..કોઁતી દાહોદ જાય ." 
" હા, કેમ નય રેવા પણ , જોને આ વરહ પણ કેવું રહ્યું તું જાણે છે..આજે મારી પાસે ફુટી કોડી પણ નથી..નકર હું ના કહું જ નહીં" 
.રેવા સમજી ગઈ .ને તે નિરાશ થઈ ઘરે આવી.
રેવાનો પતિ શંકર ઓટલે જ બેઠો હતો."  શું થયું ? આમ તારું મોઢું ઢીલું કેમ છે?  ." 
" અરે તમને પીવામાથી નવરાશ આવે તો કહું ને.." 
" પણ બોલને તું .પીવું છું.કોઈનું ખોટું તો નથી કરતોને .અને તું કઈ બોલે તો મને હમજ પડે ? " 

" કોઁતીને નોકરી હારું દાહોદ જવાનું છે. તે હારું પૈસા ...." 
" ઓ,  એમ કે ને, .કેટલા જોઈએ બોલ ? " 
" જે કઈ મળે, સો બસો...." 
" અરે બસો....બસો હું પાંચ વરહ ચાકર રહું તોય ન મળે..! અને આટલી મોટી મૂડી તો. ચતુર પટેલ સીવાય કોઈ જગ્યાએ ન મળે..પણ ઈ મને બસો રૂપિયા માં દસ વરસ ચાકર રાખશે.તું બેસ હું ત્યા આંટો મારી આવું..." 
ત્યા કાંતી બોલ્યો:"મોટા તમારે ત્યા જવાની કોઈ જરૂર નથી.બો (મા) મોટાને સમજાવી દે. એ ચતુરનું તો હું પાણી  પણ ન પીવ.." 
" તો બેટા.પૈસા ક્યાંથી આવશે.?" 
" આવશે.જલારામ બાપા કોઈ રસ્તો જરૂર બતાવશે..! " 
બો.મારી પાસે પાંચ રૂપિયા છે..રેવા કહે મારી પાસે ચાર જેવું ખરૂં, ત્યા નાનો ભાઈ રાવજી બોલ્યો:"મારી પાસે 1 રૂપિયો છે..આજે જ કંપનીમાંથી પગાર થયો.ત્યા બાજુમાં રહેતી કાશી બોલી.લે કોઁતી મારા પચાસ રૂપિયા લે...આજે જ બકરી વેચી..તારાજ નશીબના હશે!  લે..
" પણ માસ્તર બનીશ  તો બકરી લઈ આપીશ ને."?કાશીએ હસતા હસતા જ કહ્યું..
કાંતી માત્ર સાહીઠ રૂપિયા લઈને દાહોદ જવા તૈયાર થયો..
" પણ બેટા..આટલા રૂપિયામાં  તો તું માંડ પહોંચી રહીશ.આવીશ કેવી રીતે ? " 
" મા જલારામ બાપા બધુ સારું જ કરશે.તું ચિંતા ના કર.હું ગમે તેમ કરી આવી જઈશ..નઈ તો કાગળ લખીશ." 
કાંતિ  વળતા ભાડા વિના જ મોટા હબીપૂરાથી નિકળી ગયો...સુરેશ તેને સાયકલ લઈ ડભોઈ  બસ ડેપો સુધી મૂકવા ગયો.
કાન્તી એ દાહોદ જવા બસમા  બેઠો અને સુરેશને હાથ હલાવતો નીકળી ગયો.
તે ઇંટરવ્યૂ માટે લાઇન મા ઊભો હતો.ને પોતનો વારો આવ્યો.તે ઇંટરવ્યૂમાં સફળ રહ્યો.
" ઓકે કાંતીભાઈ તમે અમારી સંસ્થામા શિક્ષક તરીકે કાલથી જોડાઈ શકો છો..પણ શું ? " 
" પણ શું સાહેબ? " 
" તમારે ડોનેશન આપવું પડશે.." 
" કાંતી ધ્રૂજી ઊઠ્યો.ને બોલ્યો.સાહેબ કેટલા ? " 
" દસ હજાર રૂપિયા.." 
" સાહેબ દસ હજાર શું મારી પાસે હમણા દસ રૂપિયા પણ નથી..અને હાલતો મારી પાસે મારા ધરે જવાનું ભાડુ પણ નથી..તો દસ હજાર ક્યાંથી લાવું." 
ત્યા એક ભલા સાહેબે વચ્ચેનો રસ્તો કર્યો." .કાંતીભાઈ એક રસ્તો છે" .
" બોલો સાહેબ.." 
