પ્રેમ એ એક જ વસ્તુ કે વ્યક્તિ જ પુરતો સિમિત નથી,તેને એક જ સંબંધ માં બાંધી રાખવો યોગ્ય નથી,કોઈ ની ખુશી માટે કરેલો ત્યાગ પણ પ્રેમ જ છે, કોઈ ને પામવું એના કરતાં એનાં કરતાં મુક્ત મન સાથે વિસરવા દેવું એ પ્રેમ છે...
પ્રેમ ની વ્યાખ્યા દરેક વ્યક્તિ ની એક ન હોય ભેટો, સોગાદો આપવી તે પ્રેમ નથી,સાચા પ્રેમ માં એની કોઈ જરુર હોતી જ નથી.પ્રેમ માં રિસ્પેક્ટ ,કેર, એન્ડ સપોર્ટ આ ત્રણ નું મિશ્રણ એટલે પ્રેમ આ મારી વ્યાખ્યા છે, મારે માત્ર ઓગળી જ જવું છે, અને જેમકે દૂધ માં સાકર ભળી જાય ને દુધ ને મીઠું બનાવે તેમ પ્રેમ જીવન ને મીઠું બનાવે છે.પણ જો તેમાં સ્વાર્થ ભળી જાય તો તે લગ્ન જીવન માં સડો ફેલાવે છે,પછી તે માણસ જોડે જીવન વિતાવવું મુશ્કેલ પડી જાય, જેને મેળવવાના સપનાં જોતા હોઈએ છીએ,તેના કારણે જીવન કડવા ઝેર જેવું બની જાય છે.માટે પરસ્પર સાથ સહકાર ને એકબીજાને સમજાવવા ની ભાવના પણ હોવી, જોઇએ.
પ્રેમ નો મતલબ લગ્ન યા કોઈને પોતાના માટે ઘસી નાંખવું તો નથી ને.પ્રેમ નો મતલબ અનલીમીટેડ સ્પેશ છે.ઉડવાનો અવકાશ.એકબીજા ને આઝાદી આપવી પુરેપુરી.
આતો કેવી ગોઠવણી કરે કે હું કરું એજ તારે કરવું, હું ના કરું તો તારે પણ નહીં કરવાનું. આવી રીતે એક બીજા ની સાથે આ લોકો છેતરપિંડી ઓ કરે જાય છે. આ લોકો કોઈ ને પ્રેમ કરી જ નાં શકે સાચો.બંને એકબીજાને પછી જીવન ભર કોષેં જાય ને પહેલા અમે દુનિયામાં બહુ અલગ અમે દુનિયા માં બીજા કચરો આવો અહમ હોય, જેથી તે માણસ ને પોતાના પ્રેમ સિવાય કંઈ જ ન દેખાય.તે બધાં જોડે ઝગડે પોતાના 2% નાં પ્રેમ માટે ને પછી લગ્ન પછી એની જોડે ને તે બંને ને દુઃખી કરે પછી.
આ પ્રેમ નથી. પછી જ્યારે આપણે તકલીફ માં હોઈએ ત્યાર જે આપણી પડખે ઉભો હોય તે સાચો પ્રેમ.આમાં તો બાવા ના બેય બગડે.આમાં ને આમાં માણસ બધું ખોવે છે,
પ્રેમ એટલે નિસ્વાર્થ ભાવના, જેમાં મારે આપવું જ છે, જેમાં મારે લેવું કંઈ જ નથી.એ પ્રેમ છે.આતો જીવન ની ઉત્તમ પળ છે,જે જીવન મસ્ત બનાવે છે, જોવો પ્રેમ નો મતલબ મોંઘી ગિફ્ટ આપવાથી પ્રેમ ટકે છે, તે વાત પણ ખોટી છે, આ કિસ્સા માં આવું થાય, કે તમે ન આપી શકો અથવા તમે ગરીબ થઈ જાવો કે તમે કપરી હાલત માં મુકાઈ જાવો ત્યારે આ પ્રેમ ટકતો નથી.
