આમ તો ભગવદ્દ ગીતા વિશ્વ માં મહાન ગ્રંથ તો છે જ પણ જ્યારે તેના મહિમા ની વાત કરી તો તેના માટે શબ્દ નથી મળતા કેહવા માટે.. કારણ કે તેના એક એક સ્લોક મનુષ્ય માટે પ્રેરણા અને ઉર્જા સમાન છે..... પણ જોવા જેવો વાત એ છે કે તેના ફાટેલાં પાના નો મહત્વ અને મહિમા પણ બવ જ મોટી છે..... આ વાર્તા થી મેં લોકો ને ભગવદ્દ ગીતા ના એક પાના નું મહત્વ કેટલું મોટું છે એ સમજાવા નો પ્રયત્ન કર્યો છે.....
વાત છે એક વિદ્યાર્થી ની જેનું નામ ચિરાગ છે ..... ભણવામાં હોંશિયાર.... મહેનતુ.... અને સરળ સ્વાભાવ નો.. 10માં ધોરણ માં અભ્યાસ કરે માર્ચ મહિનો નજીક આવતા પરીક્ષા પણ નજીક આવી.... તૈયારી પણ સારી કરે . પણ બન્યું એવું કે ગણિત નું પેપર અઘરૂં નીકળતા પેપર સારું ના ગયું.... પરીક્ષા પુરી થતા થોડી ચિંતા થવા લાગી...શુ થશે પરિણામ નું? કેવું રહેશે પરિણામ? માતા પિતા શુ વિચારશે....ચિંતા માં તે ના વિચારવા નું વિચારવા મંડ્યો..... આપઘાત કરવા નો વિચાર આવ્યો .... પણ ત્યારે બન્યું એવું કે એક sucide નોટ લખવા ઘર માં ડાયરી લીધી અને જ્યારે લખવા માટે ખોલી તો ત્યાં ડાયરી માં એક પેજ નો ટુકડો પડ્યો તો એ ટુકડો ચિરાગ ના મમ્મી એ મુક્યો હતો... ચિરાગ ને તે ટુકડો જોવાની જિજ્ઞાસા જાગી અને તે ટુકડા ને જોઈ ... વાંચી .. ને તેની જિંદગી જાણે બદલાઈ ગઈ કારણ કે તેમાં લખ્યું હતું કે
"क्लैब्यं मा स्म गम: पार्थ नैतत्तवय्युपपद्यते |
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप || "
(આ ગીતા નો 2જા અધિયાય નો 3જો સ્લોક છે)
અર્થાત:-હે પાર્થ(અર્જુન),આવી હીન નામર્દાઈને તાબે ના થઇશ.. તને તે શોભતી નથી..હૃદય ની આવી શુદ્ર દુર્બળતા નો ત્યાગ કરી ઉભો થા..તું સિંહ બાળ છો...
આ સ્લોક અને તેનો અર્થ વાંચી ને ચિરાગ ના મન માં એક વિશ્વાસ અને આત્મવિશ્વાસ આવી ગયો કે એક પેપર સારું ના ગયું હોય તો આપઘાત કરવાનો તુચ્છ વિચાર ના આવો જોઈ.જો હું આવો વિચાર કરું તો મારા પરિવાર શુ થાય.. માટે મારે મારી જાત ને કેળવી જોઈ... અને તરત જ પેન અને ડાયરી એક બાજુ મૂકી ને ભગવાન ને પ્રાર્થના કરી કે ક્યારેય પણ મને આવો વિચાર ના આવે એવો મનોબળ આપજો....
મનોમન વિચાર આવ્યો કે જો હું sucide નોટ લખવાનો વિચાર ના આવ્યો હોત તો મારું જીવન ટુકવાય ગયું હોત.. તેને sucide નોટ લખવા ડાયરી લીધી ને તેમાં ભગવદ ગીતા નો એક પેજ નો ટુકડો હતો...
વિચાર કરો મિત્રો કે આજ માણસ માણસ નો જીવ લઇ લે છે પણ ડાયરી ની વચ્ચે રાખેલા ભગવદ્દ ગીતા ના એક ટુકડા એ જીવ ને બચાવ્યો હોઈ તો એ કેટલું મહાન હશે.. ભગવદ્દ ગીતા ના એક એક સ્લોક એક એક શબ્દ માં આટલી ઉર્જા છે કે મન પડી ભાંગેલા ને બેઠા કરવા માટે જ નહીં પણ, ઉભા રહેલાને
ટકી કેમ રહેવું એ શીખવી જાય છે...
ભગવદ્દ ગીતા માનવતા રૂપી તત્વ ને પણ રિચાર્જ કરવા માટે પણ ઉર્જા પુરી પાડે છે...
ભગવદ્દ ગીતા skill માટે નહીં પણ will માટે છે...
ગીતા મનન માટે જ નહીં પઠન માટે પણ છે.
એટલે જ ગીતા એક એવો ગ્રંથ છે જેની જયંતિ ઉજવાય છે...
અને અંતે એટલું જ કહીશ કે :--
"bhagvad Gita is a bible of humanity"
આભાર.....
તમારો મિત્ર..
----અમિત વડગામા ''અટલ''