" તમારા પગાર મહિને રૂ.1500 આવશે.તેમાંથી તમેં  દર મહિને રૂ 1000 આપી શકશો..? " 
કાંતી હા કહીને , સાહેબ સામે બે હાથ જોડી રડી પડ્યો.
" અરે બેટા રડે છે કેમ...?" 
" સાહેબ આ મારી જ નહીં અમારા આખા પરીવારની સફળતા છે.અને ખુશી પણ." .કાંતી નોકરી સાથે જોડાયો અને આજે તે અને તેનો પરીવાર ખુશ ખુશાલ છે..આજે તેનો રિટાયરમેન્ટ થઈ ઘરે આવ્યૉ છે.આજે તેણી ખુશીમા સમાજ દ્વારા એક સમારોહ ગોઠવવામાં આવ્યો છે કાંતીને સ્ટેજ પર બોલાવી.ફૂલો અને ફૂલહારથી સન્માન આપવામા  આવી રહ્યુ છે.
ત્યા માઈક એલાઉન્સર દ્વારા કાંતીને તેના  સફળ જીવન વિશે બે બોલ કહેવા સ્ટેજ પર બોલાવવામા આવ્યો.
કાંતી એ પોતનીઆપવીતી  કહી સંભળાવી..અને ભાવુક થઈ ગયો ..
" ખરેખર કાંતીસાહેબનું  જીવન આપણા સમાજ માટે  એક પ્રેરણારૂપ છે..ઓકે કાંતીભાઈ તમે આજના શુભ પ્રસંગે સૌથી વધારે કોણે યાદ કરો છો? " 
" અફ્કોસ, મારી બો(મા ) અને મોટાને...." 
" ઓક કાંતીભાઈ તમારી આ સફળતાનો શ્રેય કોને આપશો.? .તમારા ગુરૂજીને , પિતાજીને , માતાજીને , કે તમારી ધરમ પત્નીને ..." .
" તમે આપેલ ઓપ્શનમાંથી કોઈને નહીં..." 
" શું વાત કરો છો કાંતીભાઈ ? , તમારી માતાજી પણ નહીં.." 
" હા, " મા તે મા,  બટ મારી સફળતા પાછળ બીજું કોક છે." 
" તો એ કોન છે..? " 
માઈક એલાઉન્સ સાથે.સમારોહના દરેક વ્યક્તિના કાન.કાંતીનો જવાબ સાંભળવા આતુર હતા.
" તમે જે વ્યક્તિનું નામ  સંભાળવા આતુર છો , તે આપણી વચ્ચે હાજર છે.એક મિનીટ હું તેમને સ્ટેજ પર લઈને આવું છું" . કાંતી સ્ટેજ પરથી ઉતરી.એક ઘરડા દાદાને સ્ટેજ પર લઇ આવ્યો....
" લો આ છે મારા સફળ જીવનના સર્જક...ચતુર પટેલ" સ્ટેજ તાળીઓના આવજથી ગુંજી ઊઠ્યો...
" ના , ના મેતો આ કોઁતીની  કોઈ મદદ નથી કરી...અને ઉપરથી કાંતી નોકરી ન લાગે તેવું જ ઇચ્છ્તો હતો.." 
" હા ચતુરકાકા' , પણ તમણે યાદ છે..તમે મને તમારા ખેતરમાં મેણું માર્યું હતું ..કે મંજૂર ના છોરા શું માસ્તર બનવાના..અને મેં તેજ દિવસથી  તમને જ ગુરૂ બનાવ્યા.અને તમારા મેણાને ગુરૂમંત્ર માનીને તે  શબ્દને જપતો રહ્યો અને આજે હું જ નહીં,  મારા બે પુત્રો પણ માસ્તર છે.." 
" ચતુર પટેલ ગડગડા થઈ.કાંતીને વળગી પડ્યા..અને સ્વસ્થ થઈ માઈક હાથમા લીધું.." 
' " હું જીવનનું હાર્દ આજે સમજ્યો...કોઈ પણ માણસે જાત ધર્મ કે પૈસાનો રૂઆબ ના રાખવો જોઇએ ...પૈસા અને મોભો...બદલાય છે..આજે મારો છે તો કાલે બીજા કોઈનો..પણ સાચો માણસ એજ છે જે..પોતાના મોભા કે પૈસાનું ઘમંડ ન રાખે..અને હા મારી જેમ તમને પણ મહાભારતનો એકલવ્ય યાદ આવ્યો હશે..હા આ કાંતી છે આજનો એકલવ્ય..તમે કોઈના મેણા કે શબ્દો ને ગુરૂમંત્ર માણી તમારુ જીવન પણ સફળ બનાવી શકો છે.બસ ખાલી તમારી અંદર  એકલવ્ય હોવો જોઈએ.....