આપણો પ્રેમ શરતી થઇ ગયો છે, આપો મળવું જોઈએ તેમાં જ આપણે ખોટા પડીએ છીએ.પ્રેમ માત્ર આપવામાં જ માને છે. પ્રેમ ની કોઈ ચોકકસ વ્યાખ્યાઓ હોતી નથી.
પ્રેમ ભગવાન થી પણ ઉપર છે, પણ આની ચર્ચા કરવામાં માં માં બાપ ધર્મ ગુરુઓ બધાં અચકાય છે, ને પછી ડાટ વળે છે.ને પછી ખબર પડે કે ભાઇ હોય કે બહેન હોય આપણે તો રસ્તો ભટક્યાં ત્યારે મારા જેવા કે ભાઈ જોઈ ને ચાલીએ ને પણ પ્રેમ એટલે શું મારા જેવો કોઈ ખુલ્લા માં ખુલ્લો કહે,પ્રેમ ની ચર્ચા કરે તો કહે કે આતો કેટલી ગંદી છે, પછી તે સારું કહેનાર વ્યકિત ને લોકો દ્વારા એક ટેગ આપવા માં આવે છે.પણ સાચું તો જણાવવું પડશે, એ માટે કોઈ કે તો પહેલ કરવી પડશે.
ફિલ્મ ની અને કાલ્પનિક દુનિયા ના નશા માં ફરશો નહીં ભુલા પડી જશો મિત્રો કયાંય ભટકી જશો તમે ખબર નહીં પડે.કેમકે તેમનો ધંધો છે, ફિલ્મ જેવો પ્રેમ મળી તો જશે પણ વાત સાચી કોઈ જણાવતું નથી, ને જે ન શીખવવુ જોઈએ, તેની તાલીમ આપે છે, તમને હીજળા બનવા ની તાલીમ મળે છે.
કેમ કે આ દરેક સમાજ નો પ્રશ્ન છે,કે સમાજ નાં છોકરાઓ ને લગ્ન ના પ્રશ્ન ઉભા છે.પણ કોઇ એ સાચું છે, જે પ્રેમ જોઈને થાય તે કદી ટકતો નથી.કારણ કે સ્વાર્થ થી થયો છે. ને કોઈ સંબંધ સ્વાર્થ ભળી જાય છે, તો સબંધો માં ખટાશ આવી જાય છે.કારણે સ્વાર્થ એ પછી પોતાની રાહ શોધી જ લે છે,માટે છેતરાઇ જશો,મેં તો કોઇ સાંભળ્યું જ નથી કે કોઈએ ભગવાને અરૈંજ મેરેજ કર્યાં હોય પણ ઘરનાં ને પણ પોતાના બાળકો પર અને બાળકો ને ઘરનાં પર વિશ્વાસ બેસતો નથી, નથી,આના માટે જવાબદાર પણ હિન્દી ફિલ્મો છે,મનોરંજન છે,અને આના કારણે અમારા જેવા કવિ અને શાયરો ને બદનામ કરવામાં આવે છે.
મા બાપ એ બાળકો નાં (13-25 મેક્સીમમ વર્ષ )સુધી તેનાં માં નાદાનિયત હોય છે,તેમને તેમની યુવાની ની પળ પોતાના બાળકો ની સાથે શેર કરવી જોઇએ.આ મમ્મી પપ્પા ના ઝગડા જોઇએ, ત્યારે લગ્ન જીવન પર વિશ્વાસ ઉઠી જાય છે. રોજ દોષારોપણ,ને ફરીયાદો નકરી.પણ તે લોકો એ બાળકો ને સારો દાખલો આપવો.પણ કોઈ આદર્શ કપલ જોવે તો તમને જોવે પણ બધું ખોટું શીખવે,માં બાપ બિચારા છોકરા છોકરીઓ ની જે પથારી ફેરવે તે જોવા જેવો સીન હોય છે,
કોલેજ માં આવે તેમને એવું ફિલ થાય કે અમે યુવાની માં આવ્યા,ત્યાં જ કહે આપણી જ્ઞાતિ નો છોકરો કે છોકરી છે,કે નહીં એ કે ,જાણે જ્ઞાતી ને ચાટી ખાવાની ન હોય?
