મેરે રસ્કે કમર તુને પહેલી નજર જબ નજર સે મિલાઈ મજા આ ગયા.... મોબાઇલ ની રિંગટોન રાણકી.
હેલો...
હા, આજે અમાસ છે, રાત્રે નિકળવા નું છે.... તું આવી જજે.
ઓ. કે.....કોણ કોણ આવવાનું છે ?
પ્રત્યુત્તર મળે એ પહેલાં કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.
મોબાઇલ પર વાત પૂરી કરી કપિલ તેના મિત્રો સાથે પુનઃ રાજકારણ ની ચર્ચામાં જોડાયો.
ગુજરાત માં ભજપ ની બેઠકો ઓછી થશે....!! અંકિત બોલ્યો.
સાહેબ જુઠ્ઠું ઘણું બોલે, અને જુઠ્ઠું ચાલે પણ કેટલું ? મતદારો કાંઈ ચુ...યા થોડા છે. જે દર વખતે છેતરાય... આ વખતે તો એમનું પતિ જ જવાનું.... અજિતે ટાપશી પુરાવી.
યુવાન મિત્રો ભેગા થતા, અને મુદ્દો પણ ગરમ હોય એટલે ક'દીક ભાષા વિવેક નું વિસરાઈ જવું સ્વાભાવિક હતું.
કપિલ ની મોબાઇલ શોપ, દરરોજ નિયમિત ભેગા થતા મિત્રો માટે રાજકારણ નો અડ્ડો બની ગઈ હતી. નજીક માં આવેલી રાજસ્થાની ચાચાની હોટેલ ની ચા પીવાની અને ભેગા મળી આખા દેશ અને દુનિયા ના રાજકારણ ની પત્તર ખાંડવાની. જાણે બધા એ રાજકીય વિશ્લેષક તરીકે પી. એચ. ડી ના કરી હોય. પણ સૌ ને મઝા આવતી. બૌદ્ધિક ચર્ચા ન હોય પણ દરેક પોત પોતાનો મત રજુ કરે એટલે ગમે એમ ચર્ચા ચાલ્યા કરે.
અંકિત ગ્રેજ્યુએટ થઈ બેકાર હતો, અજિત પણ ભણેલો છતાં નોકરી નહીં મળતા પેઢી દર પેઢી ચાલી આવતો ખેતી નો વ્યવસાય અપનાવી લીધો હતો. સાગર, ઉત્તમ અને વિશાલ માટે પણ ડીગ્રી ઓ માત્ર શો પીસ બની રહી ગઈ હતી. નોકરી મેળવવા માટે નો રઝળપાટ કરી થાકેલા અને બેકારીની મહામારી સામે અસ્તિત્વ ટકાવવા ઝઝૂમતા આ મિત્રો માટે કપિલ ની મોબાઈલ શોપ સરકારી વ્યવસ્થા તંત્ર પ્રત્યે આંતરિક બળાપો કાઢી શકુન મેળવવાની જગ્યા હતી. જ્યાં બધા ભેગા થતા અને દેશ અને દુનિયા ની વર્તમાન સ્થિતિ, મોંઘવારી, બેરોજગારી, દેશ ની આર્થિક સ્થિતિ, સરકાર નો ભ્રષ્ટાચાર જેવા અઘરા અઘરા વિષયો ઉપર ડિબેટ ચાલતી.
ફોન આવ્યા પછી કપિલ ના ચહેરા ઉપર એજ અનોખી ચમક આવી ગઈ હોવાનું જણાતા અંકિતે ગોલ્ડફલેક સળગાવી લમ્બો કસ મારતા પૂછી જ લીધું...
ક્યાંક ઉપાડી કે શું ?
અંકિત ના પ્રશ્ને સભામાં ભાજપની બેઠકો અને બેરોજગારી ના મુદ્દે પૂર્ણવિરામ મુકાઈ ગયું. સાગરે પણ પાંત્રીસ ત્રણસો લવલી, કિવામ, કાચી ટુકડા નો માવો કાઢ્યો એમ ઉત્તમે પણ હાથ મારી માવો મોઢામાં નાખ્યો.
હા, રાત્રે જવાનું છે. કરનાળી, કુબેર ભંડારી કપિલે કહ્યું.
કોણ કોણ જાવ છો ? અંકિતે ફરી પૂછ્યું.
તારે આવવાનું નહીં ને શા માટે સવાલ કરે છે ?
