Premna name in Gujarati Moral Stories by Ashq Reshmmiya books and stories PDF | પ્રેમના નામે

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

પ્રેમના નામે

        રાત્રે ત્રણ વાગ્યે માંડ ઊંઘી શકેલી વિશ્વા ચડતી સવારે નવ જાગી. તદ્દન પીંખાયેલી હાલતમાં એણે ચોતરફ હાંફળી-ફાંફળી નજરો કરી. ગેસ્ટ હાઉસની સૂમસામ રૂમમાં નિ:સહાય હાલત સિવાય એની પાસે એનું કહી શકાય એવું કોઈ જ નહોતું! ઘડીકમાં જ એ ગભરાઈ ગઈ.
       એણે ઈમરજન્સી બેલ મારવાનો વિચાર આવ્યો પણ એ અટકી. શરીર પારાવાર પીડાથી કણસતું હતું ને એમાં રુમની એકલી નીરવતા એને ભરખી જવા લાગી જાણે.

        
        રાત્રે નવ વાગ્યાની આસપાસ જે જણની સાથે એ ઉમંગભર્યા જે હોંશથી અહીં આવી હતી એ જ જણ એને બેહોશીમાં એકલી મૂકીને ક્યારે ફરાર થઈ ગયું એની એને કશી જ ગતાગમ નહોતી.
       વિખરાયેલી હાલતમાં ગભરુ હરણી જેમ  એણે દરવાજા પાસેની વિશાળ બારી ખોલી. પોતાની અકળવકળ થયેલી આંખોને તત્ક્ષણ બહારના રસ્તા પર દોડાવી. એ રસ્તો એ વિસ્તાર એને તદ્દન અજાણ્યો લાગ્યો. ક્યાંય લગી એ દૂર તેમજ નજીક નિહાળી રહી. કિન્તુ એ પોતે પોતાના જ  શહેરના કયા વિસ્તારમાં હતી એનું એને કંઈ જ ભાન નહોતું થતું. એણે આંખો બંધ કરીને કંઈક વચારવા મથી રહી પરંતું એને કશું જ યાદ નહોતું આવતું! જાણે એદી સ્મરણ શક્તિ નાશ પામી ગઈ ન હોય!
          આખરે મહાપ્રયત્ને શરીરની વેદના અને હાલતને કાબુ કરીને એણે સ્નાન કર્યું. નહાવાથી તનમાં  તાજગી આવી કિન્તુ મન અજાણ્યા ભયના ભયંકર વિચારોથી બેચેન બેચેન કરીને છિન્ન-ભિન્ન થતું જતું હતું.

         અચાનક એને કંઈક યાદ આવ્યું. 

'તને ખબર છે વિશ્વા! વહેલી પરોઢે લીલા ઘાસ પર ફરવાનો મને ગાંડો શોખ છે!' ગેસ્સટહાઉસમાં પ્રવેશતે વેળાએ બાજુના બાગની લીલી લૉન જોઈને આયુસ મીઠાશથી્બોલી રહ્યો હતો.

      એ વાક્ય એને યાદ આવ્યું. અને આયુશને ફોન કરીને પોતે જાગી ગઈ છે એ કહેવા એ પોતાના પર્સ નજીક આવી. વળી અટકી. કંઈક વિચારવા યત્ન કર્યો પરંતું વ્યર્થ જણાયું. એણે પર્સ ખોલવા માંડ્યું. પર્સમાંથી તો એને મોબાઈલ કાઢવો હતો કિન્તું એ પહેલા જ એમાંથી એક સફેદ કલરનું કવર મળી આવ્યું. કવર જોઈ એ બહાવરી બની. દિલમાં કંઈક અઘટિત બીનાની દહેશત સળવળી ઊઠી. કવર ખોલતાં જ એણે અચરજ થયો.ઝપાટે એને કવર ખોલ્યું. અંદરથી એક ચિઠ્ઠ નીકળી.

           એની વેદના અને ગભરામણ વધતી જતી હતી. વિશ્વા આ જાદુઈ ચિઠ્ઠી જોઈને વધારે ભીરું થવા લાગી. એને રૂપની ચોતરફ નજર દોડાવી. કોઈ દેખાયું નહી કે નહી કોઈના હોવાનો અણસાર વર્તાતો હતો. ઉકળાટમાં પરસેવે રેબઝેબ હાલતે એણે ચિઠ્ઠી ખોલીને વાંચવા માંડી.ચિઠ્ઠીમાં લખ્યું હતું:
        'પ્રિય વિશ્વા
        આને એક ગોઝારું સપનું સમજીને ભૂલી જજે.આ ક્ષણોથી તારા તરફનો મારો પ્રેમ પૂરો જાહેર કરું છું. કદાચ તું આ વાક્ય વાંચીને વિચારતી હોય કે આટલી જલદી વળી કેવી રીતે? તો સાંભળ, મારા પ્રેમનું આખરી લક્ષ્ય સંભોગ છે! અને એ લક્ષ્ય મેં આજે પામી લીધું છે. આ વાંચીને તું વધારે બહાવરી બનીશ નહિ કારણકે મારા લક્ષમાં તું ત્રીસમાં નંબરે છે. બીજું કે રાત્રે ત્રણમાંથી પ્રથમ વખતના સંભોગમાં પ્રવૃત્ત થતી વખતે તે મને પૂછ્યું હતું:'વહાલા, આખા શરીરે પ્લાસ્ટિકસમું આ આવરણ કેમ ચડાવી રાખ્યું છે? તો તને તારા એ સવાલનો રહસ્યમય જવાબ અત્યારે ખુદ સમજાવી રહ્યો હશે!
        અને છેલ્લે...ડિયર, ટૂંક સમયમાં તે મારા પર વિશ્વાસ રાખીને મુલાકાતનો સોનેરી મોકો આપ્યો એ બદલ તારો આભાર.

        બાય...!
        આ વાંચ્યા પછી જાણે વિમાનની બારીમાંથી નીચે ફંગોળાઈ રહી હોય એેવી વિશ્વાની હાલત થઈ ગઈ હતી!

 ફેસબૂકમાં હેન્ડસમ લાગતો અને રૈજ મહોબ્બતભરી પ્રેમાળ વાતોની મહેફિલ સજાવતા અજાણ્યા જણ સાથેના પ્રેમની કિંમત આવી  રીતે ચૂકવવી પડશે એનું જેને સપનેય નહોતું વિચાર્યું એ વિશ્વા અત્યારે પળેપળ એ ઘટનાને વાગોળી વિગોળીને લોહીના આંસુએ રડી રહી હતી. શાયદ એને રડવાનાય ફાંફાં હતાં.