જે સંબંધો માં વહેમ નો કિડો ઘુસી જાય તો તે સંબંધ લાંબો નથી ટકતો,સંબંધ માં સડો લગાવે છે,
કેમકે સંબંધો નો ઉછેર પણ નાજુકતા થી કરવો પડે છે.
હીર રાંજા ,લેલા મજનું નાં પ્રેમ વિષે ભણાવે છે.
પણ રુકમણી,મીરાં ને રાધા ના પ્રેમ ની વાત માત્ર ક્રિષ્ના રાધા ના પ્રેમ ની વાત ભજનો પુરતી જ સીમીત રહી ગઇ, ને પ્રેમ નાં નામે છોકરા છોકરી ઓ નું કેરીયર ,અને જીવન બંને ની બેન્ડ વાગી ગઈ
કોઈ એ પોતાના પ્રેમ ની ખુશી માટે,તેને સ્વતંત્ર કર્યો, અથવા તો એના રસ્તા માંથી હટી જવું એ પણ પ્રેમ જ છે, આતો કેવું બતાવે ફિલ્મો માં અમુક તો ફિલ્મ સારી જ આવે છે, 10% ને બીજી ફિલ્મો એવી ડબ્બા જેવી બધી બનાવવાની વાત તેમાં બધા ને નશા માં રાખવા ની વાત,નાના બાળકો ના મગજ માં આવી વ્યાખ્યા બંધાય છે,કેમકે તે છોડ ને નાનપણથી જ શીખવવાની જરુર છે,પણ આ સમજ જીવન આપણું પતી જાય તોય ખબર નથી પડતી, ને ત્યારે પહેલાં એને પામવા દોડીએ છીએ, ને પછી એના થી છુટવા આ હકીકત છે. લગ્ન શું છે, અને એના મહત્વ બાળકો ને સમજાવવા ની જરુર છે,એની બુક અભ્યાસમાં લાવવાની જરૂર છે, ને આની સમજણ બાળકો ને નાનપણ થી જ આપવી,કે લગ્ન, પ્રેમ, અને સેક્સ ની સાચી વ્યાખ્યાઓ સમજાવતુ નથી,ને તેમાં તે તેમાં યુવાનો ને યુવતી ઓ પોતાના ભવિષ્ય ને બગાડવા લાગ્યાં, તેમને રોકવાથી નહીં તેમને એક વાર અનુભવ લેવા દેવો ખોટો નથી,માણસ અનુભવ થકી શીખે છે,પ્રેમ કરવા નો મોકો મળે તો કરી લેવો એમાં ખોટું નથી પણ એનાં ચક્કર માં બધું પાછળ છોડી દેવું તે પ્રેમ નથી આ નર્યું ગાંડપણ છે.આ સમજાવવા ની જરુર છે. ગમે તેવો ખરાબ માણસ હોય તો તેને પ્રેમ થી વાળી શકાય છે. આપણને કોઈ ગમતું હોય તો દુનિયા ગમવા લાગે છે. તમે તેની અંદર ઉતરશો તો લાગશે કે હુ કેટલી ખરાબ સમજ લઈ પેટી અરે આતો બહુ મસ્ત વ્યક્તિ છે.કોઇને પહેલી નજર થી જજ ન કરો તમે થાપ ખાઈ જશો ભુલા પડી જશો. માટે સાવધાન રહો,
"પ્રેમ માં સુંદરતા હોય તે જરુરી નથી, પણ પ્રેમ માં ઉભા રહ્યાં પછી વ્યક્તિ ની સુંદરતા વધે છે."
પ્રેમ એટલે તું અંદર જો તું ભગવાન નું અદભુત સર્જન છે. જે તમને તમારી જાત ને પ્રેમ કરતાં શીખવે તેજ સાચો પ્રેમ પેલો નહીં કે તમને બધુ છોડાવે,પ્રેમ ના નામે છેતરપીંડી ઓ થાય છે ચેતી જાવો તમે ફસાઈ જશો. તમે સૌ પહેલાં પોતાની જાત ને પ્રેમ કરો.......
શૈમી ઓઝા......