કપિલ નો મિજાજ બગડ્યો એટલે વાત આગળ ચાલે એ પહેલાં અજિતે ચા નો ઓર્ડર આપવા સીટી મારી, રાજસ્થાની ને ચા મોકલાવ ઈશારો કર્યો. થોડી વાર સન્નાટો છવાઈ ગયો.
રાજસ્થાની ચાચા ચા લઈ આવ્યા,
જય રામજી કી...!
બધા ને ચૂપ ચાપ બેસેલા, બધા ને ચા આપી છેલ્લે અંકિત ને ચા આપી બોલ્યા....
કી હોઈરિયો... કપિલ નો ચહેરો ઉદાસ દેખાઈ રીયો હૈ, કુછ હુઓ હૈ ક્યાં ? આજ સન્નાટો લાગી રહ્યો હૈ.
ચાચા એ મૂડ માપી વાતાવરણ ને રંગીન બનાવવા રાજસ્થાની ભાષા માં એક કહાની સંભળાવી અંતે બધા હસી પડ્યા.
કપિલ સાંજે દુકાન વધાવી ઘરે જલદી રવાના થયો.
કપિલ નું નસીબ હંમેશા બે કદમ આગળ રહેતું, પછી એ રોજગારી માં હોય કે પ્રેમસંબંધ માં હોય. બે ત્રણ ધંધા બદલી આખરે મોબાઈલ શોપ નો ધંધો સેટ થઈ ગયો હતો, દુકાન ની આવક સારી એવી આવતી એટલે ખર્ચા પણ એટલા જ થતા, મોજ શોખ ખરા પણ મિત્રો થી ચોરી છુપી કરી લેતો. દિવસ દરમ્યાન મહિલાઓ સાથે ગુસપુસ કરવામાં વ્યસ્ત રહેતો, કહો તો લગ્નેતર બાદ ના સફળ સબંધોનો એ મલિક હતો. આ જ શોખે એને કુબેર ભંડારી જવા માટે લાલચાવ્યો હતો.
કુબેર ભંડારી રાત્રે જવાનું હતું , બોડેલીનો એક મિત્ર રસિક સાથે આવવાનો હતો... રસિક એક મહિલા જેને બોડેલી માં સૌ ભાભી કહેતા તેને સાથે લઈ આવવાનો હતો એ ખબર હતી. કપિલે એ મહિલા વિશે સાંભળ્યું હતું. એને એ ભાભીમાં રસ પડ્યો હતો એટલે એને પોતાની કાર બીડેલી તરફ હંકારી. ખાખરીઆ.... રણભૂન....વિસાડી...ખાંડીવાવ આજે કપિલ ને બોડેલી સુધી નું અંતર ઘણું લાબું લાગી રહ્યું હતું. ક્યારે બોડેલી આવે અને ભાભીનું મુખડું નિહાળું એની તાલાવેલી લાગી હતી..
બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે કાર ઉભી રહી....
કપિલે ખિસ્સા માંથી મોબાઈલ કાઢી ફોન લગાવ્યો.
જય જય જલાબાપા તમારી ધૂન લાગી.....કોલર ટ્યુન સંભળાઈ સામે રસિકે ફોન ઉપડ્યો..
હેલો.... હા, કપિલ કેટલે આવ્યો.?
અલીપુરા ચોકડી. સારું હું કહું એટલે અંદર અવ.
કપિલે મોબાઇલ માં જોયું, રાતના 10 થાય હતા. મનોમન રસિક ઉપર ગુસ્સે થયો. પરંતુ એની આતુરતાનો અંત એજ લાવી શકે એમ હોવાથી શાંત રહ્યો. થોડી વાર માં રસિક નો ફોન આવ્યો... ચાલ આવી જા પોલીસ સ્ટેશન પાસે.
ઓ કે.. ડેસ્ક માંથી પરફ્યુમ કાઢી બે ચાર સ્પ્રે મારી કપિલ કાર માં ગોઠવાયો કાર સીધી પોલીસ સ્ટેશન પાસે ઉભી રાખી....
ત્યારે જ અંદર ની ગલી માંથી રશિક અને સ્વરૂપવાન ભાભી આવતા દેખાયા... કપિલ ભાભી નું રૂપ જોઈ અંજાઈ જ ગયો..
રસિકે નજીક આવતા કપિલ સાથે હસ્તધુનન કરી ભાભી ની ઓળખ આપી.
આ છે કામિની ભાભી.....!
અને આ છે.... કપિલ.. !
