The Author Keyur Pansara Follow Current Read કોલેજના કારસ્તાનો ભાગ-૪ By Keyur Pansara Gujarati Comedy stories Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3 નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Keyur Pansara in Gujarati Comedy stories Total Episodes : 9 Share કોલેજના કારસ્તાનો ભાગ-૪ (32) 1.8k 3.5k 3 રોજ સવારે ઉઠીને નિરાંતે કોલેજે જવાનું. ક્લાસ માં દાખલ થઈએ એટલે સીધી નજર છેલ્લી બેન્ચ પર જ નાખવાની અને છેલ્લી બેન્ચ પર બેગ રાખીને આંટા મારવા નીકળી જવાનું(મોટા ભાગે તો પાછલી બેન્ચસ ખાલી જ ના હોય પાછલી ત્રણ અને આગલી ત્રણ બેન્ચસ તો ફુલ જ હોય). કોઈ જૂની કે ખતરનાક ફેકલ્ટી નો લેકચર ના હોય એટલે લેકચર પૂરો થાય કે તરત જ કલાસ ની બહાર નીકળી જવાનું પાણી પીવા જવાનું ,ટોયલેટ જવાનું વગેરે જેવા બહાના કરીને 10-12 જેવી મિનિટ બગાડવાની અને 2-3 જણા ફેકલ્ટી પાસે અંદર આવવાની પરમિશન માંગે એ લોકો જાય એટલે થોડીકવાર પછી બીજા 3-4 જણા અંદર જવાની પરમિશન માંગે આવું કરીને 20-25 મિનિટ બગડવાની અને છેલ્લી 10 મિનિટ માં અટેન્ડન્સ ના નારા તો ખરાજ પણ આવી ટ્રીક થોડાક દિવસ માંડ ચાલી ત્યાં નવા નિયમો આવી ગયા કે ફેકલ્ટી નો લેકચરપૂરો થાય પછી બીજી ફેકલ્ટી ક્લાસ માં આવે ત્યાં સુધી ક્લાસ છોડવાનો નહી એટલે અમારા આવા પેતરા વધુ ના ચાલ્યા. અને હવે લગભગ બધા જ લેકચર પ્રોજેક્ટર દ્વારા જ લેવામાં આવતા હતા બધા ફેકલ્ટી પોતપોતાના લાપટોપને પ્રોજેકટર સાથે કનેક્ટ કરીને પીપીટી દ્વારા જ લેકચર પુરા કરતા હતા. ક્લાસમાં કોઈ નવી ફેકલ્ટી નો લેકચર ચાલુ હોય અને કોઈ સ્ટુડન્ટ લેટ આવે તો આખો કલાસ 'હેપ્પી બર્થડે ટુ યુ' ની બુમાબુમ તાળીઓના ગડગડાટ થી કરતા અને ઘણા ફેકલ્ટી તો આવનાર વિદ્યાર્થીને બર્થડે પણ વિશ કરતા.તેઓને લાગતું કે ખરેખર જ તેનો બર્થડે હશે. એવામાં એક નવા મેડમે કોલેજ જોઈન્ટ કરી અને અમારા ક્લાસમાં લેકચર લેવા માટે આવ્યા.અને તેઓએ પોતાનું લેપટોપ પ્રોજેક્ટર સાથે કનેક્ટ કર્યું અને વોલપેપર માં ડિગ્રી ગ્રહણ કરતી વેળાએ વિધાર્થીઓ હવામાં જે કાળા રંગની હેટ ઉછાળે તેવી હેટ પહેરીને હાથમાં ડિગ્રી ધારણ કરેલો તેમનો ફોટો હતો. બસ પછીતો તો શું!! આખો કલાસ તાળીઓના ગડગડાટ સાથે 'કોંગ્રેચ્યુલેશનસ-કોંગ્રેચ્યુલેશનસ' ની બુમો પાડવા લાગ્યા થોડા સમય માટે તો મેડમ ને પણ હસવું આવી ગયું.ત્યારબાદ તેઓએ કલાસ ને શાંત કરાવ્યો.આ ઘટના બાદ અમને ક્યારેય પણ તેઓનું વોલપેપર જોવા જ ન મળ્યું.પછીના બધા જ લેકચર્સમાં તેઓ પીપીટી સ્ટાર્ટ કર્યા બાદ જ લેપટોપ ને પ્રોજેકટર સાથે કનેક્ટ કરતા. કોલેજ કેમ્પસમાં આવેલ વર્કશોપ પાસે આમલીનું એક વૃક્ષ હતું તેમાંથી અવારનવાર અમે લોકો કાતરા તોડતા હતા એક વખત રવિવારે વહેલી સવારે મનીયો તેમાંથી ઘણા બધા કાતરા લેતો આવ્યો જેમાંથી થોડા કાતરા અમે રાખ્યા અને બાકીના એક પ્લાસ્ટીક ના ઝબલમાં કોલેજે લાઇ જવા માટે રાખી મુક્યા. બીજા દિવસે કોલેજે જઈને મનીયાએ છેલ્લી બેન્ચસ માં કાતરા બાંટી દીધા અને બધા ચાલુ લેકચર માં આમલીની મજા માણવા લાગ્યા.લેકચર પૂરો થયો અને કલાસ માં રહેલ ફેકલ્ટી જેવા બહાર ગયા કે પાછળથી કોઇકે આગળ બેઠેલા વિદ્યાર્થીની મસ્તી કરવા આંબીલો ફેકયો અને અજાણતા જ તે આંબીલો કલાસ માં દાખલ થતાં એક મેડમ પગથી અડધા ફુટ જેટલો દૂર પડ્યો. તેમને થયું કે કોઈકે તેમના પર આનો ધા કર્યો છે.તેઓ તો આવા વર્તનથી ગુસ્સે થઈ ગયા અને જે કોઈએ પણ આ કૃત્ય કર્યું હોય તેને તે સ્વીકારવા માટે કહ્યું. હવે અમારા કલાસ ના વિદ્યાર્થીઓ એમ કાંઈ ગાજયા જાય એમ નહોતા બધા જ મૂંગા થઈને બેસી ગયા. મેડમે ફરીથી પૂછ્યું પણ કાઈ જ પ્રતિભાવ ના મળ્યો આખરે કંટાળીને તેઓ HOD પાસે ગયા.જેવા તેઓ કલાસ ની બહાર ગયા તેવી જ કાતરા ભરેલી પ્લાસ્ટીકની બેગ ચોથી બેન્ચ પાસેથી હવામાં ઉછળીને પાછળ આવી ત્યાં બેઠેલા વિદ્યાર્થીએ ફરીથી તેજ ક્રિયાનું પુનરાવર્તન કર્યું. આવી રીતે કલાસ માં કાતરા ભરેલી બેગ ત્રણ થી ચાર વખત હવામાં અહીંથી તહીં ઉડીને છેલ્લે બારીમાંથી બહાર પહોંચી ગઈ. (ક્રમશઃ) ‹ Previous Chapterકોલેજના કારસ્તનો ભાગ-3 › Next Chapter કોલેજના કારસ્તાનો ભાગ- 5 Download Our App