કપિલે કામિની ની કામણગારી કાયા ઉપર વાસનભરી નજર ફેરવી એને નજરો માં કેદ કરવાનો મિથ્યા પ્રયત્ન કર્યો, અને નજર ને ભાભી ના લાલ ટી શર્ટ માં ઉભાર મારતા વક્ષસ્થડ ઉપર સ્થિર કરી, ભાભી ના અલ્લડ રૂપને નીરખી રહ્યો, ભાભી કપિલની વાસના ભરી નજરો ના મોહપાશ માંથી છૂટવા પ્રયત્ન કરતા કહ્યું.... ચાલો મોડું થશે..! સવા દશ વાગી ગયા છે.
ભાભી..... બોડેલી ના એક પ્રતિષ્ઠિત વેપારી ની પત્ની. ગામ માં સારી એવી નામના પરંતુ લગ્ન જીવનના એક દશકા પછી પણ સંતાન પ્રાપ્તિ ની અતૃપ્ત ઝંખના ને દિલ માં દબાવી જીવતી અલ્લડ ગૃહિણી જે ને રસિક સાથે સારું ફાવી ગયેલું. રસિક ને આખું ગામ અલ્લડ ભાભીઓ સાથે સુંવાળા સંબંધો કેળવવામાં માહિર તરીકે જ ઓળખે, જો કે આ કેશ માં હજી કામિની ભાભી સાથે ના એના સબંધો એક સીમા પૂરતા મર્યાદિત જ રહ્યા હતા.
લાલ ટીશર્ટ, ઉપર બુશર્ટ અને જિન્સ માં ભાભી નો મધ્યમ કદ કાઠી નો આકર્ષક દેહ વધુ આકર્ષક લાગી રહ્યો હતો. બુશર્ટ ના ઉપલા બે ખુલ્લા બટન થી ભરાવદાર વક્ષસ્થળ ટીશર્ટ માંથી બહાર ડોકવા મથામણ કરી રહ્યા હોય એવું લાગતું. બંને હાથની વાળેલી બાયો માં ભાભી ના ખુલ્લા હાથ એના ઉજળા અને ગોરા વર્ણ ની સાક્ષી પૂરતા હતા. પિંક કલર ના પર્સ સાથે ભાભી અને રસિક કાર માં ગોઠવાયા.
કાર સીધી નક્કી થયેલા રૂટ ચાણોદ- કારનાળી ના માર્ગ ઉપર સડસડાટ દોડવા લાગી. કપિલ ના મન માં કાંઈ અલગ જ યોજના રમી રહી હતી. બીજી તરફ રસિક ના મન માં પણ સળવળાટ થઈ રહ્યો હતો. 68 કી. મી. ના માર્ગ માં ડભોઇ આવતા અગિયાર થઈ ગયા. અને ચાંદોદ આવતા આવતા પોણા બાર ....! મધ્ય રાત્રી ના ચાંદોદ માં પ્રવેશ તા જ એક નાની દુકાન પાસે કામિની એ કાર થોભાવી.
બધા ઉતર્યા કામિની પર્સ લઈ દુકાન ઉપર પહોંચી, કપિલ કે રસિક ને કાંઈ સમજણ પડી નહીં...ભાભી કદાચ કોન્ડોમ લેવા ઉતર્યા હશે એવા ગંદા વિચારો આજની સ્થિતિ માં સૈતાન બનેલા બંને ના દિમાગ માં આવી રહ્યા હતા. આમ પણ બંને કામિની ની કામણગારી કયા નું નજર થી ભરપુર રસપાન કરી જ રહ્યા હતા.
એક ગોલ્ડ ફ્લેક કા પેકેટ દેના...!!
ઓર સાથ મેં દો બંડલ બીડી..!!
કપિલ અને રસિક ને કાંઈ સમજે એ પહેલાં જ ભાભીએ વધુ એક ઓર્ડર ઈશારા થી કર્યો.
દુકાનદાર અંદર ગયો એક સિગ્નેચર વ્હિસ્કી ની બોટલ લઈ આવ્યો.
કિતના હુઆ..? કામિની ના અવાજ માં ચમક આવી ગઈ હતી.
દુકાનદારે હિસાબ જોડતા કહ્યું. સાડી નવસો. કામિનીએ પાંચસો પાંચસો ની બે નોટ કાઢી ને દુકાનદાર ને આપી, રસિક બાજુ જોઈ કહ્યું તમારે કાઈ લેવાનું છે..?
રસિક અને કપિલ નો જોશ ઠંડો પડી ગયો હતો. મન માં રમી રહેલા વાસનાના સાપોલિયા અચાનક અદ્રશ્ય બની ગયા... બંને એક સાથે બોલ્યા...ના..! રસીકે દુકાનદાર ને કહ્યું એક વિમલ આપી દો.
વિમલ લઈ રસીકે કપિલ ને ઈશારો કરતા બંને નજીક અંધારામાં પેશાબ કરવા ગયા.
આ બધું શુ છે રસિક ? કપિલે સવાલ કર્યો..
અપડે કરનાળી જવાનું છે કે બીજે ક્યાંક ?
રસિક ને કાઈ સમજાયું નહીં.
બધા કાર માં ગોઠવાયા. કાર સડસડાટ આગળ વધતી હતી ત્યાંજ...કામિનીએ આગળ આવતા એક કાચા રસ્તા ઉપર કાર વાળવા કહ્યું. કાર એ સાંકડા રસ્તા ઉપર વળતા કપિલે પૂછ્યું જવાનું ક્યાં છે ? કરનાળી તો આગળ છે.
આપણે ત્યાં નથી જવાનું, આગળ નજીક માં જ એક સ્થળ છે ત્યાં જવાનું છે, કામિનીએ કહ્યું. મધ્યરાત્રી ના બાર થઈ ગયા હતા. કપિલે સાંભળ્યું હતું અમાસ ની મધ્યરાત્રે મેલી વિદ્યાઓ નું જોર બમણું થઈ જતું હોય છે. અને આ જંગલ જેવા ઉબળ ખાબળ કાચા રસ્તે કાર લઇ જવાનું કપિલ ને અંદર થી ધ્રુજાવી ગયું. પણ હવે વિકલ્પ પણ ક્યાં હતો.
ભાભી સાથે કામવાસના સંતોષવાના સ્વપ્ન જોતા ભાભીને ફેરવવા નીકળેલા બે તરવરિયા યુવાનો કપિલ અને રસિક ને અત્યારે ભાભી પોતાના ઈશારે ફેરવી રહી હતી. થોડે આગળ જતાં એક નિર્જન સ્થળે કાર થોભાવવા ભાભીએ હુકમ કર્યો. કાર ઉભી રહી, ઘનઘોર જંગલ જેવા વિસ્તાર માં અમાસ ની અંધારી રાત્રે સૌ કાર માંથી નીચે ઉતર્યા.
કામિની નો ખેલ હવે શરૂ થતો હતો. તેને પહેરેલું બુશર્ટ ઉતારી ને કાર માં મૂક્યું. પર્સ માં થી અગરબત્તી દીવો, નાળિયેર, અને પ્રસાદી કાઢી એક થેલી માં ખરીદેલી ચીજ વસ્તુઓ સાથે મુકતા ઈશારા થી દિશા બતાવતા એ તરફ ચાલવા જણાવ્યું.
કપિલ અને રસિક ને કાઈજ સમજાતું ન હતું. પણ ભાભી ની કાયા જોઈ મનમાં સાપોલિયા સળવળાટ કરતા હતા. બંને મન અને આંખો થી કામીની નું શિયળ લૂંટી રહ્યા હતા.
નજીક માં આછી દીવા ની રોશની માં એક નાનું ડેરું દેખાયું એટલે કામિનીએ કહ્યું, બસ.. આવી ગયું.
રાશિક અને કપિલ થોભી ગયા, કામિની ડેરા પાસે પહોંચી.
રશિક, આપડે કરનાળી જવાનું છે ?
ખબર નથી.. રસિક ના હોશ ઉડી રહ્યા હતા.
બંને ના મન માં કામ વાસના ના સાપોલિયા ની જગ્યા ઉપર હવે ડર, ભય, બીક આધિપત્ય જમાવી રહ્યા હતા.
ડેરા ઉપર પહોંચેલી કામિની ડેરા ની ઓથ માં ચાલી ગઈ પણ દીવા ની રોશની માં તેનો પડછાયો બંને જોઈ રહ્યા હતા.
કામિની તેને પહેરેલું ટીશર્ટ ઉતારી રહી હતી, જિન્સ પણ ઉતારી નાખ્યું લગભગ અર્ધ નગ્ન અવસ્થામાં બંને કામિની ને પડછાયામાં જોઈ રહ્યા, ફટાફટ કામિની એ કાળા કલર નો ચોલો ધારણ કરી આગળ આવી. બંને ને ઈશારા થી ત્યાં આવવા કહ્યું. બંને ઘભરાયેલા, ત્યાં નજીક ગયા ઓટલા ઉપર બેસી ગયા.
રાત્રીના સાડા બાર વાગ્યા હતા, ભૂતનાથ ની એ ડેરી ઉપર કામિનીએ પૂજા શરૂ કરી, દીવો પેટાવી, અગરબત્તી સળગાવી, કાળા કલરનું કપડું પાથરી એમાં નાળિયેર, પ્રસાદી, સિગ્નેચર વિસ્કી, સિગાર નું પેકેટ, બીડી ના બંડલ બધું ગોઠવ્યું. અને
ૐ નમો કાલભૈરવાય નમઃ .........ના જાપ શરૂ થયા..
ચાલૂ પૂજા દરમ્યાન કામિની ના દેહ ઉપર જાણે કોઈ પિશાચે કબ્જો જમાવ્યો હોય એમ કામિની એ ઓઢેલો કાળા કપડાનો ચોલો ઉતારી દીધો.... કામિની હવે કપિલ અને રસિક થી માત્ર બે ત્રણ કદમો ના અંતરે અર્ધનગ્ન અવસ્થામાં બેસેલી હતી, અને એક પછી એક સિગાર સળગાવી રહી હતી.....
કાળા કલર ની બ્રા અને પેન્ટી માં કાળી વિદ્યા ની સાધના કરતી કામિની ના આ સ્વરૂપ ને જોઈ કાળું કામ કરવાના સ્વપ્ન જોતા રસિક અને કપિલ ત્યાં થી બને એટલી શક્તિ ભેગી કરી મુઠી વાળી ભાગ્યા....અને કાર માં જઈ બેસી ગયા. અંધારું હોવા છતાં દીવા ની રોશની માં ડેરું જોઈ શકાતું હતું. રસિક અને કપિલ ના કશું પણ બોલવાના હોશ રહ્યા ન હતા.. બંને રીત સર ધ્રુજી રહ્યા હતા. ધ્રુજતા હાથે કપિલે કાર ની ચાલી શોધવા પ્રયત્ન કર્યો. તેઓ કામિની ને મૂકી જીવ બચાવવા ભાગી છૂટવા માંગતા હતા.
પણ ચાવી ન હતી મળતી
ચા..ચા...વી તો ત્યાં જ રહી ગઈ....કપિલ માંડ બોલી શક્યો.
ડેરા ઉપર સાધના ચાલુ હતી જોત જોતામાં ગોલ્ડ ફ્લેક નું અડધું પેકેટ અને બીડી નું બંડલ પૂરું થઈ ગયું, સાથે જ સિગ્નેચર નો હોલ પણ પૂર્ણ થઈ જવા આવ્યો, કામિની એક પછી એક સિગાર સળગાવી ભૂતનાથ ને ધરાવતી હતી. અને વિસ્કી પણ
અડધો કલાક પછી કાર પાસે આવેલી કામિનીએ કાર નો દરવાજો ખોલતા જ ડ્રાઇવર સીટ ઉપર બેઠેલા કપિલ ને કાર ની ચાવી આપતા કહ્યું ચાલો આપણે હજી કરનાળી પહોંચવાનું છે. ત્યાં હજી ચુડેલ માતા નું મંદિર છે ત્યાં ની સાધના બાકી છે...
કપિલ ના હોશ ઉડી ગયેલા હતા છતાં સ્વસ્થ બની ધ્રુજતા હાથે ચાવી લઈ કાર હંકારી..મળસ્કે 4 વાગ્યે વિસ્કી ના ત્રણ ગ્લાસ તૈયાર થયા. કામિનીએ એક ગ્લાસ રસિક ને અને એક કપિલ ને ધર્યો લો...પ્રસાદી
કામિનીએ વિસ્કી ની ચૂસકી મારતા મારતા બંને ને પ્રસાદી ગ્રહણ કરવાનો આદેશ આપ્યો. પ્રસાદી લઇ કામિનીએ છેલ્લી સિગાર સળગાવી..
રસિક અને કપિલ બંને ની આંખો માંથી એ અલ્લડ ગૃહિણી નું ભયાનક સ્વરૂપ હટાવાનું નામ ન હતું લેતું.
વહેલી સવારે કાર બોડેલી પહોંચી એજ સ્થળ જ્યાં થી રસિક અને ભાભી બેઠા હતા ત્યાં બંને ને ઉતારી કપિલ સડસડાટ ઘરે પરત તો ફર્યો. પરંતુ ત્રણ દિવસ ની સારવાર બાદ ચોથા દિવસે તેના શરીર નું તાપમાન 102 થી ઉતરી નોર્મલ થયું હતું.
પુષ્પેન્દ્રસિંહ
9427057145